નમસ્કાર વાચક મિત્રો
મારી આજની આ ભયાનક અને હોરર પ્રથમ વાર્તા છે.મારી આ વાર્તા તમને બધા ને ખુબ પસંદ આવશે એવી હું આશા રાખું છું.
હું આજે તમારા સામે એક ફેકટરી માં એક છોકરા સાથે બનેલી ભૂતિયા ઘટના નું આ વાર્તા માં વર્ણન કરીશ.
આ ઘટના આજ થી છ વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2017 માં બનેલ છે.
કિશન નામનો એક છોકરો પોતાના ગામ થી દુર એવા મોટા શહેર માં જોબ કરવાના હેતુ થી પહોંચે છે.તે વધારે ભણેલો ગણેલો હતો નહિ.કોઈ ના કોન્ટેક્ટ અને બીજા ના લાગવગ થી તે અહીંયા સુધી પહોંચ્યો હતો.બન્યું હતું એવું કે કિશન ના ગામ નો એક છોકરો રમેશ આ મોટા શહેર માં ઘણા ટાઈમ થી એક ફેકટરી માં મશીન ની સાફ સફાઈ નું કામ કરતો હતો અને તે ખૂબ સારું કમાતો પણ હતો.આ જોઈ ને કિશન ને પણ શહેર માં કામ કરવાની ઈચ્છા જાગૃત થઈ.તે જ્યારે પણ રમેશ આવતો પોતાના ના ગામ ત્યારે તેને કહેતો કે મને પણ જોબ ગોતી દે એક વખત દિવાળી માં રમેશ પોતાના ઘરે આવ્યો ત્યારે તે કિશન ને મળ્યો અને તેને કિશન ને કહ્યું કે ભાઈ અત્યારે એક માણસ ની અમારી ફેકટરી માં ખુબ જરૂર છે.પરંતુ મજૂરી કામ કરવું પડશે.તમને ફેકટરી તરફ થી રહેવાનું,જમવાનું અને સારો પગાર મળી રેહશે પરંતુ મજૂરી કામ કરવાનું છે તને ઠીક લાગે છે.તો કિશન ઉત્સાહ માં આવી ને કહે છે હા ચાલશે મારે.આમ પણ હું વધારે ભણ્યો નથી તો આ મારા માટે સારું જ છે તો રમેશ કહે છે ઠીક છે ચાલ હું હજી એક અઠવાડિયા માટે અહીંયા છું ત્યાં સુધી માં તું ઘરે વાત કરી લે અને તારા ઘરવાળા ની મંજુરી મળી જાય તો મારી સાથે એક અઠવાડિયા પછી આવી જાજે મારા પર વિશ્વાસ રાખજે તને ત્યા કઈ પણ મુશ્કેલી નહિ આવે.કિશન બહુ જ ખુશ થઈ જાય છે તે પોતાના ઘરે જાય છે અને બધી વાત પોતાના મમ્મી પપ્પાને કહે છે. મમ્મી પપ્પા પણ ખુશ થાય છે અને કિશન ને શહેર માં જવાની મંજુરી આપે છે. આખરે દિવાળી ની રજા ઓ પછી કિશન રમેશ સાથે શહેર માં જાય છે.બીજા દિવસે રમેશ કિશન ને ફેકટરી એ લઈ જાય છે. ફેકટરી હતી પરંતુ શહેર થી બહાર હતી.બને ત્યાં પહોંચે છે રમેશ દીવસ ના સુપરવાઇઝર ની કિશન સાથે મુલાકાત કરાવે છે.સુપરવાઇઝર કિશન સાથે પગાર ને તે બધું નક્કી કરે છે અને તેને શું કામ કરવાનું તે પણ સમજાવી દે છે અને કહે છે ભાઈ આજે એક રાત માટે તું રમેશ સાથે એના રૂમ પર રોકાઈ જા કાલે તને અહીંયા જ રેહવાની વ્યવસ્થા કરાવી દઈશ. ફેકટરી માં પાછળ ના ભાગ માં બે માળ નું બિલ્ડિંગ હોઈ છે ત્યાં બધા મજૂરો ને રેહવાં માટે ઘણા બધા રૂમ હોઈ છે પરંતુ અત્યારે ત્યાં કોઈ જ મજૂર રહેતા ના હતા.અને કિશન એ જાણવાની કોશિશ પણ ના કરી કે તે શા માટે ત્યાં કોઈ રેહતું ના હતું.તેને પહેલી રાત રમેશ ના રૂમ પર કાઢી બીજા દિવસે પોતાના કામ પર લાગી ગયો અને રાતે ફેકટરી ના બિલ્ડિંગ પર પોતાનો સામાન લઈ આવ્યો ત્યાં સુપરવાઇઝર ના કહ્યા મુજબ ના રૂમ પર ચાલ્યો ગયો. ફેક્ટરી પર કિશન સિવાય ત્યાં ના મેઈન ગેટ પર એક ચોકીદાર હતો એટલે કિશન ને લાગ્યું કે મારે જે કંઈ પણ વસ્તુ ની જરૂર પડશે તો હું આ ચોકીદાર પાસે થી માગી લઈશ.હવે કિશન મસ્ત સુવા માટે લંબાવે છે હજી ઊંઘ આવી જ હોઈ છે ત્યાં તેને આમ લોખંડ ના પાઇપ પર કોઈક નખ ના ઘસરડા કરતું હોય તેવો અવાજ આવે છે.
તેને લાગ્યું કે હસે ઉંદર આમ પણ આ રૂમ ઘણા ટાઈમ થી બંધ છે તો એમ વિચારી તે ફરી થી સુઈ ગયો.થોડી વાર પછી તેને કોઈ ના હસવાનો અવાજ સંભળાયો તેને લાગ્યું કે કોઈ છે તેના રૂમ માં તેને ઉઠી ને મોબાઇલ ની ફ્લેશ લાઈટ કરીને જોયું પરંતું ત્યાં કોઈ હતું નહિ તો એને લાગ્યું કે આ નવી જગ્યા છે તો પોતાને કોઈ વહેમ થયો છે.એમ વિચારી ફરી સુવા માટે લંબાવે છે ત્યાં ફરી થી તેના કાન માં કોઈ ના ફુસ્ફુસ્વનો અવાજ આવે છે હવે તેને ઉભા થઈ ને રૂમ નિ લાઈટ ચાલુ કરવાની કોશિશ કરી પરંતુ લાઈટ ચાલુ ના થઈ તો તેને ફરીથી મોબાઇલ ની ફ્લેશ લાઇટ કરી ને જોયું તો રૂમ માં વચ્ચે જ્યાં પંખો હતો તેની નીચે તેણે એક લાંબા માણસ ને જોયો.તે માણસ ના એકદમ લાંબા કાળા ઘુંઘરાળા વાળ હતા અને તેણે કાળા રંગ ના કપડા પહેર્યા હતા અને એકદમ ગોરો લાગતો હતો એ માણસ.તેને જોઈ ને કિશન ગભરાઈ જાય છે.તેને વિચાર્યું રૂમ તો અંદર થી બંધ છે તો આ માણસ અંદર કઈ રીતે આવ્યો તે કઈ જ બોલ્યા વગર ફટાફટ ભાગ્યો અને સીધો ચોકીદાર ની પાસે ગયો.ચોકીદાર એ પૂછ્યું ભાઈ સૂ થયું કેમ આટલો ડરેલો છે તો કિશન તેને બધું કહે છે કે આવી રીતે એક માણસ છે મારા રૂમ માં તો ચોકીદાર કહે છે એ કોઈ માણસ નહિ પરંતુ એક આત્મા છે.ચોકીદાર કહે છે તે કઈ નોટિસ નહિ કર્યું કે મજૂરો ને રહેવાની આ બિલ્ડિંગ માં તું એક જ કેમ છે બીજા કોઈ કેમ નહિ રેહતાં તો કિશન કહે છે હા મને મગજ માં આવ્યું હતું પરંતુ મે કોઈને પૂછ્યું નહિ.અને તારો મિત્ર પણ અહી રેહત્તો નથી. તો કિશન કહે છે હા તમારી વાત બરાબર છે.
તો ચોકીદાર બોલ્યો થોડા સમય પહેલા ની વાત છે.અહીંયા એક દિવસ ની પાળી નો ચોકીદાર હતો એકદમ કોઈક પહેલવાન જેવો એક દિવસ ની વાત છે હું રાત્રે આવી સકુ તેમ ના હતો એટલે તેને રાત્રિ નું કામ પણ આપવામાં આવ્યું હતું. દિવસે સવારે જ્યારે મજૂરો આવ્યા ત્યારે તે ગેટ પર ના હતો પરંતુ તું જે રૂમ માં રહે છે તે રૂમ નિ ઉપર ના રૂમ માં એકદમ મૃત અવસ્થામાં પડ્યો હતો અને ત્યાર પછી આ બિલ્ડિંગ માં બધા ને કઈક ને કઈક અનુભવ થયા છે.અને આ બધું ખુબ વધવા લાગ્યું ત્યારે ત્યાં થી બધા એક પછી એક જવા લાગ્યા હવે સુપરવાઇઝર એ વિચાર્યું કે કોઈક ને કોઈક આવશે એને આ રૂમ આપીશ જો એને કઈ અનુભવ નહિ થાય તો માલિક ને જવાબ પણ આપી દઈશું માટે આ રૂમ એને તને આપ્યો તું એક કામ કર જલ્દી થી આ રૂમ ખાલી કરી દે અને તારો મિત્ર રહે છે ત્યાં ચાલ્યો જા આમ પણ તને પગાર તો મળે જ છે તો તું રૂમ નું ભાડું પણ આપી શકીશ.કિશન આ બધું શાંતિ થી સાંભળી રહ્યો હતો પરંતુ તે આ આત્મા કે ભૂત પ્રેત માં વિશ્વાસ નહોતો ધરાવતો એટલે તેણે આ બધું અવગણ્યું અને કહ્યું ઠીક છે હું આજે રૂમ માં જાવ છું અને કાલે સવારે આ બાબત માં વિચારીશ તે ફરીથી પોતાના રૂમ માં ગયો ત્યા કોઈ હતું નહિ તેણે વહેમ છે એમ વિચારી ને સુવા માટે લંબાવ્યું અને સુઈ ગયો બીજાં દિવસે સવારે ઉઠી ને પોતાના કામ પર ગયો આજ તેણે રમેશ સાથે વાત કરવા માટે વિચાર્યું.પરંતુ પોતે કામ માં ને કામ માં બધું ભૂલી ગયો અને રાતે ફરી થી જમી ને ફ્રેશ થઇ ને પોતાના રૂમ માં ગયો અને સુઈ ગયો ત્યાં ફરી થી આજે હી.. હીઁ.. હિ..એવો કોઈ ના હસવાનો અવાજ સંભળાયો તો તેને વિચાર્યું હું મારા સૂવાની દીશા બદલાવી નાખું તેને સૂવાની દીશા બદલાવી અને સુવા માટે ગયો ત્યા કોઈ એ તેના વાળ ખેચ્યા.હવે તેને ગુસ્સો આવ્યો તેણે લાઈટ ચાલુ કરી પણ કાલ નિ જેમ આજે પણ લાઈટ ના થઈ.હવે તેને કોઈ અદ્ર્શ્ય શક્તિ એ ધકો માર્યો અને તે રૂમ નિ બહાર જઈ ને પડ્યો ત્યા મોબાઇલ ની ફ્લેશ લાઈટ ચાલુ થઈ આજે તેને ચહેરો જોયો એકદમ સફેદ જાણે લોહી જ ના હોઈ અને આંખો એકદમ લાલ.તે ખૂબ ગભરાઈ ગયો અને રાડો પાડતો પાડતો ત્યાં થી ભાગ્યો પરંતુ કમનસીબે આજે ચોકીદાર પણ હાજર ના હતો.
તે ભાગે છે અને ભાગતા ભાગતા એક અજાણી જગ્યાએ પહોંચે છે તેને લાગે છે કોઈ તેની પાછળ આવે છે પરંતું જેવો તે પાછળ ફરી ને જોવે છે ત્યાં કોઈ જ હતું નહિ.હવે તે પોતાની આજુબાજુ જોવે છે તે એક અજાણી કોલોની માં આવી ગયો હોઈ છે આ કોલોની ના બધા ઘર બંધ હોઈ છે અને તે બધા ઘર નિ બહાર કઈક અજાણ્યા પશુ પ્રાણી ની આકૃતિ ઓ હોઈ છે આવી આકૃતિ કિશન એ ક્યારેય જોઈ હતી નહિ.આ બધું જોઈ ને તે ખૂબ ડરી જાય છે અને કોઇ ના ઘર નો દરવાજો ખખડાવવાની હિંમત થતી નથી કિશન ને તે ફરી થી ભાગવા માંડે છે રમેશ ના રૂમ તરફ.તે રમેશ ના રૂમ નો દરવાજો ખખડાવે છે રમેશ પૂછે છે અરે કિશન અડધી રાત્રે તુ અહીંયા કિશન ટૂંક માં બધું કહે છે રમેશ તેને સાથે આવવાનું કહે છે ઠીક છે હું તારી સાથે તારા રૂમ પર આવું છું.બને કિશન ના રૂમ પર જાય છે ધીમે ધીમે રૂમ નો દરવાજો ખોલે છે અને લાઈટ ચાલુ કરે છે આ વખતે લાઈટ ચાલુ થાય છે પણ રૂમ નિ અંદર નું દૃશ્ય જોઈ ને બંને ના હોશ ઉડી જાય છે રૂમ નિ દીવાલ માં અજીબ અજીબ આકૃતિ હોઈ છે અને અજીબ પ્રકાર નું લખાણ હોઈ છે જે કઈક અલગ જ ભાષા માં હોઈ છે તે કિશન અને રમેશ વાચવા માટે અસમર્થ હતા.અને આ બધું રક્ત થી લખેલું હતું તે બને ખૂબ ડરી જાય છે અચાનક રૂમ નો દરવાજો બંધ થાય છે અને લાઈટ પણ બંધ થાય છે રમેશ કિશન ને કહે છે ભાઈ આપડે બંને માર્યા જઈશું.કિશન કઈ બોલતો નથી અચાનક એના કાન માં કોઈ બોલે છે તે આજે ફરીથી અહીંયા આવી ને ભૂલ કરી છે હવે અહીં થી જીવતો નહિ જઇ સકે કિશન આ સાંભળી ને જોર થી બુમ પાડે છે અને રમેશ ને કહે છે ભાગ અહીંયા થી નહિ તો આપડે મરી જઈશું.બંને ખૂબ બળ લગાવી ને દરવાજો ખોલે છે અને ત્યાં થી ભાગે છે ભાગતા ભાગતા એક સોસાયટી માં આવી જાય છે હવે સવાર નો સમય થઈ ગયો હોઈ છે ત્યાં એક મોટી ઉંમર ના કાકા સવાર માં નીકળ્યા હોઈ છે તે આ બંને ને ભાગતા જોવે છે અને પૂછે છે અરે સૂ થયું છે કેમ બંને ભાગો છો.કિશન બધું કહે છે કાકા તેને પોતાના ઘરે લઈ જાય છે અને ચા નાસ્તો આપે છે અને આરામ કરવાનું કહે છે.બપોરે બને આરામ કરી નીચે આવે છે અને ફરીથી ફેકટરી એ જાય છે હવે કિશન સુપરવાઇઝર ને બધી વાત કહે છે.સુપરવાઇઝર પણ ડરી જાય છે.તે કિશન ને થોડા સમય માટે રમેશ સાથે રૂમ પર રેહવાનિ વ્યવસ્થા કરી આપે છે.
આ આખી રાત ની ઘટના કિશન અને રમેશ ક્યારેય ભૂલી સકે તેમ નથી.
ટૂંક માં આ દુનિયા માં ભગવાન છે તો શેતાન પણ છે જેને અનુભવ થાય છે તે જ આ બધું સમજી સકે છે.
મારી આ વાર્તા કેવી લાગી જરૂર જણાવશો તમારા રેટિંગ અને રીવ્યુ જરૂર ને જરૂર આપવા નમ્ર વિનંતિ......