Lohino Dagh - 6 in Gujarati Moral Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | લોહીનો ‌ડાઘ - પ્રકરણ 6

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 6

ગામમાં રહેનાર ઘરડા -બુઢા છેક સીમાડા સુધી પરદેશ કમાવા જનારા ને વળાવવા આવ્યા. ગાડીમાં સાચવીને ચડજો ,જ્યાં જાઓ ત્યાં થી તરત કાગળ લખજો શરીર સંભાળીને કામકાજ કરજો વગેરે ભલામણ કરીને મૂકવા આવનાર ગામ તરફ પાછા ફર્યા ત્યારે બિસ્તરા પોટલા માટે ઉપાડીને શહેર તરફ ઘસી રહેલા ટોળામાના દરેક જણના મનમાં એક જ સવાલ હતો ક્યાં જઈશું ? સાંભળ્યું હતું કે આજથી 70 વર્ષ પહેલાં છપનો દુકાળ પડ્યો હતો એ વખતે બધાય સિંધમાં કમાવવા ગયા હતા તેમાના કેટલાક કુટુંબો અત્યારે પણ ત્યાં હતાં પરંતુ ભારત પાકિસ્તાન ભાગલા પડવાથી તે નાકુ અત્યારે સરકારે બંધ કર્યું હતું તેથી ત્યાં કમાવા જવાય તેમ ન હતું ને આમ ભગવાન રૂઠયો હોવા છતાં પણ ભગવાન ભરોસે બધા શહેર તરફ ચાલી રહ્યા હતા .લગભગ દોઢ કલાક ચાલ્યા બાદ આ ટોળાએ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કર્યો ટિકિટ લેવાનો પ્રશ્ન ન હતો. કારણ કે કોઈની પાસે એક રૂપિયો પણ ન હતો. ગાડી આવવાને અડધો કલાકની વાર હતી આજુબાજુના ગામના માણસો પણ પરદેશ મજૂરીએ જવા માટે ગાડી માં બેસવા માટે આ રેલ્વે સ્ટેશનને આવ્યા હતા.
રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મ ઉપર ચિક્કાર ગીરદી હતી દરેક જણ એકબીજાને પૂછ્યું હતું કયા ગામના છો ? કઈ બાજુ મજૂરીએ જવું છે વગેરે સવાલ -જવાબ કરતા હતા તો કોઈ વળી આગ્રહ કરતો હતો "અમારી ભેગા કાઠીયાવાડમાં હેડો સાંભળ્યું છે કે ત્યાં મજૂરી ખૂબ સારી ચાલુ ચાલે છે .તેનો જવાબ આપતા સામેવાળા કહેતા" ના હો અમારે એટલે બધે દૂર નથી આવું અમારે તો ગુજરાતમાં જાવું છે આ લોકો પણ ગુજરાતના ધોવા છતાં મહેસાણા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાને ગુજરાતના નામે ઓળખતા હતા આમાંના કેટલાક લોકોએ જિંદગીમાં રેલ્વે જોઈ ન હતી તેથી રેલગાડી કેવી હશે કેવી રીતે ચાલતી હશે તે જોવાની ખૂબ જ ઇન્તઝારી હતી તો બીજી બાજુ સ્ત્રીઓના ટોળામાં કંઈક જુદી જ વાત થઈ રહી હતી એક સ્ત્રી કહેતી હતી" ગાડીના એન્જિનમાં કાલકા મા હાજરાહજૂર બેઠાં હોય છે એમની શક્તિ અને સાચથી જ આખી ગાડી હેડે છે .તો બીજી સ્ત્રી એની વાતને અનુમોદન આપતી હતી. "હા મારી બુન હા, ગાડીમાં ચડતા પહેલા મનમાં કાલકા માનું નામ સમરીયે તો ગાડીમાં કંઈ વાંધો ન આવે ! ગાડી દૂરથી આવતી દેખાણી એટલે બધાંય પોતપોતાનો સામાન લઈને ઊભા થઈ ગયાં કોઈ કહેતું હતું "ખાલી ડબ્બો હોય તેમાં જોઈને ચડજો તો બીજું જણ કહેતું હતું" ગાડી ઉભી રહે એટલે તરત જ ચડી જજો ,ઘણીવાર ના કરશો ન કે ગાડી ઉપડી જશે! તો કોઈ ઉતાવળા પ્લેટફોર્મ ઉપર ઉભા રહી પાટા ઉપર ઝૂકીને આવતી ગાડીને જોવા લાગ્યા .
છુકછુક છુક છુક છુક છુક કરતી ગાડી આવી અને એક હળવા આંચકા સાથે ઉભી રહી લોકો એક ડબા થી બીજા ડબા અને બીજા ડબા થી ત્રીજા ડબા એમ ખાલી ડબ્બો શોધવા દોડાદોડી કરવા લાગ્યા પરંતુ ક્યાંય ખાલી ડબ્બો ન હતો ઉલ્ટા ના બધા જ ડબા ચિત્કાર ભરેલા હતા અહીં જગ્યા નથી બીજે ડબે જાઓ અહીં જગ્યા નથી એવા જવાબો મળતા હતા ગાડીએ એક લાંબી સિસોટી મારી રૂડો અને મોહન એક થોડા ઓછા ગીરદી વાળા ડબા પાસે પહોંચી ગયા અંદર બેઠેલા માણસોએ જગ્યા નથી જગ્યા નથી બૂમ પાડી છતાં તેમણે પરાણે ધક્કો મારીને ડબ્બાનો દરવાજો ખોલી નાખ્યો .સ્ત્રીઓ અને બાર બાળકોને પરાણે તેમાં ઘુસાડી દીધો જગ્યા ન હોવાથી પુરુષો બધા ઝડપથી ડબ્બાની ઉપર ચડી ગયા. ગાડીએ ટૂંકી સિસોટી મારી અને હળવા આંચકા સાથે ચાલવા લાગી ગાડીમાં બેઠેલા લોકો દુઃખી હદયે પોતાના વહાલા વતનને દૂર દૂર સરકતું જોઈ રહ્યા હતા.
પાલનપુર સુધી તો પુરુષો ડબ્બાની ઉપર તથા સ્ત્રીઓને બાળકો ડબાની અંદર એમ જ મુસાફરી કરી પાલનપુર આવીને ગાડી ઉભી રહી અંદરથી માણસો ઉતરવા લાગ્યા. ગરમાગરમ ચાય, ઠંડો ઠંડો શેરડી રસ ,ગરમાગરમ ચાઈપૂરી વગેરે અવાજોથી રેલવે સ્ટેશન નું વાતાવરણ કોલાહલ ભરેલું હતું ગાડી ત્યાં લગભગ અડધો કલાક રોકાણી .હવે ગીરદી થોડી ઓછી થવાથી પુરુષો પણ ડબ્બાની અંદર આવી ગયા હતા ગાડીમાં બેઠેલ આ ભૂખ્યા દુખિયાને પૂરી શાક ખાવાનો ઘણોય જીવતો થયો હતો પરંતુ પાસે પૈસા ન હતા એટલે પરાણે ભૂખને દાબવી પડી. ગાડી ત્યાં થી ઉપડી અમદાવાદ તરફ રવાના થઈ બે ત્રણ સ્ટેશન તો સુખરૂપ પસાર થયા પરંતુ ચોથા સ્ટેશનેથી ગાડી જેવી ઉપડી કે તરત જ તે ડબ્બામાં ટીટી દાખલ થયો અને ચડતાની સાથે જ ડબામાં બેઠેલા માણસોની ટિકિટો ચેક કરવા લાગ્યો લીલું એ ધીમે -ધીમે ગભરાતા મોહનના કાનમાં કહ્યું "મોહનભાઈ ટીટી ! મોહન ટિકિટ-ચેકર તરફ નજર નાખતા ધીમા સાથે બોલ્યો "ભલે આવ્યો તમ તમારે નિરંતર બેઠા રહો ! રૂડા એ બધા ના કાન માં ધીમેથી ગુસ -પુસ કરી લીધી ને બધાને કહ્યું કે આપણા માણસ પાસે ટિકિટ માંગે તો મને અને મોહનને બતાવજો ,અને કહેજો કે ટિકિટ તેમની પાસે છે. ટિકિટ ચેકર ટિકિટો ચેક કરતા કરતા એ ટોળા પાસે આવીને એક પળ અટકઓ ભૂખ્યા અને ભાગેલા ટોળા તરફ એક સ્થિર નજર નાખી અને પછી સૌથી આગળ બેઠેલી સંતુ પાસે જઈને ટિકિટ માગી. "ટિકિટ ? સંતુ પહેલા તો ગભરાઈ ગઈ પરંતુ બીજી જ પળે રૂડા તથા મોહન તરફ આંગળી ચીંધી તે બોલી "પેલા બેઠા બંને એમની પાસે ટિકટો છે ! પછી તો ટોળામાં બીજા માણસોએ પણ એ જ જવાબ આપ્યો અને રૂડા તથા મોહન પાસે આવીને ચેકરે પૂછ્યું "બોલો કેટલા જણ ની ટિકિટો છે તમારી પાસે ? રૂડા એ પ્રથમ મોહન તરફ જોયું અને પછી નીચું જોઈને બોલો "સાહેબ એક પણ ટીકીટ નથી !
"એક પણ ટિકિટ નથી ? તો શું તમારા બાપની ગાડી છે તે વગર ટિકિટે ગાડીમાં બેઠા છો ‌ સાલાઓ ..!
"બાપા સામો જાય છે તો હમણાં જ ખબર પાડી દઉં ?-
મેંવો મોહન ના કાન માં ગણગણ્યો. ચેકર નું ધ્યાન તે તરફ ખેંચાયું એટલે મોહ ને બાજી સંભાળી લીધી "બાપાની તો ગાડી નથી સાહેબ ,પણ પાસે એક રૂપિયો પણ નથી તો પછી શાની ટિકિટ લઈએ ? અને સરકારે આખરે તો મા-બાપ જ છે ને ! મેવાએ પણ લાગ જોઈને વાતમાં ટાપસી પુરી .
"પૈસા નથી એ તો હમણાં મામાના ઘેર મૂકી દઈશ એટલે ખબર પડશે. કહીને રૂડા મોહન તથા મેવાના બીજા બે ત્રણ જણના પણ ફંફોસ્યા પરંતુ કોઈના ખિસ્સામાં એક રૂપિયો પણ ન નીકળ્યો એટલે પછી કડક અવાજે પૂછપરછ આદરી "ક્યાંથી આવો છો? ક્યાં જવાનું છે. ?
" રાધનપુર થી આથમણુ પીપળીયા ગામ છે ત્યાં થી આવીએ છીએ .ને જવું તો છે મજૂરી શોધવા ગુજરાતમાં પછી કિસ્મત જ્યાં લઈ જાય ત્યાં ખરા ! મોહનમાં પણ થોડી હિંમત આવવાથી બોલ્યો .
"તમારા કિસ્મત તો તમને સીધા જેલમાં જ લઈ જઈ રહ્યા છે ,આગલા સ્ટેશને ઉતરી જાવ બધાને પોલીસને સોપી દઉં .એ જ તમને સીધા કરશે ! જેલનું નામ સાંભળતા જ સ્ત્રીઓને બાળકો થરથર ધ્રુજવા લાગ્યા તો કેટલાક પુરુષો અંદરો અંદર ગુસ કરતા હતા" ભલેને બેટા જેલમાં જ લઈ જાય ત્યાં જઈને ખાવા ભેગા તો થાશુને !
રૂડો ચેકરને હાથ જોડતા કહેતો હતો" સાહેબ અમારા દેશમાં સખત કાળ પડયો છે ,તેથી પેટનો ખાડો પુરવા મજુરી શોધવા પરદેશ જઈએ છીએ .માટે મહેરબાની કરીને જવા દો તો સારું ! રૂડાના શબ્દોમાં આજીજી અને યાચના બંને હતા ડબામાં બેઠેલા બીજા મુસાફરો ચેકર અને આ લોકો વચ્ચે થઈ રહેલ રકઝક સાંભળી રહ્યા હતા "આ છોકરા કાલના ભૂખ્યો છે એમને ખાવાનું લાવી આપવાના પણ પૈસા નથી સાહેબ .મોહન પણ ગળગળો થઈ જતો બોલ્યો .થોડીવાર પછી બીજું રેલવે સ્ટેશન આવ્યું ચેકર ડબ્બામાંથી નીચે ઉતરયો અને બીજા ડબ્બામાંથી ઉતરેલા બીજા ચેકર સાથે આ લોકો તરફ ઈશારો કરી કંઈક વાતચીત કરવા લાગ્યો મોહન અને રૂડો બારી બહાર ડોકિયા કરીને તે તરફ જોઈ રહ્યા હતા તેથી એ લોકો પોતાના વિશે જ વાત તો કરી રહ્યા છે એવું તેમણે અનુમાન કર્યું ગાડી ઉપડી બંને ચેકરો આગળના ડબ્બામાં ચડી ગયા. ત્યારે જ આ લોકોના જીવમાં જીવ આવ્યો આ જ ડબામાં બેઠેલ ધોતી અને જબ્બામાં સજ એક સજ્જન આ બધો તમાશો જોઈ રહ્યા હતા તેમને આ ટોળાની દશા ઉપર દયા આવી અને ઝભ્ભા ના ખિસ્સામાંથી દસ દસ ની બે નોટો કાઢીને ટોળાના આગેવાન જેવા જણાતા મોહન તથા રૂડા ના હાથમાં આપતાં બોલ્યા" લ્યો આ વીસ રૂપિયા બધા કંઈક નાસ્તો લાવીને ખાજો .
જિંદગીમાં કોઈની સામે હાથ લંબાવ્યો ન હતો તેથી હાથ લંબાવતા પણ મોહનને શરમ આવતી હતી પરંતુ બીજી જ પળે ભૂખ્યા અને ભાંગેલા બાળકો અને સ્ત્રીઓ ઉપર એમની નજર ગઈ અને અનાયાશે જ તેનો હાથ લંબાઇ ગયો .મોહન એ સજ્જન તરફ લાચાર છતાં આભાર ભરી નજરે જોઈ રહ્યો
ધરતી ઉપર અંધારું પથરાઈ ચૂક્યું હતું. ગાડીના ડબ્બામાંની લાઈટો ચાલુ થઈ ગઈ હતી છુકછુક છુકછુક કરતી ગાડી અમદાવાદ નજીક આવી પહોંચી હતી બારીમાંથી રૂડાએ બહાર ડોકિયુ કર્યું અને મોટા સાદે બોલ્યો જુઓ ,જુઓ ..!. સામે દેખાય છે એ જ અમદાવાદ શહેર છે .સૌ પોતપોતાના લબાચા એટલે કે સામાન સંભાળી લ્યો અને જે કોઈ સૂઈ ગયા હોય એમને પણ જગાડી દો મોહને ડબબા માં ફરીને તેમના માણસોને કહેવા માંડ્યું ટોળામાના ઘણા ખરા બારીઓ માંથી ડોકિયા કરીને પોતાના તરફ ઘસી રહેલા લાઇટોથી જળ -હળતા એ મહાનગર ને જોઈ રહ્યા હતા .ઘણા ખરા એ તો આટલી મોટી સંખ્યામાં આટલી લાઈટો જોવાનો જિંદગીમાં પહેલો વહેલો મોકો હતો .પાટા બદલતી ગાડી અમદાવાદ જંકશન રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર સાત ઉપર આવીને ઊભી રહી .
ગાડીમાંથી આ ટોળું નીચે ઉતર્યું. 30 જણના આ ટોળામાં મોહન અને રૂડો બે જણ ચાર ચાર ચોપડી ભણેલા હતા બાકીના બધા જ અભણ હતા તેથી ભરવાડ જેમ પોતાના ઘેટાને લાકડી ના ઈશારા વડે દોરે તેમ આ બંનેના ઇશારે બાકીના બધાએ તેમની પાછળ પાછળ ચાલતા હતા રેલવે ટ્રેક ના પુલ ઉપર થઈને ટોળું સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવીને ઊભું રહ્યું . મોહને સ્ટેશનની તોતિંગ દિવાલ ઉપર ઉડતી નજર નાખી .હાથી મેરે સાથી ,જેસલ તોરલ, દો ભાઈ વગેરે ફિલ્મોના પોસ્ટરો ચોટાડેલા હતા.ને જેમ કોઈ ગુનેગાર પોલીસની નજરમાં તરત આવી જાય તેમ ટિકિટ વગરનો આ માણસો પણ તરત જ ટિકિટ ચેક કરનારની નજરમાં ચડી ગયા .દરવાજા આગળ ઊભેલા સ્ટેશન માસ્તરે ટોળા પાસે આવીને મેવા ને પૂછ્યું" ટિકિટ ? મેવો તો કંઈ ન બોલો પરંતુ રૂડો આગળ ઘસી આવ્યું તેણે દયાભરયા સાદે કહ્યું "સાહેબ અમારા દેશમાં દુષ્કાળ પડ્યો છે એટલે વખાના માર્યા મજૂરી ગોતવા આવ્યા છીએ ,પૈસા ન હતા એટલે ટિકિટ નથી લીધી! સ્ટેશન માસ્ટર ભલો માણસ નીકળ્યો તેણે પણ સાંભળ્યું હતું કે બનાસકાંઠામાં ભયંકર દુષ્કાળ પડ્યો છે અને તેથી લોકોના ટોળાના ટોળા ટીકીટ વિહોણા રેલવેમાં આ બાજુ આવે છે તેને આ ટોળા ઉપર દયા આવી તેથી બોલો "જાઓ જલ્દી સ્ટેશન બહાર નીકળી જાઓ ,નહીં તો બીજો કોઈ ભટકાઈ ગયો તો નકામા હેરાન થઈ જશો !અને ટોળું ઝડપથી સ્ટેશનની બહાર નીકળી ગયું ત્યારે જ સૌના જીવનમાં જીવ આવ્યો સ્ટેશન આગળના વિશાળ ખંડમાં આવીને સૌ બેઠા તો મોટેરા તો સૌ કીડીઓની જેમ ઉભરાતાં વાહનો અને જળહળાટ લાઈટો જોઈને ભૂખ ભૂલવાની કોશિશ કરવા લાગ્યા. " શું કીડીઓની જેમ ઉભરાતાં વાહનો અને જળહળાટ લાઈટો જોવાથી ભૂખ મરી જતી હશે? કે પછી આ માણસો તેઓ કોઇ નવો અખત કરતો હતો ?
પરંતુ આ બધે નવાજૂની જોઈને પણ બાળકો ભૂખને ભૂલી શકતા ન હતા તેથી કોઈ કોઈ તો રડવા પણ લાગ્યા હતા અને કહેતા હતા બા હવે તો ભૂખ ખૂબ લાગે છે ખાવાનું ક્યારે મળશે ? તો બીજું વળી કહેતું હતું" બાપા રોટલા ના હોય તો કંઈ નહીં પણ ઘેસ તો લાવી આપો. ટોળાને ત્યાં બેસાડીને મેવા તથા ભાણાને ટોળા ની ખબર રાખવાનું કહીને મોહન તથા રૂડો ગાડીમાં પહેલા શેઠે આપેલા ₹20 નો નાસ્તો લેવા બજારમાં ગયા અને થોડી જ વારમાં ચાર કિલો ગોળ અને બે કિલો ચણાનો નાસ્તો લઈને પાછા આવ્યા. બધાએ ભેગા મળીને ગોળ ચણા ખાઈને રેલવે સ્ટેશનનું મફતનું ઠંડુ પાણી પીને ભૂખને સંતોષી અને એ લોકો ત્યાં સ્ટેશનમાં જ સુઈ ગયા
સુરજ ઊગ્યો એટલે સૌ ઊંઘ ખંખેરીને બેઠા થઈ ગયા અને સ્ટેશનેથી આખા ટોળા ને લઈને મોહન તથા રૂડો અમદાવાદમાં મજૂરી શોધવા નીકળી પડ્યા. થોડું અંતર કાપતા જ તેમને ખબર પડી કે હાઉસફુલ ટ્રાફિકમાં આ ટોળાને સંભાળવું ખૂબ મુશ્કેલ હતું ચાર પાંચ જણ સિવાય ટ્રાફિકનો કે રસ્તા ક્રોસ કરવાનો કોઈ નિયમ જાણતું ન હતું જ્યાં કામ મળે એવી સંભાવના હતી ત્યાં એક બે જગ્યાએ આ લોકોએ તપાસ કરી પરંતુ એમના જ જેવા મજૂરો પહેરેથી જ એ કામમાં ગોઠવાઈ ગયા હતા એક જગ્યાએ તો રસ્તો ક્રોસ કરવા જતાં લીલુનો એક્સિડન્ટ થતાં થતાં રહી ગયો . બન્યું એવું કે મોહન રસ્તો ક્રોસ કરી ગયો એ જ વખતે સિગ્નલની લાલ લાઇટ બંધ થઈ ને લીલી લાઈટ ચાલુ થઈ .રૂડા ની ના પાડતા પાડતા લીલું મોહન પાછળ રસ્તો ક્રોસ કરવા દોડી .એ તો સદનશીભે કાર ચાલક હોશિયાર હતો અને તેને જોરદાર બ્રેક મારી દીધી અને તેણી બચી ગઈ હવે તો શેરમાં મજૂરી શોધવા કરતા આ ટોળાને કેવી રીતે સહી સલામત શહેરની બહાર કાઢવું તેની જ મોહન અને રૂડાને ચિંતા પેઠી .એક ડાયા માણસે તેમને સલાહ આપી કે આમ શહેરમાં રખડ્યા કરતા કોઈક ગામડામાં ચાલ્યા જાઓ ત્યાં ખેતીકામની મજૂરી સારી મળી રહેશે. આમ અથડાતું -કુટાતુ એ ટોળું છેવટે શહેરના ઈશાન ખૂણે આવેલ એ અમદાવાદ દિલ્હી હાઇવે ઉપર આવી પહોંચ્યું. સવારના 9:00 વાગ્યા હતા આ ટોળું હાઈવે ની એક સાઇડ પકડીને ઈશાન ખૂણા તરફ પ્રયાણ કરી રહ્યું હતું વાહનોની અવરજવર ચાલુ હતી. બસ ટ્રક જીપ કે કારમાં લોકો પસાર થઈ રહ્યા હતા તે પસાર થતા લોકો આ ટોળાને બાંગ્લાદેશમાંથી આવેલા નિર્વાસિત સમજતા હતા .અઢી કલાક બાદ આશરે પંદરેક કિલોમીટરનું અંતર તેમણે કાપી નાખ્યું હતું બંને બાજુએ હવે લીલાછમ ખેતરો લહેરા રહ્યા હતા તેમાં કપાસ ,ડાગર ચોળી ,બાજરી વગેરે પાક હિલોડા ભૂખ અને થાક ને લીધે હવે દરેક ના મોં પડી ગયા હતા સૂરજ ઉપર આવ્યો હોવાથી તેમના શરીરમાથી પસીનો નીકળીને તેમનાં મેલાં કપડામાં મળી જતો હતો.
અચાનક પાછળથી આવી રહેલા એક ટ્રેક્ટર ચાલકે તેમના તરફ ટ્રેક્ટર વાળ્યું .સાઈડ માં ચાલતું ટોળું રોડની સાવ કિનારેથી પણ નીચે ઉતરી ગયું 50 એકની ઉંમરના એ ટ્રેક્ટર ચાલકે તેમની પાસે આવીને ટ્રેક્ટર ઉભું રાખ્યું .આછી સફેદ ધોતી સફેદ ઝભ્ભો અને સફેદ પાઘડી તેમના માથા ઉપર શોભતી હતી તેમણે એક ઉંડતી નજર ટોળા ઉપર નાખી ,દરેકના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું .છતાં ટોળાના માણસોમાં આંખોમાં હજુ ચમક હતી. પેલી વ્યક્તિએ ટોળાના આગેવાન જેવા જણાતા મોહનને પાસે બોલાવ્યો અને પૂછ્યું "ક્યાં જાઓ છો? ક્યાં જવું છે! મોહને નજીક જઈને કહ્યું "આમ રાધનપુર બાજુથી આવીએ છીએ ,અને જ્યાં મજૂરી મળે ત્યાં મજૂરી શોધવા નીકળ્યા છીએ ! હવે તો ફરી ફરીને થાક્યા છીએ ક્યાંય મજૂરી જ મળતી નથી ક્યાંય હોય તો બતાવો ને સાહેબ ? રૂડા એ પણ મોહનની લગો લગ આવતા દયામણા અવાજે કહ્યું" પેટનો ખાડો પુરવા ગામ છોડીને અહીં આવ્યા તોય મજૂરી મળતી નથી ક્યાંક હોય તો અપાવો ને સાહેબ ! પેલા માણસે ફરી વખત ઉભેલા સ્ત્રીઓ અને ને બાળકો ઉપર નજર નાખી 30 માણસોની આંખો ટ્રેક્ટર ઉપર બેઠેલ એ વ્યક્તિ ઉપર કોઈ આશા સાથે મંડાયેલી હતી એમને જાણે કે કંઈક મજૂરી આપવાની યાચના કરતી ન હોય ?
નજર પાછી મોહન ઉપર સ્થિર કરતા એ ટ્રેક્ટર ચાલક બોલ્યો" અહીંથી થોડે દૂર ચાલ્યા પછી ડાબી બાજુ એક રસ્તો ફંટાય છે, ત્યાં વળી જજો નજીક જ મારું ફાર્મ છે. તમે બધા ત્યાં આવો હું તમને કામ આપીશ ! ને ક્ષણિક અટકીને તેણે આગળ કહ્યું " કોઈને પણ પૂછશો કે ભોળીદાસ નું ફાર્મ ક્યાં છે તો જરૂર બતાવી દેશે ! આટલું કહીને તે વ્યક્તિ ટ્રેક્ટર લઈને ચાલતી થઈ
ને આ દુખિયા માણસો દેવદૂત સમા એ માણસને જતો જોઈ રહ્યા .દરેકના પગમાં નવું જોષ આવ્યું ચહેરા ઉપર તાજગી આવી અને ચાલ ઝડપી થઈ ટોળેએ થોડા દૂર ચાલીને ડાબી બાજુના રસ્તે વળીને થોડોક આગળ ચાલ્યા બાદ ફાર્મ માં પ્રવેશ કર્યો .ફાર્મમા આંબા, જામફળ ,દાડમ, મોસંબી વગેરે ફળોના બગીચા હતા જ્યાં કોયલ ટહુકારા કરી રહી હતી ફાર્મની મધ્યમાં જ વિશાળ બંગલો બાંધેલો હતો તેમાંથી ભોળીદાસ અને એક બીજો યુવાન આવતા દેખાણા નજીક આવીને ભોળીદાસ દાસ બોલ્યા" રઘુ ! આજથી આપણા આ નવા ભાગીયા છે.પ્રથમ તો તેમને તું તેમનો ઉતારો બતાવી દે, ને પછી જોઈએ એટલું સીધુ સામાન આપી દે બાકીની વાત પછી !
રઘુ તેમની સાથે જઈને ત્યાંથી થોડે દૂર એક- એક અડીને આવેલા પાકા અને પતરા નાખેલા પાંચ રૂમ બતાવ્યા અને કહ્યું "આ રહ્યો તમારો ઉતારો ! અને કોઠારમાંથી જોઈતું સીધું સામાન પણ કાઢી આપ્યું .
લીલું, કંકુ ,રૂપા અને રામીએ મળીને એકાદ કલાકમાં તો સરસ મજાનું ચોળાફળીનું શાક અને ઘઉંના રોટલા તૈયાર કરી નાખ્યા. વાસણો થોડા હોવાથી પુરુષો અને બાળકો પહેલી પતંગ માં બેઠા .કોઈ લગ્ન કે મરણના પ્રસંગ સિવાય આ લોકો એક જ પંગતે ભેગા જમવાનો કદાચ આ પ્રથમ પ્રસંગ હતો. જમતા -જમતા સૌથી આગળ બેઠેલ ભાણો વિચારે ચડ્યો .જાનમાં જઈએ ત્યારે આ જ પ્રમાણે સૌ જમવા પંગતમાં બેસતા.ચોખા ઘીનો શીરો પીરસા તો હોય.એક બાજુ વેવાણો ખાટા- મીઠા ગીત ગાતી હોય. થોડુંક પેટમાં પડવાથી ભાણાને મશ્કરી સુઝી "રૂપા ભાભી કાઈક ગાણા તો ગાઓ .જેથી ખાવા તો સારું ભાવે !
રૂપા રોટલો ઘડતા બોલી "થોડો ને કાંઈ અહીં કોઈની જાનમાં આવ્યા છીએ ,એટલે ગીતો ગાઈએ ?
"કેમ તમારા હીરાની જાનમાં તો આવ્યા છીએ ખરું કે ? ભાણાએ મશ્કરી કરી .મેવાએ પણ તેમની વાતમાં હોકારો ભણ્યો અને જમતા-જમતા સૌ હસી પડ્યા.
" પેટમાં પડ્યું છે ,એટલે હસવાનું સૂઝે છે . ઝટ ખાઈ લો ને ! અમારે તો પેટમાં ઉંદરડા દોડે છે" મોહન પણ મજાક માં ભળતો બોલ્યો. ને તેઓ જમી રહ્યા બાદ બાકીના બીજા પણ જમી રહ્યા ને આમ પૂરા 36 કલાક બાદ આ 30 જણ ના ટોળા ને ભરપેટ ભોજન મળ્યું. ને જેમ ઉનાળામાં ધોમધકતા તાપમાં તરસે તરફડતા માનવીને પાણીનો ઠંડો ઘડો મળી જાય ,અને એ પીતા ની સાથે જ તેના ચહેરા ઉપર જે તેજ ચમકે એવું તેજ આ લોકોના મો ઉપર ચમકી ઉઠ્યું.
સાંજ ઢળી ચૂકી હતી .સૂરજ આથમી ચુક્યો હતો પંખીઓ પોતપોતાના માળામાં ભરાઈ ગયા.આ જનપંખીઓ પણ પોતાના નવા માળામાં ગોઠવાવાની તૈયારી કરી રહ્યા હતા. સ્ત્રીઓને અને બાળકોને રૂમની અંદર સૂવાનું હતું જ્યારે યુવાનો અને આધેડોએ લોબીમાં પથારી કરી હતી .અહીં પાકા- પતરાવાળા મકાન હતા. વીજળીના દીવા હતા .પરંતુ છતાં કોણ જાણે કેમ, આ લોકોને એમના વતનની કાચી માટીની ભીતો અને દેશી નળીયાના છાજ વાળા મકાનો જેવું પહેલી રાતે તો અહીં નહોતું જ ફાવતું.
બીજા દિવસે સવારે શેઠ ભોળીદાસ અને રધુ ત્યાં આવ્યા સૌએ કામની ગોઠવણ કરી દીધી સૌ પોતપોતાના કામે લાગી ગયા અને થોડા દિવસોમાં આ નવા મુલકમાં નવી રીત ભાતમાં સૌ ભળી ગયા. ને ભોળદાસ ની સમજાવટતી આ ટોળામાંથી ચાર પાંચ છોકરાને નજીકની શાળાએ ભણવા પણ જવા લાગ્યા.
આ બાજુ પીપળીયા ના પાદરના ઝાડવાને પણ જાણે કે પરદેશ ગયેલા માણસોનોવીરહ સહન ન થયો હોય તેમ, એક પછી એક સૂકાવા લાગ્યા હતા. પંખીઓ જળ વિહોણા સરોવર ઉપર ચક્કર મારીને દૂર દૂર ચાલ્યા જતાં હતા. ઘરડાં -બૂઢા અને બે ચાર સુખી કુટુંબો સિવાય ગામમાં કોઈ રહેતું ન હતું .કોઈ રાક્ષસના ભાયથી ગામ છોડીને સૌ ભાગી ગયા હોય તેમ ગામ સુનું સુનું હતું. સૂના ગામ માં જે પણ થોડા ઘણા વધ્યા હતા તે ,પરદેશ કમાવા ગયેલા માણસોના કાગળની વરસાદની જેમ વાટ જોઈ રહ્યા હતા .
આ લોકોને ગયા ને મહિનો થવા આવ્યો છતાં એમના કોઈ સમાચાર કે કાગળ હજુ આવ્યો ન હતો તેઓ પરદેશ માં ક્યાં ગયા હશે ? તેમને મજૂરી મળી હશે કે નહીં ? ક્યાંક ફસાય તો નહીં ગયો હોય ને ? વગેરે જાત જાતના સવાલો ગામમાં રહેલા માણસોના મનમાં થતા હતા .પીપળીયા ગામમાં ટપાલ અઠવાડિયામાં એક વખત આવતી સરકારી કાયદો તો ટપાલીને દરરોજ ટપાલ આપવા આવવાનો હતો. પરંતુ આખા અઠવાડિયામાં ગામની પાંચ -સાત ટપાલ જ હોતી તેથી ત્રણ ગાઉં દૂર આવેલી પોસ્ટ ઓફિસ નો ટપાલી દરરોજ આટા ખાવાની તસ્દી ન લેતા બધીજ ટપાલો ભેઞી કરીને એક જ દિવસે આવીને શેઠ કાંતિલાલ ની દુકાને આપી જતો હતો. ને ત્યાંથી જ ટપાલ માણસો પાસે પહોંચી હતી અને એ પાંચ સાત ટપાલોમાં પણ ત્રણ ચાર ટપાલ તો શેઠ કાલ્તિલાલની જ હોતી આખરે એક દિવસ પરદેશ વાળા નો કાગળ આવ્યો ખરો. કાગળ આવ્યો ના સમાચાર સાંભળી ને સાંભળવા સૌ શેઠની દુકાને એકઠા થઈ ગયા .
કાંતિલાલ શેઠે બધા સાંભળે તેમ મોટેથી ટપાલ વાંચવી શરૂ કરી પ્રથમ આઠ-દશ જણાના નામ લખ્યા હતા અને પછી લખ્યું હતું. ભગવાનની કૃપાથી અમો સુખ શાંતિથી અહીં પહોંચી ગયા છીએ. મજૂરી ખૂબ સારી ચાલે છે અને રહેવાનું પણ સારું મળી ગયું છે .આપણા ગામમાં કેવું ચાલે છે તેવા સમાચાર વળતી ટપાલમાં જરૂર લખજો! અંતે પત્રમાં નીચે ભોળીદાસની સરનામું લખેલું હતું આ કાગળ સાંભળીને બધાને આનંદ થયો અને આ લોકોએ શેઠ પાસે તરત જ વળતો કાગળ પણ લખાવી દીધો
પરંતુ સમયના વહેણને કોણ અટકાવી શક્યું છે ? જોતજોતામાં ચાર વર્ષ પસાર થઈ ગયા. જેમ જેમ માનવી કુદરતના ગુઢ રહસ્યોને ઉકેલવાની કોશિશ કરે છે. તેમ-તેમ તે રહસ્યો ઊંડાને ઊંડા ઉતરતા જાય છે.
વિક્રમ સવંત ૨૦૨૯ નું વર્ષ. વરસાદ- વરસાદ નેં વરસાદ આ વર્ષે જાણે કે બારે મેઘ ખાંગા થઈને પૃથ્વી ઉપર જાણે કે તૂટી પડ્યા હતા. નદીઓ અને સરોવરો પાણીથી છલકાઈ ગયા હતા અષાઢ બેસતાં જ વરસાદની શરૂઆત થઈ હતી ને શ્રાવણ પૂરો થવા આવ્યો હોવા છતાં એકપણ દિવસ એવો નહોતો ગયો કે વરસાદ ન આવ્યો હોય. નદીઓમાં આવેલા પુર કેટલાય માણસોને અને પશુઓને સ્વાહા કરી ગયા હતા. કેટલાય ગામો પાણીથી ઘેરાયેલા પડ્યા હતા. કેટલીએ સડકો અને પુલો તૂટી ગયા હતા લશ્કરના જવાનો દ્વારા બચાવ કામગીરી રાત- દિવસ ચાલુ હતી .હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ ચાલુ હતું પરંતુ એ પણ પહોંચી- પહોંચીને એક સાથે કેટલાને પહોંચે ? આકાશવાણી દ્વારા રેડિયોમાંથી શબ્દો ફેકાયે જતા હતા.ફલાણો બંધ છલકાઈ ગયો છે .ઢીકણા ગામોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવે છે. બધે જ ખેતરો સરોવર બની ગયા હોવાથી લીલા રંગનો પાક પીળો રંગ ધારણ કરીને બળવા લાગ્યો હતો. સિમેન્ટના પતરા ઉપર પડતાં જોરદાર વરસાદનો અવાજ, ભયંકર મેઘ ગર્જના અને પવનના સુસ્વાટા થી ધડાકાભેર બારી ખુલવાનો અવાજ ,આ ત્રિવેણી સંગમથી બંધ રૂમમાં સુતેલા બાબુની આંખો ઉઘડી ગઈ" રે રહે રહે દેહના સસરા હવે તો રહે !.. ક્રોધમાં બાબુ એ જગતના પાલનહાર મેઘરાજાને ગાળ બોલી દીધી. "શું છે બાબુ ? અડધો સુતેલો રૂડો પણ જાગી ગયો .આ જોને ,ઘર તો છોડાવ્યો , પરંતુ હવે બારેય છોડાવવા પાછળ પડ્યો છે ! "પરંતુ એમાં આપણું મન ખાદી નું શું ચાલે ? રૂડા એ પણ બારી બહાર પડી રહેલા ધોમઘાર વરસાદ તરફ જોતા કહ્યું. તે બંનેની વાતોથી બીજાઓ પણ જાગી ગયા હતા .મોહ ને બારી પાસે ઊભા થઈને બહાર નજર કરી વરસાદનું જોર વધતું જતું હતું.
સવાર પડી ગયું હતું ઝરમર ઝરમર વરસાદ હજુ પણ ચાલુ હતો." લીલું ,આવા ભીનામાં શેઠને ત્યાં દૂધ લેવા જવા કરતાં ઉકાળો જ મૂકી દે ! મોહન મોં માં દાતણ નાખતા બોલ્યો ."હા હા અત્યારમાં ભેંસો પણ નહીં દોહી હોય ,તેથી ઉકાળો જ મૂકી દો ! મેવા એ પણ તેની વાતને સમર્થન આપ્યું .
બધાય દાતણ -પાણી કરીને ઉકાળો પીને બેઠા એટલે મોહને કહયુ "આ વરસાદ રોકાવાનું નામ નથી લેતો .અને સાંભળ્યું છે કે આપણી બાજુ આ વર્ષ સીઝન ખૂબ સારી છે ઘાન ખૂબ સારું છે તો દેશમાં જઈએ તો ? ઘણાં ખરાં એ મોહનની વાતમાં ટાપસી પુરી .કારણ કે વતન છોડ્યાને તેમને ચાર ચાર વર્ષ થઈ ગયા હતો ને આ લોકોને પણ હવે પીપળીયા નુ પાદર અને જન્મભોમકા વારંવાર યાદ આવતા હતા.
દસેક વાગે વરસાદ અટકતા આ લોકોએ ભોળીદાસ પાસે જઈને તેમના મનની વાત રજૂ કરી . ભોળીદાસે પણ તેમની વાતમાં સંમતિ આપી અને પોતાનું ટ્રેક્ટર લઈને અમદાવાદ રેલવે સ્ટેશન સુધી મુકવા આવવાની વાત કરી .
ભોળીદાસ આ લોકોને છેક અમદાવાદ સુધી ટ્રેક્ટર લઈને તેમને મુકવા આવ્યા. છુટા પડતા ટાણે તેઓ પણ ગદગદીતિ થઈ ગયા અને બોલ્યા "મોહન યાદ આવે તો ચાર છ મહિને એકાદ આટો મજૂરી કરવા નહીં પરંતુ મહેમાનગતિ માણવા આ બાજુ આવતા રહેજો ! મોહનની આંખોમાં પણ ઝળઝળીયાં આવી ગયા તે બોલ્યો "શેઠ તમે એટલો બધો સહારો અને પ્રેમ આપે છે કે આ જન્મ તો હવે ભૂલી રહ્યા તમને ! કાગળ લખીને ત્યાં તેડાવીશું તો આવશો તો ખરા ને ? હા..હા.. જરૂર ! ભોળીદાસ દાસ પોતે આંસુ નહીં રોકી શકે તેઓ ડર લાગવાથી વિદાય આપીને ચાલતા થયા .આ પરદેશીઓ તેમનું કોઈ સ્વજન વિખુંટુ પડ્યું હોય તેમ અમીનેશ નેત્રે તેમને જતા નિરખી રહ્યા.
અતિવૃષ્ટિથી ઘણી ઘણી ગાડીઓ બંધ હતી પરંતુ આ લોકોના સદનશીબે પાલનપુર ભુજ લાઈન હજુ ચાલુ હતી રૂડો તથા મોહન જઈને બધાની ટિકિટ લઈ આવ્યા ને સાજના આઠ એક વાગે આ લોકો ગાડીમાં બેઠા .આખી રાત મુસાફરી કર્યા બાદ સવારના 6:00 વાગે પોતાના ગામની નજીકના રેલવે સ્ટેશને તેઓ ઉતર્યા .ગામ દૂર હતું બે ટાઈમ બસ જતી હતી પરંતુ વરસાદના કારણે રસ્તો તૂટી જવાથી તે બંધ હતી તેથી આ લોકોએ ચાલતા જ પીપળીયા જવાનું હતું અત્યારે સામાન પણ તેમની પાસે ઠીક ઠીક હતો
સૂર્યનારાયણ પહેલું કિરણ પૃથ્વી ઉપર પથરાયું વગડો બધો હસી રહ્યો હતો. સૂરજ તો ઘર છોડતી વખતે હતો એ જ હતો પરંતુ આજનો સૂરજ આ લોકોને સોનાનો લાગ્યો.કાશ માનવીની કરુણતા પોતાને ગમે ત્યારે સુરજ સોનાનો ને પોતાને દુઃખમાં પડે ત્યારે એ જ સૂરજ ભમરાળો ,આ લોકોએ ઘર છોડો ત્યારે આ ભૂમિ રણની જેમ વેરાન ભાસતી હતી એ જ ખેતરોમાં અત્યારે લીલો છમ પાક હિલોડા લઈ રહ્યો હતો .આ લોકો
ચાલતા ચાલતા પીપળીયા ના પાદરે આવી પહોંચ્યા .ઘણું બધું બદલાઈ ગયું હતું જે સરોવર સુકુ ભઠ મૂકીને ગયા હતા તે પાણીથી ભરાઈને હિલોળા લઈ રહ્યો હતો. પરંતુ પાદરના લીલાછમ ઝાડ ની જગ્યાએ અત્યારે સૂકા ઠૂંઠા જ ઊભા હતા. ને હીરા એ તો મનમાં શંકા સાથે પૂછ્યું પણ ખરું" હે બાપા ,આ આપણું જ ગામ છે ને ? આપણું જ છે ને! નથી કાંઈ બીજું .હીરા થી બે વર્ષ મોટા રૂડા નો પુત્ર રવજી બોલ્યો .
ચાર વર્ષમાં બધું બદલાઈ ગયું હતું ગામના ગોદરેજ પાકી નિશાળ ધોળો રંગ ધારણ કરીને ઉભી હતી. તો બીજી બાજુ પોલીસ ક્વાર્ટરના પીળા મકાન પણ ઉભા હતા. કમાવા ગયેલા માણસો પરદેશમાંથી પાછા આવ્યા છે તેવા સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા હોવાથી મોહનના ફળિયામાં 40- 50 માણસો એકઠાથઈ ગયા હતા .ગામનું દરેક જણ પ્રથમ રામરામ કરી પછી સમાચાર પૂછતું હતું "મોહના ,શરીર તો ગળી ગયું છે હો ! મોહન હસતા હસતા કહેતો હતો" એમ ક્યાં પરદેશ વેઠવો સહેલો છે મારા ભાઈ ?
રૂપા તો આવી ત્યારથી જ અવાવરું ઘર સાફ કરવાના કામમાં લાગી ગઈ હતી બીજી સ્ત્રીઓ પણ પોતપોતાના ઘર સાફ કરવાના કામે લાગી ગઈ હતી. પુરુષ વર્ગને શેઠ કાંતિલાલ પોતાના ઘેર ચા પાણી કરવા લઈ ગયા હતા. ચા તૈયાર થયો ત્યાં સુધી રૂડો, મોહન ,ભાણો વગેરે પોતાના પ્રદેશના અનુભવની વિસ્તારથી જાત- જાતની વાતો કરી રહ્યા હતા.
15 દિવસની અંદર તો પરદેશી કમાઈને આવેલા આ માણસોએ પોતપોતાના ઘર ગાર -માટીથી સમારીને સજ્જ કરી નાખ્યા .મોહન એ પોતાનું ખેતર ભાગે વાવવા માટે આપેલ હતું તેમાં અનાજ પણ બહુ સારું પાક્યું હતું .થોડા સમયમાં જ બધું વ્યવસ્થિત ગોઠવાય ગયું. પરંતુ હીરા, રવજી અને સુરેશ નું ભણતર અટકી ગયું કારણ કે ગામમાં ચાર ધોરણ સુધી શાળા હતી જ્યારે એ ત્રણે જણ પાંચમા ધોરણમાં આવ્યા હતા .મોહન મેવાને રૂડા એ નક્કી કર્યું કે આપણે તો ઘણું નથી ભણી શક્યા પરંતુ બાળકોને તો મહેનત કરીને પણ આગળ ભણાવવા જ છે .તેથી વતનથી સો કિલોમીટર દૂર ગાંધી વિચાર પર ચાલતી એક સંસ્થામાં ત્રણેને દાખલ કરી દીધા.
સંસ્થાની ભૌગોલિક રચના બહુ સુંદર હતી .સંસ્થાની આજુબાજુ ચાર પાંચ કિલોમીટરની અંદર કોઈ શહેર કે ગામ ન હતું સંસ્થાની પોતાની જ બસો એકર જમીન હતી. જેમાંથી સારી એવી નીપજ થતી હતી .તે ઉપરાંત શિષ્યવૃતિ અને બીજી સરકારી સહાય પણ મળતી હતી. સંસ્થા ખરા અર્થમાં ગાંધીવાદી હતી તેમાં રહેનાર દરેક જણે ફરજિયાત ખાદીના કપડા પહેરવા પડતા શિક્ષકોએ પણ ફરજિયાત . સંસ્થામાં ચા-બીડીકે તમાકુ કોઈ પણ પ્રકારના વ્યશન ની દુકાન કે ગલો ન હતાં સંસ્થાના મધ્ય ભાગમાં રમતગમતનું મોટું વિશાળ મેદાન હતું .જેની એક બાજુ કન્યા વિદ્યાલય અને કન્યા છાત્રાલય હતા જ્યારે સામેની બાજુએ ગાંધીબાપુ વિદ્યાર્થી આશ્રમ અને ગ્રામશાળા હતા તે બંનેને જોડતું હોય તેમ પૂર્વ દિશામાં એક જ લાઈનસર સાત રૂમોનું પ્રાથમિક શાળાનું મકાન હતું
એક થી સાત ધોરણ સુધી છોકરા છોકરીઓ પ્રાથમિક શાળામાં સાથે જ ભણતા પરંતુ આઠમા ધોરણથી છોકરાઓ ગ્રામશાળામાં જ્યારે છોકરીઓ કન્યા વિદ્યાલયમાં ભણતી સવારે 8:00 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો દરેક વિદ્યાર્થીનો કાર્યક્રમ નિયમિત હતો .જેનું દરેકે ચુસ્તપણે પાલન કરવું પડતું .તેથી દરેક વિદ્યાર્થીના જીવનનું અહીં બહુ જ સુંદર ઘડતર થતું હતું. દરેક વિદ્યાર્થીના દિલમાં શિસ્ત સેવા અને સમર્પણની ભાવના પેદા થતી હતી. વર્ષમાં જન્માષ્ટમી, દિવાળી ,હોળી અને ઉનાળુ આ ચાર વખત જ વેકેશન પડતું અને ઘેર જવાની રજા મળતી .
વાર્ષિક પરીક્ષામાં શરમાળ અને ઓછા બોલા કહેવાતા હીરાએ શાળામાં પહેલા નંબરે પાસ થઈને શિક્ષકોને અને વડીલોને પોતાના તરફ આદરની નજરે જોતા કરી નાખ્યા. સંસ્થામાં તેની ગણના એક આદર્શ વિદ્યાર્થી તરીકે થવા લાગી. હવે તો રજાઓમાં પણ આ લોકો ઘેર આવે ત્યારે ઘરવાળો અને ગામના લોકો વિદ્યાર્થીઓને મહેમાનની જેમ રાખતા હતો અને માન આપતા હતા.
જોત-જોતા માં સાત વર્ષ પસાર થઈ ગયા .મોહન ,મેવો અને રૂડો હવે આધેડ બની ચૂક્યા હતા જ્યારે હીરો રવજી અને સુરેશ હવે યુવાનીમાં પ્રવેશતા હતા .ત્રણેય એસએસસીમાં અભ્યાસ કરતા હતા.સંશથા માં રહેવાનું આ છેલ્લું વર્ષ હતું. બોર્ડની પરીક્ષામાં સારી ટકાવારી લાવવા ત્રણે રાત- દિવસ મહેનત કરતા હતા. ઊંચી ટકાવારી લાવી સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવવું તેવી આ લોકોની ઈચ્છા હતી.