sitting year in Gujarati Short Stories by Jatin Bhatt... NIJ books and stories PDF | બેસતું વર્ષ

Featured Books
Categories
Share

બેસતું વર્ષ

બેસતું વર્ષ

આદિત્ય 18 વર્ષ નો ટીન એજ બોય હતો. આ ઉંમર તો તમને ખબર છે કે પપ્પા સાથે જનરેશન ગેપ રહેતો હોય છે, આજેય એ પપ્પા સાથે દલીલ પર ઉતરી ગયો.
' પપ્પા, હું જાઉં છું મિત્રો સાથે આબુ, ત્રણ ચાર દિવસે પાછા આવીશું '
' પણ બેટા આજે દિવાળી છે ને પછી બેસતું વર્ષ આવશે, લાભ પાંચમ પછી જા ને? '
' નો પપ્પા , અમે બધાએ ડીસાઈડ કરી લીધું છે, અમે જવાના એટલે જવાના '
' પણ બેટા '
' પપ્પા ચર્ચા ખતમ, કાલે નીકળી જઈશું '
અંકુરે ઊંડો શ્વાસ લીધો, થોડું વિચાર્યું:
' ઓકે બેટા, બસ ખાલી આજે એક વાર તારા મિત્રો ને બોલાવી લે, મારે થોડી વાત કરવી છે '
સાંજે આદિ ના મિત્રો આવ્યા,
અંકુર: ' જુઓ હું કંઈ ડાયલોગ બાજી નથી કરવાનો પણ જસ્ટ પાંચ મિનિટ મને સાંભળી લો '
બધા ભણી નજર કરી, ઊંડો શ્વાસ લીધો, અને બોલવાનું શરુ કર્યું:
' જુઓ, તમે બધા પણ મારા પુત્રો જ છો એટલે જ તમને થોડું કહેવા માંગુ છું કે ...આપણે ગુજરાતીઓ છીએ, આપણને આપણા ગુજરાતી હોવાપણા નું અભિમાન હોવું જોઈએ, આ બેસતું વર્ષ આપણો પોતાનો તહેવાર છે, બીજી બધી કાસ્ટ નો પણ આવો તહેવાર હોય છે તો એ લોકો આનંદ ઉલ્લાસ સાથે ઉજવે જ છે, તો આપણે શા માટે ન ઉજવીએ '.
' પણ અંકલ એકચ્યુલી આ બેસતું વર્ષ શું હોય છે?'
આદિના મિત્રના નવું જાણવાની ઈચ્છાથી અંકુર ખુશ થઈ ગયો,
અંકુર જે ઇતિહાસ એ જાણતો હતો તે આદિના મિત્ર ગણ ને કીધો:
' ઓકે, તો સાંભળો કે કેવી રીતે વિક્રમ સંવત નામ પડ્યું?,એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યના નામ પરથી વિક્રમ સંવત ઓળખાય છે. રાજા વિક્રમાદિત્યે શક(હજાર) રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો અને તેમના માનમાં ઈ.સ પૂર્વે છપ્પનમાં વિક્રમ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત થયું હતું. દિવાળીના પછીના દિવસથી ગુજરાતીઓના નવા વર્ષની શરુઆત થાય છે. ગુજરાતીઓના વર્ષને વિક્રમ સંવત તરીકે ઓળખવામાં આવે છે. કારતક સુદ એકમથી ગુજરાતીઓનું નવું વર્ષ શરુ થાય છે. હાલ વિક્રમ સંવત 2079 ચાલી રહ્યું છે, જે 14મી નવેમ્બર 2023ના દિવસે બદલાઈને 2080 થશે. આપણે ગુજરાતીઓ આ દિવસને બેસતા વર્ષથી ઓળખીએ છીએ,અને સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. સાલ મુબારક કહીને સૌનો સંબોધે છે અને પોતાના વડીલોના આશિર્વાદ પ્રાપ્ત કરે છે.'
થોડો પઝ લઈને ...
' આ થઈ બેસતા વર્ષ ની માહિતી જે કદાચ કોઈ કોઈ ને ખબર ન હોઈ શકે ,પણ મેઈન વાત એમ છે કે અરે ભાઈ, આ આપણા ગુજરાતીઓનો પોતાનો તહેવાર છે, હવે તો બેસતા વર્ષના દિવસે કોઈ આવતું જ નથી, અમેય બહારગામ જતા રહીએ છીએ ,હવે પહેલા જેવું જ ક્યાં રહ્યું છે, એવું માનવાની કે બોલવાની શી જરૂર? અરે , આપણે ગુજરાતીઓ છીએ, આ આપણો પોતાનો (દેશમાં બીજે પણ કારતક મહિનાનો પ્રથમ દિવસ ઉજવાય છે, એ આડવાત છે) તહેવાર છે, તો એની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થવી જોઈએ. શા માટે આપણે જ આપણા તહેવાર નું નીચું દેખાડવું જોઈએ. કોઈ ના આવે તો તમે એમના ઘરે જાઓ, એમને પણ આપણા ઘરે બોલાવો, રોજરોજ થોડું કોઈ આવતું હોય, અને એટલા માટે જ મેં તમને રોક્યા , આપણને આપણા તહેવાર પ્રત્યે અભિમાન તો હોવું જ જોઈએ, '
વચ્ચે પાણી પીને અંકુર:
' તમે બધા પણ એકબીજા ના ઘરે જાઓ, વડીલોના આશીર્વાદ લો, ફરવા જવા માટે તો આખી લાઈફ પડેલી છે, અને બીજી વાત '
આંખ મિચકારતા,
' વડીલો ને પગે લાગશો તો આશીર્વાદ ની સાથે સાથે થોડા..'
ને અંગૂઠો અને પહેલી આંગળી ઘસતા ઘસતા ,
' નાણાં ય મળશે '
ને અંકુર સાથે આદિત્ય ને એના મિત્રો ય ખડખડાટ હસવા માંડ્યા.
' યુ આર રાઈટ અંકલ, નાણાં તો ઠીક છે પણ વડીલોના આશીર્વાદ લેવા તો જરૂર એકબીજાના ઘરે જઈશું, આદિ, આપણે હવે લાભ પાંચમ પછી જ જઈશું , ને ચાલો આપણે એક લીસ્ટ તો બનાવી દઈએ કે આપણે કોના કોના ઘરે જઈશું અને હાં અંકલ મારા ફાધર મધર ને તમારી ઘરે મોકલીશ ને તમેય આંટી સાથે અમારા ઘરે આવજો '.
' યસ બ્રો, એન્ડ thanks પપ્પા, આજે હું પહેલી વાર તમારી સાથે સંમત છું '
.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995