અર્જુન અને લલિતા જે સમાજમાંથી આવતાં હતાં એમાં ભણતર અને નોકરીનું મહત્વ ઘણું હતું. દરેક ભણેલી છોકરીઓ નોકરી તો કરતી જ હતી. આ સાથે તેઓને ઘરનું દરેક કામ પણ આવડવું જોઈએ એવી શરતો મુકાતી. પૈસાદારની છોકરીઓ હોય તો તેઓ પિયરથી સાથે એક કામવાળી પણ લઈ આવતી હતી. પણ ત્યારે દરેક માતા પિતાની એવી યથાશક્તિ નહતી.
અર્જુને લલિતાને પહેલો પ્રશ્ન કરે છે 'તમે ક્યાં નોકરી કરો છો?'
લલિતા થોડા ગભરાયેલા અને શરમભર્યા ધીમા અવાજે જવાબ આપે છે, ' હા, હું સેમી ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. અને કાયમી થઈ ગઈ છું. અને મારો પગાર ₹ ૫૦૦ છે.'
અર્જુનને ન પૂછેલા સવાલોનો જવાબ પણ લલિતા આપી દેઈ છે કેમ કે લલિતાને તેમના સમાજની માનસિકતાની જાણ હતી કે તેઓને છોકરી માત્ર ઘરરખ્ખું જ નહીં પણ સારી જગ્યાએ નોકરી કરતી હોય અને કમાતી પણ હોય એવી જોઈતી હોય છે.
લલિતાના જવાબો સાંભળીને અર્જુન અવાચક થઈ જાય છે. કેમ કે અર્જુનને હજી સ્થિર નોકરી મળી ન હતી અને હમણાં જ્યાં નોકરી કરતો હતો ત્યાં કાયમી ધોરણે હતો નહિ. તેમજ તેને જે પગાર મળતો હતો તે લલિતા કરતાં લગભગ અડધો હતો.
અર્જુન પાસે હવે લલિતાને લગ્ન માટે ના પાડવાના કારણો ઘટી રહ્યાં હતાં. અર્જુન હવે તેને પૂછે છે કે તને ઘરનું કામ ફાવે છે ને? અને અમે જોઇન્ટમાં રહીએ છીએ અમારી સાથે મારી દાદી પણ છે જે એકડમ વૃદ્ધ છે એટલે જે છોકરી આવે તેણે આ દરેક બાબતોનો વિચાર કરીને જ હા પાડવી જોઈએ એવું મારુ માનવું છે'
લલિતા આટલાં મોટા સવાલોનો માત્ર એક ન લાઈનમાં જવાબ આપે છે, ' લગ્ન બાદ દરેક સ્ત્રીનું કર્તવ્ય હોય છે કે તે તેના વર ની સાથે તેના ઘરના તમામ સદસ્યોને સન્માન, પ્રેમ અને આમાન્યા રાખે તેમાં વિચારવા જેવી કોઈ વાત જ નથી.'
લલિતાનો જવાબ સાંભળીને અર્જુન તેનાથી ખુશ થઈ જાય છે. હવે, અર્જુને ખબર નહોતી પડતી કે આગળ શું પૂછે ? તો તે લલિતા સાથે થોડો ફ્રેન્ડલી થવા કહે છે, 'તમને ખબર છે મારો ફેવરિટ રંગ પિંક છે અને તમે આજે પિંક કલરની સાડી અને નેઇલ પોલીસ કરીને આવ્યાં છો તે મને ગમ્યું'
અર્જુનના મોઢેથી આવા શબ્દો નિકલતાની સાથે લલિતા એવી શરમાઈને સંકોચાઈ જાય છે જાણે પતંગિયાની પાંખોને હાથ લગાડતાં તે સંકોચાઈને પોતાની પાંખ બંધ કરી દેઈ છે.
ભોળી લલિતાના પેટમાં પાપ નથી એટલે તેનાથી બોલાઈ જાય છે કે ' આ સાડી મારી નથી. અહીં જે મારા બેન આવ્યાં છે તેણે મને આજે પહેરવા આપી છે અને નેઈલ પોલીસ પણ કોઈ વખત લગાવતી નથી એ તો આ લોકોએ જીદ કરી એટલે લગાવી.'
લલિતાની આ વાત સાંભળીને અર્જુન હસી પડ્યો અને સમજી ગયો કે 'આ તો સાવ ભોળી છે મુંબઈમાં ક્યાંથી આવી ગઈ.'
અર્જુનને ખુશ જોઈ પ્રકાશભાઈ, મહેશ તથા કરુણા આશ્ર્ચય પામવાની સાથે ખુશ પણ થઈ જાય છે કે આજે તો મોઢું મીઠું જ કરવાનું છે.
મને વિચારવાનો સમય જોઈએ છે મારો જવાબ તમને હું ચોક્કસ જણાવીશ. એમ કહીને અર્જુન લલિતાની સામેથી ઉભો થઈને તેના ભાઈ ભાભી પાસે આવીને ઉભો રહી જાય છે. મહેશ અને કરુણા પૂછે છે, ' અર્જુન, છોકરી કેવી લાગી? કોઈ વિચાર છે?'
અર્જુન ચિડાયો અને કહ્યું, ' હજી હમણાં તો મળ્યાં. મને વિચારવાનો સમય તો આપો. શું આજે જ કરવાનાં છે લગ્ન. આખી જિંદગીનો સવાલ છે.'
મહેશ પ્રકાશ ભાઈ પાસે આવીને કહે છે કે અમને વિચારવા માટે બે દિવસનો સમય આપો'. પ્રકાશભાઈ કહે છે ,'અરે, હા કંઈ વાંધો નહીં. તમે તમારો સમય લો.'
બસ આમ કહીને તેઓ છુટા પડે છે. ઘરે જતી વખતે અર્જુન ઊંડી મુંઝવણમાં હોય છે અને સતત વિચારમાં હોય છે કરુણા અર્જુનને પૂછે છે ' અર્જુન ભાઈ, શું થયું ? કેમ આટલી મુંઝવણમાં છો? તમને ઘરના દરવાજે પપ્પા પહેલો જે પ્રશ્ન પૂછશે તેના માટે તૈયાર રહેજો.' એમ કહીને વાતાવરણ થોડું હળવું બનાવવાના પ્રયત્ન કરે છે પણ
અર્જુન વિફરે છે પણ કંઈ બોલતો નથી.
ભાભી એ કીધું એમ જ ઘરના મેઈન દોર ઉપર અર્જુન પપ્પા રાહ જોઇને ઊભાં જ હતાં.