Prem - Nafrat - 102 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૦૨

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૧૦૨

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૨

લખમલભાઈએ બાજુમાં પડેલા ગ્લાસમાંથી પાણી પીધું અને આગળ વધ્યા:જશભાઈએ જ્યારે મને કહ્યું કે કંપનીમાં ધમાલ થઈ અને રણજીતલાલનું મોત થયું એ પછી હું નીકળી ગયો હતો. પાછળથી મને જાણવા મળ્યું કે તમે એક માણસને હાથો બનાવીને રમત રમી ગયા હતા. જશભાઈએ જ્યારે મને મેનેજર મનોજ શિંદેનું નામ આપ્યું ત્યારે મને નવાઈ લાગી. શિંદે મારા નામ પર બધું કામ કરાવતો હતો. પણ એ ખોટું કામ કરતો અને કરાવતો હતો એની પાછળથી ખબર પડી હતી. મેનેજરને રણજીતલાલ આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. એણે કંપનીનું વાતાવરણ બગાડવાની કોશિશ કરી હતી. કંપનીમાં ધમાલ થઈ અને આગનો બનાવ બન્યો ત્યારે પહેલાં મને મજૂરો પર જ શંકા ગઈ હતી. શિંદેના કેટલાક માણસોએ રણજીતલાલ વિરુધ્ધ મારા કાન ભર્યા હતા. મેં એમની વાત માની ન હતી. મને ખબર ન હતી કે શિંદે શું રાંધી રહ્યો છે. એ રણજીતલાલને નિષ્ફળ સાબિત કરવા માગતો હતો. અને મજૂરોને સંભાળી શકે એમ ન હોવાનું બતાવવા એના માણસો દ્વારા જ ધમાલ કરાવી હતી. હું શિંદેને સારો માણસ માણતો હતો. મેં જ્યારે જશભાઈને પણ આ વાત કરી ત્યારે એમને પણ અફસોસ થયો કે વર્ષોથી એ ખોટી માન્યતા પર જીવી રહ્યા હતા... મેં એમને કહ્યું કે જ્યારે મને ખબર પડી કે શિંદે બદમાશ છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. એ મારી સાથે એવી વાતો કરતો હતો કે એ સૌથી સારું સંચાલન કરી શકે છે. એણે રણજીતલાલ વિરુધ્ધ કહેવાનું ચાલુ રાખ્યું હતું. ધમાલ થયા પછી એણે રણજીતલાલ અને મજૂરો વચ્ચેની મારમારીના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. મને રણજીતલાલ પર ગુસ્સો આવ્યો હતો કે એમના પર વિશ્વાસ મૂકી મુકાદમ બનાવ્યા હતા. તેઓ મજૂરોને સમજાવવાના બદલે એમને કંપની વિરુધ્ધ ભડકાવી રહ્યા છે. શિંદેએ જ્યારે રણજીતલાલનું મોત થયું ત્યારે મને કહ્યું કે મારામારીમાં એમને ઇજા થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. મને એમના મોતનું દુ:ખ થયું હતું. મેનેજરે મને તમારે ત્યાં જવાને ના પાડી હતી. એનું કહેવું હતું કે ભૂલ એમની છે છતાં રણજીતલાલનો પરિવાર તમારી પાસે વળતર માંગશે અને ખોટો કેસ કરશે. એણે મને ગભરાવી મૂક્યો હતો...

રચનાએ જોયું કે એમના ચહેરા પર અત્યારે એવા જ ગભરાટની રેખાઓ ખેંચાયેલી હતી. પણ એનું મન કહેતું હતું કે આ મારો ડર છે. એમને ખુલાસો કરવો પડ્યો છે મતલબ કે એમણે રણજીતલાલના મોતમાં કોઈ ભૂંડી ભૂમિકા ભજવી હશે. એમની વાત પર તરત વિશ્વાસ કરી શકાય એમ નથી.

અમને તો એવું જાણવા મળ્યું હતું કે તમને ખબર જ ન હતી કે રણજીતલાલનું મોત થયું છે... મીતાબેન યાદ કરીને કહેવા લાગ્યા.

મને ખબર પડી હતી પણ હું તમારા આંસુ લૂછવા આવી શક્યો ન હતો. ત્યારે વાતાવરણ એવું હતું કે કંપનીમાં ઓર્ડર પૂરો કરવાનું દબાણ હતું. હડતાળીયા મજૂરોને સાચવવાના હતા. બહુ મુશ્કેલીથી મેં બધું સંભાળ્યું હતું. જ્યારે હકીકત મારી સામે આવી અને હું તમને લોકોને મળવા આવ્યો ત્યારે તમે ઘર બદલી ક્યાંક બીજે ચાલી ગયા હતા... લખમલભાઈ યાદ કરીને બોલ્યા.

રચનાને થયું કે લખમલભાઈએ અડિયોદડિયો મેનેજર શિંદે પર ઢોળી દીધો છે.

થોડા સમય પછી મને શિંદે પર શંકા જવા લાગી હતી. એણે મજૂરો પર જોહુકમી ચલાવવાનું શરૂ કર્યું હતું. એણે નવા મુકાદમને રાખવાને બદલે પોતાના હાથમાં મજૂરોનું સંચાલન લઈ લીધું હતું. અમને એમ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મુકાદમ બનવાને લાયક નથી અને હું કામ સંભાળી લઇશ એટલે એક જણનો પગાર પણ બચી જશે. એ મજૂરો પાસે વધારે કામ લઈને પોતાના ખિસ્સા ગરમ કરતો હતો. એના ગોરખધંધાની આમ તો મને જલદી ખબર પડી ના હોત. પણ કહે છે ને કે પાપનો ઘડો એક દિવસે ફૂટે છે... કહી લખમલભાઈ શ્વાસ લેવા રોકાયા ત્યારે રચના મનોમન બોલી:તમારા પાપનો ઘડો ભરાયો છે એની ખબર પડી એટલે આ બધી વાત કરી રહ્યા છો ને?’

એક દિવસ હું સવારે કંપની પર આવ્યો ત્યારે મને ખબર પડી કે નવો મુકાદમ આવી ગયો છે. મેં શિંદેને બોલાવીને પૂછ્યું કે નવા મુકાદમ તરીકે કોને રાખ્યો છે? ત્યારે એણે કહ્યું કે અશરફ નામનો મજૂર સારું કામ જાણે છે એને રાખ્યો છે. મને થયું કે સારો મુકાદમ મળી ગયો હોય તો સારું જ છે. એક દિવસ મેં કોઈ કામથી કંપનીમાં આંટો માર્યો ત્યારે મુકાદમ અશરફનો ચહેરો જોયો અને હું ચોંકી ગયો... કહી લખમલભાઈ રચના અને મીતાબેનના ચહેરા પરના ભાવ જોવા લાગ્યા.

ક્રમશ: