Second World War in Gujarati Book Reviews by Shreyash R.M books and stories PDF | દ્વિતીય વિશ્વયુદ્ધ

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

દ્વિતીય વિશ્વયુદ્ધ

નમસ્તે મિત્રો, આપણે આગળ જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ ના કારણ અને પરિણામ શું હતા. હવે આપણે આગળ દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે વાત કરશું. દ્વિતીય વિશ્વયુદ્ધ નો સમયગાળો 1939 થી 1945 સુધી હતો.
➡️ દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો
- પ્રથમ વિશ્વયુદ્ધ માં મિત્ર રાષ્ટ્રો નો વિજય થયા બાદ તેમણે ધુરી રાષ્ટ્રો સાથે શાંતી સમજોતો કર્યો, પરંતુ તેમાં તેણે ધૂરી રાષ્ટ્રો પાસે મોટા પ્રમાણ માં દંડ વસૂલ કર્યો હતો.
- પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઘણા રસ યુરોપિયન દેશોએ લોકશાહી ને અપનાવી હતી પરંતુ ઘણી વખત લોકો તેને અપનાવતા ન હતા અને ત્યાંથી જ નાઝીવાદ અને ફાંસીવાદ નો ઉદગમ થયો હતો.
- પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મની, જાપાન અને ઈટલી આ દેશો બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સની સરખામણીએ ખુબજ નાના હતા. અને જર્મની, જાપાન અને ઈટલી પણ આંતરાષ્ટ્રીય બજારમાં પોતાનું નામ બનાવવા માંગતા હતા.
- પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મની એ પોતાની જમીનની સાથે તેમાં રહેલો કાચો માલ અને પોતાની વસ્તી પણ ખોઇ દીધી હતી.
- દ્વિતીય વિશ્વયુદ્ધ મુખ્યત્વે તાનાશાહી અને લોકશાહી વચ્ચે હતી એવું કહી શકાય.
- પ્રથમ વિશ્વયુદ્ધ નો અમેરિકા એ સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે.
- પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઇટલી ની સરકાર પૈસાદાર લોકોના હાથમાં હતી પરંતુ ત્યાંના મજૂરોએ બળવો કરીને તેને પોતાના હાથમાં લીધી હતી અને ત્યાંની સેના પણ તેમની સાથે જોડાઈ ગઈ હતી પરંતુ તેઓનો બળવો દબાવી દેવામાં આવ્યો અને સરકાર ફરીથી પૈસાદાર લોકોના હાથમાં આવી ગઈ.
- 1921ની ચૂંટણીમાં ઇટાલીની સમાજવાદી પાર્ટીને 122, સામ્યવાદી પાર્ટીને 116 અને મુસોલિની ની ફાસીસ્ટ પાર્ટીને ફક્ત 35 સીટ જ મળી હતી.
- તેથી મુસોલિની ની તાનાશાહી ફક્ત મજૂરો સુધી જ રહી.
- 1918માં ફરીથી મજૂરોનો બળવો ચાલુ થયો. આ વખતે ત્યાંની નેવી અને સેના બંને જોડાઈ હતી.
- ખરેખર ઇટાલીમાં સમાજવાદી પાર્ટી ના Ebolt લોકશાહી ઈચ્છતા હતા જ્યારે સામ્યવાદી પાર્ટીના Karl મજૂરોની તાનાશાહી ઈચ્છતા હતા. જેના લીધે ઇટાલીમાં સરકાર ખૂબ જ અસ્થિર બની ગઈ હતી.
- હવે વાત કરીએ જર્મની માં સરકારની . તો 1923-24 ની ચુંટણી માં સમાજવાદી પાર્ટીને 60 લાખ, સામ્યવાદી પાર્ટીને 30 લાખ અને નાઝી દળને ફક્ત 10 લાખ 90 હજાર વોટ મળ્યા હતા.
- પરંતુ સમય જતાં આ પરિસ્થિતિ બદલી હતી. 1930 ની ચુંટણીમાં નાઝીને 60 લાખ અને 1932ના રાષ્ટ્રપતિની ચુંટણીમાં નાઝી ને 1 કરોડ 30 લાખ વોટ મળ્યા હતા. તેની સાથે જ જર્મનીમાંથી લોકશાહી નાબૂદ થઈ ગઈ હતી.
- જર્મનીમાં નાઝી સરકાર આવતા જ સમાચારપત્ર પર પાબંદી લાગી ગઈ. સાથે સાથે જર્મનીમાં હડતાળ પર પણ પાબંદી લાગી ગઈ હતી. યહૂદીઓને પોતાની જોબ પર થી કાઢી નાખવામાં આવતા હતા.
- 30 જાન્યુઆરી 1933ના રોજ હિટલર ને જર્મનીનો શાશક બનાવવામાં આવ્યો.
- બ્રિટન તે સમયે જર્મની સાથે યુદ્ધ કરવા માગતું ન હતું, તેથી તેને પોતાની એક મોટી સેના જર્મનીને આપી દીધી.
- બ્રિટનની જેમ ઘણા દેશો યુદ્ધ ઈચ્છતા ન હતા, માટે તેઓ એ પણ જર્મનીને ઘણી મદદ કરી હતી.
- આ સમય દરમ્યાન જર્મનીમાં હિટલર નો સમાજવાદી લોકો સાથેનો વ્યવહાર સારો ન હતો.
- 1929 થી 1939 સુધીમાં ઈટલી, જર્મની અને જાપાન કે જેઓ સોવિયત સંઘ ના દુશ્મન હતા, તેનો દ્વિતીય વિશ્વયુદ્ધ ના મુખ્ય દેશો બન્યા.
- 14 દેશોના સમૂહે સમાજવાદી વ્યવસ્થાને નાબૂદ કરવા માટે સોવિયત સંઘ પર એકસાથે હુમલો કરી દિધો. તે બધા દેશો એ સોવિયત સંઘ પર એવો આરોપ લગાવ્યો કે તે તેમની સામે કંઇક ખતરનાક પ્લાનિંગ કરી રહ્યા હતા.
- ત્યારબાદ 1930 માં ફાયનાન્સ ક્રાઇસિસ આવી જેનાથી ઘણા દેશોની બેંક અને ફેક્ટરી બંધ થઈ ગઈ.
- યુરોપિયન દેશોએ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ બનાવેલી કમિટી ની પરવા કર્યા વગર પોતાના દેશો ને વિસ્તાર કરવાનું ચાલુ કર્યું હતું.
- હવે બધા દેશો પાસે ફક્ત 2 જ રસ્તા હતા.
1. પોતાના દેશ ની સેના ને બીજા કરતા મજબૂત બનાવવી
2. પોતાના પડોસી દેશો સાથે સંધિ કરી લેવી.
- પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સોવિયત સંઘ ઈચ્છતું હતું કે જેમ બને તેમ શસ્ત્ર નો ઉપયોગ ઓછો થાય, પરંતુ તેનાથી વિરુદ્ધ ઘણા દેશો એ મોટા પ્રમાણ માં શસ્ત્રની ખરીદી કરવામાં લાગ્યા હતા.
- પ્રથમ વિશ્વયુદ્ધ સમયે જર્મની એ બેલજિયમ ની બોર્ડર થી ઘણી વખત જબરજસ્તી ઘૂસણખોરી કરી હતી. માટે આવી પરિસ્થિતિ નો સામનો કરવા આ વખતે ફ્રાન્સે તેની ઉત્તરી સીમા પર જબરજસ્ત કિલ્લેબંધી કરી અને તેને નામ આપ્યું મેંજીનોટ લાઈન. તેમણે જમીનની નીચે આવા બંકર બનાવ્યા હતા કે જે કોઈ વિચારી પણ ન શકે. તે કિલ્લાની દીવાલ અને બંકર એટલા મજબૂત હતા કે તોપગોળા પણ અને તોડી ના શકે.
- ફ્રાન્સ ને જોઈ ને ચેકોસ્લોવે, ફિનલેન્ડ અને બેલ્જિયમ એ પણ આ રીતની દીવાલ બનાવી.
- ફ્રાન્સ ની મેંજીનોટ લાઈન ને જોઈને તેને પણ જર્મનીમાં ફ્રાન્સ ની સીમા પાસે મેન્જીનોટ લાઈન થી 9 થી 10 માઈલ ના અંતરે તેવી જ એક લાઈન બનાવી જેને નામ આપ્યું સીઝફાયર લાઈન.
- હિટલર જર્મનીમાં ઇકોનોમીને વધારવા ત્યાંના કૃષિ ઉત્પાદન પર વધુ ધ્યાન આપતો હતો. હિટલરે જર્મનીના વિજ્ઞાનિકોને હુકુમ આપ્યો કે જે વસ્તુ આપડે બહારથી ખરીદવી પડે છે તેનો બીજો કોઈ ઉપાય શોધો.
- ત્યારબાદ હિટલર યુદ્ધની તૈયારી કરવા માં લાગી ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધ ના શરૂઆત માં તેની પાસે 10000 મોટા હવાઈજહાજ અને અગણિત ટેન્ક હતી. જે બ્રિટન, ફ્રાન્સ અને બીજા દેશો પાસે રહેલી ટેન્ક ના સરવાળા કરતા પણ વધુ હતી. હિટલરે પોતાની સેના ને ટ્રાન્સપોર્ટ અને ખાધા ખોરાકી ના સામાન ના ટ્રાન્સપોર્ટ માં સરળતા રહે તે પણ સુનિશ્ચિત કર્યું હતું.
- વારસા સંધિ બાદ હજુ પણ ફ્રાન્સ જર્મની થી ડરતું હતું. ફ્રાન્સ એ 1931 સુધી વિશ્વમાં એરફોર્સ માં પ્રથમ નંબર જાળવી રાખ્યો હતો. તેની સાથે બ્રિટન એ અને બીજા દેશો એ પણ પોતાની સૈન્ય ક્ષમતા વધારવા લાગી હતી.
- ફ્રાન્સ અને રશિયા ની સંધિ.
- વારસા સંધિ બાદ જર્મની, ઈટલી અને જાપાન એ પણ પોતાની સૈન્ય ક્ષમતા વધારવા લાગ્યા હતા. રશિયા એ પૂર્વ ભાગમાં જ્યારે ફ્રાન્સ એ પશ્ચિમ ભાગમાં શક્તિશાળી હતા. રશિયા ફ્રાંસનો સોવિયત સંઘ માં ભેળવવા માગતું હતું જ્યારે ફ્રાન્સ રશિયાને પોતાનો સાથીદાર બનાવવા માગતું હતું.
- આ બંને દેશો બ્રિટન ને પણ પોતાની સાથે ભેળવવા માગતું હતું. પરંતુ બ્રિટન માં રાજા નું રાજ ચાલતું હોવાથી તે જર્મની ની સામે થવા માગતું ન હતું માટે તેને આ વિનંતી નો અસ્વીકાર કર્યો. જ્યારે પોલેન્ડ, ચેકોસ્લોવ, યુગોસ્લોવ અને રુમનીયા પેહલેથી જ ફ્રાન્સ સાથે હતા. આ બધી ઘટનાનો સમયગાળો હતો 1936.
- વારસા સંધિ કર્યા બાદ ધુરિ રાષ્ટ્રો ફાયદામાં હતા જ્યારે મિત્ર રાષ્ટ્રો નહિ.
- મિત્ર રાષ્ટ્રો ઈચ્છતા હતા કે દરેક દેશમાં ફક્ત એક જ પાર્ટી હોવી જોઈએ જે દેશ ચલાવે જ્યારે ધૂરિ રાષ્ટ્રો ઈચ્છતા હતા કે દેશના લોકો દ્વારા દેશ ચાલવો જોઈએ. આ ઉપરાંત મિત્ર રાષ્ટ્રો પોતાનો ભૂભાગ નો વિસ્તાર પણ વધારવા માગતા હતા.
- 1936 સુધી માં મોટા ભાગના દેશો 2 ભાગો માં વિભાજિત થઈ ગયા હતા પરંતુ બ્રિટન અને અમેરિકા હજુ તટસ્થ હતા. પરંતુ 1937-38 જર્મનીનો ફાસીવાદ મોટા પ્રમાણમાં વધી રહ્યો હતો. આ તેના લીધે લાગતું હતું કે બ્રિટન એ ફ્રાન્સ તરફ જશે. આ સમય દરમિયાન ઈટલી પૂર્વ ભાગમાં રહેલી સુએઝ નહેર પર કબજો કરવા માગતું હતું માટે એટલી સામેની લડાઈમાં બ્રિટન ફ્રાન્સ સાથે જોડાયું.
- આ સમયમાં ઈટલી એ ચેકોસ્લોવિયા અને ઓસ્ટ્રિયા પર કબજો કર્યો પરંતુ તે સમય દરમિયાન બ્રિટન અને ફ્રાન્સ તટસ્થ રહ્યા. તો બીજી તરફ જર્મની પણ પોલેન્ડ અને લુથીયના પોતાના કબજે કરવા માગતું હતું. માટે હિટલરે લુથીયના ને એક અલ્ટીમેટમ મોકલ્યું કે જેમાં તેણે લુથીયાના નો મેમલ પોર્ટ જર્મનીને કોઈપણ શરત વગર આપી દેવા માટે કહ્યું. જે તેને 21 મે 1939 ના રોજ મળી ગયો અને ત્યારબાદ જર્મની એ તેને જર્મની મીલેટરી કેમ્પમાં ફેરવી નાખ્યો.
- જર્મની પોલેન્ડ પાસેથી તેનો ડોઝિંગ પોર્ટ અને તે જમીન કે જે જર્મનીને બે ભાગમાં વિભાજિત કરતી હતી તે જોઈતી હતી પરંતુ પોલેન્ડની સરકારે તે ના આપી. 31 માર્ચ 1939 ના રોજ બ્રિટન એ જાહેર કર્યું કે તે બધી રીતે પોલેન્ડની સાથે છે.
- ઈટલી અલબાનીયા ને પોતાના કબજામાં કરીને રોમાનિયા અને ગ્રીસ તરફ આગળ વધતું હતું ત્યારે બ્રિટને રોમાનિયા અને ગ્રીઝ ને પોતાનો સપોર્ટ આપ્યો. પરંતુ તેમાં એક સમસ્યા હતી. બ્રિટન અથવા ફ્રાન્સ બંને દેશો આ દેશો કરતા વિરુદ્ધ દિશામાં હતા વધુમાં વધુ તે રોમાનિયા અને ગ્રીસને હવાઈ માર્ગે મદદ કરી શકે તેમ હતા. જોકે ગ્રીસને દરિયા માર્ગમાંથી પણ સહાય થઈ શકે તેમ હતી.
- આ પરિસ્થિતિમાં ફક્ત રશિયા મદદ કરી શકે તેમ હતું. માટે 1935 માં ફ્રાન્સ એ રશિયા સાથે સંધિ કરી. ઉપરાંત રશિયા બાલ્ટિક સમુદ્ર પર અને આજુબાજુના દેશો પર પોતાનો કબજો ઈચ્છતું હતું, પરંતુ બ્રિટન આ વાત માં તેની સાથે સેહમત ન હતું. જર્મની એ આનો ફાયદો ઉઠાવી ને લીથુઆના, લેવિટિયા, એસ્તીનોયા અને ફિનલેન્ડ જેવા દેશો ને ભરોસો આપી ને પોતાની તરફ કરી લીધા સાથે સાથે તેની સાથે સંધિ પણ કરી લીધી.
- હવે બ્રિટનને પણ લાગ્યું કે રશિયાની તાનાશાહી યુરોપ માટે પણ ખતરો બની શકે છે માટે તેને રશિયા ની મિત્રતા ઠુકરાવી દીધી. જેનો લાભ જર્મની એ ઉઠાવ્યો. અને રશિયાને પોતાની તરફ કરી લીધું. તેની સાથે જ જર્મની ને એટલી રાહત થઈ કે તે પૂર્વ તરફ થી સુરક્ષિત છે.
- બ્રિટન હિટલર સાથે પોલેન્ડ ને લઇ ને શાંતિ થી વાત કરવા માગતું હતું. પણ હિટલર એ તેના માટે પોલેન્ડ નાં પ્રતિનિધિ ને 2 દિવસની અંદર બર્લિન, જર્મની પહોંચવા કહ્યું કે જે અશક્ય હતું. આ બાજુ હિટલર પોલેન્ડ પર હુમલો કરવા તૈયાર હતો જ્યારે બીજી બાજુ બ્રિટન અને ફ્રાન્સ પણ તૈયાર હતા. પરંતુ તકલીફ હતી રશિયાને. તે હજુ યુદ્ધ માટે તૈયાર ન હતું.
- 1 સપ્ટેમ્બર 1939 ના દિવસે જર્મનીના પોલેન્ડ પર હુમલો કરતાની સાથે જ દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. બ્રિટન અને ફ્રાન્સ બંને માંથી કોઈ પણ દેશ પોલેન્ડ ની મદદ એ પહોંચી શક્યું નહિ. પરંતુ બંને દેશો એ હિટલર ને અલ્ટીમેટમ મોકલ્યું. પરંતુ જેવું ધાર્યું હતું તેમ જ હિટલરે તેનું પાલન કર્યું નહિ. જેનાથી બંને દેશોએ જર્મની સામે યુદ્ધ ની ઘોષણા કરી.
- તેમની પાસે 2 રસ્તા હતા કે જેનાથી તે જર્મની ને પોલેન્ડ પર હુમલો કરતા રોકી શકે તેમ હતા.
1. જર્મની ઉપર હવાઈ હુમલો કરવો.
2. જર્મની સામે પશ્ચિમ ભાગમાં યુદ્ધ કરવું.
- પરંતુ તેનાથી જર્મની નો પોલેન્ડ પર થતો હુમલો બંધ થયો નહિ. તેની સાથે જ 17 સપ્ટેમ્બરે રશિયા એ પણ પોલેન્ડ પર હુમલો કરી દીધો. રશિયા યુક્રેન પર પોતાનો હક જમાવવા ઈચ્છતું હતું. રશિયા માનતું હતું કે પોલેન્ડ ના કબ્જા માં રહેલો યુક્રેન નો ભાગ એ રશિયાના હક નો છે અને જો એકવાર તે જર્મનીના હાથમાં ચાલ્યું ગયું તો તેને પાછું મેળવવું ખૂબ જ અઘરું છે. રશિયા એ તે કામ ફક્ત 5 દિવસ માં કરી બતાવ્યું. જ્યારે પોલેન્ડ ને લાગ્યું કે તે આ યુદ્ધ હરી જશે ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ અને મંત્રીઓ રોમાનિયા ભાગી ગયા. 27 સપ્ટેમ્બર 1939 ના રોજ પોલેન્ડના સૈનિકોએ શસ્ત્ર મૂકીને હાર માની લીધી.
- ત્યારબાદ જર્મનીએ રશિયા સાથે સંધિ કરી કે પોલેન્ડ નો પશ્ચિમ ભાગ જર્મનીના કબજામાં રહેશે જ્યારે પૂર્વ તરફ નો 50% કરતા વધુ ભાગ રશિયા પાસે રહેશે. આનાથી જર્મનીને પોતાના કાચા માલ માટે નો પોલેન્ડ નો ભાગ મળી ગયો.
- આ યુદ્ધ બાદ રશિયાએ તેના પશ્ચિમ ભાગમાં રહેલા 3 દેશો સાથે પોતાની હવાઈ સેના તથા પોતાના સૈનિકો માટે જગ્યા આપવા માટે સંધિ કરી લીધી.
- રશિયાને ફિનલેન્ડ માં હેંગો પોર્ટ અને બીજા પોર્ટ જોઈતા હતા જેના માટે તેને ફિનલેન્ડ સાથે વાત કરી, પરંતુ ફિનલેન્ડ હેંગો પોર્ટ સિવાય બીજા પોર્ટ આપવા તૈયાર હતું. પરંતુ રશિયાને તે જોઈતું જ હતું માટે તેને 30 નવેમ્બર 1939 ના રોજ ફિનલેન્ડ પર હુમલો કરી દીધો. ફિનલેન્ડ બહાદુરી સાથે રશિયા સામે લડ્યું, પરંતુ અંતમાં 12 માર્ચ 1940 એ ફિનલેન્ડ રશિયા સાથે સંધિ કરવા માની ગયું. રશિયાએ હિટલર થી બચવા માટે આખા ફિનલેન્ડ પર કબજો ન કર્યો, પરંતુ તેમને જોઈતા ફિનલેન્ડ ના ભાગો પોતે રાખી ને બાકી ભાગોમાં ફિનલેન્ડ ની સરકાર ને રેહવા દીધી. રશિયા એ આવું હિટલરથી પોતાની રક્ષા કરવા માટે કર્યું.
-એ સમય દરમિયાન ફ્રાન્સના વિવિધ ભાગોમાં બ્રિટિશ સૈનિકોને તૈનાત કરવામાં આવેલા. સપ્ટેમ્બર 1939 સુધીમાં જર્મની અને મિત્ર રાષ્ટ્રો વચ્ચે દરિયામાં યુદ્ધ ચાલુ થઈ ચૂક્યું હતું. બંને પક્ષની સબમરીન એકબીજા ના જહાજોને ડૂબાડવા માં લાગી હતી. ફેબ્રુઆરી 1940 સુધીમાં તો જર્મનીની સબમરીન ઓ એ મિત્ર રાષ્ટ્રો ના ઘણા બધા જહાજ ડુબાડી દીધા હતા.
- આ વિશ્વયુદ્ધમાં નોર્વે તટસ્થ હતું. જર્મનીને જે કાચું લોખંડ પહોચતું હતું તે નોર્વે માંથી થઈ ને જતું, જે બ્રિટન ને જરા પણ પસંદ ન હતુ. માટે બ્રિટન એ જર્મની થી નોર્વે સુધીના દરિયાઈ રસ્તા પર માઈન્સ લગાવવાનું નક્કી કર્યું. હવે જર્મની ને કોઈ પણ કિંમત પર નોર્વે જોઈતું હતું. માટે 9 એપ્રિલ 1940 ના રોજ જર્મની એ નોર્વે પર હુમલો કરી દીધો. પરંતુ, ફ્રાન્સ અને બ્રિટનની સહાય પછી પણ નોર્વે આ યુદ્ધ હારી ગયું. નવી નોર્વે સરકારે નોર્વે પર જર્મની ની સુરક્ષા સ્વીકારી લીધી.
- ડેનમાર્ક માં પણ તે સમયે નાંઝી સરકાર હતી. પરંતુ તે સમયે ડેનમાર્ક યુદ્ધમાં તટસ્થ રેહવાં માગતું હતું, જ્યારે અમુક નાઝી દળના સભ્યોનું માનવું હતું કે ડેનમાર્ક એ જર્મની સાથે રેહવું જોઈએ. આ પરિસ્થિતિ થી જર્મની ગુસ્સે થઇ ગયું અને તે જ દિવસે એટલે કે 9 એપ્રિલ 1940 ના રોજ ડેનમાર્ક પર પણ હુમલો કરી દીધો. ડેનમાર્ક જાણતું હતું કે જર્મની સામે લડવાનો કોઈ મતલબ નથી, માટે તેને હાર સ્વીકારી લીધી.
- આ બાજુ બ્રિટનમાં પ્રધાનમંત્રી નવીન ચેમ્બરલેન બ્રિટનમાં સરખી આગેવાની નિભાવી શકતાં ન હતા. માટે વિરોધી પાર્ટી એ 8 મે 1940 એ તેમને રાજીનામું આપવા માટે દબાણ કર્યું. માટે 10 મે 1940 એ બ્રિટનના પ્રધાનમંત્રી એ રાજીનામું આપ્યું અને તે જ દિવસે જર્મની એ હોલેન્ડ અને બેલ્જિયમ પર હુમલો કરી દિધો. બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા વિલ્સન ચર્ચિલ.
- જ્યારે જર્મની એ હોલેન્ડ અને બેલ્જિયમ પર હુમલો કર્યો ત્યારે તે બંને દેશોએ પોતાને તટસ્થ જાહેર કર્યા. ત્યારે જર્મની એ સ્ટેટમેન્ટ આપ્યું કે જ્યાં સુધી ફ્રાન્સ અથવા બ્રિટન આ બંને દેશો પર હુમલો નહિ કરે ત્યાં સુધી તે પણ તેમના પર હુમલો નહિ કરે.
- પણ આખરે જર્મની એ તેમના પર હુમલો કરી જ દીધો. 10 મે 1940 એ જર્મની એ હોલેન્ડ પર હુમલો કરી દીધો. તે 4 દિવસ સુધી બહાદુરીથી લડયું, પરંતુ અંતે 14 મે 1940 ના રોજ હોલેન્ડ એ હાર સ્વીકારી લીધી. હોલેન્ડ ની રાણી પોતાની યુદ્ધ સામગ્રી સાથે લંડન ચાલી ગઈ.
- 10 મે 1940 ના રોજ જર્મની એ પોતાની બધી જ શક્તિ થી નેવી, એરફોર્સ અને આર્મી સાથે બેલ્જિયમ પર કોઈ સૂચના વિના હુમલો કરી દીધો. બ્રિટનના સૈનિકો મદદે આવ્યા પરંતુ છતાં પણ જર્મનોને રોકવા ખૂબ જ મુશ્કેલ હતા. જર્મની ફ્રાન્સ પર પણ હુમલો કરતું હતું, માટે ફ્રાન્સ બેલ્જિયમની મદદે ન આવી શક્યું. માટે 27 મે 1940 એ બેલ્જીયમ એ કોઈ પણ શરતો વિના હાર સ્વીકારી લીધી. તે સમયે બેલ્જિયમ માં 3 લાખ થી વધુ બ્રિટિશ નાગરિકો અને સૈનિકો હતા જે જર્મન સેનાથી ઘેરાયેલા હતા, માટે તેમનું ત્યાંથી નીકળવું પણ ખૂબ અઘરું હતું. ચર્ચિલે આદેશ આપ્યો કે બધા જ સૈનિકોને Dunkirk બંદર પર થી જહાજ અને સબમરીન દ્વારા ત્યાંથી કાઢશે. રેસ્ક્યું ના આ સમય દરમ્યાન જર્મન સૈનિકોએ ગોળીબારી કરી. પરંતુ તેનાથી કોઈ ખાસ ફરક પડ્યો નહિ. આવી પરિસ્થિતિ વચ્ચે પણ બ્રિટન એ 3 લાખ બ્રિટિશર અને 1 લાખ બીજા દેશના નાગરિક અને ફ્રાન્સના સૈનિકો ને ત્યાંથી રેસ્ક્યુ કર્યા.
- 3 જૂન 1940 ના રોજ જર્મનીએ તેની પુરી સૈન્ય શક્તિ સાથે ફ્રાન્સ પર હુમલો કર્યો. જર્મની નું એરફોર્સ એ પેરિસ પર, જ્યારે તેની થલ સેના એ મેંગીનોટ લાઈન પર હુમલો કર્યો.
- 16 મે 1940 એ ફ્રાન્સ, બેલ્જીયમ અને બ્રિટન ની સેના dyle લાઈન થી પીછેહઠ કરવા લાગ્યા.
- 17 મે 1940 એ જર્મનીએ ફ્રાન્સ ની સુરક્ષા લાઈન તોડી નાખી અને ફ્રાન્સ ના મોટા વિસ્તાર પર કબ્જો કરી લીધો.
- 18 મે 1940 એ ફ્રાન્સ ના લીડર જર્મની દ્વારા પકડી લેવામાં આવ્યા. માટે ફ્રાન્સ એ તેના મંત્રી બદલાવી દીધા.
- 20 મે 1940 એ જર્મની એ ઇબેવિલ કબજે કરી લીધું.
- 23 મે 1940 સુધીમાં જર્મનીએ મિત્ર રાષ્ટ્રો ની સેના ને બધી બાજુ થી ઘેરી લીધી હતી.
- આ સમય માં જો જર્મનીએ ઈંગ્લીશ ખાડી પાર કરીને બ્રિટન પર હુમલો કર્યો હોય તો બ્રિટન તેનો પ્રતિકાર કરી શકે તેમ ન હતો. પરંતુ હિટલર એ તેવું કર્યું નહિ અને તે તેની એક મોટી ભૂલ હતી.
આ બાજુ જર્મન સૈનિકો dunkirk બંદર પાસે પહોંચી રહ્યા હતાં.
- 28 મે 1940 એ બેલ્જીયમ એ આત્મસમર્પણ કરી દીધું.
- ફક્ત 24 દિવસની અંદર જર્મન એ હોલેન્ડ, બેલ્જીયમ અને લક્ઝમબર્ગ પર કબજો કરી લીધો. બેલ્જિયમ ની હાર એ જર્મની માટે 3 તરફ થી હુમલો કરવા માટે રસ્તો કરી આપ્યો હતો. બ્રિટન ની સેના પણ ફ્રાન્સ ને મદા કરી શકે તેમ ન હતી. માટે આ યુદ્ધ હવે ફક્ત ફ્રાન્સ એ લડવા નું હતું.
યુદ્ધ ના આ સમયમાં ઈટલી પણ ફાયદો ઉઠાવવા માગતું હતું, માટે તેણે પણ 10 જૂન 1940 ના રોજ ફ્રાન્સ પર હુમલો કરી દીધો. ઈટલી ના મુસોલિની એ પેહલે થી જ જાહેર કરી દીધું હતું કે તે જૂન ના પ્રથમ અઠવાડિયા મા હુમલો કરશે. યુએસના રાષ્ટ્રપતિ એ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મુસોલિની એ કોઈ નું સંભાળ્યું નહિ.
- 12 અને 13 જૂન એ ફ્રાન્સ એ પેરિસ ને બચાવવા આખરી પ્રયત્ન કર્યો, પરંતુ તે અસફળ રહ્યું. 14 જૂન 1940 એ જર્મની શાંતિ થી પેરિસ માં દાખલ થઈ ગયું. કારણકે ફ્રાન્સ ની સરકાર પેરિસ ને સારી સ્થિતિ માં રાખવા માગતું હતું માટે તેણે કોઈ પણ મીલીટરી કાર્યવાહી કરવાથી મનાઈ કરી દીધી.
ફ્રાન્સ ના સમર્પણ બાદ બ્રિટન એ ફ્રાન્સ સરકાર ને એક પ્રસ્તાવ મોકલ્યો કે જેમાં લખેલું હતું કે ફ્રાન્સ બ્રિટન સાથે જોડાઈ જાય તો બ્રિટન અને ફ્રાન્સ સાથે મળી ને જર્મની સામેનું યુદ્ધ ચાલુ રાખી શકે છે.
- ફ્રાન્સ ની સરકાર આ વાત પર સેહમત ન થઈ અને અમેરિકા પાસે મદદ માટે ગઈ. ફ્રાન્સ ને એવું હતું કે તેની મદદ માટે અમેરિકા જર્મની સામે યુદ્ધ જાહેર કરશે. પરંતુ એવું કશું થયું નહિ. 16 જૂન 1940 એ તો જર્મની મેગીનોટ લાઈન પાર કરું ચૂકી હતી. આ સ?આય દરમ્યાન ફ્રાન્સ ના પીએમ એ રાજીનામું આપી દીધું અને નવા પીએમ ની પસંદગી કરવા માં આવી. જે હતા માર્સેલ પેત્તા.
- 16 જૂન 1940 એ ફ્રાન્સ સીઝ ફાયર નું એલાન કર્યું , પરંતુ હિટલર એ તે માન્યું નહિ અને ગોળીબારી ચાલુ રાખી.
- 18 જૂન 1940 એ ફ્રાન્સ ના બીજા 3 શહેરો પર કબજો કરી લીધો.
- 21 જૂન 1940 એ જર્મની નો હિટલર અને ફ્રાન્સ ના મંત્રી કનપેન વિસ્તારમાં એક રેલવે ના ડબ્બા માં આત્મસમર્પણ ના પેપર સહી કરવા માટે મળ્યા. આ તે જ રેલવે નો ડબ્બો હતો કે જેમાં જર્મનીએ પ્રથમ વિશ્વયુદ્ધ માં આત્મસમર્પણ કર્યું હતું.
- 22 જૂન 1940 એ ફ્રાન્સનાં મંત્રી એ જર્મની ની બધી શરતો માની લીધી. જેમાં લખેલું હતું કે ફ્રાન્સ એ પોતાની 50% કરતા વધુ જમીન અને એટલાન્ટિક મહાસાગરમાં આવેલા બધા જ બંદરો જર્મની ને શોંપી દેવાના રહેશે.
- જે રીતે ફ્રાન્સ એ પ્રથમ વિશ્વયુદ્ધ માં જર્મની ને દબાવ્યું હતું તેવી જ રીતે જર્મની એ આ વખતે ફ્રાન્સ ને દબાવ્યું હતું.
- એક નજર ફ્રાન્સ ની હાર પાછળ ના કારણો પર નાખીએ.
- ફ્રાન્સ ની હાર નું પ્રથમ કારણ હતું કે નવીનતમ હથિયારો ની કમી.
- બીજું કારણ હતું કે ફ્રાન્સ આ લડાઇ માટે હજુ પૂરેપૂરું તૈયાર ન હતું.
- જર્મનીની સાપેક્ષમાં ખુબ જ ઓછા પ્રમાણ માં ટેન્ક અને લડાકુ વિમાન હતા.
- અને છેલ્લું કે ફ્રાન્સ ના આંતરિક કારણો.
- પેરિસ પર હિટલરના કબજાથી ફ્રાન્સ 2 ભાગો માં વિભાજિત થઈ ગયું હતું. એક જર્મનીના નેજા હેઠળ નું ફ્રાન્સ અને બીજું આઝાદ ફ્રાન્સ. ફ્રાન્સ દ્વારા યુદ્ધમાં વપરાયેલી બધી જ સામગ્રી જર્મનોને સોંપી દેવાઇ હતી. ફ્રાન્સ સાથે બદલો લઈ લીધા બાદ હવે હિટલર સંતુષ્ઠ હતો.
- આ બાજુ ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી પટ્ટા એ ફ્રાન્સ ના જેટલા પણ સૈનિકો જીવતા હતા તેમને એકઠા કર્યા અને બ્રિટન મોકલી આપ્યા. જ્યાં તેમને આઝાદ ફ્રાન્સ ની એક નવી સૈન્ય ટુકડી તૈયાર કરી જેની નૈઋત્વ જનરલ ગોલ કરતા હતા. પ્રધાનમંત્રી આ સૈનિક ટુકડી બનાવવાના વિરુદ્ધ માં હતા. તેમણે જનરલ ને કહ્યું કે તે હવે ફરીથી યુદ્ધ કરવા નથી માગતા. પરંતુ જનરલ એ તે વાત ને નકારી પોતાની સૈન્ય ટુકડી બનાવવાનું ચાલુ રાખ્યું.
પ્રધાનમંત્રી પટ્ટા દ્વારા 3 જાહેરાત કરવામાં આવી.
🔹તેને પોતાને આઝાદ ફ્રાન્સ ના લીડર જણાવ્યા.
🔹તેને સંપૂર્ણ પાવર પોતાના હાથમાં લઈ લીધો.
🔹અને ચેમ્બર ઓફ ડેપ્યુટી ને અનિશ્ચિત સમય સુધી મોકૂફ રાખી.
- ફ્રાન્સ ના બંદર જર્મની પાસે જતા રેહવાથી બ્રિટન ને ભય લાગ્યો કે હવે જર્મની તેમના પર હુમલો કરી શકશે, પરંતુ હિટલરે આશ્વાસન આપ્યું કે તે તેવું નહિ કરે. બ્રિટનને તે વાત પર ભરોસો ન આવ્યો તેથી તેને નક્કી કર્યું કે તે બધા યુદ્ધ જહાજો ને નષ્ટ કરી નાખશે. 3 જુલાઈ 1940 એ બ્રિટન ના બધા સમુદ્રી લડાકુ જહાજો પર કબજો કરી લીધો પરંતુ ફ્રાન્સ યુદ્ધ જહાજો ની એક ટુકડી હજુ અલ્જેરિયા હતી.
- બ્રિટન એ બંદર પર જાહેરાત કરી કે તે બ્રિટન સાથે આવી જાય અથવા પોતાનો નાશ થતો જોવા. ફ્રાન્સના યુદ્ધ જહાજો એ થા બ્રિટન સાથે લડાઇ કરી જેમાં બ્રિટન દ્વારા એક યુદ્ધ જહાજ સિવાય બધા યુદ્ધ જહાજો તોડી નાખવા માં આવ્યા. જે યુદ્ધ જહાજ બચ્યું હતું તેનું નામે હતું Strasvarg.
ફ્રાન્સ ના પીટર એ સમર્પણ સમયે જર્મન સાથે અગ્રીમેન્ટ સાઈન કર્યા કે જેમાં લખેલું હતું કે 16 જૂન 1940 થી 20 ઓગસ્ટ 1944 સુધી તે જ પ્રમુખ રહેશે અને હિટલર પણ તેમને કોઈ નુકશાન પહોંચાડશે નહિ. 20 ઓગસ્ટ 1940 માં પીટર જેલમાં ગયો અને ત્યાં જ અંતિમ સમય પસાર કર્યો.
- 19 જુલાઈ 1940 એ જર્મની એ બ્રિટન ને એક પત્ર મોકલ્યો. જેમાં જર્મની એ ચોખ્ખું લખ્યું હતું કે બ્રિટન શરતોને માની ને સમર્પણ કરી દે અથવા યુદ્ધ કરવા માટે તૈયાર રહે. પત્ર મળ્યા બાદ બ્રિટન એ અમેરિકા પાસે મદદ માગી. અમેરિકા એ પણ જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી મદદ મોકલી. તેની પેહલા ફ્રાન્સ અને બ્રિટન સાથે મળી ને રક્ષા કરતા હતા.
- જર્મનીની સીમા નોર્વે થી લઇ ને દક્ષિણ સ્પેન સુધી વિસ્તરી ગઈ હતી. ફ્રાન્સ પર કબ્જો કર્યા બાદ જર્મની માટે બ્રિટન પર હુમલો કરવો સહેલો હતો. પરંતુ આ હુમલો જર્મની ના અત્યાર સુધી ના બીજા દેશો પર કરેલા હુમલા થી અલગ હતો કારણ કે બ્રિટન એ સમુદ્ર ની પેલી પાર હતો. સમુદ્ર માં બ્રિટન ની શક્તિ જર્મન કરતા વધુ હતી માટે જર્મન પાસે ફક્ત એક જ રસ્તો હતો, હવાઈ હુમલો.
4 જૂન 1940 નાં રોજ બ્રિટન પીએમ ચર્ચિલ એ હાઉસ ઓફ કોમર્સ માં જાહેરાત કરી તે આપડે અંત સુધી આ લડાઇ લડશું. લડાઇ ની તૈયારી ના નામે ચર્ચિલ એ 16 થી 60 વર્ષ સુધી ના લોકો ને ઘરબંદી બનાવી લીધા. સમુદ્ર કાંઠે તાર બાંધી દીધા, ઇલેક્ટ્રિક સપ્લાય કાપી નાખ્યો.
- 19 જુલાઈ 1940 એ હિટલર એ ચર્ચિલ ને યુદ્ધ બંધ કરવા જણાવ્યું પરંતુ ચર્ચિલ એ તેવું કર્યું નહિ. સાથે સાથે તેમણે પોતાના નાગરિકોને સલામત જગ્યાં એ મોકલી આપ્યા. ઉપરાંત બ્રિટન ના 10 લાખ જેટલા લોકો આ યુદ્ધ માં સૈનિક તરીકે જોડાવા ઇચ્છતા હતા.
- 8 ઓગસ્ટ 1940 એ હિટલર એ હવાઈ માર્ગે બ્રિટન પર હુમલો કરાવ્યો. જેમાં જર્મન સૈનિકો નો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે બ્રિટન ના હવાઈમથક, રનવે અને ઔદ્યોગિક એકમો ને નષ્ટ કરવા. ધીરે ધીરે કરતા જર્મની એ હુમલાની તીવ્રતા વધારી દીધી. 8 ઓગસ્ટ થી લઇ ને 18 ઓગસ્ટ સુધી માં જર્મન સૈનીકો એ બ્રિટનના 1000 વિમાનો નો નાશ કરી દીધો.
- 2 સપ્ટેમ્બર ના રોજ જર્મની એ લંડન પર હુમલો બોલી દીધો. ઓગસ્ટ થી લઇ ને ઓક્ટોબર સુધી જર્મની ના બ્રિટન પર હુમલાઓ ચાલતા જ રહ્યા. 1940 નાં અંત સુધી મા જર્મની એ 2500 યુદ્ધ વિમાનો ખોઇ દીધા હતા. આ રીતે તો બ્રિટન ને હરાવવું મુશ્કેલ લાગતું હતુ. બ્રિટન એ હવાઈ યુદ્ધ માં લીડ મેળવી લીધી હતી.
- 1940 માં અમેરિકા એ બ્રિટન ને 50 યુદ્ધ જહાજો આપ્યા. હવાઈ યુદ્ધમાં હાર્યા બાદ હિટલર એ જળમાર્ગ દ્વારા હુમલો કરવાનું નક્કી કર્યું.
ઓગસ્ટ 1940 માં બંને દેશો એ દરિયામાં યુદ્ધ કર્યું અને ત્યાં પણ જર્મની એ પાછળ હટવું પડ્યું. બંને જગ્યા પરથી પાછળ હટી ગયા બાદ તેમને રાત્રિ દરમ્યાન શહેરો પર હુમલાઓ કરવાના ચાલુ કર્યા.
14 નવેમ્બર 1940 ના રોજ જર્મની એ લંડન પર એક મોટો હુમલો કર્યો. આ હુમલાની તીવ્રતા એટલી હતી કે નવેમ્બર મહિનો પૂરો થવા સુધી માં 6000 લોકો મૃત્યુ પામ્યા હતાં.
- જ્યારે જર્મની અને બ્રિટન યુદ્ધ કરવામાં વ્યસ્ત હતા, ત્યારે ઇટલીનો મુસોલિની આફ્રિકામાં પોતાનો વિસ્તાર વધતો હતો. મુસોલિની એ સૈનિકોનું એક ગ્રુપ બ્રિટનના સામ્રાજ્ય વાળા સોમાલિયા ને કબજે કરવા મોકલ્યું. ઈટલી એ ગ્રીસ પર પણ હુમલો કર્યો, ત્યારે બ્રિટન એ શક્ય એટલી મદદ પણ કરી. ત્યાર બાદ ઈટલી એ ટોરેન્ટો પર હુમલો કરી ને ઘણી બધી શિપ તોડી નાખી. આ બાજુ આફ્રિકા એ પણ ઈટલી પર હુમલો કરવાનું ચાલુ કર્યું. બ્રિટન અને આફ્રિકા ના સંયુક્ત હુમલા થી લિબિયા, સોમાલિયા અને અબિસીનીયા પણ ઈટલી થી આઝાદ થઈ ગયા. 1941 જાન્યુઆરીમાં બ્રિટન એ બોર્ડિયા અને ટોબ્રક પર પોતાનો કબજો લઈ લીધો. ઈટલી માટે દરિયાઈ માર્ગ ના આવનજાવન માટેનો સૌથી મહત્વનું બંદર બેંગાજી પર બ્રિટન એ કબ્જો લઈ લીધો. 5 મે 1941 માં અબિસીનીયાને આઝાદ કરી દેવામાં આવ્યું.
- ઉતર આફ્રિકામાં ઇટાલીની હાર એ હિટલર માટે તણાવ પૂર્વ સાબિત થઈ રહી હતી. હિટલર એ ઉત્તર આફ્રિકા માં બ્રિટન પર અચાનક હુમલો કર્યો જેથી બ્રિટન આર્મી એ ઇજિપ્ત તરફ ખસવું પડ્યું અને ઉત્તર આફ્રિકા પર જર્મની નો કબ્જો આવી ગયો.
- 28 ઓક્ટોબર 1940 નાં રોજ મુસોલિની એ ગ્રીસ ને એક ચેતવણી મોકલી કે આત્મસમર્પણ કરી દો અથવા યુદ્ધ માટે તૈયાર રહો. આ ચેતવણી નાં 3 કલાક બાદ તેણે ગ્રીસ પર હુમલો કરી દીધો. શરૂઆત માં ઇટાલિયન સૈનિકો મજબૂત સ્થિતિમાં હતા, પરંતુ ધીમે ધીમે તેમણે પાછળ હઠ કરી પડી. આ બાજુ બ્રિટિશ આર્મી પણ શક્ય તેટલા હવાઈ જહાજ અને દરિયાઈ જહાજો ને ઈટલી ની મદદ કરતા રોકી રહી હતી. જેના લીધે મુસોલિની નું ગ્રીસ કબજે કરવાનું સપનું પૂરું થયું નહિ.
Note - સર્બિયા, મીસેડોમીયા, કોસોવો, અલ્બેનિયા, મોન્ટેંગ્રો, ક્રોએશિયા, ગ્રીસ, રોમાનિયા, સ્લોવેનિયા અને તુર્કી ને બાલાકન દેશો કહેવાય છે.
- ઇટાલીની આવી હાર થી હિટલર પણ ખુશ ન હતો. તે બાલાકન દેશો ને જીતી ને તેને રશિયા ની વિરુધ વાપરવા માગતો હતો. હિટલર એ રોમાનિયા ને આત્મસમર્પણ કરવા માટે ખૂબ દબાણ કર્યું. ઉપરાંત જર્મની એ હંગેરી ની અમુક શરતો માની ને હંગેરી અને બલ્ગેરિયા ને પોતાના પાળતૂ બનાવી લીધા.
- ગ્રીસ પર હુમલો કરવા માટે હજુ પણ હિટલર ને યુગોસ્લાવિયા ને પાર કરવું પડે તેમ હતું. માટે તેણે યુગોસ્લાવિયા ની સરકાર સાથે એક કરાર કરવી લીધો. યુગોસ્લાવિયાની સરકાર જાણતું હતી કે તે જર્મની સામે યુદ્ધ કરી શકે તેમ નથી , છતાં ત્યાંની પ્રજા યુદ્ધ કરવા માગતી હતી. માટે પ્રજા એ જૂની સરકાર ને હટાવી નવી સરકાર બનાવી.
- 6 એપ્રિલ 1941 એ જર્મની એ યુગોસ્લાવિયા પર હુમલો કર્યો અને ત્યાંની રાજધાની સુધી પહોંચી ગયા.
- 17 એપ્રિલ 1941 એ યુગોસ્લાવિયા એ આત્મસમર્પણ કરી દીધું.
- હિટલર એ ક્રોએશિયા અને સર્બિયા ને સ્વતંત્ર રેવા દીધું, પરંતુ ત્યાં સરકાર જર્મન લોકો દ્વારા ચાલતી. જ્યારે બીજા બધા ભાગો તેણે બલ્ગેરિયા, ઈટલી અને હંગેરી ને વહેંચી દીધા.
- ગ્રીસ પર હિટલરના હુમલા વખતે બ્રિટન એ પોતાની આર્મી મોકલી, પરંતુ બંને ની આર્મી સાથે મળી ને પણ જર્મન સૈનીકો ને રોકી શકતા ન હતા. માટે બ્રિટન એ પોતાના સૈનિકો ને પાછા બોલાવી લીધા.
- 24 એપ્રિલ 1941 એ ગ્રીસ એ આત્મસમર્પણ કરી દીધું.
- 20 મે 1941 ના રોજ જર્મન સૈનિકોએ સમુદ્રમાં રહેલો ક્રીટ નામનો ટાપુ કબજે કરી લીધો કે જ્યાંથી હિટલર બ્રિટન પર હુમલો કરી શકે. સાથે સાથે હિટલર તો સુએજ નહેર પર પણ કબ્જો કરવા માગતો હતો.
- સીરિયામાં પેહલે થી જર્મની નું રાજ હતું. હવે બ્રિટીશરો પણ ત્યાં જવા લાગ્યા અને સીરિયા ને કબજે કરવા લાગ્યા. જૂન 1941માં સીરિયા પર બ્રિટન નું રાજ આવી ગયું હતું.
- ઇરાક ની પરિસ્થિતિ પણ કંઇક આવી જ હતી. 1932 માં ઇરાક નો બ્રિટન સાથે એક કરાર થયેલો કે જેમાં ઉલ્લેખ હતો કે બ્રિટન ઇરાક ના અમુક ભાગો નો ઉપયોગ કરી શકાશે. પરંતુ ઇરાક તેની વિરુદ્ધ માં હતું. તેણે જર્મની ને મદદ માટે કહ્યું. જર્મની એ થોડી મદદ કરી પણ ખરા. તેમણે આ જ વસ્તુ સિરિયને પણ કહી હતી. તેમ છતાં ઇરાક બ્રિટન ને હરાવી ન શક્યું.
- 30 મે 1941 ના રોજ બ્રિટન સૈનિકો બગદાદ પહોંચી ગયા. સાથે સાથે તેમને ત્યાંના બીજા મોટા શહેરો નો પણ કબ્જો લઈ લીધો. હવે આઝાદ ફ્રાન્સ અને બ્રિટને એકસાથે હુમલો કરીને સીરિયા અને બીજા મુખ્ય વિસ્તારનો કબ્જો લઈ લીધો.
જર્મની ને પણ ઈરાન જોઈતું હતું માટે બ્રિટન એ ઈરાન પર હુમલો કરી દીધો. પરંતુ રશિયા તેવું ઈચ્છતું ન હતું કે કોઈ પણ દેશ ઈરાન પર કબ્જો કરે. કારણ કે ઈરાન ની સરહદ રશિયા સાથે છે. માટે રશિયા એ ઉત્તર તરફ થી હુમલો કર્યો. ઈરાન આ હુમલાનો સામનો ન કરી શક્યું અને બ્રિટન તથા રશિયા સામે આત્મસમર્પણ કરી દીધું. ત્યાર બાદ ઈરાન માં એક નવી સરકાર બનાવવામાં આવી કે જે હિટલરનો સાથ ન આપે.
- રશિયા અને જર્મની વચ્ચે એક સરાર થયો હતો કે જેમાં લખેલું હતું કે બંને દેશો એક બીજા પર હુમલો નહિ કરે. પરંતુ જર્મની નું બીજા દેશોને પોતાના કબજે લેવાના વલણ રશિયા ને ખટકતું હતું. માટે રશિયાએ એસ્ટોનિયા, લિયાટેવિયા અને લીથુઆના ને પોતાનો હિસ્સો બનાવી લીધો. હવે જર્મની અને રશિયા બંને દેશો બાલ્કન વિસ્તાર માં પોતાનો કબ્જો ઇચ્છતા હતા. બાલ્કનના મોટા ભાગના વિસ્તાર પેહલે થી જ હિટલર થી પ્રભાવિત હતા. તેમાં હિટલર એ પોતાના સૈનિકો ને ફિનલેન્ડ પર હુમલો કરવા મોકલ્યા.
- જર્મની, ઈટલી અને જાપાન એ એક કરાર બનાવ્યો કે ત્રણેય દેશો એક બીજા ને યુદ્ધ માં મદદ કરશે. ફિનલેન્ડ પર હુમલો કરવા મોકલેલા સૈનિકો ના વલણ પર રશિયા એ આપત્તિ જતાવી. માટે રશિયા, જર્મની, ઈટલી અને જાપાન એ મળી ને એક બેઠક ગોઠવી અને જર્મની ને હુમલો કરતા અટકાવવામાં આવ્યું.
- પરંતુ 18 ડિસેમ્બર 1940 માં રોજ હિટલર એ પોતાની સેના ને રશિયા પર હુમલો કરવા માટે તૈયાર રેજવા સૂચના આપી. હિટલર એ રશિયા સામેના આ યુદ્ધ માં ફિનલેન્ડ અને રૂમાનીયા ને મુખ્ય પ્લેયર તરીકે વાપર્યાં.
- 1 માર્ચ 1941 ના રોજ જર્મનીએ બલ્ગેરિયા ને પોતાના વિશ્વાસ માં લઇ લીધું. રશિયાને આ ગમ્યું નહિ માટે તેણે યુગોસ્લાવિયા ને પોતાની સાથે લીધું પરંતુ ઈટલી અને બ્રિટન એ યુગોસ્લાવિયા ને પોતાના કબ્જા માં કરી લીધું.
- જૂન 1941 સુધી માં બ્રિટન આ વિશ્વયુધ્ધ માં અક્લું પડી ગયું હતું. અમેરિકા બ્રિટન ને સમુદ્ર મારફત મદદ પહોંચાડતું હતું, પરંતુ જર્મન સૈનિકો તેને દરિયામાં જ ડુબાડી દેતા હતા. ધીરે ધીરે અમેરિકન સૈનિકો એ જર્મન સૈનીકો સામે લડાઇ કરવાનું ચાલુ કર્યું. 1942 સુધી માં તો અમેરિકા દેખીતી રીતે યુદ્ધ માં સામીલ થઈ ચૂક્યું હતું.
હિટલર જેટલું બને તેટલું જલદી રશિયા ને હરાવવા માગતો હતો, જેથી તેની સાધન સામગ્રી નો ઉપયોગ બ્રિટન અને અમેરિકા સામે ના મુકાબલા માં થઈ શકે.
- 22 જૂન 1942 ના રોજ જર્મની એ આખરે રશિયા પર હુમલો કરી દીધો. જર્મની એ રશિયા પર હુમલો કરવાના 2 કારણ બતાવ્યા.
1. રશિયા ઉનાળા ના સમય થી જર્મની પર હુમલો કરવાની યોજના બનાવતું હતું.
2. રશિયા ની મદદ ના લીધે બ્રિટન આત્મસમર્પણ કરતું ન હતું.
- રશિયા પર જર્મની ની સાથે સાથે બીજા નાના મોટા દેશો પણ હુમલા કરતાં હતાં. 22 જૂન ના હુમલા બાદ બ્રિટન અને અમેરિકા એ બને તેટલા સૈનિકો મોકલવા માટે રશિયા ને આશ્વાસન આપ્યું.
હુમલા ની શરૂઆતમાં જર્મન સૈનીકો ખૂબ ઝડપ થી આગળ વધી રહ્યા હતા. 2 જ અઠવાડિયામાં જર્મની એ રશિયાના કબજામાં રહેલા લીથુઆના, લેટિવિયા, એસ્ટોનિયા અને ફિનલેન્ડ ને પોતાના કબજે કરી લીધા હતા. સપ્ટેમ્બર ની શરૂઆત સુધીમાં જર્મની રશિયાના લેનિનગ્રાડ સુધી પહોંચી ગયું હતું, પરંતુ તેને જીતી શક્યું નહિ.
જર્મની રશિયા પર 3 તરફી હુમલો કરતું હતું.
1 - બાલ્ટિક સમુદ્ર તરફ થી લેનિનગ્રાડ પર
2 - સ્મોલેન્સ્ક થી મોસ્કો પર
3 - યુક્રેન થી દક્ષિણ રશિયા પર
2 સપ્ટેમ્બર ના રોજ જર્મની એ યુક્રેન ની રાજધાની કિવ પર પોતાનો કબ્જો કરી લીધો.
- ઑક્ટોબર 1941 ના અંત સુધીમાં જર્મની ના સૈનિકો રશિયા ના મોસ્કો પહોચી ગયા. તેની સાથે સાથે તેમણે યુક્રેન પર પોતાની જીત નોંધાવી દીધી હતી.
- નવેમ્બર 1942 મા શિયાળો આવ્યો અને રશિયા માં બરફ પડવાનો ચાલુ થયો. જેના લીધે જર્મની મોસ્કો ને પોતાના કબજામાં ના લઈ શકી. માટે હિટલર એ ક્રેમિયા પર હુમલો કરવાનો હુકમ આપ્યો. રશિયા પાસે ખાસ્સો મોટો વિસ્તાર હોવાથી જર્મની તેમની આર્મી ને ફસાવવામાં સફળ ના રહી અને ઉપર થી જર્મની પાસે ખાધા ખોરાકી ની અછત વર્તાઈ રહી હતી.
- રશિયાની આ લડાઇ ને જોઈ ને બ્રિટન અને અમેરિકા એ રશિયા સાથે મળી ને જર્મની સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. જર્મની ની કોસ્ટલ લાઈન પર એક નવું યુદ્ધ ચાલુ થયું હતું જેનાથી જર્મની ની રશિયા પર થી પકડ ઓછી થવા લાગી હતી. 1941-42 ના શિયાળા માં રશિયન સેના જર્મન સૈનિકો ને પાછળ ધકેલી રહી હતી. જેના કારણે જર્મની સેના ગુસ્સે થઈ ગઈ હતી અને તેના હેઠળના રશિયન નાગરિકો અને સૈનિકો સાથે રાક્ષસ જેવું વર્તન કરતી હતી.
- 5 નવેમ્બર 1940 ના રોજ રૂઝવેલ્ટને સતત 5મી વાર અમેરિકા ના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. અમેરિકા આ યુદ્ધ માં સીધે સીધું સામેલ ન હતું જ્યાં સુધી તેના પર હુમલો કરવામાં ના આવ્યો, પરંતુ હા તે મિત્ર રાષ્ટ્રો ને મદદ જરૂર કરતું હતું.
આ યુદ્ધ દરમ્યાન અમેરિકા નાં નાગરિકો 3 ભાગો માં વિભાજિત થઈ ગયા હતા.
એક તે લોકો જે ઈચ્છતા હતા કે અમેરિકા એ આ વિશ્વયુદ્ધમાં સામેલ ના થવું જોઈ.
બીજા એ લોકો કે જે ઈચ્છતા હતા કે અમેરિકા એ આ વિશ્વયુદ્ધમાં સામેલ થવું જોઈ.
અને ત્રીજા એ કે જે લોકો માનતા હતા કે અમેરિકા એ ફક્ત મિત્ર રાષ્ટ્રો ની મદદ કરવી જોઈએ.
- પરંતુ રૂઝવેલ્ટ એ અલગ જ રૂપ અપનાવ્યું. "પૈસા આપો અને સામાન લઈ જાઓ" નું રૂપ.
- બ્રિટન ની દરિયાઈ સેનાને નષ્ટ કર્યા બાદ અને રશિયા પર હુમલા બાદ અમેરિકાના જે લોકો કહેતા હતા કે અમેરિકા એ આ યુદ્ધ માં સામેલ થવું ના જોઈએ તે લોકો પણ અમેરિકા ને યુદ્ધ માં જોવા માગતા હતા. આ બાબત ને ધ્યાન માં રાખી ને રૂઝવેલ્ટ એ અમેરિકા નું સુરક્ષા બજેટ પણ વધારી દીધું.
- જૂન 1941 માં હિટલર નું પુરે પૂરું ધ્યાન રશિયા પર હતું, પરંતુ તેની સાથે સાથે તેની નેવી બ્રિટન ની નાવી ને હરાવી પણ રહી હતી. આ સમય માં અમેરિકા એ ડેનમાર્ક સાથે કરાર કરી ને ગ્રીનલેન્ડ માં પોતાનું એક એરફોર્સ સ્ટેશન અને નેવી સ્ટેશન બનાવ્યું.
- 9 જૂન ના રોજ જર્મની ની સબમરીન એ એક જહાજ ને બ્રિટન નું સમજી ને તેના પર હુમલો કર્યો, પરંતુ તે જહાજ અમેરિકા નું હતું. આ વાત ની ખબર પડતાં જ અમેરિકા એ જર્મની ને ફ્રીઝ કરવા માટે કહ્યું. રશિયા અને બ્રિટન પણ આ જ હાલત નો સામનો કરતા હતા. માટે ત્રણેય દેશો એ મળી ને આ બાબત એ ચર્ચા કરવાનું નક્કી કર્યું.
- રશિયા અને અમેરિકા ના લીડર બ્રિટન ના "પ્રિન્સ ઓફ વેલ્સ" નામના જહાજ પર મળવા બોલાવ્યા. આ મીટિંગ નો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જર્મની ને નેસ્ત નાબુદ કરી દેવાનો.
- મીટિંગ માં નક્કી થયેલા બધા મુદ્દા ને એક અનાઉન્સમેંટ માં લખવામાં આવ્યા અને નામ અપાયું "એટલાન્ટિક ચાર્ટર".
- જૂન 1940 માં ફ્રાન્સ ની હાર બાદ જાપાન ઈન્ડોનેશિયા અને ડચ ના પૂર્વીય ભાગો માં પોતાની શક્તિ વધારતું હતું. જાપાન પૂર્વીય એશિયામાં પોતાનો વિસ્તાર વધારવા માગતું હતું, પરંતુ રશિયા અને અમેરિકા એ તેને રોકી ને રાખ્યું હતું. અમેરિકા સીધે સીધું નહિ પરંતુ ચીન ને મદદ કરીને રોકતું હતું જ્યારે રશિયા તો પેલેથી થી જે તેનું દુશ્મન હતું. જાપાન એ આ સમય માં જર્મની સાથે મિત્રતા કરી લીધી. સપ્ટેમ્બર 1940માં જર્મની, ઈટલી અને જાપાન એ એકબીજા ને રક્ષણ માટે નો કરાર પણ કર્યો હતો.
- જે સમયે જર્મની એ રશિયા પર હુમલો કર્યો ત્યારે સાથે સાથે જાપાન દક્ષિણ પૂર્વીય એશિયા પર હુમલો કરી ને વિસ્તાર વધારવા માં લાગ્યું હતું.
જુલાઈ 1941માં જાપાન એ જબરજસ્તી થી પોતાની નેવી ને ઈન્ડોનેશિયા ના સમુદ્ર મા સ્થિત કરી હતી. અમેરિકા અને બ્રિટન એ તેનો વિરોધ પણ કર્યો. સાથે સાથે બંને દેશો એ જાપાન ના બધા એસેટ ફ્રીઝ કરી દીધા અને તેની સાથે નો વ્યવહાર પણ બંધ કરી દીધો.
- જાપાન પોતાના દેશ માટેનું કાચું તેલ અમેરિકા પાસે થી ખરીદતું હતું જે અમેરિકા એ આપવાનું બંધ કરી દીધું. જાપાન એ આ માટે વાતચીત કરી ને સમસ્યા નો હલ લાવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તેને પોતાનો વિસ્તાર વધારવાનું બંધ કર્યું નહિ.
- 16 ઓક્ટોબર 1941 માં જાપાન ની સરકાર રદ્દ કરી નવી સરકાર બનાવવામાં આવી અને જનરલ ટોજો ને પ્રમુખ બનાવવામાં આવ્યો.
- 7 ડિસેમ્બર 1941 ના રોજ જાપાન એ કોઈ પણ સંદેશા વગર અમેરિકા ના પર્લ હાર્બર બંદર પર હુમલો કરી દીધો. સાથે સાથે શાંઘાઈ, મલાયા અને સિંગાપોર ઉપર પણ બોમ્બવર્ષા કરી.
- આ ઘટનાનાં બીજા દિવસે જ એટલે કે 8 ડિસેમ્બર 1941 ના રોજ અમેરિકા એ જાપાન સામે યુદ્ધ જાહેર કરી દીધું.
- 11 ડિસેમ્બર 1941 એ જર્મની અને ઈટલી એ અમેરિકા સામે યુદ્ધ ની જાહેરાત કરી.
પર્લ હાર્બર પર ના હુમલા બાદ જાપાન દક્ષિણ પૂર્વીય એશિયા અને બ્રિટન તથા અમેરિકા નાં કબ્જા માં પ્રશાંત મહસાગરમાં રહેલા ટાપુઓ પર હુમલાઓ કરવા લાગ્યું હતું. જાપાન એ બ્રિટન ની 2 યુદ્ધ જહાજ "પ્રિન્સ ઓફ વેલ્સ" અને "રીપલ્સ" ને ડુબાડી દીધા હતા.
- 7 ડિસેમ્બર એ જાપાન એ ફિલીપીન્સ માં રહેલા અમેરિકા નાં એર ફોર્સ સ્ટેશન પર હુમલો કરી ને તેને તબાહ કરી નાખ્યું. 1942 ની શરૂઆત સુધીમાં તો આખું ફિલીપીન્સ જાપાન ના કબ્જા હેઠળ આવી ગયું હતું.
- જાપાને હવે હોંગકોગ પર હુમલો કરી ને તેને પણ હરાવી દીધું હતું. સાથે સાથે એક ટાપુ કે જેના પર અમેરિકા નું એર ફોર્સ સ્ટેશન હતું તે પણ જાપાન નાં કબજા માં ચાલ્યું ગયું.
🔹એક નજર પર્લ હાર્બર પરના હુમલા પર
- 7 ડિસેમ્બર 1941 નાં સવારના 8:15 વાગ્યે ખૂબ ઝડપ થી હોનુલુલુથી પર્લ હાર્બર તરફ એક અગત્યનો સંદેશ લઈ ને જતો હતો કે જેમાં લખ્યું હતું કે અસામાન્ય ધટના માટે તૈયાર રહો. પરંતુ તેના પર્લ હાર્બર પહોંચતા પેહલા લડાકું વિમાનો પહોચી ગયા હતા અને બોમ્બમારો ચાલુ કરી દીધો હતો.
હોનુલુલુના રડાર વાચકે જણાવ્યું હતું કે તેણે સવારના 7 વાગ્યા ની આસપાસ હવાઈ જહાજો ને પર્લ હાર્બર તરફ જતા નોટિસ કર્યા. રડાર વાચકે તેના લેફ્ટનન્ટને આ વિશે જાણ કરી, પરંતુ તેણે વિચાર્યું કે આ અમેરિકાના જ હવાઈ જહાજો હશે.
આ ઘટનાની અડધી કલાક પછી 189 હવાઈ જહાજો પર્લ હાર્બર પર વરસાદ ની જેમ બોમ્બ વરસાવતા હતા. જાપાને આ બનાવ ની પ્લાનિંગ 5 નવેમ્બરે જ કરી લીધી હતી. આ પ્લાન બનાવનારો જાપાન ની નેવી નો લીડર ખુદ હતો.
- જાપાન નેવી સમુદ્ર મા 3500 માઈલ પાર કરી ને પર્લ હાર્બર પર હુમલો કરવા આવી હતી. આ હુમલો 1 કલાક સુધી ચાલુ રહ્યો. દરમ્યાન જાપાને અમેરિકા અથવા બ્રિટન હેઠળ રહેલા ઘણા ભાગો પર કબ્જો કરી લીધો.
- બ્રિટન ની સેના પૂર્વીય એશિયા માં હતી જે સિંગાપોર અને મલાયા ટાપુ પર કેન્દ્રિત હતી. બ્રિટીશ સેના વિચારતી હતી કે તે સમુદ્ર થી સુરક્ષિત છે. કારણ કે મલાયા નો જે ભાગ જમીન સાથે જોડાયેલો છે તે જંગલો માંથી આવે છે. બ્રિટીશ સેના ને લાગ્યું કે તેવા જોખમી રસ્તા પરથી કોઈ નહિ આવે, પરંતુ જાપાની સેના 31 જાન્યુઆરી 1942 માં રોજ તે જ રસ્તા પર થી સિંગાપોર માં પ્રવેશી અને બ્રિટિશ સેના સામે યુદ્ધ કરી તેમને હરાવી. જેના બાદ જાપાન એ સુમાત્રા, બાલી જેવા ઘણા ટાપુ પર કબ્જો કર્યો. જાપાની સેના અહીંયા ઉભી ના રહી અને મ્યાનમાર પર હુમલો કરવા આગળ વધવા લાગી. અને 8 માર્ચ 1942 એ જાપાન એ મ્યાનમાર પર કબ્જો કરી પણ લીધો. જાપાન એ એપ્રિલ માં શ્રીલંકા પર હુમલો કરવાનો પ્લાન નક્કી કરી લીધો હતો પરંતુ બ્રિટીશરો એ તેવું થવા ન દીધું.
- જાપાન એ ન્યૂ ગીની ને પણ પોતાના કબ્જા માં લઈ લીધું હતું જેનાથી ઓસ્ટ્રેલિયા પર જાપાન નો ખતરો વધી ગયો હતો.
- મ્યાનમાર ને જીતી લીધા બાદ જો જાપાન એ ભારત પર હુમલો કર્યો હોત તો બ્રિટિશ સેના માટે તેને રોકવું શક્ય ન હતું, કારણ કે તે સમયે બ્રિટિશ સેના ભારત ના સ્વતંત્ર સેનાનીઓ સાથે લડતી હતી. પરંતુ જાપાન એ તેવું કર્યું નહિ.
- મે 1942 માં જાપાન એ પોતાના યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો ને મોરસબી બંદર અને સોલોમન ટાપુ ને કબજે કરવા મોકલ્યા, પરંતુ અમેરિકાને તેની સાથે યુદ્ધ કરીને તેને રોક્યા.
- જૂન 1942 માં જાપાન એ ફરીથી મિડવે ટાપુ પર હુમલો કર્યો અને ફરીથી અમેરિકા એ તેને ભારી નુકશાની થી હરાવ્યું. સાથે સાથે બ્રિટન ની નૌસેના એ મડાગાસ્કર ને પોતાના કબજે કરી લીધું. - ઓગસ્ટ 1942 સુધી માં તો સોલોમન ટાપુ ને પણ બ્રિટન એ જીતી લીધું. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ની સંયુક્ત સેના એ ન્યૂ ગીની માંથી પણ જાપાનીઝ સૈનિકો ને પાછા ખસેડી દીધા.
- હવે ફરીથી આપડી મુખ્ય લાઈન પર આવી જઈએ.
- શિયાળામાં તો રશિયાના સૈનિકો એ જર્મની સેના ને પછી ધકેલી દીધી હતી પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ જર્મન સેના પાછી મજબૂત થવા લાગી હતી. મે જૂન ના સમયગાળા દરમ્યાન જર્મની એ ક્રીમિયા પર કબ્જો કરી લીધો હતો. જુલાઈ ના અંત સુધી માં રોસ્ટોવ પણ જર્મની ના હાથ માં આવી ગયું હતું. આ સમયે રશિયન સૈનિકો નું મનોબળ પણ નબળું પડી ગયું હતું.
- ઓગસ્ટ 1942 માં જર્મની બ્લેક સી પાસે પહોંચી ગયા અને સપ્ટેમ્બર માં સ્ટાલિનગ્રેડ પર હુમલો થવા લાગ્યો અને ખૂબ જ જોરદાર લડાઇ થઈ.
- અમેરિકા અને બ્રિટન એ નક્કી કર્યું કે તે લોકો મળી ને ઉત્તર આફ્રિકા પર હુમલો કરશે. ઑગસ્ટ 1942 માં ચર્ચિલ રશિયા ગયા અને તેમને ઉતર આફ્રિકા પર ના હુમલા નો પ્લાન સમજવ્યો અને રશિયા તેમની સાથે સેહમત થયું. હિટલરે જાહેરાત કરી કે તે ઉત્તર આફ્રિકા જીતી ને રહેશે અને રશિયા કંઈ પણ કરી ને તેને રોકવાનો પ્રયાસ કરશે.
- 19 નવેમ્બર 1942 માં એક જોરદાર લડાઇ થઈ જેમાં રશિયા એ તેની તીવ્રતા ખૂબ વધારી હતી. તેથી જર્મની ના લીડર એ તેના સૈનિકો ને પાછા જવા માટે આદેશ આપ્યો. પરંતુ હિટલર એ તેને પાછા ફરવા ની ના પાડી તેથી જર્મન સૈનીકો એ આત્મસમર્પણ કરી દીધું. 31 જાન્યુઆરી એ રશિયાએ જાહેરાત કરી કે જર્મની એ પીછેહઠ કરી છે અને સ્ટાલિનગ્રેડને બચાવી લેવામાં આવ્યું છે.
આનાથી હિટલર ખૂબ જ નારાજ થયો અને રશિયા ને જીતવાની આશા છોડી દીધી. હવે રશિયા ઈચ્છતું હતું કે બ્રિટન જર્મની નું ધ્યાન તેની તરફ ખેંચે જેથી તે જર્મની પર હુમલો કરી શકે.પરંતુ બ્રિટન એ તેવું કરવાની ના પાડી. રશિયા જયારે યુદ્ધ માં ઉતાર્યું ત્યારે ખૂબ જ નબળું હતું, પરંતુ સમય જતાં તે યુદ્ધ માં મજબૂત થઈ ગયું હતું. 2 ફેબ્રુઆરી 1943 માં સ્ટાલિનગ્રેડમાં યુદ્ધ અધિકારીક રીતે પૂર્ણ થયું હતું.
- ઉત્તર આફ્રિકા બાદ જર્મની એ ઇજિપ્ત અને સુએઝ નહેર પર હુમલો કર્યો. પરંતુ બ્રિટન એ ખૂબ જોરદાર લડત આપી અને જર્મન સૈનિકો ને ઇજિપ્તમાં જ રોકી રાખ્યા. 12 નવેમ્બર 1942 માં તે જર્મન સૈનિકો પણ ઇજિપ્ત માંથી પાછા જતા રહ્યા.
- ફેબ્રુઆરી 1943 મા વિશ્વયુદ્ધ માં નવો વળાંક આવ્યો. અત્યાર સુધી યુદ્ધ ના 3 વર્ષ ધુરી રાષ્ટ્રો ફાયદા માં હતા અને મિત્ર રાષ્ટ્રો ફક્ત પોતાનો બચાવ કરતા હતા. અમેરિકાના યુદ્ધમાં આવ્યા બાદ બધા મિત્ર રાષ્ટ્રો એ સાથે મળી ને યુદ્ધ કરવાનું નક્કી કર્યું. બધા દેશો વોશિંગ્ટન, કસાબ્લાંકા, ક્યુબા, મોસ્કો અને થેરીન માં અવાર નવાર મળતા. આ મિટિંગમાં તે લોકો ધુરી રાષ્ટ્રો સામે યુદ્ધ ની રણનીતિ તૈયાર કરતા.
- આ દરમ્યાન મિત્ર રાષ્ટ્રો પોતાના યુદ્ધ માં ઉપયોગી સામાન નું ઉત્પાદન વધારી દીધું હતું. આ વિશ્વયુદ્ધ માં સૌથી ઉપયોગી શોધ હતી રડાર. તેઓએ ન્યુક્લિયર શક્તિ પણ વધારવાની શરૂઆત કરી દીધી હતી.
- 8 નવેમ્બર 1942 નાં રોજ બ્રિટન અને અમેરિકા ની સંયુક્ત સેના એ આફ્રિકામાં જે ભાગો પર જર્મની નો કબ્જો હતો તેના પર હુમલો કરી ને આખા આફ્રિકા ને જર્મની થી આઝાદ કરી દીધું.
- 23 ઓક્ટોબર 1942 માં જર્મની એ ફરી આફ્રિકા પર હુમલો કર્યો પરંતુ ફક્ત 12 જ દિવસ માં જર્મની ખૂબ ખરાબ રીતે હાર્યું. અમેરિકા અને બ્રિટન ઉત્તર આફ્રિકા અને ઈટલી માંથી યુરોપ માં દાખલ થવાની કોશિશ કરી. પરંતુ ફ્રાન્સ ને તે ગમ્યું નહિ. હિટલરે ફ્રાન્સ નો મોટાભાગ નો વિસ્તાર કબજે કરી લીધો હતો અને હવે તે ફ્રાન્સ ની નૌ સેના કબજે કરવા માગતો હતો પરંતુ ફ્રાન્સ એ તેના યુદ્ધ જહાજો હિટલર ને સોંપવા ના બદલે દરિયામાં ડૂબાડવા પસંદ કર્યા.
- 5 મે ના રોજ સમગ્ર આફ્રિકા ધુરી રાષ્ટ્રો થી આઝાદ થઈ ગયું હતું અને સાથે સાથે ઈટલી તરફ નો માર્ગ પણ ખુલી ગયો હતો.
- 1942-43 નાં શિયાળામાં રશિયાની સેના એ ફરીથી જર્મની ની સેના પર જોરદાર હુમલો કરવાનો ચાલુ કરી દીધો હતો. જો કે જર્મન ની સેના 1 નવેમ્બર 1942 થી જ સ્ટાલિનગ્રેડથી પાછળ હટવાનું ચાલુ કરી દીધું હતુ. સાથે સાથે રશિયા એ જર્મની એ જીતેલા અમુક પ્રદેશો પાછા મેળવી લીધા.
જર્મની નો મુખ્ય સૈન્ય કેમ્પ લેનિનગ્રાન્ડ મા હતો. રશિયા એ હવે તે કેમ્પ પર હુમલો કરવાનું શરું કરી દીધું. જર્મન સૈનિકો રશિયાની કાતિલ ઠંડી માં રશિયન સૈનિકો નો સામનો કરી ન શક્યા. માટે રશિયા બધી જ યુદ્ધ ની જગ્યાઓ જીતી ગયું.
1943-44 નાં શિયાળા દરમ્યાન રશિયાએ ક્રિમિયા અને કિવ પાછા મેળવી લીધા. તેની સાથે જ હવે જર્મની ની સેના બેલેટિક સમુદ્ર પાસે એસ્ટોનિયા સુધી પાછળ ખસી ગયા. ઉનાળા સુધી માં રશિયાએ પોતાનો પૂર્ણ વિસ્તાર પાછો મેળવી લીધો અને જર્મન સેના એ ફરી પાછું જર્મની જવું પડ્યું.
પોલેન્ડ ની રાજધાની વર્સા પર હજુ પણ જર્મની ની હુકુમત હતી. પોલેન્ડ ની સરકાર ને એવું લાગતું હતું કે રશિયા વર્સા આવી ને જર્મની ને હરાવી પોતાના કબજે લઇ લેશે. પરંતુ પોલેન્ડ ની સરકાર ને આઝાદી જોઈતી હતી માટે તેને પોલેન્ડ માં જાહેરાત કરી કે પોલેન્ડ માં રેહતાં જે લોકો પોલેન્ડ ને પ્રેમ કરતા હોય તે વર્સા આવી ને તેને જીતવામાં મદદ કરે.
- આ જાહેરાત થી પોલીસ લોકો વર્સા આવી પહોંચ્યા અને એક સંગઠન બનાવી નાઝિ વિરુધ આંદોલન કરવા લાગ્યા જેનો લીડર હતો બોરે.
- 1 ઓગસ્ટે જ્યારે રશિયા પોલેન્ડ ની પૂર્વ તરફ હતું ત્યારે બોરે એ જર્મની સરકાર વિરુદ્ધ બળવો જાહેર કર્યો. બોરે નાં સૈનિકોને યુદ્ધ ની તાલીમ મળેલી ન હતી કારણ કે તે બધા પોલેન્ડ ના સામાન્ય નાગરિકો હતા ઉપરાંત તેમની પાસે યુદ્ધ માટે જરૂરી સાધન સામગ્રી અને બંધુકો પણ ન હતી. માટે આ યુદ્ધ 2 મહિના જ ચાલ્યું પરંતુ 3 લાખ પોલેન્ડ નાગરિકો નું મૃત્યુ થયું .અંતે 2 ઓક્ટોબરે બોરે એ જર્મની સરકાર સામે આત્મસમર્પણ કર્યું.
- આ ધટના બાદ રશિયા અને બ્રિટન એકબીજા સાથે મતભેદ પર ઉતરી આવ્યા. બ્રિટન નું કેહવુ હતું કે રશિયા ને બધી જાણ હોવા છતાં તે સમયસર વર્સા પહોચ્યું નહિ જ્યારે રશિયા નું કેહવુ હતું કે પોલેન્ડ એ આ બળવો તેની પોતાની ભલાઈ માટે પોતાની જાતે કર્યો હતો. આ ધટના બાદ જર્મની એ ત્યાંના નાગરિકો પર ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો. ખરેખર પોલેન્ડ ની સરકાર એ બળવો કરતા પેહલા રશિયા ને જાણ કરી જ ન હતી. છતાં રશિયા થોડી ઘણી મદદ કરતું હતું.
- ફ્રાન્સ, ગ્રીસ, ચેકોસ્લોવિયા, બેલ્જીયમ, નોર્વે , હોલેન્ડ , નોર્વે અને બીજા દેશો કે જે જર્મની ના કબજા હેઠળ હતા તે બધા આઝાદ થવા માગતા હતા. બધા દેશો ને હતું કે જો કોઈ બીજો દેશ આવી ને તેની મદદ કરશે તો જર્મની બાદ દેશનો કબ્જો તે લઈ લેશે માટે બધા દેશો મિત્ર રાષ્ટ્રો ના જાસૂસ બની ગયા અને તેની મદદ કરવા લાગ્યા.
1942 માં જ્યારે ભારત માં આંદોલન તેની ટોચ પર હતું ત્યારે જાપાન એ હુમલો કર્યો નહિ પરંતુ 1944 માં જાપાન સુભાષચંદ્ર બોઝ ની મદદ થી જાપાન પર હુમલો કરવાનું ચાલુ કર્યું. ઉપરાંત સુભાષચંદ્ર બોઝ પોતાની ગૃહ કેદ માંથી છૂટી ને હિટલર ને મળ્યા. બોઝે એવું વિચાર્યું કે જો બ્રિટન જર્મની ની સામે હારી જશે તો ભારત આઝાદ થઈ શકશે. જ્યારે જાપાન એ ઈન્ડોનેશિયા ને જીતી લીધું ત્યારે બોઝ જાપાન આવ્યા. બોઝે જે સૈનિકો ભારતીય થઈ ને બ્રિટન વતી લડતાં હતા તેમને આઝાદ હિંદ ફોજ માં જોડવ્યા. પરંતુ 1944 સુધી માં બ્રિટન ફરીથી મજબૂત થઈ ગયું હતું અને જાપાન ના હુમલા માટે તૈયાર હતું.
- જાપાન એ મણિપુર પર હુમલો કર્યો પરંતુ સફળતા મળી નહિ. જાન્યુઆરી 1945 માં બ્રિટન એ બર્માં ને કબજે કરવા નું ચાલુ કર્યું અને 5 મે 1945 માં બર્મા ની રાજધાની રંગૂન ને કબજે કરી લીધી.
- જાન્યુઆરી 1945 માં અમેરિકા એ ફિલીપીન્સ પર હુમલો કરી ને તેને કબજે કરી લીધી હતું.
- 14 જૂન 1943 માં કસબ્લાંકા માં મિત્ર રાષ્ટ્રો ની બેઠક મળી હતી જેમાં નક્કી થયું હતું કે જ્યાં સુધી ધુરી રાષ્ટ્રો કોઈ શરત વગર આત્મસમર્પણ ન કરે ત્યાં સુધી તેમની સાથે લડાઇ ચાલુ રાખવી.
- 11 જૂન 1943 એ જર્મની એ પેલેટિયા ટાપુ પર હુમલો કર્યો અને ત્યાંના લોકો એ કોઈ પણ યુદ્ધ વગર આત્મસમર્પણ કરી દીધું.
- 9 જુલાઈ 1943 એ બ્રિટન અને અમેરિકાના સૈનિકો હવાઈ માર્ગ દ્વારા સિસ્લી ટાપુ પર પહોંચ્યા કે જ્યાં જર્મની નો કબ્જો હતો અને હુમલો કર્યો.
- 17 ઓગસ્ટ એ મસીના નાં એક મુખ્ય બંદર પર જીત મેળવી પોતાના કબજે લઇ લીધો. 39 દિવસ સુધી ચાલેલી આ લડાઇ ના અંત માં આખું સિસલી મિત્ર રાષ્ટ્રો ના કબ્જા હેઠળ આવી ગયું. આ સમય દરમ્યાન ઇટાલીમાં લોકોમાં મુસોલિની પ્રત્યે નફરત વધતી જતી હતી. ઈટલી પાસે થી આફ્રિકા અને સીસલી જીતી ગયા બાદ મુસોલિની ની ને ખબર હતી કે મિત્ર રાષ્ટ્રો હવે ઈટલી પર હુમલો કરશે અને મુસોલિની તે પણ જાણતો હતો કે તે તેમનો સામનો એકલો નહિ કરી શકે માટે તેને હિટલર પાસે મદદ માંગી, પરંતુ તે સમયે જર્મની કોઈ ની સહાયતા કરી શકે તેવી પરિસ્થિતિ માં હતું નહિ.
- 24 જુલાઈ 1943 એ ઈટલી ની કાઉન્સિલએ મુસોલિની ને પદ છોડવા માટે કહ્યું પરંતુ મુસોલિની ઈટલી ની પ્રજાં ને મનાવતો રહ્યો પરંતુ 25 જુલાઈ એ કાઉન્સિલ એ તેને એક અજાણી જગ્યાએ ગૃહ કેદ કરી લીધો. બોડોગ્લીઓ ને નવો પ્રધાનમંત્રી બનવવામાં આવ્યો. પીએમ બન્યા બાદ તેને જાહેરાત કરી દીધી કે યુદ્ધ ચાલુ જ રહેશે પરંતુ તે હજુ સુધી બધી હાલત થી વાકેફ ન હતો. ઈટલી ની સેના અને પ્રજા બંને યુદ્ધ ની વિરુધ હતા કારણ કે તે હાલત સમજતા હતા.
- 3 સપ્ટેમ્બર 1943 એ બધી પરિસ્થિતી જાણ્યા બાદ બોડોગ્લીઓ એ એક વ્યક્તિ ને શાંતિ પ્રસ્તાવ લઈ ને મિત્ર રાષ્ટ્રો પાસે મોકલ્યો. હજુ તો મિત્ર રાષ્ટ્રો ની સેના ઈટલી માં પ્રવેશ પણ કરી ન હતી, પરંતુ ઈટલી ના શાંતિ પ્રસ્તાવ થી હિટલર ચિંતિત થઈ ગયો અને તેણે ઈટલી ની મદદ માટે જર્મની ની એક ટુકડી ને ઈટલી મોકલી આપી. હવે જ્યારે મિત્ર રાષ્ટ્રો ની સેના ઈટલી માં પ્રવેશી ત્યારે જર્મની ની સેના તેની સાથે યુદ્ધ કરતી હતી. ઈટલી નો ઉતર ભાગ યુદ્ધ માં મજબૂત હતો પરંતુ દક્ષિણ ભાગ ને જીતવો ખૂબ જ સરળ.
- 1942 માં મિત્ર રાષ્ટ્રો ફ્રાન્સને હિટલર પાસેથી જીતવા માગતા હતા પરંત તેના માટે તેમને મોટી સેના ની જરૂર હતી. 1943 મા અમેરિકા અને બ્રિટન બંને એ સાથે મળીને જર્મની ની સબમરીન ને હરાવવાનું ચાલુ કર્યું જેથી સામાન હેરફેરમાં તકલીફ ના પડે.
- 30 મે 1942 એ પહેલી વાર બ્રિટન એ જર્મની પર 1000 જેટલા બોમ્બ વરસાવી ને જર્મની નો ઔદ્યોગિક વિસ્તાર નષ્ટ કરી દીધો. 1943 સુધી જર્મની ના મુખ્ય શહેરો અને વિસ્તારો પર બોમ્બમારો ચાલુ જ રહ્યો.
- 28 નવેમ્બર થી 1 ડિસેમ્બર 1942 નાં સમય માં થયેલી તેહરાન મીટિંગ માં અમેરિકા, બ્રિટન અને રશિયા એ મે 1944 નાં રોજ હિટલર ની આગેવાની માં રહેલા ફ્રાન્સ પર પૂરી તાકાત થી હુમલો કરવાનું નક્કી કર્યું.
- 5 જૂન 1944 નાં રોજ નોર્મેન્ડીના તટ પર 11000 સૈનિકો ને 4 જહાજોમાં તૈનાત કર્યા. ત્યાર બાદ એક દિવસમાં 2.5 લાખ સૈનિકો ને ફ્રાન્સ ના પશ્ચિમ ભાગમાં તૈનાત કર્યા હતા. સપ્ટેમ્બર 1944 સુધીમાં ફ્રાન્સના સીમા વિસ્તાર માં 30 લાખ સૈનિકોને તૈનાત કરી દીધા હતા.
- સૈનિકો ને રહવા માટે તરતી સગવડ કરવા માં આવી હતી અને પેટ્રોલ ના સપ્લાય માટે ઇંગ્લેન્ડ થી પાઈપ લગાવવામાં આવી હતી.
- ફ્રાન્સ ની કિલ્લેબંધી તોડવા માટે બ્રિટન એ 5 જૂન 1944 એ 5000 ટન બોમ્બ વરસાવ્યા અને 6 જૂન 1944 એ અમેરિકા એ 20000 ટન બોમ્બ વરસાવ્યા. તેમણે જર્મની તરફ થી સૈનિકો ના આવવાના બધા માર્ગ પણ તોડી નાખ્યાં જેથી જર્મની ના સૈનિકો ફ્રાન્સ માં પ્રવેશી ન શકે.
12 જૂન 1944 સુધીમાં ફ્રાન્સના કેનેસ અને ચેરબર્ગ વચ્ચે ના 80 માઈલ સ્ક્વેર વિસ્તાર મિત્ર રાષ્ટ્રો એ કબજે કરી લીધો. 18 જુલાઈ એ અમેરિકન સૈનિકો એ સેન્ટેલો પર કબ્જો કરી લીધો.
- 15 ઓગસ્ટ 1944 નાં રોજ ફ્રાન્સ નો પૂર્વ વિસ્તાર બ્રિટન, અમેરિકા અને આઝાદ ફ્રાન્સ માટે સૈનિકો નો બેઝ કેમ્પ બની ગયો હતો અને તે ઈટલી અને ફ્રાન્સ ને અલગ પણ કરતો હતો.
- 25 ઓગસ્ટ 1944 એ આઝાદ ફ્રાન્સ ની સેનાનો લીડર ગોલે પેરિસ માં પ્રવેશ્યો તેની સાથે જ જર્મનીએ આત્મસમર્પણ કરી દીધું. જર્મનીના સૈનિકો નો ઉત્સાહ પેહલે થી જ ઓછો થઈ ગયો હતો.
- પેરિસ જીત્યા બાદ સેના બેલ્જીયમ તરફ આગળ વધી. મિત્ર રાષ્ટ્રો ની સેના પણ સપ્ટેમ્બર માં જર્મની ની સીમા પર પહોંચી ગઈ હતી. આ તરફ જર્મની એવો બોમ્બ બનાવતું હતું કે જે જર્મની થી સીધો લંડન સુધી પહોંચી જાય. 1944 નાં અંત સુધી માં જર્મની એ આ પ્રકાર ના બોમ્બ યુદ્ધ માં વાપરવાનું ચાલુ કરી દીધું હતું. તેમણે 800 જેટલા આ પ્રકાર ના બોમ્બ વાપર્યાં હતા. સાથે સાથે તે હજુ વિનાશકારી બોમ્બ બનાવી રહ્યા હતા. હવે મિત્ર રાષ્ટ્રો ને ચિંતા થતી હતી. આટલી ચિંતા ઓછી હોય તેમ હજુ એક ચિંતા તો બાકી હતી. જર્મનીએ પરમાણુ હથિયાર બનાવવાનું પણ ચાલુ કર્યું હતું તે જ સમયગાળા મા.
- હિટલર એ ધાર્યું હતી કે પરમાણુ હથિયાર 1943 સુધી માં બની જશે પરંતુ તે કામ મોડું થયું હતું. હિટલર મિત્ર રાષ્ટ્રો યુરોપ માં પ્રવેશે તેની પેહલા પરમાણુ હથિયાર બનાવી લેવાનું વિચારતો હતો પરંતુ તેવું ન થયું અને પરમાણુ હથિયાર બને તે પેહલા મિત્ર રાષ્ટ્રો યુરોપમાં પ્રવેશી ગયા જેના લીધે જર્મન ના સૈનિકો અને વૈજ્ઞાનિકો નો ઉત્સાહ પણ ઘટી ગયો.
- 24 ઓગસ્ટ 1944 એ મિત્ર રાષ્ટ્રો જર્મની માં રીએન નદી પાર કરી ને બીજી તરફ પહોચ્યા જ્યાં જર્મન સૈનિકો એ જોરદાર લડત આપી છતાં જર્મની ને ખૂબ મોટું નુકશાન પણ ભોગવવું પડ્યું.
સાથે સાથે રશિયા પણ જર્મની પાસે થી પોતાનો ગુમાવેલો વિસ્તાર પાછો મેળવતું હતું અને જર્મની પર હુમલો કરતું હતું.
- જાન્યુઆરી 1945 માં રશિયા એ વારસા જીતી લીધા બાદ એક ટુકડી બર્લિન તરફ, એક ટુકડી ચેકોસ્લોવિયા તરફ અને એક ટુકડી સ્ટનલીન તરફ રવાના થઈ. આ ટુકડીએ નિસ્તાર પાર કરી ને તે વિસ્તાર જીતી રૂમાનિય તરફ આગળ વધી.
એપ્રિલ 1945 માં અમેરિકા એ વિયાના જીતી લીધું. બર્લિન જીતવાનો શ્રેય રશિયા ને આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. હુમલા નો પ્લાન નક્કી હતો. રશિયાની બે ટુકડી બર્લિન પર 2 તરફ થી હુમલો કરશે. હિટલર આ હુમલાથી બર્લિન ને બચાવવાં માગતો હતો. રશિયા એ બર્લિન પર નક્કી કરેલા પ્લાન મુજબ હુમલો કર્યો ત્યારે બર્લિનમાં જર્મની ની સેના પોતાની પુરી તાકાત થી લડી છતાં 2 મે 1945 નાં રોજ જર્મની એ હાર સ્વીકારવી પડી.
તેની સાથે જ દ્વિતીય વિશ્વયુદ્ધ માં ધૂરી રાષ્ટ્રો સામે મિત્ર રાષ્ટ્રો નો વિજય થયો.
- ત્યારબાદ હિટલર ને મારવાના ઘણા પ્રયાસો થયા, પરંતુ બધા જ નાકામ રહ્યા. અંતે 30 એપ્રિલ 1945 એ હિટલર અને તેની પત્ની એ આત્મહત્યા કરી લીધી. હિટલર ની પત્ની એ સાઇનાઇડ ઝેર ની ટીકડી ખાઈ લીધી હતી જ્યારે હિટલર એ પોતાની જ પિસ્તોલ થી પોતાને ગોળી મારી હતી.
- 4 મે 1945 એ જર્મનીના લીડર એ કોઈ પણ શરત વગર આત્મસમર્પણ કરી દીધું. જર્મની જીતી લીધા બાદ મિત્ર રાષ્ટ્રો એ જાપાનને કાબૂ માં લાવવાનું નક્કી કર્યું.
- સપ્ટેમ્બર 1944 સુધી માં મધ્ય અને દક્ષિણ - પૂર્વ પેસિફિક મહાસાગરમાં મિત્ર રાષ્ટ્રો એ ઘણા બધા ટાપુઓ જીત્યા હતા. 20 ઓક્ટોબર 1944 માં અમેરિકા નાં સૈનિકો ફિલીપીન્સ માં ઉતર્યા હતા. જાપાન અને અમેરિકાના સૈનિકો વચ્ચે 22 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર વચ્ચે લડાઇ થઇ જેમાં અમેરિકા જીતી ગયું. ફેબ્રુઆરી 1945 માં અમેરિકા એ ફિલીપીન્સ ની રાજધાની મેનીલા પર કબ્જો કરી લીધો. આ બાજુ બ્રિટન એ સિંગાપોર પણ જીતી લીધું હતું.
- ફેબ્રુઆરી 1945 નાં અંત સુધીમાં બ્રિટન, અમેરિકા અને ચીન ની સંયુક્ત સેના એ ઉતર બર્મા પર કબ્જો કરી લીધો હતો. આ બાજુ અમેરિકા એ 1945 નાં શરૂઆત થી જ જાપાન પર બોમ્બમારો ચાલુ કરી દીધો હતો.
- અમેરિકા એ જાપાન ના ઇવોજીમાં ટાપુ પર હુમલો કરી તેને પણ જીતી લીધું. એપ્રિલ 1945 માં અમેરિકન સેના જાપાન ના ઓકિનાવા ટાપુ પર ઉતર્યા અને 3 મહિના ની લડાઇ બાદ અમેરિકા ની જીત થઈ. જુલાઈ માં પણ જાપાન પર બોમ્બમારો ચાલુ જ રહ્યો જેમાં ઘણા બધા ઔદ્યોગિક એકમો નષ્ટ થઈ ગયા. એ જ બોમ્બમારા માં ઘણા બધા યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો પણ નષ્ટ થઈ ગયા.
- અત્યાર સુધીમાં માં અમેરિકા એ પણ પરમાણુ હથિયાર બનાવી લીધા હતા. રશિયા, અમેરિકા અને બ્રિટન એ સાથે મળી ને જાપાન ને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ જાપાન એ તેને નકારી ને યુદ્ધ ચાલુ રાખ્યું. 6 ઓગસ્ટ 1945 એ અમેરિકા એ હિરોશિમા પર પરમાણું બોમ્બ ફેક્યો. અત્યાર સુધી ફક્ત અમેરિકા જ જાપાન સાથે યુદ્ધ કરતું હતું. 8 ઓગસ્ટ એ રશિયા એ પણ જાપાન સામે યુદ્ધ ની જાહેરાત કરી દીધી. અમેરિકા એ જાપાન માં પરમાણુ બોમ્બ થી થતા નુકશાન ની પત્રિકા આકાશ માંથી વરસાવી. છતાં જાપાન એ આત્મસમર્પણ કર્યું નહિ. 9 ઓગસ્ટ 1945 એ અમેરિકા એ બીજો પરમાણુ બોમ્બ નાગાસાકી પર ફેક્યો.
- 14 ઓગસ્ટ 1945 એ જાપાન એ સીઝ ફાયર જાહેર કર્યું અને સપ્ટેમ્બર 1945 એ જાપાન એ હાર માની ને આત્મસમર્પણ કરી દીધું.
- આ રીતે ધુરી રાષ્ટ્રો માં સામેલ બધા જ દેશો એક પછી એક હારતા રહ્યા અને અંતે મિત્ર રાષ્ટ્રો નો વિજય થયો અને દ્વિતીય વિશ્વયુદ્ધ પણ પૂરું થયું.


મિત્રો, આખી ધટના લખતી વખતે મારા થી કોઈ ભૂલ થઈ હોય કે કોઈ માહિતી માં ભૂલ હોય તો તે બદલ હું માફી માંગુ છું અને મને જણાવવા વિનંતી કરું છું.

વાંચ્યા બાદ જો તમને આ માહિતી કામ ની લાગી હોય તો રેટિંગ આપી તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર થી આપજો. 🙏🏻