એક રવીવારની સવારે......
“કા! ભાઈબંધ શું ચાલે છે?તારે મારા ઘરે આવ્યા પુરા દસ દિવસ થયા,સવારે હું જાઉં છું ત્યારે તું સુતો હોય છે રાત્રે હું સુઈ ગયો હોય ત્યારે તું મોડો મોડો ઘરે આવે છે, તું અહી ખરેખર કરે છે શું ?નોકરી નથી કરવાની ?આટલી બધી રજા મળે ખરી? અને તારો હાલ તો જો કોઈ ગાંડો હોય એવું લાગે છે.તારી દાઢી જો વાળનું કઈ ઠેકાણું નથી.તું કરવા શું માંગે છે ?” દર્શને પ્રતિકને પૂછ્યું.
અરે એતો એમજ.વાળ વધી ગયા છે.અને થોડો સમય મેં રજા લીધી છે.રજા પૂરી થશે એટલે જતો રઈસ અને જો તને કઈ વાંધો હોય તો હું બીજે રહેવાની વ્યવસ્થા કરી લઉં.પ્રતિકે દર્શનને જવાબ આપ્યો .
અરે મને શું વાંધો હોય?તું તારે જેટલું રહ્વું હોય એમ રહે પણ આ રીતે ની પહેલા કઈ રીતે મોજ થી રહેતો એ રીતે રહે તને ગુમસુમ જોઈ મને નથી ગમતું.દર્શને કહ્યું.
એવું કઈ નથી દોસ્ત પહેલા જેવો જ છું.અને હા રવિ સાથે વાત થાય તો કઈ વાત ના કરતો યાદ છે ને?ચાલ હું જાઉં છું મારે થોડું કામ છે.કહીને પ્રતિકે પ્રતિકે તેની ડાયરી અને થોડા હાથે થી લખેલા કાગળિયાં તેની બેગમાં નાખી ત્યાંથી નીકળી ગયો.
“આ પતકો મારા થી કંઇક છુપાવે છે.એટલા બધા દિવસ નોકરીમાં ગાપચી મારવી અને એનું અને રવિનું કઈ સમજાતું નથી.હાલને ક્યાં જાય છે તેની પાછળ પાછળ જઈને જોવું ,દર્શને મનોમન વિચાર્યું અને પ્રતિકની પાછળ તેને ખબર ના પડે એ રીતે ગયો.
**************************
થોડાજ સમય માં આપણા લગ્ન થશે,આપણે એકબીજાને કેટલાય સમય થી ઓળખાતા હોય એવું લાગે છે નહિ.રવિએ પ્રિયાનો હાથ પકડીને કહ્યું.
હાં રવિ તમે મારા જીવનમાં આવ્યા પછી મારા માટે ઘણું બધું બદલાઈ ગયું છે.પ્રિયાએ કહ્યું.
બદલાઈ તો તું રહી છે છેલ્લા કેટલાક દિવસો થી,થોડી ગુમસુમ અને ચિંતા માં લાગે છે. કઈ થયું છે?
રવિ મારે તમને એક વાત કહેવી છે.પ્રિયાએ કહ્યું.
હાં બોલને શું વાત છે,બિન્દાસ કહે.
આપણા લગ્ન થવાના છે એટલે મારા ભૂતકાળ વિષે તમારે જાણવું જરૂરી છે.બીજા કોઈ થી ખબર પડે એ કરતા હુ જ તમને કહી દઉં.પ્રિયાએ ખુબજ ઉદાસ થઇ ને કહ્યું.
જો પ્રિયા મેં તને પહેલા જ કહ્યું હતું કે તારો ભૂતકાળ મને મેટર નથી કરતો,એ કોણ હતું કે ક્યાં હતું એ આપણા આવનારા લગ્ન જીવનમાં કઈંજ અસર નહિ કરે.તું જો મને ખરેખર પ્રેમ કરે છે તો તું એ કીજ ચિંતા ના કર. અને બીજા કોઈની તું ચિંતા ના કર.હું બેઠો છું.તું આમ ઉદાસ ના રહે બસ .. તું પ્રેમ તો કરે છે ને મને એમ કહી રવિ હસવા લગ્યો.
પણ ....
પણ પણ કઈ નહિ.ચલ મૂડ સરખો કર .આજે રાત્રે આપણે આપણા બધા ફ્રેન્ડસને ઘરે જમવા બોલાવી એ બાને બધાને મળી પણ લેવાશે અને આપણા લગ્નની વાત પણ કરી લેશું.તું તારા બધા ફ્રેન્ડસને કોલ કરીને બોલાવ હું મારા ફ્રેન્ડસને કોલ કરો દઉં છું.રવિએ કહ્યું.
પ્રિયા અને રવિએ વાર ફરથી પોત પોતાના મિત્રોને ફોન કરી રાત્રે જમવા માટેનું આમંત્રણ આપ્યું. રવિએ નવી શરૂઆત થાય છે એટલે જુનું બધું ભૂલી આગળ વધવા પ્રગ્નેશને પણ જમવાનું આમંત્રણ આપ્યું.
સાંજે સાત વાગ્યાથી બધા આવવા લાગ્યા. દર્શન પણ રવિએ કહ્યું હતું એ બધી વસ્તુ લઇ ને આવી ગયો હતો.પ્રિયા અને રવિના ફ્રેન્ડસ થઇ લગભગ તેર લોકો અત્યારે રવિના આલીશાન ફ્લેટ પર હાજર હતા.રવિને પ્રગ્નેશની રાહ હતી પણ એને ખબરજ હતી કે પ્રગ્નેશ નહિ આવે. અને જેને કહેવા ખાતર બોલાવ્યો એવો મિત્ર દેવલ ત્યાં બધાથી પહેલા આવી ગયો હતો.દેવલને પહેલેથી જ રવિ અને પ્રતિક સાથે ઓછુ બનતું.
ફ્લેટમાં ધીમું ધીમું સંગીત વાગતું હતું. પ્રિયા અને રવિ જમવાની તૈયારી કરતા હતા. બધાજ લોકો આઈ.ટી ફિલ્ડના હતા એટલે કોડીંગ,ડીઝાઇનિંગ વગેરેની વાતો કરતા હતા.દેવલો હમેશની જેમ પોતાની ખોટી બડાઈઓ ફેકતો હતો,દર્શન રવિની મદદમાં હતો,પ્રિયા હજી થોડી ઉદાસ નિશ્ચિતરૂપ થી દેખાતી હતી.
તે આ દેવલાને કેમ બોલાવ્યો ?દર્શને પૂછ્યું. અરે મેં ખાલી ગ્રુપમાં જમવા અવાનો મેસેજ નાખ્યો અને એને તરત હાં પાડીકે હું આવીશ એટલે મારે ના છુટકે એને ફોન કરીને બોલાવ્યો પડયો,મારી જિંદગીની પંચાત કરવા એને તો આવુજ પડે ને રવિ અને દર્શન હસવા લાગ્યા.એટલા માં ડોર બેલ વાગી અને ડ્રોઈંગ રૂમ માં બેઠેલા કોઈ એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો.
કોણ આવ્યું રવિ અંદર થી બોલતા બોલતા બહાર આવ્યો અને તેને પોતાની સામે તેને પ્રગ્નેશ અને તેની પત્ની ને જોયા.પ્રગ્નેશને આમ તેના ફ્લેટ પર આવશે તેની રવિને અપેક્ષા જ ન હતી.રવિ પ્રગ્નેશને જોઈ તેને ભેટી પડયો અને એ આંસુઓ જે હૃદયના એક ખૂણે સુકાઈ ગયા હતા એ આજે બહાર આવ્યા.આ અદ્દભુત નજારો દર્શેને પોતાના મોબાઈલ માં શૂટ કર્યો.
થેંક યુ! મારા ભાઈ આજે તું આવ્યો.આવ ખુશી કેમ છે મજા માં ?
તું બોલવ તો મારે આવુજ પડેને .બીજી બધી વાત પછી કરીશું પહેલા તું અમને પ્રિયાને મળાવ.
હાં પ્રિયા કોણ છે ભાઈ ,ખુશીએ સામે બેઠેલી ત્રણ ચાર છોકરીની સામે જોઇને પૂછ્યું.
પ્રિયા કિચનમાં છે રવિએ કહ્યું અને તેને બોલવા જતો હતોને પ્રિયા સામે થી જ કિચનમાંથી બહાર આવી રવિ પાસે ઉભી રહી .
આ મારો ખાસ મિત્ર પ્રગ્નેશ અને તેની વાઇફ ખુશી.
હાય પ્રિયા !કેમ છે પ્રગ્નેશે પ્રિયા સાથે હાથ મલાવ્યા અને ખુશી તેને ગળે મળી.
આ બધા ખાસ મિત્રો અને અમે કઈ નહી પાછળથી દર્શન બોલ્યો.
તું તો મારી જાન છે જાન એમ કહીને રવિ હસવા લાગ્યો અને બધા હસવા લાગ્યા.રવિ ઘણા સમય પછી આટલો ખુશ હતો.
“અને મને તો તમેં તમારા ગ્રુપનો મેમ્બર માનતા જ નહીને?” દેવલે પૂછ્યું
દેવલ ના એ પ્રશ્નને નજર અંદાજ કરી રવિએ તેનો પરિચય આપતા કહ્યું કે અમે લોકો કોલેજ માં સાથે હતા.
“પણ તમને ક્યાંક જોયા હોય આવું લાગે છે,લગભગ રાજકોટ માં.” દેવલના આ વાક્ય એ પ્રિયાના ચહેરાનો રંગ ઉડાવી નાખ્યો.
પ્રિયા કંઈ બોલે એ પહેલા રવિએ વચ્ચે વાત કાપતા કહ્યું,અટેંશન ઓલ ,આ પ્રિયા છે,થોડા સમય પહેલા જ મારે તેની સાથે પરિચય થયો અમે બહુજ સારા મિત્ર બની ગયા છીએ અને અમેં ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છીએ,તમને બધાને પ્રિયાનો પરિચય કરાવવા અને અમારા લગ્નની જાહેરાત માટેજ આજે તમને લોકોને અહી બોલાવ્યા છે.ત્યાં ઉપસ્થિત દરેક લોકો એ તાળીઓ પાડી અને હીપ હીપ હુર્રે કરી રવિ અને પ્રિયા ને અભિનંદન પાઠવ્યા.
બધાની સાથે થોડો પરિચય કરી દરેક લોકો ડીનર લઇ એક પછી એક રવિના ફ્લેટ પરથી નીકળવા લાગ્યા.પ્રિયા દેવલના જવા ની રાહ જોતી હોય એમ લાગતું હતું.એને મન માં હતું કે બાય ચાન્સ તેને અને પ્રતિકને જોડે જોયા હશે તો?એ ડર તેને મુન્જવતો હતો.
ચાલો તો હું રજા લઉં છું.દેવલએ ઉભા થઇ ને કહ્યું અને કોઈ એ પણ તેને રોકવા માટે આગ્રહ ના કર્યો.
હવે ફ્લેટમાં ફક્ત રવિ,પ્રિયા ,પ્રગ્નેશ ,ખુશી અને દર્શન હતા.પાંચેય લોકો ડ્રોઈંગ રૂમ માં નીચે પગ લાંબા કરીને બેઠા હતા.
કેટલા દિવસે આપણે મળ્યા નહિ ? રવિએ કહ્યુ
સોરી ! રવિ અમે તને ખોટો સમજી અને તારી સાથે કઇ વાત કર્યા વગર તારી સાથેના સબંધોને કાપી નાખ્યા હતા.કાવ્યાની હકીકત જાણી પછી ખબર હતી તે જે કર્યું એ સાચું કર્યું. પણ તારી સામે આવતા અમારા પગ ઉપાડતા ન હતા.થેંક યુ ટૂ યાર કે તે અમને બોલાવી આજે અમારા પર ઉપકાર કર્યો.
કાવ્યની વાત સામે આવતા જ રવિ અને પ્રિયા એકબીજા સામે જોઈ રહ્યા. રવિ કાંઇક બોલવા જાય એ પહેલા જ પ્રગ્નેશ બોલ્યો,”હવે કાવ્યા તારા લગ્ન માં કાંઇપ્રોબ્લેમ ના કરે તો સારું.”
એમ કેમ પ્રોબ્લેમ કરે તમે એને કહી તો દીધુજ છે ને કે હવે આવી મગજ મારી ના જોઈ.રવિભાઈ તમે ચિંતા ના કરો એ આપણું કશું બગાડી નહિ શકે,તમારા પછી પણ અમારા સગામાં એને બીજી વાર આવું કર્યું. ખુશી બોલી.
હાં એની તો મને કઈ ચિંતા નથી.રવિએ કહ્યું.પ્રિયાના ચહેરા પર ખુબજ મિશ્ર ભાવ હતા ,એક તરફ દેવલની વાતનો ડર હતો તો બીજી તરફ કાવ્યાનું સાંભળી થોડી મુંજવણમાં મુકાણી હતી કે રવિએ અને કાવ્યા વચ્ચે શું પ્રોબ્લેમ હતો?
આજે ખરેખર જમવાનું સરસ હતું મજા આવી ગઈ.અને કેટલા સમય પછી મળ્યા દર્શને કહ્યું.
હાં બસ કમી છે તો એકજ.રવિએ કહ્યું
શેની કમી?પ્રગ્નેશે પૂછ્યું
પતકાની કમી રવિએ કહ્યું.કેવી મજા આવતી આપડે કેટલા વર્ષો સાથે રહ્યા.
ક્યાં છે એ આજકાલ સાલો તારો પાકો ભાઈબંધ હો તું મારી જોડે નતો બોલતોને તો એ પણ નથી બોલ્યો મારી જોડે.પ્રગ્નેશે કહ્યું.
ના યાર એવું નથી થોડા દિવસ પહેલા આવ્યો હતો અહી એ કોક ને શોધવા એનું બ્રેક અપ થયું છે અને ખબર પડી એ એ છોકરી અમદાવાદમાં છે તો તેને શોધવા આવ્યો હતો.રવિએ કહ્યું
આવડા મોટા અમદાવાદ માં એમ કોઈ મળી જાય ખરી ? પછી એ છોકરી મળી?ખુશી એ પૂછ્યું
ના અચાનક રાતે ફોન આવ્યો કે પેલી છોકરીને શોધવા આવું છું અને સવારે આવીને કહે કે તે બહુ દુર જતી રહી છે અને જ્યાં છે ત્યાં બહુ ખુશ છે એટલે હવે તેને શોધવી નથી.માંડ અડધી કલાક જ બેઠો અને મારે કામ છે એમ કહીને જતો રહ્યો હતો.પછી મે ઘણા કોલ કર્યા તો ઉપડ્યા નહિ.રવિએ કહ્યું.
આ વાત થી તો દર્શન પણ અજાણ હતો.પ્રિયાના તો સાવ ગુમ સુમ બધાની વાત સંભાળતી હતી અને બોલે પણ શું બિચારી?
તારા અને પ્રતિક વચ્ચે કઇ પ્રોબ્લેમ થયો છે ?,દર્શને રવિને પૂછ્યું
ના કેમ? રવિ એ કહ્યું . બસ આતો એમ જ પૂછ્યું મેં
તું ક્યારેય એમજ કહી પૂછે નહિ.તારે હમણાં કઈ વાત થઇ છે એની જોડે?રવિએ દર્શનને પૂછ્યું.
દર્શન પણ હવે મોટી દુવિધામાં હતો કે પ્રતિકે આપેલું પ્રોમિસ નિભાવવું કે પ્રતિક કંઈક તકલીફમાં છે એની જાણ બીજા બધાને કરવી.
પ્રોમિસ તો તુટવા માટેજ હોય એવું વિચારીને એ બોલ્યો, “એને ફોન તો કર અને પૂછ ક્યાં છે ?”
કેમ હું કઈ સમજ્યો નહિ .રવિએ એ કહ્યું.
તું બસ ફોન લગાડીને પૂછને,અને હાં સ્પીકર પર રાખજે.દર્શને ચિડાઈને કહ્યું.
રવિએ પ્રતીકને ફોન લગાવ્યો .પહેલી રીંગ વાગી પણ ઉપાડયો નહિ ,બીજી રીંગ પ્રતિકે ઉપાડી અને બોલ્યો,બોલ ભાઈ કામ હતું?
તું ક્યાં છે ????????રવિએ પૂછ્યું..