Miraculous Rudraksha - 4 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | ચમત્કારિક રૂદ્રાક્ષ - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ચમત્કારિક રૂદ્રાક્ષ - 4

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૪

(આ ભાગ વાંચ્યા પહેલાા આગળના ત્રણ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે)

એક બીજો રસપ્રદ કિસ્સો કહું.

                   રૂદ્રાક્ષ જમીનમાં અંદર ઉતરી ગયા બાદ આશરે દોઢેક વર્ષ સુધી મને ક્યારેય એ રૂદ્રાક્ષના સપના ન હતા આવ્યા. એ દોઢેક વર્ષ પછી એવું થયું જે મેં ક્યારેય વિચાર્યુ ન હતું. એ શિયાળાની સવાર હતી. એ સવારે હું જાગ્યો તો ખરો પરંતું મને કશું દેખાયું નહી.

હેં...! સાહેબ કંઇ સમજાયું નહી. પત્રકાર બોલ્યો.

        હા, એ સવારે હું જાગ્યો પરંતું હું કંઇ જોઇ શકતો ન હતો. હું આંખો ખોલુ તો પણ મારી આંખોની સામે અંધારૂ જ રહ્યું. હું ગભરાઇ ગયો. અને ચીસો પાડવા લાગ્યો. પણ અચાનક જ મને એ અંધારામાં ફરી વખત એ રૂદ્રાક્ષ દેખાયો. રૂદ્રાક્ષ દેખાતા જ મેં ચીસો પાડવાની બંધ કરી. અને જે ચિત્ર દેખાઇ રહ્યું હતું તેના પર મારૂ ચિત્ત એકાગ્રત કર્યુ. મેં જોયુ કે, એ રૂદ્રાક્ષ જમીનમાં દટાયેલું છે. ક્યાં છે એ તો ખબર ન પડી પરંતું જે જગ્યાએ જમીનમાં દટાયેલ છે તે જગ્યાનું આભાસી ચિત્ર દેખાયું. થોડી ઇમારતો અને માણસોના પડછાયા, મંદિર અને આજુબાજુની કેટલીક ચીજો દેખાઇ. એ ચીત્ર મને અંધારામાં આશરે ચાર-પાંચ મિનીટ સુધી દેખાયું. પછી અચાનક મને આંખોમાં બળતરા થવાનું શરૂ થયું. એટલે હું આંખોમાં પાણી છાંટવા ગયો. આંખોમાં પાણી છાંટતા જ તે અંધારૂ દૂર થયું અને મારી દ્રષ્ટી ફરીથી પાછી આવી ગઇ. પણ આ વખતે કંઇક અજીબ અને અલગ હતું. આ બનાવ પહેલા હું દૂરની ચિજોને ચશ્મા વગર જોઇ શકતો ન હતો. પરંતું હવે મને ચશ્મા વગર પણ દૂરની ચિજો પણ સ્પષ્ટ દેખાતી હતી. પણ એમાં અજીબ એ હતું કે હું આશરે એક કિલોમિટર સુધી દૂર રહેલી ચિજો અને તેના પર લખેલ લખાણ (સામાન્ય સાઇઝના અક્ષરો પણ) સ્પષ્ટ વાંચી શકતો હતો. જાણે રૂદ્રાક્ષએ મને કોઇ વરદાન આપેલ હોય.

        મેં આંખનો અનુભવ બેધ્યાન કરી, અંધારામાં દેખાયેલ ચિત્ર- દ્રશ્ય શોધવા માટે કેટલાક જૂના અખબારોમાં એ સ્થળ શોધવા માટે લાઇબ્રેરી ગયો. લાઇબ્રેરીમાં અખબારો, મેગેઝીનો, પુસ્તકો બધુ જ જોયું પણ એ સ્થળ ન મળ્યું. એ શોધવામાં ને શોધવામાં સાત દિવસો થઇ ગયા. પછી અચાનક એક વિચાર આવ્યો કે રાજ્યના નક્શા અને શહેરોની ઇમારતો અને મંદિરો વાળા પુસ્તકોમાં કદાચ એ ઇમારત મળી જાય. એટલે હું ફરી લાઇબ્રેરી ગયો અને રાજ્યના નક્શા અને શહેરોની ઇમારતો વાળા પુસ્તકોમાં શોધવાનું શરૂ કર્યુ. અને મને સફળતા પણ મળી. જે મંદિર મને દેખાયેલી તે પોરબંદર ગામના એક નાનકડા ગામ “મિયાણી” ની હતી.

સાહેબ, એ રૂદ્રાક્ષ ત્યાં કેવી રીતે પહોંચ્યો? પત્રકારે સવાલ કર્યો.

        મને અંધારામાં માત્ર સ્થળ-ચિત્ર જ દેખાયેલું. ત્યાં કેવી રીતે પહોંચ્યો એ ન દેખાયું. આ ગામમાં એક મહાદેવનું મંદિર છે. આ મંદિરની આજુબાજુમાં ઘણાં ધર્મિક સ્થાનો આવેલા છે. મને તો માત્ર મંદિર અને આજુબાજુની કેટલીક ધાર્મિક જગ્યાઓ જ દેખાયેલી. મંદિરનો ફોટો જોતા જ મેં નક્કી કર્યું કે હું અ મંદિર જઇશ અને એ જગ્યા પણ જોઇશ. હું મિયાણી ગામ ગયો અને ત્યાંના કેટલાક લોકોની મદદથી એક વહેલી સવારે તે મંદિરે પહોંચ્યો. શિવજીના દર્શન કરી અને હું મંદિરની આજુબાજુના વિસ્તારમાં ફરતો હતો. ત્યાંજ મારી નજર એક વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ મંદિરથી થોડેક અંતરે રોડની કોરે બેઠેલો હતો. એના હાથમાં એક કડો પહેરેલો હતો અને એ કડામાં મને આ રૂદ્રાક્ષ દેખાયો.

        એ વ્યક્તિનો પહેરવેશ જોઇને એવું જણાતું હતું કે એ વ્યક્તિ સારા અને સમૃધ્ધ પરિવારનો હશે. પરંતું તેનો ચહેરો....!

        ચહેરા પર ઠેક-ઠેકાણે ટેટુ દોરેલ હતા, લાંબી દાઢી, માથાના વાળ લાંબા અને છૂટ્ટા, તેના કેટલાક વાળ તેના ચહેરા પર આવતા હતા. એટલા લાંબા વાળા હતા કે અડધો ચહેરો ઢંકાઇ જતો. મેં તેને જોઇને સહજતાથી પૂછ્યું કે ભાઇ નીચે કેમ બેઠો છે? ત્યારે તેણે ચહેરા પરના વાળ ખસેડી અને મારી તરફ જોયું ત્યારે ખબર પડી કે તેના ચહેરા પર આશરે ચાર-પાંચ અલગ-અલગ ટેટુ હતા. ટેટુ શેના હતા તે સમજાયું નહી અને મેં પૂછ્યુ પણ નહી. પરંતું અચાનક એક ભાઇએ આવી અને મને પાછળની તરફ ખેંચ્યો અને કહ્યુ, “ભાઇ, આનાથી દૂર રહો, મરવું છે કે શું? આ ગામમાં નવા લાગો છો. એટલે જ આની સાથે વાત કરવાની હિંમત કરી તમે...!”

        મેં એ ભાઇને પૂછ્યું, “ છે કોણ આ વ્યક્તિ? ક્રિમીનલ છે? ખૂની છે? ગાંડો છે? કે તાંત્રિક છે? ડરો છો કેમ આનાથી? પહેરવેશથી તો સારા ઘરનો લાગે છે. અને તમે કોણ છો.?

        એ ભાઇએ મને પૂછ્યું, તમારી પાસે સમય તો છે ને આની કહાણી સાંભળવાનો? તો શરૂ કરૂ.?

મેં હા કહી, સમય તો ઘણો છે તમે શરૂ કરો.

        એ ભાઇએ વાત શરૂ કરી....

        હું રાઠો (કાલ્પનિક નામ). આ ગામની સરકારી શાળાનો વ્યાયામ શિક્ષક. મારૂ સાચુ નામ તો રામજી ઠાકોર છે. પણ ગામના લોકો મને રાઠો અથવા રાઠા સાહેબ કહે છે.

        હું અને રાઠા સાહેબ ચાલતા-ચાલતા આડી-અવળી વાતો કરતા કરતા નજીકની એક ચા ની ટપરી પાસે ગયા. ત્યાં જઇને રાઠા સાહેબે ટપરી વાળાને બે ચા અને બિસ્કીટનો ઓર્ડર આપ્યો. અમે ટપરીની બાજુમાં રાખેલ જૂના ટાયરમાંથી બનાવેલા મૂંઢા પર બેઠા અને રાઠા સાહેબે પેલા વ્યક્તિની કહાણી શરૂ કરી.

(આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે. આ વાર્તાને તેમાં જણાવેલ સ્થળ, વાર્તા તથા નામો સાથે કોઇ જ સીધો કે આડકતરો સંબંધ નથી.)