વરદાન કે અભિશાપ (ભાગ-૨૫)
(નરેશ અને સુશીલા ભારે હૈયા સાથે અલગ રહેવા જાય છે. એ વખતમાં એટલી બધી આવક ન હતી કે તેઓ બધી ઘરવખરી લાવી શકે. જેમ તેમ કરીને તેઓ ઘરનું ગાડું ચલાવે છે. મણિબેન ખાલી છોકરાઓને રાખતાં એ સિવાય તેમનો કોઇ સાથ-સહકાર નરેશ કે સુશીલાને મળતો નહિ. એવામાં જ અચાનક તેમનો દીકરો મયુર બીમાર થાય છે. તેને એટલો તાવ આવી જાય છે કે તેને દાખલ કરવો પડે છે. દેવીશક્તિ આવીને મણિબેનને જણાવે છે કે, નરેશ અને સુશીલા નવા ઘરમાં માટલી મૂકી પણ દેવીશક્તિની પૂજા કરવાનું ભૂલી ગયા. નરેશને પોતાની ભૂલ સમજાય છે. બીજા દિવસે તો જાણે ચમત્કાર થઇ જાય છે કે મયુર અચાનક સાજો થઇ જાય છે. એ પછી તેઓ કોઇપણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખતાં-રાખતાં તેમના જીવનમાં વ્યસ્ત થઇ જાય છે. જયાં તેમની ઉતરોતર પ્રગતિ શરૂ થઇ ગઇ હોય છે. કેમ કે, વિશ્વનાથની ઇચ્છા દેવીશક્તિ નરેશ પાસે જ રહે અને દેવીશક્તિ વિશ્વનાથના બોલથી નરેશની બધી તકલીફો દૂર કરી રહી હતી. દેવીશક્તિએ તેનો ભવિષ્યનો ગાદીપતિ શોધી લીધો હતો. હવે આગળ...............)
નરેશ અને સુશીલા તેમના જીવનમાં આવતી બધી તકલીફોનો સામનો કરતાં-કરતાં તેમના જીવનમાં આગળ વધી રહ્યા હોય છે. એક સાંજે તેઓ જમી પરવારીને બેઠા હતા ત્યારે નરેશના પપ્પાના એક ઓફિસ કલીગનો પુત્ર તેમના ઘરે આવે છે. તેમનો પુત્ર નરેશનો પણ સારો એવો મિત્ર હતો. નરેશ કાયમથી તેની પાસેથી સોના-ચાંદીના ઘરેણા ખરીદતો. એ રાતે તે નરેશ સાથે ઘરના વેચાણ વિશેની વાત કરવા આવ્યો હતો.
પ્રકાશ : નરેશ, ભાભી કેમ છો? મજામાં ?
નરેશ અને સુશીલા : (બંને સાથે) હા મજામાં. (એ પછી સુશીલા ચા બનાવવા માટે જાય છે.)
નરેશ : બોલ ભાઇ, આજે બહુ દિવસે ભૂલા પડયા ?
પ્રકાશ : હા યાર, એક કામ હતું. મારે મકાન વેચવાનું છે.
નરેશ : શું વાત કરે છે!!!!!!!!!!!! પણ કેમ ? અને હાલ જે મકાનમાં રહે છે તે મકાન તારે વેચવાનું છે?
પ્રકાશ : હા નરેશ. હાલમાં અમે જે મકાનમાં રહીએ છીએ એ જ મકાન વેચવાનું છે. અમને ઉતાવળ છે અને તારા પર ભરોસો છે એટલે જ અહી આવ્યો છું.
નરેશ : પણ આ રીતે પોતાનું મકાન કેમ વેચવું છે તમારે ?
પ્રકાશ : અરે યાર, મારે ધંધામાં ઘણું દેવું થઇ ગયું છે અને મારા બનેવીનો પણ બહુ ત્રાસ છે. તે અમારી જોડેથી બસ પૈસા જ માંગે છે. એટલે આ ઘર વેચીને દેવું પૂરુ કરવું છે.
નરેશ : હા બરાબર. પણ દેવું ઓછું હોય તો હું અને પપ્પા થોડી મદદ કરીએ. આ રીતે આટલા મોટા શહેરમાં તમે મકાન બનાવ્યું અને આ રીતે વેચવું પડે એ ખોટું છે. યાર કંઇક બીજો રસ્તો કાઢીએ આપણે સાથે મળીને.
પ્રકાશ : ના, દેવું બહુ જ વધારે છે. એટલે મકાન તો વેચવું જ પડશે અને હું તે મકાન તમને જ વેચવા માંગું છું.
નરેશ : મને ? પણ હું કઇ રીતે લઇ શકીશ ? શું જ હાલમાં ઘણી તકલીફો વેઠી અલગ રહું છું. મારે જ હાલમાં ઘણી પૈસાની ભીડ છે.
પ્રકાશ : જો ભાઇ, હવે તું જ મારો સહારો છે. તું કઇ પણ કર પણ આ મકાન વેચાણથી લઇ લે.
નરેશ : (વિચારમાં પડી જાય છે) સારું ચલ. હું પપ્પા જોડેથી પૈસાની વાત કરી લઉં. જો તારી મદદ થઇ શકતી હોય તો હું તારી મદદ કરીશ.
પ્રકાશ : (ખુશ થઇને) નરેશ તે તો યાર મારી મુશ્કેલી જ આસાન કરી દીધી. થેંકયુ સો મચ ......
પ્રકાશ ખુશ થઇને ઘર તરફ રવાના થાય છે અને આ બાજુ નરેશ વિચારમાં પડી જાય છે કે હવે મકાન ખરીદવાનું તો છે પણ કઇ રીતે પપ્પાને વાત કરવી ???
(શું નરેશ આ મકાન ખરીદીને પ્રકાશની બધી મૂશ્કેલી દૂર કરશે ? કે પછી આ મકાનનું હોવું તેના માટે વરદાન અથવા તો અભિશાપ બની જશે ?
(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૬ માં)
- પાયલ ચાવડા પાલોદરા