Dhabkaar - Ek navi sharuaat - 14 - Last Part in Gujarati Love Stories by Nidhi Satasiya books and stories PDF | ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 14 ( અંતિમ ભાગ )

Featured Books
Categories
Share

ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 14 ( અંતિમ ભાગ )

" પરીન... "‌

જીયાએ ધીમે ધીમે આંખો ખોલતા પરીનને પોતાની સામે જોતા ચહેરા પર સ્માઈલ લાવતા બોલી.

જીયાના મોઢેથી પોતાનું નામ સાંભળી પરીન શૉક્ડ થ‌ઈ ગયો . શુ જીયાને બધુ જ યાદ આવી ગયું હશે ? પરીન ખુશ પણ હતો અને આશ્ચર્ય પણ. તે તરત જ જીયા પાસે આવ્યો.

" જીયા , આરામથી.. "‌ પરીને જીયાને વ્યવસ્થિત બેસાડી અને ડોક્ટરને બોલાવવા જતો રહ્યો. જીયા હવે એકદમ નોર્મલ થ‌ઈ ચૂકી હતી. આ વખતે હોશમા આવીને તેણે એકપણ વખત સમર્થનુ નામ નહોતું લીધું. પણ પરીન સતત ચિંતામા હતો. તેણે સમર્થના મોઢેથી જીયાનો ભૂતકાળ તો જાણી લીધો હતો પણ શુ બધું સમર્થે કહ્યું એમ જ થયું હશે ? જીયા એ પૈસા માટે સમર્થને છોડી દીધો અને પરીન સાથે લગ્ન કરી લીધા ? તે જીયાને પુછવા માંગતો હતો અને પોતાના બધાં સવાલોના જવાબ મેળવવા માંગતો હતો પણ જીયાની તબિયત અત્યારે હજુ નાજૂક હતી. જેથી કરીને પરીને ચૂપ રહેવાનુ નક્કી કર્યું અને એકવાર જીયા એકદમ ઠીક થ‌ઈ જાય પછી જ પુછવાનું નક્કી કર્યુ.

ડોક્ટરે જીયા નુ ચેકઅપ કર્યું અને બધું જ બરાબર છે કહી જતા રહ્યા. જીયાને બધું યાદ તો આવી ગયું હતું પણ છેલ્લા બે દિવસથી હોસ્પિટલ માં જે પણ કંઈ થયું હતું તે બધું જ તે ભૂલી ગ‌ઈ હતી. જીયા હોસ્પિટલ ના બેડ પર જ હતી અને પરીન તેને થોડે દૂરથી જોઈ રહ્યો હતો. તેણે પરીન સામે જોયું અને તેને પોતાની પાસે બોલાવતા કહ્યું, " પરીન , પ્લીઝ અહીં આવો ને !" જીયાએ એટલા પ્રેમથી કહ્યું હતું કે પરીન પોતાની જાતને તેનાથી દૂર ના રાખી શક્યો.

પરીન તેની નજીક આવ્યો તો જીયા બેડ પર થોડી ખસી ગ‌ઈ અને પરીનને બેસવાનો ઇશારો કર્યો. પરીન બેસી ગયો તો તેનો હાથ પોતાના હાથમાં લ‌ઈ જીયાએ પોતાનું માથુ પરીનના ખભે ઢાળી દીધું અને આંખ બંધ કરી તેમ જ પરીનના સાથને મહેસૂસ કરવા લાગી.



----------


આ તરફ સાન્વી અને સમર્થ હજુ પણ કેફેમાં જ હતાં. સમર્થ પોતાની જાતને હવે અમુક હદ સુધી સંભાળી ચુક્યો હતો.પણ તે ચૂપ બેઠો હતો. એટલામાં સાન્વી ઉભી થ‌ઈ અને કેફેની બહાર જતી રહી. સમર્થ તેને જતા જોઈ રહ્યો પણ કંઈ બોલ્યો નહી. તેને લાગ્યું કે સાન્વી પણ જીયાની જેમ તેને છોડીને જતી રહી. સાન્વી કેફેની બહાર આવી અને આમતેમ નજર ફેરવવા લાગી કે તેની નજર કેફેની એકદમ સામે બનેલી ફ્લાવર્સ શોપ પર પડી અને ચહેરા પર સ્માઈલ લ‌ઈ સાન્વી ફ્લાવર્સ શોપ પર જતી રહી.


થોડી જ વારમા સાન્વી બ્લેક એન્ડ પિંક ગુલાબનો ગુલદસ્તો લઈને આવી અને સમર્થ સામે ઉભી રહી ગ‌ઈ. સમર્થ પણ તેને આશ્ચર્ય થી જોઈ રહ્યો.

સાન્વી સમર્થની થોડી નજીક આવી અને તેને પોતાની જગ્યાએ ઊભો કરી તેની સામે ઘુંટણીએ બેસી ગ‌ઈ અને ફુલોનો ગુલદસ્તો સમર્થને આપતા બોલી,

" સમર્થ , તને નથી લાગતું કે આપણે બધું જ ભૂલીને એક નવી શરૂઆત કરવી જોઈએ. આમપણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે થાય એ સારા માટે થાય છે અને જે થશે એ પણ સારા માટે જ થશે... તો તુ તારા પાસ્ટને પોઝિટિવ રીતે લે ને ! અને વિચાર કે જો જીયા તને છોડીને ના ગ‌ઈ હોત તો તને મારા જેટલી ક્યુટ , સમજદાર અને સુંદર છોકરી ક્યાંથી મળત ? તુ છે ને તારો પાસ્ટ ભૂલી જા કેમકે તારૂ ફ્યુચર ફક્ત ને ફક્ત હુ જ છું અને તુ જીયા ફીયા ને છે ને તારી મેમરી માથી હંમેશા હંમેશા માટે ડિલીટ કરી દે અને મને ફોરેવર માટે તારી મેમરીમાં સેવ કરી દે... સમજ્યો ! તો બોલ બધું ભૂલીને મારી સાથે લગ્ન કરીશ ને ! અને ખબરદાર જો તે ના પાડી છે તો; મારાથી ખરાબ કોઈ નહી થાય... "

સમર્થે આગળ ચાલી સાન્વીને ગળે લગાવી લીધી , અને થોડીવાર તેનાથી દૂર થ‌ઈ બોલ્યો ,

"સાન્વી મને લાગ્યું કે જીયાનુ સત્ય જાણીને તુ મને છોડીને જતી રહીશ એટલે જ મે તને ક્યારેય જીયા વિશે નહોતું જણાવ્યું પણ કાલે જ્યારે મને ખબર પડી કે તને મારી ડાયરી માથી જીયા વિશે ખબર પડી ગ‌ઈ છે ત્યારે મને કંઈ જ ના સમજાયુ શુ કરુ ? પણ પછી મે તને મારો પાસ્ટ જણાવવાનું નક્કી કરી લીધુ... મે નક્કી કરી લીધું હતું કે મારો પાસ્ટ જાણ્યા પછી તારો જે પણ નિર્ણય હશે એ હુ માનીશ પણ સાથે સાથે એક ડર પણ હતો કે તુ પણ મને જીયા ની જેમ છોડીને જતી રહીશ તો ! "


" કાલે જ્યારે શોપિંગ પછી તારા ઘરે ગ‌ઈ હતી અને એ પછી તારી મમ્મીએ મને તારો રૂમ જોવા માટે કહ્યું તો હુ ખુદને રોકી ના શકી અને તારો રૂમ જોવા લાગી કે મારા હાથમાં તારી પર્સનલ ડાયરી આવી... મને તો એમ હતું કે એમાથી મને કંઈ ઈન્ટરેસ્ટિંગ જાણવા મળશે. તારા વિશે કંઈ નવું જાણવા મળશે પણ જાણવા મળ્યું તો આ બધું કે જીયા તારો પાસ્ટ હતી. તારી ડાયરીમાંથી જીયા વિશે જાણીને મને તેના પ્રત્યે ઇર્ષ્યા થવા લાગી કારણ કે હુ તને ચાહવા લાગી હતી. ભલે આપણે પેરેન્ટ્સ ના કારણે લગ્ન કરી રહ્યા હતાં પણ છતાં હુ તારી પ્રત્યે ખેંચાઈ રહી હતી. તને જોતા જ એક અલગ અહેસાસ થતો હતો અને તને જ્યારે પણ જોતી ત્યારે એમ જ લાગતું કે તુ ફક્ત મારો છે. એટલે જીયા વિશે જાણી હુ થોડી દુઃખી થ‌ઈ ગ‌ઈ મને લાગ્યુ કે તુ હજુ પણ જીયાના પ્રેમમા છો એટલે જ ક્યારેય મારાથી ક્લોઝ નથી થયો પણ આજે તારા મોઢેથી સત્ય જાણીને મને પુરો પુરો વિશ્વાસ આવી ગયો છે કે તુ ફક્ત મારો જ છે. આઈ લવ યુ સમર્થ. " કહેતા સાન્વી ફરી સમર્થના ગળે લાગી ગ‌ઈ અને સમર્થના ચહેરા પર પણ સ્માઈલ આવી ગ‌ઈ.

આજે પહેલી વાર તે સાન્વીને સમજી રહ્યો હતો. સાન્વી પ્રત્યે તેને ખેંચાવ મહેસૂસ થ‌ઈ રહ્યો હતો. અને તેને લાગી રહ્યુ હતુ કે તે જીયા વગર પણ ખુશ રહી શકે છે.

" સાન્વી... "

" સમર્થ સાન્વી ની આગળ પણ તો કંઈક બોલ જેમકે આઈ લવ યુ સાન્વી , આઈ વૉન્ટ ટુ લીવ ફોરેવર વીથ યુ , આખી નેવર લીવ યુ.... " સાન્વી મીઠો ઠપકો આપતા સમર્થ થઈ દૂર થ‌‌ઈ. સમર્થના પણ સાન્વીની વાત સાંભળી હસવા લાગ્યો. સમર્થ અને સાન્વી બંને જ હવે પોતાના જીવનની નવી શરૂઆત કરવા એકદમ તૈયાર હતા... એકબીજાનો ધબકાર બનીને...




_______________


થોડા દિવસ પછી,
દિલ્હી.



જીયાને હોસ્પિટલ થી રજા આપી દેવાઈ હતી અને પરીનતેને લઈને ઘરે પણ આવી ગયો હતો. જીયાના મમ્મી પપ્પા જીયાને મળીને જતા રહ્યા હતાં. તેઓ પરીનને સમર્થ વિશે જણાવવા માંગતા હતાં પણ તેઓએ સમર્થ સાથે જે કર્યું હતું , સમર્થને ડ્રગ્સ આપી કિડનૅપ કર્યો તે વાત તેઓ માટે શરમજનક હતી અને એટલે જ તેઓ સમર્થ વિશે પરીન થી છુપાવી રહ્યા હતાં. તેઓ જેમ બને તેમ જલ્દી જીયાને મળીને સુરત પરત આવતા રહ્યા હતા કેમકે જીયાના મોઢેથી સમર્થનુ નામ સાંભળી પરીનને ક્યાંક ને ક્યાંક શક થ‌ઈ રહ્યો હતો અને પરીનના સવાલ જવાબથી બચવા તેઓ જેમ બને તેમ જલ્દી જ દિલ્હી થી સુરત આવવા નીકળી ગયા હતાં.

પણ પરીન અને જીયાનો સંબંધ બદલાઇ ગયો હતો. જીયાનો ભુતકાળ જાણીને પરીનનુ જીયા પ્રત્યે નુ વલણ બદલાઇ ગયું હતું. તેણે સમર્થના મોઢેથી જે પણ કંઈ સાંભળ્યું હતું તેના પરથી પરીને એક ચોક્કસ તારણ કાઢી લીધું હતું કે જીયાએ પૈસા માટે થ‌ઈ ને જ સમર્થને છોડ્યો હતો અને એ વાત જ પરીનને જીયાથી દૂર કરી રહી હતી. જીયા પણ એ વાત નોટિસ કરી રહી હતી કે પરીન તેનાથી દૂર થ‌ઈ રહ્યો પણ કારણ શુ હતું? તેનાથી એ અજાણ હતી.


" પરીન. " પરીન સોફા ફર બેસીને પોતાના લેપટોપમાં કંઈ કામ કરી રહ્યો હતો અને જીયા એકદમ તેની સામે આવતા બોલી.

" હા , બોલને !" પરીને જીયાની સામે જોયા વગર જ કહ્યું અને લેપટોપમાં સતત કંઈક ટાઇપ કરતો રહ્યો. કદાચ તે કોઈ પ્રેઝન્ટેશન બનાવી રહ્યો હતો પોતાના નવા પ્રોજેક્ટ માટે.

" પરીન કંઈ થયું છે ? ( પરીને લેપટોપ મુકી જીયા સામે જોયું) ના એટલે હમણાં થોડા દિવસ થી હું જોઉ છું કે તમે મને ઇગ્નોર કરી રહ્યા છો અને મારાથી દૂર રહેવાના કારણો શોધો છો. કંઈ થયુ હોય તો પ્લીઝ મને જણાવો. " જીયા પરીનની બાજુમાં બેસી ગઈ.

પરીન કંઈ જ ના બોલ્યો અને ફરીથી લેપટોપમાં પોતાનું કામ કરવા લાગ્યો તો જીયા એ અકળાઈને ફરી પુછ્યું.

" પરીન પ્લીઝ... "

" સમર્થ કોણ છે જીયા ?" આ વખતે પરીને કોઈ પણ લાગવગ વગર સીધે સીધું જ પુછી લીધું અને જીયા પરીનના મોઢેથી સમર્થનુ નામ સાંભળી આશ્ચર્યચકિત થ‌ઈ ગ‌ઈ... પરીનને શુ જવાબ આપવો તેને કંઈ જ નહોતું સમજાતું અને તે ખામોશ થ‌ઈ ગ‌ઈ. તેને ખામોશ જોઈ પરીનને ખંધુ હસવું આવી ગયુ અને તે ટોન્ટ મારતા બોલ્યો ,

" નથી ને કોઈ જવાબ તો મારી પાસે પણ તારા સવાલોના કંઈ જવાબ નથી. " કહેતા પરીન લેપટોપ લ‌ઈ ઊભો થયો અને પોતાના રૂમ તરફ જવા લાગ્યો કે જીયા બોલી ,

" સમર્થ મારો પાસ્ટ છે. "

જીયાએ કહ્યું તો પરીન તેને જોવા લાગ્યો કે જીયાએ આગળ બોલવાનુ ચાલુ કર્યું, " હા , પરીન સમર્થ મારો પાસ્ટ છે. હુ તને એના વિશે બધું જ જણાવીશ... પણ પ્લીઝ પરીન બધું જાણ્યા પછી જ કોઈ નિર્ણય કરજો. " જીયાએ કહ્યું તો પરીન તેની પાસે આવી બેસી ગયો અને જીયા તેને બધું જ કહેવા લાગી. કેવી રીતે તે સમર્થને કોલેજમાં મળી , કેવી રીતે તેને અને સમર્થ ની દોસ્તી થ‌ઈ , કેવી રીતે બંને મા પ્રેમ થયો બધું જ... જે જે પણ પરીને સમર્થ પાસેથી જાણ્યું હતું તે બધું જ તેણે જીયાના મોઢેથી ફરી સાંભળ્યું અને જીયા જણાવી જ રહી હતી કે પરીન વચ્ચે જ બોલી પડ્યો ,

" એટલે તે સમર્થને સાચે જ પૈસા માટે છોડ્યો હતો અને મારી સાથે લગ્ન માત્ર મારા પૈસા જોઈને જ કર્યા હતાં ?" પરીનના અચાનક થયેલા સવાલથી જીયા હેરાનીથી પરીનને જોવા લાગી.

" ના ના પરીન. મે તમારી સાથે લગ્ન પૈસા માટે નથી કર્યા પણ પપ્પાના દબાવમાં આવીને કર્યાં હતાં. "

" શુ ?" જીયાએ કહ્યું તો પરીન શૉક્ડ થ‌ઈ ગયો અને જીયાએ આગળ બોલવાનુ ચાલુ કર્યું.

" હા પરીન , હુ સમર્થ સાથે જ્યારે પિકનિકમાં ગ‌ઈ હતી અને એ પછી જ્યારે સમર્થ મને છોડવા મારા ઘરે આવ્યો હતો ત્યારે પપ્પાએ મને અને સમર્થને સાથે જોઈ લીધા હતાં અને પપ્પાએ એ બિલકુલ મંજુર નહોતું કે હુ કોઈ છોકરા ને પ્રેમ કરું છું અને તેની સાથે આખુ જીવન વિતાવવા માંગુ છું. " કહેતા જીયા ભૂતકાળ માં સરી પડી.


પિકનિક પછી સમર્થ જીયાને તેના ઘરની બહાર જ છોડીને જતો રહ્યો હતો અને જીયા સમર્થ સાથે દિવસ વિતાવી ખુબ જ ખુશ હતી. તેણે પોતાના ઘરની ડોરબેલ વગાડી અને તેણીની માતાએ‌ દરવાજો ખોલ્યો. તે ખુબ જ ખુશ હતી અને તરત જ પોતાની માતાને ગળે લગાવતા બોલી ,

" મમ્મી કેમ છો ? કેવો રહ્યો આજનો દિવસ ?" જીયાએ પુછ્યું જ હતું કે તેની નજર લિવિંગ રૂમમા બેઠેલા તેના પપ્પા પર પડી અને તે પોતાના પપ્પા પાસે ગ‌ઈ અને કંઈ બોલવા જતી જ હતી કે તેના પપ્પા ગુસ્સામાં બોલ્યા ,

" કોણ હતો એ છોકરો જેની સાથે તુ ગાડી મા બેઠી હતી ?" જીયા સમજી ગ‌ઈ કે તેના પપ્પાએ તેને અને સમર્થને સાથે જોઈ લીધા હતાં.

" મારો બોયફ્રેન્ડ છે અને હુ એની સાથે જ લગ્ન કરીશ." જીયાએ કોઈપણ લાગવગ વગર કહી દીધું.

" શુ કહ્યું તે ! બોયફ્રેન્ડ? કોણ છે એ ? એની જાતી એનુ કુળ અને સૌથી મહત્વનું એ કામ શુ કરે છે ?" જીયાના પપ્પાએ કડક અવાજે પુછ્યું.

" કોઈ પ્રાઇવેટ કંપનીમાં હમણાં જ એને નોકરી મળી છે અને ડોન્ટવરી એ આપણી કાસ્ટનો જ છે. "‌ જીયાએ કહ્યું.

" તો ભૂલી જા એને કારણ કે તારા લગ્ન પહેલે થી જ નક્કી થ‌ઈ ગયા છે અને જેની સાથે નક્કી થયા છે એ ઇન્ડિયા નો યંગેસ્ટ બિઝનેસ મેન છે આમપણ મે જીભ કચરી છે કે તારા લગ્ન એની સાથે જ થશે. " જીયાના પપ્પા જાણે કોઈ ઓર્ડર આપી રહ્યા હોય તેમ કહ્યું.

" શુ કહ્યું તમે ? જીભ કચરી છે એટલે શુ ? હુ સમર્થને જ પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. " જીયા પણ હવે ગુસ્સામાં આવી ગ‌ઈ હતી.

" એ છોકરા સાથે તુ ત્યારે લગ્ન કરી ને જ્યારે એ મારાથી બચશે.." જીયાના પપ્પાએ અર્થપુર્ણ મુસ્કાન સાથે કહ્યું.

" મતલબ ?" જીયા સમજી ના શકી.

" મતલબ એ જ કે એ મારા કબજામાં છે અને એને હુ ત્યારે જ છોડીશ જ્યારે તુ મારા કહ્યા પ્રમાણે લગ્ન કરવા રાજી થ‌ઈશ." કહેતા જીયાના પપ્પાએ પોતાના ફોન મા એક વિડિયો ચલાવી દીધો જેમા સમર્થ બેહોશ હતો અને તેના હાથપગ પણ બાંધી દેવાયા હતા....


કહેતા જીયા ચૂપ થ‌ઈ ગ‌ઈ. પરીન પણ ખામોશીથી તેને સાંભળી રહ્યો હતો અને જીયાને ચૂપ જોઈ તે બોલ્યો , " પછી ! પછી શુ થયુ જીયા ?"


" પછી મે તરત જ સમર્થને ફોન કર્યો પણ સમર્થ નો ફોન બંધ આવી રહ્યો હતો. મે તેના ઘરે ફોન કર્યો તો જાણવા મળ્યું કે સમર્થ હજુ ઘરે જ નથી આવ્યો. મને ખાતરી થ‌ઈ ગ‌ઈ કે પપ્પાએ સાચે જ સમર્થને કિડનૅપ કરી લીધો હતો... પણ હુ પપ્પાની વાત આસાનીથી નહોતી માનવાની એટલે મે પણ પપ્પાને બીજા કોઈ સાથે લગ્ન કરવાની ચોખ્ખે ચોખ્ખી ના પાડી હતી... પણ એ પછી પપ્પા સમર્થને વધુ હેરાન કરવા લાગ્યા... તેઓએ સમર્થને કિડનૅપ તો કરી લીધો હતો પણ ઉપરથી તેને ડ્રગ્સ પણ આપી રહ્યા હતા અને જેમ જેમ હુ પપ્પાને લગ્ન માટે ના પાડતી તેમ તેમ પપ્પા સમર્થને ડ્રગ્સનો ઓવરડોઝ અપાવવા લાગ્યા અને અંતે હારીને મે લગ્ન માટે હા કહી દીધી અને હા કહ્યા ના થોડા જ દિવસમાં પપ્પાએ મારા લગ્ન તમારી સાથે કરાવી દીધા...એક જ મહિનામાં મારુ આખુ જીવન બદલાઇ ગયું. જે વ્યક્તિ ને હુ સૌથી વધારે પ્રેમ કરતી હતી જેની સાથે મારે જીવન વિતાવવું હતું તે જ વ્યક્તિ ને બચાવવા માટે મારે બીજા કોઈ સાથે લગ્ન કરવા પડ્યા... " કહેતા જીયા ની આંખો ભરાઈ આવી.


" તો પછી સમર્થ જ્યારે તને અહીં દિલ્હી મળવા આવ્યો હતો ત્યારે તે સમર્થને એમ કેમ કહ્યું કે તે પૈસા માટે તેને છોડ્યો. " પરીનના મગજમાં બસ આ જ સવાલ ચાલી રહ્યો હતો.


" કેમ કે જો હુ સમર્થને બધું જણાવી દે'ત , તો એ મને પોતાની સાથે લ‌ઈ જવા ફોર્સ કરત અને જો હુ એની સાથે જતી પણ રહેત તો પપ્પા ફરી એ બધું કરશે એ ડરથી મે સમર્થને મારાથી હંમેશાં માટે દૂર કરવા મે એમ કહી દીધું કે મે તમારી સાથે લગ્ન પૈસા માટે કર્યા છે જે સમર્થની કમજોરી હતી , અને એ પછી સમર્થ હંમેશા માટે મારાથી દૂર ‌થ‌ઈ ગયો." જીયાથી રડી પડાયુ તો પરીન તેની નજીક આવ્યો અને તેને ગળે લગાવી લીધી કારણ કે તે જીયાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને જીયાના આંખમા આંસુ નહોતો જોઈ શકતો...


" આઈ એમ સોરી પરીન મે આ બધું તમારાથી છુપાવ્યું પણ હુ તમને હર્ટ કરવા નહોતી માંગતી... અને તમારી સાથે રહીને હુ તમને સમજવા લાગી હતી અને સમર્થ ને ભુલવાની કોશિશ કરી રહી હતી... પરીન મે ભલે સમર્થને પ્રેમ કર્યો હતો પણ લગ્ન પછી હુ એને સંપુર્ણ ભુલાવી ચુકી હતી કારણ કે અમારા બંનેનુ કોઈ ભવિષ્ય જ નહોતું એમ માનીને હુ આગળ વધી ગ‌ઈ અને તમને મારા પતિ તરીકે સ્વિકારી લીધા... હવે હુ સમર્થ ને નહી પણ‌ પરીન તમને પ્રેમ કરું છું.... મારો પાસ્ટ જાણી તમે મને છોડી તો નહી દેશો ને !" જીયા હતી તો એક સ્ત્રી જ ને અને લગ્ન પછી એક સ્ત્રી માટે તેનો પતિ જ તેનું સર્વસ્વ હોય છે. જીયા માટે પણ એમ જ હતું તે સમર્થ ને ભુલાવી પરીન સાથે એક નવી શરૂઆત કરી ચુકી હતી અને હવે તે એ નવી શરૂઆત મા પોતાના ભૂતકાળ ને કોઈ પણ સ્થાન આપવા નહોતી માંગતી... અને એટલે જ એને ડર હતો કે બધું જાણીને પરીન તેને છોડી તો નહી દે ને !


જીયા નો સવાલ સાંભળી પરીનની આંખના ખુણા પણ ભરાઈ આવ્યા અને તે જીયાને જોરથી ગળે લગાવતા બોલ્યો , " જીયા જ્યારે પણ મને તારા અને સમર્થ વિશે ખબર પડી ત્યારે હુ ખુબ જ ડરી ગયો કે હવે તુ મારાથી દૂર થ‌ઈ જ‌ઈશ અને એટલે જ મે સમર્થ ને શોધવા માટે મારો એક આદમી તેની પાછળ લગાવી દીધો... કેમકે હુ સમર્થ ને તારી નજીક પણ આવવા દેવા નહોતો માંગતો ખબર છે કેમ ! ( જીયા એ તેની સામે જોયું તો પરીન આગળ બોલ્યો ) કેમકે તુ ફક્ત મારી જ છો... અને હવે મને કોઈ ડર નથી તને ખોઈ દેવાનો કેમકે સમર્થ પણ પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી રહ્યો છે અને તે પણ મારી સાથે નવી શરૂઆત કરી દીધી છે... જેને હુ મારા અંતિમ શ્વાસ સુધી નિભાવવા માંગુ છું.‌ હુ તને એટલો પ્રેમ કરીશ કે તને સમર્થ યાદ જ ના રહે... યાદ રહે તો બસ મારુ જ નામ... " કહેતા પરીને પ્રેમથી જીયાના કપાળ પર ચુંબન કરી દીધું અને જીયા પણ તેની બાહોમાં સમાઈ ગ‌ઈ.



સમર્થ અને જીયા બંનેએ જ પોતપોતાના ભૂતકાળ ને ભુલાવીને સાન્વી અને પરીન સાથે પોતપોતાના જીવનની નવી શરૂઆત કરી દીધી હતી. દરેક પ્રેમ કહાની લગ્ન સુધી પહોંચે અને દરેક પ્રેમીને એકબીજાનો સાથ મળે એ જરૂરી નથી હોતું. જીયા અને સમર્થ સાથે પણ આવું કંઈક જ હતું. તે બંને ભલે એકબીજાને ન પામી શક્યા પણ‌ સાન્વી અને પરીનના સાથ ને પામીને એ બંને પર પુરા થ‌ઈ ગયા હતા અને એ બંને જ પોતપોતાના જીવનમાં નવી શરૂઆત કરી ચુક્યા હતાં. એક અંત દ્રારા જ નવી શરૂઆત થ‌ઈ શકે છે અને જીયા સમર્થ બંનેએ જ પોતાના ભૂતકાળ ને અંત આપીને ભવિષ્ય માટે નવી શરૂઆત કરી હતી... જીયા પરીન સાથે આગળ વધી ગ‌ઈ હતી તો સમર્થે સાન્વીને પોતાનો ધબકાર બનાવી દીધી હતી અને તેની સાથે પોતાની લાઈફ એન્જોય કરી રહ્યો હતો.




~~~~~~~~~~ સમાપ્ત ~~~~~~~~~~



નાનકડી વાર્તાને પણ આપ સૌ એ ખુબજ સાથ આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને એ જરૂરથી જણાવ જો કે જો જીયા અને સમર્થ ની જગ્યાએ તમે હોવ તો તમે શુ કરો ? પ્રેમ ને પસંદ કરો કે પછી પરિવાર ની ખુશી ને ! પ્રતિભાવ ની રાહ રહેશે.

જય શ્રી કૃષ્ણ.