Sandhya - 21 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 21

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 21

સંધ્યાની તંદ્રા સૂરજના હળવા સ્મિતે તોડી હતી. સુરજ ત્યાં સુધીમાં સંધ્યાની નજીક આવી જ ગયો હતો. સંધ્યા એની બહેનો અને સખીઓની વચ્ચે બેઠી હતી. સંધ્યાની લગોલગ એના મામી અને મમ્મી એમ બંને આજુબાજુમાં બેઠા હતા. સૂરજ ત્યાં જઈને દક્ષાબહેન અને મામીને પગે લાગ્યો હતો. ત્યારબાદ સૂરજને પંકજભાઈ એમની બેઠક માટે જે સુંદર હિંડોળો સજાવ્યો હતો ત્યાં લઈ ગયા હતા. સંધ્યા પણ અનુક્રમે સાસરીમાં આવેલ બધા જ વડીલોને પગે લાગીને સૂરજ સાથે હિંડોળા પર બેઠી હતી. દસ દિવસબાદ થયેલ આ પ્રત્યક્ષ મુલાકાત, વળી એકદમ સુંદર મજાનું સંગીત અને થોડી થોડી વારે પવનની લહેરખી સાથે આવતી પારિજાત અને ચમેલીની સુગંધ બંનેને ખુબ ઉત્તેજિત કરી રહી હતી. હિંડોળા પર બિરાજમાન સુંદર જોડું દરેકની આંખમાં વસી જાય એટલું આકર્ષિત લાગતું હતું.

પંક્તિ પણ પોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે ત્યાં ઉપસ્થિત થઈ ચુકી હતી. પંક્તિ સુંદર તો હતી પણ આજની એની સુંદરતા ખુબ જ દીપી ઉઠી હતી. સુનીલને જેવો ખ્યાલ આવ્યો કે, પંક્તિ આવી એટલે એની તરફ મીટ માંડીને જોઈ રહ્યો હતો. બંન્ને એકબીજામાં તલ્લીન થઈ ગયા હતા. સંધ્યાએ જોયું કે, સુનીલ પોતાની થનાર વહુના સૌદર્યમાં ભાન ભૂલી ગયો છે, આથી એણે સુનીલને દૂર હિંડોળા પર બેઠી હતી ત્યાંથી કોલ કર્યો હતો. સુનીલે કોલ ઉપાડ્યો એટલે સંધ્યાએ મજાક કરતા કહ્યું, "જો જે હો! તારી આંખની કીકી હવે બહાર ન આવી જાય!"

સુનીલે કોલ કાપી નાખ્યો અને સંધ્યા જ્યા બેઠી હતી ત્યાં હસતા ચહેરે નજર કરી હતી. સુનીલની જેવી નજર સંધ્યા તરફ ગઈ કે, તરત પંક્તિએ પણ એ તરફ જોયું, એ સંધ્યાના રૂપને જોઈને થોડી હતાશ થઈ ગઈ હતી. એને મનમાં થયું કે, હું સંધ્યા સામે ઝાંખી પાડું છું. એ આવા વિચારો માં જ હતી ત્યાં જ સુનીલ એની સમીપ એ લોકોનું સ્વાગત કરવા પહોંચી ગયો હતો. બધાજ વેવાઈઓ એકબીજાને મળ્યા, અને હવે સુનીલ તથા પંક્તિમાટે પણ બેઠક માટે કરેલ હિંડોળાની સુવિધા પર એ બંન્ને પણ બિરાજમાન થઈ ચુક્યા હતા. બંન્ને હિંડોળા એક સમાન જ સજાવ્યા હતા. આખું એ સ્ટેજ ખુબ આકર્ષિત હતું. પંક્તિના પેરેન્ટ્સ પોતાની દીકરીને આમ જોઈને ખુબ હરખાઈ રહ્યા હતા એ પંકજભાઈની નજરમાં આવી જ ગયું હતું.

રિસોર્ટમાં બધા જ મહેમાનો આવી ચુક્યા હતા. દાંડિયારાસની રમઝટ માટે ઓરકેસ્ટ્રા અને ઉત્તમ ગાયકોએ પોતાની ઉત્તમ કલા પ્રસ્તુત કરવાની શરૂઆત કરી દીધી હતી. દક્ષાબહેન અને પંકજભાઈ બધાને રમવામાટે ગ્રાઉન્ડમાં બોલાવી રહ્યા હતા. થોડીવાર તો બધા સંકોચના લીધે અચકાઈ રહ્યા હતા. પણ સંગીત અને ગાયકીમાં એટલું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું કે, નાનાથી લઈને મોટા સુધી બધા જ એક પછી એક ગ્રાઉન્ડમાં ઝૂમવા લાગ્યા હતા. એકદમ ખુલ્લા મને ઝુમનાર બધાને જોઈને હિંડોળા પર બિરાજમાન બંને જોડીઓ પણ ગ્રાઉન્ડ પર રમવા આતુર થઈ ગઈ હતી. એમને પણ ગાયકોએ ગ્રાઉન્ડમાં આવવા આમંત્રિત કર્યા હતા. એ બંન્ને જોડીઓનું ગ્રાઉન્ડમાં ખુબ સુંદર રીતે ફૂલો ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું નયનપ્રિય દ્રશ્ય હતું કે, ત્યા ઉપસ્થિત બધા જ અનોખી જ મજા માણી રહ્યા હતા.

ભાતીગળ ગરબાની રમઝટથી શરૂ કરીને, સુરતી, પોપટીયું, સીક્સસ્ટેપ, હીંચ, ટીંટોળો બધા મન મૂકીને રમ્યા હતા. અંદાજે દોઢ કલાક જેટલું રમ્યા બાદ બધાએ સોલો તેમજ જોડીમાં સ્ટેજ પર જુના નવા ફિલ્મી ગીતો પર પર્ફોમ કર્યું હતું. સંધ્યા અને સૂરજે "જબ કોઈ બાત બિગડ જાયે" એ ગીત પર પર્ફોમ કર્યું ત્યારે તાળીઓના ગગડાટથી આખો માહોલ ગુંજી ઉઠ્યો હતો. જોનાર દરેકના મોઢેથી એમ નીકળી જ ગયું હતું કે, "આ બંને મેડ ફોર ઈચ અધર છે."

સુનીલ અને પંક્તિએ "પલ પલ દિલકે પાસ તુમ રહેતે હો." એ ગીત પર પર્ફોમ કર્યું હતું. ખુબ જ ધમાકેદાર એમનું પર્ફોમન્સ હતું. એમને પણ બધાએ તાળીઓના ગગડાટથી વધાવી લીધા હતા.

આખું આયોજન ખુબ સરસ પૂરું થયા બાદ ગરમાગરમ નાસ્તાનું અને ઠંડાપીણાની વ્યવસ્થા પણ પંકજભાઈ એ કરી હતી.

સંધ્યાનું આખું ગ્રુપ અને સૂરજના મિત્રો બધા જ જોડે નાસ્તો કરવા બેઠા હતા. મસ્તી મજાકમાં રાત્રીના બે વાગી ચુક્યા હતા.

સૂરજનો પરિવાર અને પંક્તિના પરિવારે હવે રજા લીધી હતી. પક્તિના પપ્પાએ જતી વખતે પંકજભાઈને કહ્યું, "અમે દીકરાવાળા હોઈએ એવો અહેસાસ કરાવનાર તમે કદાચ પ્રથમ વેવાઈ હશો. હું તમારો આભાર માનું એટલો ઓછો છે."

"આવું કહી મને શરમાવશો નહીં. મારા મનની ઈચ્છા હતી કે મારા બંને બાળકો એક જ સ્થળે અને એકસાથે પોતાના જીવનસાથી જોડે જોડાય એ મારી ઈચ્છા તમે પુરી કરી આથી હું તમારો આજીવન આભારી રહીશ." આટલું કહેતા પંકજભાઈના સ્વર એના ગળે રૂંધાવા લાગ્યા હતા.

બધા પોતાની લાગણીને અંકુશમાં રાખવા અસમર્થ જણાતા એમણે ટૂંકમાં જ જવાબ આપ્યો, "અરે! એવુ ન કહેશો." બધા હવે આવતી કાલે વહેલા આવવાની ઈચ્છાથી જુદા પડ્યા હતા.

પંકજભાઈની ઈચ્છા પુરી થવાનો આજે અવસર આવી ગયો હતો. બંનેના લગ્ન મંડપ અલગ પરંતુ બાજુમાં જ હતા. સંધ્યા અને સુનીલ તૈયાર થઈ ગયા હતા. સૂરજ અને પંક્તિના પરિવાર અને મહેમાનો આવી ગયા હતા.

મહારાજે ખુબ સરસ મંત્રોચારથી શરૂઆત કરીને એક એમનો અલગ જ પ્રભાવ પાડ્યો હતો. એક પછી એક વિધિ થવા લાગી હતી. હળવું સંગીત, સુશોભિત મંડપ અને અને રમણીય કુદરતી વાતાવરણ એટલું સુંદર હતું કે જરૂર સ્વર્ગલોકથી દેવીદેવતાઓ પણ આ બંને જોડીઓના લગ્નમાં એમની અમીદ્રષ્ટિ વરસાવતા હશે! ઉપસ્થિત મહેમાનોની આંખો આ આયોજન જોઈને અચરણજ ઉપજાવે એમ પહોળી થઈ ગઈ હતી. થોડી થોડી વારે ચા, વેલકમ ડ્રિન્ક, આઈસ્ક્રીમની મોજ પીરસાઈ રહી હતી. એટલી સરસ સુવિધા હતી કે કોઈને ત્યાંથી એમ જ હલવાનું મન ન થાય. ફક્ત ભોજન માટે જ નહીં પણ ખરા અર્થમાં દરેકે લગ્નવિધિનો લ્હાવો લીધો હતો.

મહારાજ દ્વારા સપ્તપદીની પહેલા થોડી સમજાવટ નવપરણિત દંપતીઓને આપવામાં આવી હતી. જેવા ફેરા ચાલુ થયા કે, આસપાસમાં રોશની પ્રજવલિત કરે એવી લાઈટો, મંડપની ઉપરથી વરસતી ગુલાબના ફૂલની પાંખડીઓ અને સુમધુર સંગીત આખા માહોલને ખુબ સુંદર કરી રહ્યું હતું. આટલું સરસ આયોજન દરેકની કલ્પના બહારનું હતું. બધા જ પંકજભાઈના વખાણ કરતા થાકતા નહોતા.

સંધ્યાની પાંથીમાં જયારે સૂરજે ચપટી કંકુ પૂરિયો ત્યારે સંધ્યાની આંખમાં ખુશીઓના આંસુ ઝળહળી રહ્યા હતા. સુનીલે પણ પંક્તિને કંકુ દ્વારા એની પાથી પૂરીને બંને જન્મોજન્મના ગઠબંધનથી જોડાયાની ખુશી મેળવી હતી. એમના લગ્ન સમાપ્ત થયા એટલે ભોજનમાટે જેવા લગ્નમંડપની નીચે ઉતર્યા કે બંને વરરાજા સૂરજ અને સુનીલની મોજડીની ચોરી થઈ ગઈ હતી. આ લ્હાવો સાળીઓએ લઈ જ લીધો હતો. થોડીવાર ચાલેલી મસ્તી બાદ પાંચ હજારની કિંમતે બંને વરરાજાઓની મોજડી એમને પરત મળી હતી.

આખું આયોજન સરસ સમયસર પત્યું હતું. વસમી વિદાયની વેળાએ બધા જ ખુબ ભાવુક થઈ ગયા હતા. સંધ્યા કાયમ કહેતી એમ સુનીલ ખરેખર ખુબ રડ્યો હતો. આજ સંધ્યાએ એને નોર્મલ કરતા કહ્યું, "ચાલ હવે બહુ ના રડીશ નહીતો બધાને સમજાય જશે કે, તું ભાભીના દુઃખમાં એને સાથ પુરાવે છે."

સંધ્યાના આવા શબ્દો સાંભળીને સુનીલ સહીત બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. સંધ્યા ફરી બોલી, "જોયું મમ્મી! આને પણ નાટક આવડી જ ગયું!

સંધ્યાની વાતોએ બધાના મન હળવા કરી નાખ્યા હતા. વિદાય એકદમ શાંતિથી પતિ ગઈ હતી. અને બધા જ પોતપોતાના ઘરે ફર્યા હતા.

કેવો હશે સંધ્યાનો સૂરજના ઘરમાં ગૃહપ્રવેશ?
સંધ્યા અને સૂરજની સંગાથની સફર કેવી હશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻