Sharat - Last Part in Gujarati Adventure Stories by DC. books and stories PDF | શરત - છેલ્લો ભાગ

The Author
Featured Books
Categories
Share

શરત - છેલ્લો ભાગ

આખરે એ લાશો મૂકી હતી એ રૂમ આવી જ ગયો.

રોહન તારા ફ્રેંડ્સ તારી રાહ જોવે છે મજાક કરતા વરુણ બોલ્યો.

હા તો જઉ જ છુ. રોહન તૈયાર જ છે. રોહન બોલ્યો.

રૂમ નજીક હતો ફક્ત ૨ કદમ ની દુરી પર એ જોઈ ને રાહુલ થોડો સિરિયસ થયી ને બોલ્યો મજાક મજાક ની જગ્યા એ યાર તને કઈ થઇ જશે તો? ચાલશે રોહન ચલ અહીં થી આવી મજાક નથી કરવી યાર.

એટલે પાછો પેલો ચાંપલો વરુણ બોલ્યો, કેમ રોહન મેહરા ડરી ગયા? બોલતા બોલતા વિકાસ ના હાથ માં તાળી આપી.

રોહન એક નજર ગુસ્સા થી વરુણ અને વિકાસ સામે જૉવે છે એટલે એ બંને ચૂપ થઈ જાય છે પછી રાહુલ ના ખભા પર હાથ મૂકી ને કહે છે, " મને કઈ નહિ થાય. અને જો કઈ થઇ જાય ને તો મારા મમ્મી પપ્પા ને કહેજે તમારો રોહન તમને બોવ પ્રેમ કરે છે અને રોહન ના પ્રેમ નુ ધ્યાન રાખજો." કહી ને રોહન એ રૂમ નો દરવાજો ખોલ્યો.

બાકી ત્રણેય બહાર ઉભા હતા. રોહન અંદર જેમ જેમ જતો એમ એમ એક ગંદી ભયાનક વાસ આવતી હતી. રોહન દરેક લાશ ના હાથ માં એક એક પેંડો મૂકી રહ્યો હતો. રોહન એ જોયું તો લગભગ અંદર ૨૦ એક લાશો પડી હતી.

હવે ફક્ત ૩ કે ૪ લાશ બાકી હતી અને એટલા માં જ એક ખતરનાક અને ભારે ભરખમ અવાજ આવ્યો...
"મને આપ"

અવાજ એટલો ખતરનાક હતો કે રોહન સાંભળતા ની સાથે જ પડી ગયો. એટલે વરુણ જોર જોર થી હસવા લાગ્યો.વિકાસ અને રાહુલ પણ હસવાનો અવાજ સાંભળી ને અંદર આવ્યા...

જોયું તો રોહન પડી ગયો હતો પહેલા લાગ્યું કે ડરી ને પડી ગયો છે પછી વરુણ થોડો સિરિયસ થયો અને જોયું તો બેભાન થઈ ગયો લાગ્યુ. એટલે તરત જ ઊંચકી ને બહાર લઇ ગયા અને રૂમ માં લઇ ગયા ચોકીદાર પણ આ જોઈ ને પાછળ દોડ્યો.

રૂમ માં જઈ ને પાણી છાંટ્યુ રોહન ઉપર અને તરત જ હોસ્પિટલ જ હોવા થી ડૉક્ટર પણ મળી ગયા અને સારવાર મળી ગઈ પણ રોહન ને હોશ આવતા નહતા. મોટા ડૉક્ટર એ ૨૪ કલાક નો સમય આપ્યો હતો કે ૨૪ કલાક માં રોહન ને હોશ નહિ આવે તો એ કોમા માં જઈ શકે છે. આટલું સાંભળતા જ વરુણ રાહુલ અને વિકાસ ઘભરાઈ જાય છે.

રાત ના ૨ વાગી ગયા હોય છે વરુણ રડવાનું રોકી નથી શકતો. બાકી ના એમના ગ્રુપ વાળા પણ ત્યાં પહોંચી ગયા હોવાથી વરુણ ને શાંત કરવા માટે પ્રયત્ન કરે છે પણ વરુણ રડવાનું રોકી જ નથી શકતો.

ડૉક્ટર ની પરમિશન લઇ ને અંદર જે રૂમ માં રોહન ને સુવડાવ્યો હતો ત્યાં જાય છે અને રોહન નો હાથ પોતાના બંને હાથ થી પકડી ને જોર જોર થી રડી પડે છે. અને આગળ બોલે છે રોહનયા ઉભો થા! જો હુ હાર માનવા તૈયાર છુ. આખી કોલેજ વચ્ચે કહીશ કે રોહન મારા થી વધારે સાહસિક છે પણ તુ ઉભો થા! તુ મારા સાથે આવુ ના કરી શકે. મને ખબર છે મારો દોસ્ત લડી ને પણ પાછો આવશે. રોહન તુ નહિ હોય તો મને ટપલા કોણ મારશે કે ચાલ હવે ક્લાસ નો ટાઈમ થયો કોણ બોલશે યાર! ઉભો થા દોસ્ત. હજુ તો મારે તને બીજો ચેલેન્જ આપવો છે તુ ઉભો થયી ને બતાય જો તારા માં જીગર હોય તો! આ ચેલેન્જ પણ હું હરવા તૈયાર છુ પણ રોહનયા તુ ઉભો થા યાર! વરુણ રડવાનું રોકાતું જ નહતુ એને જોઈ ને રાહુલ અને વિકાસ ને પણ વધારે રડુ આવતુ હતુ.

બાકી ના ફ્રેંડ્સ આ લોકો ને શાંત કરી રહ્યા હતા. જોત જોતામાં સવાર પડી ગઈ અને રોહન માં મમ્મી પપ્પા અને સાથે એક યુવતી પણ આવી હતી.

રોહન ના મમ્મી આવ્યા અને બધી વાત ની જાણ થતા જ એમને રડતા રડતા વરુણ ના મોઢા પર ૩-૪ થપ્પડ લગાવી દીધા.રોહન ના પપ્પા ગુસ્સા માં બગડ્યા... શરમ નથી આવતી તમને લોકો ને! આ રીતે મજાક હોય? મજાક કરવાની પણ એક હદ હોય. તમારા જેવા લોકો ને કોલેજ માં થી સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

વરુણ વિકાસ અને રાહુલ નીચે ઘૂંટણ પર બેસી ને હાથ જોડી ને માફી માંગી રહ્યા હતા. " પ્લીઝ અંકલ તમારે જે સજા આપવી એવી હોય એ આપો અમે તૈયાર છીએ. અમને અમારી ભૂલ નો અહેસાસ છે પણ એક વાર રોહન ને હોશ માં આવી જવા દો.પ્લીસ અંકલ."

એટલા માં જ પેલી યુવતી આવી અને વરુણ સામે ઉભી રહી. વરુણ રાહુલ અને વિકાસ ત્રણેય ઉભા થયા અને એ યુવતી ની સામે જોયુ એટલે રોહન ના મમ્મી બોલ્યા, આ રોહન ની મંગેતર છે. આવતા વર્ષે બંને ના લગ્ન લેવાના છે. ભગવાન ના કરે પણ મારા રોહન ને કંઈ થઈ ગયુ તો આનુ શુ? ભાન છે તમને લોકો ને? ત્રણેય જણા હાથ જોડી ને ઉભા હતા અને રડવાનું ચાલુ હતું.

અચાનક વરુણ ના શેતાની મગજ માં કઈ વિચાર આવતા
વરુણ ચૂપ થયો અને પેલી યુવતી ને એનું નામ પૂછ્યું એટલે યુવતી એ જવાબ આપ્યો મારુ નામ કૃતિકા છે.
વરુણ ધીમા અવાજ એ રોહન ના મમ્મી પપ્પા અને કૃતિકા સામે જોઈ ને પૂછ્યું કે શુ રોહન તને પ્રેમ કરતો હતો?

કૃતિકા અને રોહન ના મમ્મી પપ્પા એક બીજા ને જોઈ રહ્યા હતા એટલા માં જ વિકાસ બોલ્યો વરુણયા માર ખાઈશ કે શુ?
વરુણે એને ચૂપ રહેવાનો ઈશારો કરી ને આગળ ફરી પૂછ્યું કે બોલો ને! એટલે રોહન ના પપ્પા એ એક થપ્પડ લગાવ્યો વરુણ ના ગાલ પર અને બગડ્યા કે, "સાલા મારો છોકરો તારા લીધે આ હાલત માં છે અને પાછો આવા સવાલ કરે છે આવા સમય પર."

એટલે વરુણ બોલ્યો અંકલ એક થપ્પડ બીજો મારી લો પણ જવાબ આપો તો તમારા રોહન ને ઉભો કરવા જાઉં હુ.બધા એક બીજા ને જોઈ રહ્યા હતા એટલે કૃતિકા સામે આવી ને બોલી કે હા રોહન મને પ્રેમ કરે છે. એટલે જ તો મારા સાથે લગ્ન કરવા તૈયાર થયો.

વરુણ ના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવ્યું જે બધા એ નોટિસ કર્યું. વરુણએ કૃતિકા નો હાથ પકડ્યો એટલે બધા વિચાર માં હતા કે આ વરુણ કરી શુ રહ્યો છે! અને રોહન સૂતો હતો એ રૂમ માં ગયો અને જોર જોર થી બોલવા લાગ્યો....

" હે ભગવાન મને માફ કરી દેજે, આ રોહન સાથે મેં ખોટુ કર્યું પણ હવે શુ થાય! રોહન ના મમ્મી પપ્પા બહાર એની રાહ જોવે છે. અને સાથે સાથે એની મંગેતર કૃતિકા પણ આવી છે. ડૉક્ટર નુ કહેવુ છે કે રોહન તો ક્યારે ભાન માં આવશે નક્કી નહિ એટલે હવે વિચારું છુ કે મારી ભૂલ ની સજા છે કે રોહન ના પરિવાર નુ ધ્યાન હુ જ રાખીશ. એના મમ્મી પપ્પા ને મારા ઘરે જ લઇ જઈશ અને આ આટલી સુંદર કૃતિકા ને કેવી રીતે હેરાન કરાય એટલે એના સાથે લગ્ન હુ કરી લઈશ."

એટલુ બોલતા જ રોહન ના બોડી માં ફરક આવ્યો. એના હાથ પગ હલવા લાગ્યા. વરુણ એ ઈશારો કર્યો એટલે વિકાસ ડૉક્ટર ને બોલાવી લાવ્યો અને ડૉક્ટર આવ્યા અને તાપસ કરી ને કહ્યુ કે રોહન હવે ખતરા થી બહાર છે. બધા ના જીવ માં જીવ માં આવ્યો.

સાંજ પડતા રોહન ભાન માં આવ્યો. બધા એક પછી એક અંદર મળવા ગયા. વરુણ સૌ થી પાછળ ઉભો હતો એનુ રડવાનું રોકાતું નહતુ. રોહન એ એને બોલાવ્યો અને બંને ભાઈબંધ ગળે મળી ને રડી પડ્યા. પછી રોહન બોલ્યો, " જોયું હું તારા થી વધારે સાહસિક છુ." એટલે વરુણ બોલ્યો, "જાને બે ફંટુસ."
બધા હસી પડ્યા.

ત્યાર બાદ આ હરકત પછી હોસ્પિટલ માં થી પહેલા તો ચારેય જણા ને એમના સર્ટિફિકેટ પર રેડ લાઈન જ મારી આપવાની હતી જેથી આગળ અભ્યાસ રોકાઈ જાય પણ દરેક ના પરિવાર નો વિચાર અને વરુણ એ જ રોહન નો જીવ બચાવ્યો અને ચારેય જણા ને પોતાની ભૂલ નો અહેસાસ હોવા થી ચારેય જણા પાસે માફીપત્ર લખાવવા માં આવ્યું અને પુરી કોલેજ વચ્ચે પોતાની ભૂલ ની માફી પણ મંગાવી પડી અને બીજું કોઈ આવી હરકત ના કરે એના માટે રોહન વરુણ રાહુલ અને વિકાસ ને ૬ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા જેથી કરી ને બીજા કોઈ આ હરકત ના કરે.

-સમાપ્ત

આપ ને મારી વાર્તા ગમી હોય તો અભિપ્રાય જરૂર લખજો.

ધન્યવાદ 🙏

-DC