Discover the lesson of success..... in Gujarati Adventure Stories by Sneha Makvana books and stories PDF | સફળતા ના શિખરો ની શોધ..

Featured Books
Categories
Share

સફળતા ના શિખરો ની શોધ..

સફળતાની શોધ વાચવામાં માં સાવ નાનું વાક્ય લાગે પણ જીવનની સાચી મુડી આજ છે. અત્યારની જનરેશન સફળતાથી લેવા દેવા જ નથી એવું લાગે. કેમકે સફળતા પ્રાપ્ત કરવા માટે સમયની રાહ ,ઉમરની રાહ જોવે છે. કોઈ ઉંમર ફિક્સ નથી આપણે સો 100% કોઈપણ કામમાં આપીએ તો એ કામ 100% થાય આ હું મારા અનુભવ થી કહું છું..

અત્યારના મોટાભાગના લોકો મોબાઇલમાં જ અટવાઈ ગયા હોઈ એવું લાગે છે બે લીટીમાં કહેવું હોય ને તો કહી શકાય કે અત્યારની જનરેશન

Facebook માં ફરતી,
Reels માં રમતી,
Google માં ગબડતી,
Serial માં અટવાતી થઈ ગઈ છે..

મોટાભાગે વ્યક્તિને એક કે બે વાર અસફળતા મળે એટલે વ્યક્તિ નિરાશ થઈને બેસી જાય અને એવું જ માને કે હવે હું બીજો પ્રયાસ કરીશ તો તેમાં પણ અસફળતા જ મળશે. પછી એ કામ નહિ કરે અને ધી સિક્રેટ નામની બુકમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તમે જેવું વિચારો એવી તમારી દુનિયા બને.. તો આ ક્યાંક ને ક્યાંક સાચું જ સાબિત થાય છે. રિજેક્ટ થયા પછી ની સફળતા બુકમાં પણ મેં દર્શાવ્યું જ છે કે 17 to 21 વર્ષ ની age એ દરેક માટે કહી શકાય ને તો પાવરફુલ સમય હોય છે સાચી કારકિર્દી ઘડવાનો સમય હોય છે... દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી અસફળતા મળી જ હોય છે...

- Sneha makvana


હવે સ્ટોરી ની શરૂઆત થાય છે જેમાં અબીર નામનો એક યુવાન હોય છે. જેમ દસમા ધોરણમાં અભ્યાસ કરતો હોય છ. હવે તે દસમા ધોરણમાં સાવ નબળું હોય છે. એટલે બધા શિક્ષકો પછી આજુબાજુવાળા એમના એ બધું એવું કહેતા કે આ છોકરો પાસ થવાની વાતો અલગ છે પણ જીવનમાં ક્યારેય આગળ નહીં આવે એવા બધા અબીર ને મેના તોના મારતા. અને અબીર ઘરે જઈને એના મમ્મી પપ્પા ને કહે કે મને આમ બધા કહે છે તો તમે કઈ કેમ નથી કહેતા. ત્યારે અબીર ના મમ્મી પપ્પા તેમને કહે છે .કે બેટા આ સમય કોઈને સમજાવવાનું કે કહેવાનો નથી પણ તારું જ્યારે રીઝલ્ટ આવશે ત્યારે આપો આપ બધાને ખબર પડી જશે કે તારામાં કેટલી આવડત છે.


સમય જાય છે બોર્ડની પરીક્ષા આપે છે અને જ્યારે રીઝલ્ટ આવે છે ત્યારે જોઈ એટલી સફળતા એને નથી મળતી જાય છે. પાછું નિરાશ થઈ જાય છે અને પછી તે માની જ લે છે કે આ બધા લોકો કહે છે ને એ સાચું છે મારાથી ક્યારેય જીવનમાં કંઈ નહીં થાય. ત્યાર પછી આગળ ન ભણવાનું એવો નિર્ણય છે.. અને બોર્ડનું રીઝલ્ટ સારું ન આવું એની પાછળ એક કારણ એ પણ હતું એમની ઘરની પરિસ્થિતિ સારી ન હતી. ની પાછળ કોઈ કોચિંગ ક્લાસીસ અવેલેબલ નોતા.


અબીર ને ખૂબ સમજાવે છે અને પછીઅબીર નિર્ણય લે છે કે હવે તે ભણશે અને સફળ થશે. 11 મું ધોરણ પાસ કરે છે ત્યારબાદ 12 નીબોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવે છે. બોર્ડ પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી છે અને નક્કી જ કરીને બેઠો હતો કે આ વખતે તો સફળતા પ્રાપ્ત કરવી જ છે બારમા ધોરણનું રિઝલ્ટ આવે છે.

અમીર ગરીબ પરિવારમાંથી હોય છે એટલે એમની પાસે મોબાઇલ નથી હોતો એટલે તેમ તેના મમ્મી જ્યાં કામ કરતા તે શેઠની ત્યાં જાય છે અને કહે છે કે મારું રીઝલ્ટ આવ્યું છે તો મને ખોલી આપો. ત્યારે બધા અબીર પર હશે છે . અને કેહ છે કે ભાઈ તું 10 માં પણ તું માણ પાસ થયો હતો તો આમાં પણ તું ફેલ જ હશે



ઘણા બધા છોકરાઓ પોતાનું રિઝલ્ટ જોવા આવ્યા હોય છે એટલે બધા છોકરા નું રીઝલ્ટ જોવે છે અને છેલ્લે અબીર નું રીઝલ્ટ જોવે છે..
અબીર નું result જ્યારે ખોલે છે ત્યારે આખી શેરીમાંથી જ નહિ પણ આખા જિલ્લામાંથી ટોપર હોય છે..


ત્યા રહેલા બધા જ લોકો આશ્ચર્યચકીત થઈ જાય છે કે જે વ્યક્તિ 10 માં પાસિંગ માર્કે પાસ થયો હોય એ બારમામાં ટોપર કઈ રીતે આવે અને અત્યારે હાલમાં તે વ્યક્તિ એ success પ્રાપ્ત કરે છે અને બહુ સારી રીતે પોતાનું જીવન જીવે છે...


અબીર એ જીવન મા પોતે પોતાના idol man તરીકે તેના મમ્મી પપ્પા અને એના મિત્રો ને બનાવિયા હતા

મિત્રો સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે મિત્રો અને પરિવાર, અને success વ્યક્તિને idol મેન તરીકે રાખવા જોઈએ જેવો આપને આગળ વધવામાં મદદ કરે જેમ અબીર પોતાના મમ્મી પપ્પા અને મિત્ર ની સલાહથી આગળ વધ્યો..

જીવનમાં મિત્રો પણ હોવા જોઈએ કેમકે કહી શકાય કે મિત્રો સિવાય કોઈઆપણને સરખો અને સાચો માર્ગદર્શન ના આપી શકે કેમકે મિત્રો છે આપની સાથે રહેતા હોય એટલે એમને આપણે નબળાઈ અને આપણી આવડત કેટલી છે એમની અને સરખી ખબર હોય


કહેવાય છે ને કે કોશિશ કરતી રહેવી જોઈએ કેમ કે કોને ખબર કે હવેની જે આપણે કોશિશ કરીએ તેમાં આપણી સફળતા છુપાયેલી....


વ્યક્તિ ધારે તો બધું કરી શકે છે આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જે અસંભવ હોય આપણે જ્યારે આપણું 100% આપીએ એટલે ચોક્કસથી સફળતા મળે છે.. કરંટની જ વાત કરીએ તો અત્યારના છોકરા ની છોકરી એમનો 24 કલાકમાંથી ઓછામાં ઓછા ૯ થી ૧૦ કલાક ફોન ટીવી અને અલગ અલગ સોશિયલ મીડિયામાં પોતાનો સમય આપતા હોય છે


ફોન ટીવી સોશિયલ મીડિયા આનો પણ ઉપયોગ કરાય પરંતુ મર્યાદિત ઉપયોગ કરે કેમકે ઘણી વખત આવા સોશિયલ મીડિયા વધુ પડતો ઉપયોગ નુકસાનકારક સાબિત થાય છે .


ભગવાને બધાને 24 કલાક જ આપેલા છે પરંતુ અમુક લોકોને 24 કલાક પણ ઘટે છે. આપણે આપણો સમય ન કરવાની પ્રવૃત્તિમાં જ બગાડતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણે જે કામ કરવાનું છે એ નથી થતું અને પછી નિરાશા આવે છે.



જે સમયમાં જે કામ થવું જોઈએ એ ન થાય તો પછી એ ક્યારેય નથી થતું લાઈફ ટાઈમ ભોગવી પડતી હોય છે આની કરતા બેસ્ટ ઓપ્શન એ જ છે કે 24 કલાકનું વ્યવસ્થિત ઉપયોગ કરી આપણે આપણું ભવિષ્ય બનાવીએ..

અત્યારે જે આપણે youtube અને google માં જે વ્યક્તિને સર્ચ મારી એ એની કરતા હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કરી લઈએ જેથી ભવિષ્યમાં કોક આપણને સર્ચ મારે



Sneha makvana (Ms)


આ સ્ટોરી સત્ય ઘટના પર આધારિત છે અને મારા અનુભવોનું મિશ્રણ છે....