શોભનાબેન દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે અને વહેલા ઉઠીને સૌપ્રથમ ભગવાન ને કહે છે... ભગવાન તમારો આભાર.......
( હા આપણે પણ યાદ રાખવું જોઈએ કે સવારે વહેલા ઉઠીને તરત જ ભગવાન નો આભાર વ્યક્ત કરવો જોઈએ ,ભગવાન ને થેન્ક યુ કહેવું જોઈએ કારણ કે કાલે શુ થવાનું છે કોને ખબર...સુઈ ગયા પછી શરીર મુર્દા બરાબર છે...તેથી સવારે આપણે ભગવાન ની કૃપા થી જાગીએ છીએ.. આપણે બધાને થેંક્યુ કહીએ છીએ પણ આપણું જેને સર્જન કર્યું છે તેમને થેંક્યુ કહેતા નથી કેમ..તેથી હવે નિર્ણય કરી લો કે રોજ સવારે ઉઠી સર્વપ્રથમ ભગવાન નો આભાર વ્યક્ત કરવાનો... )
શોભનાબેન સવારે વહેલા નાહી-ધોઈને સરસ ભગવાન ની આરતી કરે છે...પછી રોજ મુજબ કામ કરવા લાગે છે....
.
.
.
અચાનક જ કામ કરતા કરતા તે નીચે પડી જાય છે..ધડામ કરતો અવાજ આવતા જ આનંદ જાગી જાય છે...અને તરત જ બહાર આવી ને જોવે છે કે મમ્મી પડી ગઈ છે...
તરત પપ્પાને જગાડે છે... પછી જીતુભાઇ મોઢા પર પાણી નાખે છે..પણ કાઈ ફરક ના પડતા આનંદ 108 બોલાવે છે...બધા આજુબાજુ ના પાડોશી તરત જ આવી જાય છે..
108 આવે છે અને હોસ્પિટલ લઈ જાય છે.....
થોડા સમય પછી.....
.
.
.
ડોક્ટર બહાર આવે છે.....
જીતુભાઇ ધ્રૂજતા ધ્રૂજતા બોલ્યા:- મારી પત્નીને હોશ આવી ગયો ને સાહેબ...?
( ખાલી ચક્કર જ આવ્યા હશે એટલે બેભાન થઈ ગયા લાગે.)
ડોક્ટર:- તમારું નામ શુ છે?
જીતુભાઇ :- મારું નામ જીતુભાઇ છે.
ડોક્ટર :- જુઓ જીતુભાઇ... 24 કલાક માં હોશ આવી જાય તો ટેંશન લેવા જેવું નથી...
જીતુભાઇ :- કેમ હજુ હોશ નથી આવ્યો?
ડોક્ટર :- ના..
જીતુભાઇ :- એતો હોશ હમણાં જ આવી જશે ને સાહેબ
ડોક્ટર :- હાલ કાઈ ના કઈ શકું જીતુભાઇ,,,
કેમ કે તે નીચે પડી ગયા ત્યારે નાના મગજ માં વાગ્યું છે....
જીતુભાઇ :- સાહેબ તમે દવા તો આપો મટી જશે..
ડોક્ટર:- ખભે હાથ મૂકીને,, મારી બનતી કોશિશ કરી છે.થોડી રાહ જુઓ..આમ કહીને ડોક્ટર સાહેબ જતા રહે છે...
સિસ્ટર:- તમે ફોર્મ ભરી દેજો ને...
આનંદ:- પાપા હુ ફોર્મ ભરી ને આવું તમે અહીં રહો....
થોડા સમય પછી....
આનંદ ફોર્મ ભરીને આવે છે..
જીતુભાઇ :- ઉમંગ ને ફોન કરીને બોલાવ બેટા
આનંદ:- ઉમંગ ને ફોન કરે છે...પણ ઉમંગ ની તો ખબર જ છે.એ ફોન ઉપાડતો જ નથી....
..
..
..
..
બોધ :- ભગવાન હંમેશા સારા માણસ ની જ કસોટી લે છે...શરૂઆત માં તો આપણને એવું લાગે કે ભગવાન કેમ જાણી જોઈને કેમ આવું કરતો હશે..તકલીફ ઉપર તકલીફ.. પણ આના પાછળ પણ કોઈક સારું જ કારણ હોય...
ડોક્ટર પાંચ મિનિટ પછી આવે છે...અને અંદર જાય છે...
.
.
જીતુભાઇ અને આનંદ ખુબ જ ટેંશન માં છે...
ડોક્ટર બહાર આવે છે અને પૂછે છે ઉમંગ કોણ છે??
જીતુભાઇ :- મારો નાનો બાબો છે...કેમ શુ થયું?
ડોક્ટર :- શોભનાબેન કોઈનું ટેંશન લે છે??
જીતુભાઇ :- સાહેબ ટેંશન ની તો નવાઈ જ નથી....શુ કરે ..બાબો ફોન નથી કરતો અને બગડી ગયો છે..એટલે આંખો દિવસ એના વિચારો કરે છે...
ડોક્ટર:- હા એટલે જ હમણાં ઉમંગ ઉમંગ બોલ્યા...એને બોલાવો..એમની આંખ તો હજુ ખુલી નથી....પણ ઉમંગ ને અર્જન્ટ બોલાવો...
જીતુભાઇ તરત જ ઉમંગ ને ફોન કરે છે...પણ ફોન લાગતો જ નથી...પછી આનંદ ઓનલાઇન તેની યુનિવર્સિટી નો નંબર શોધી ને પ્રિન્સિપલ ને પણ ફોન કરે છે..
પ્રિન્સીપલ ને વિગતવાર બધું જણાવે છે...અને ઉમંગ ને ફોન આપવાનું કહે છે ત્યારે... ઉમંગ છેલ્લા દસ દિવસ થી કોલેજ આવતો નથી એવું જાણવા મળે છે...
.
.
.
નર્સ:- જીતુભાઇ કોણ છે?
(જીતુભાઇ તેમની પાસે જાય છે..)
તમારે એડવાન્સ માં ૫૦,૦૦૦ રૂપિયા ભરવાના રહેશે...
જીતુભાઇ:-બેન હુ થોડા દિવસો માં આપી દઈશ..હાલ તો સુવિધા નથી.
નર્સ :- પણ અમારા દવાખાના ની આ પોલિસિ છે..પછી તમને પરત કરવામાં આવશે...કેમ કે પાછળ થી જયારે દર્દી ને સારું થઈ જાય ત્યારે આટલા બધા પૈસા ના હોય તેવા બહાના કરે છે અને પૈસા આપવામાં મોડું કરે છે..એટલે અમે એડવાન્સ લઈએ છીએ..કાલ સુધી માં આપી દેજો...
જીતુભાઇ :- આનંદ જોડે જાય છે..અને વિગતવાર વાત કરે છે....
આનંદ:- પાપા ઉમંગ ને ક્યારનો ફોન કરું પણ નથી લાગતો...
જીતુભાઈ:- ઉમંગ ને પ્રવાસ જવું હતું ત્યારે એની મમ્મી એ પોતાના દાગીના આપીને તેને મોકલ્યો હતો હવે એની જરૂર છે તો ફોન નથી ઉપાડતો....
જીતુભાઈ અને આનંદ વારાફરથી બધાને ફોન કરે છે...પણ કોઈ પૈસા આપવા તૈયાર નથી....બધા અલગ અલગ બહાના કરીને અશ્વાસન આપી ને ફોન મુકી દે છે...
.
.
.
બોધ:- મિત્રો,,યાદ રાખજો....
સારા સમયે તો આખી દુનિયા તમારી જોડે હોય છે..
પણ મુશ્કેલી માં કોઈ નહી હોય...આપણે જાતે જ બધા પ્રોબ્લમ નું સોલ્યૂશન લાવાનું છે...દુઃખ માં કોણ મિત્ર છે કોણ ભાઈ છે કોણ પરિવાર છે કોણ આપણું છે બધું સમજાઈ જશે....આ જિંદગી ની રમત માં આપણે જાતે જ બધું કરવું પડશે...
યાદ રાખજો....
પણ જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે...
.
.
.
.
મોડી રાત્રે...રિંગ વાગે છે....
આનંદ :- ઉમંગ નો ફોન આવ્યો પપ્પા...