Love you yaar - 30 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 30

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ યુ યાર - ભાગ 30

સાંવરી મીત ઉપર મીઠો ગુસ્સો કરીને તેને કહી રહી હતી કે, "મારે તો અત્યારે દીકરી પણ નથી લાવવી કે દીકરો પણ નથી લાવવો..."

અને મીત કહી રહ્યો હતો કે, મારે તો ખૂબ જલ્દીથી દીકરી જ જોઈએ છે અને તે પણ બિલકુલ તારા જેવી અને મીતે સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા...
હવે આગળ...

સૂર્યના ઉગતા કિરણો મીતના આલિશાન બંગલાની વિશાળ બારીના આછાં ગુલાબી રંગના રેશમી પડદામાંથી અંદર બેડરૂમમાં ડોકાઈને જાણે સાંવરી અને મીતના સહિયારા લગ્નજીવનની ઝાંખી કરી રહ્યાં હતાં અને મીતને ઉંઘમાંથી ઉઠાડવાની કોશિશ કરી રહ્યા હતા. સાંવરીની સવાર તો સૂર્યના આછેરા અજવાળે પરોઢિયે થોડી વહેલી જ થઈ જતી હતી. સૂર્યના કિરણો જેટલી તેજસ્વીતા અને ખુશનુમાં સવાર જેટલી જ લાલી હંમેશા સાંવરીના માસુમ ચહેરા ઉપર પથરાએલી રહેતી....!! સવારે વહેલા ઊઠીને નાહી ધોઈને ભગવાનની પૂજા આરતી કરીને તુલસી ક્યારે દીવો કરવો તે તેનો નિત્યક્રમ હતો.

અલ્પાબેન તેમજ કમલેશભાઈ ઉઠીને પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું ઘર આજે અચાનક એક અનેરી સોડમથી મહેંકી રહ્યું હતું અને દિવાનખંડની સામેના પૂજા રૂમમાંથી દીવાનો પ્રકાશ આખાયે દિવાનખંડ તરફ પથરાઈ રહ્યો હતો અને તેમનાં કાનમાં કોઈ ધીમો મીઠો મધુરો અવાજ સંભળાઈ રહ્યો હતો બંને કુતૂહલવશ પૂજા રૂમની અંદર પ્રવેશ્યા અને જોયું તો સાંવરી તો રેડ કલરની સાડીમાં સજ્જ પ્રભુની પૂજા-આરતી કરી રહી હતી અને આ દ્રશ્ય જોઈને અલ્પાબેન તેમજ કમલેશભાઈના મનને એક ગજબ પ્રકારની શાંતિએ સ્પર્શ કર્યો તેમને આજે પોતાનો આ બંગલો સ્વર્ગ સમો અને મંદિર જેટલો પવિત્ર લાગી રહ્યો હતો તે બંનેએ એકબીજાની સામે જોયું અને પોતે સાંવરી સાથે લગ્ન કરવાની મીતને "હા" પાડી અને મીતની સમજણભરી પસંદગી સાંવરી ઉપર ઉતરી તે વિચારે બંનેએ ગર્વ અનુભવ્યો અને બંને સાંવરીને પૂજા કરતાં ડિસ્ટર્બ કરવા નહોતા માંગતા તેથી ચૂપચાપ બહાર નીકળી ગયા.

પૂજા રૂમમાં પૂજા કર્યા બાદ સાંવરી બહાર ગાર્ડનમાં આવી જ્યાં ઘરના આંગણામાં વચ્ચોવચ્ચ તુલસીક્યારો હતો તેમાં પાણી રેડીને પછી ત્યાં દિવો કર્યો પગે લાગી અને પછી બગીચામાં હિંચકા ઉપર બેઠી. સૂર્યના ઉગતા કિરણો તેને મળવા માટે જાણે આસોપાલવની વચ્ચેથી ડોકાઈ રહ્યાં હતાં....!! પક્ષીઓ પોતાનો મીઠો કલરવ કરીને તેને તેના લગ્ન જીવનના પહેલા દિવસે અહીં આ બંગલામાં જાણે મીઠો મધુરો આવકારો આપી રહ્યા હતા. મહેંકતા મોગરાની મીઠી સોડમે અને સાથે સાથે સાંવરીના અગણિત ગુણોની સોડમે આખાયે ઘરના અને ઘરની આજુબાજુના વાતાવરણને મહેકતું કરી દીધું હતું અને ઘરની શોભામાં આજે અનેકગણી અભિવૃદ્ધિ થઈ ગઈ હતી. મોગરાના તેમજ ગુલાબના થોડા સુંદર ફૂલોને ચૂંટીને સાંવરીએ એક બાસ્કેટમાં ભરી લીધા અને પછી સાંવરી પોતાના પ્રિયતમ મીત પાસે પહોંચી અને પોતાની બંગડીના મીઠાં રણકારથી તેને જગાડવાની કોશિશ કરી રહી રહી પરંતુ એમ કંઈ મીત સાહેબ જાગે તેમ નહોતાં એટલે તેણે ઉભા થઈને પોતાના બેડરૂમની બારીનો પડદો જરા ખસેડ્યો અને સૂરજદાદાને અંદર રૂમમાં પધારવા માટે આમંત્રણ આપ્યું.. સવારના સૂર્યનાં નાજુક કિરણો મીતના મોં ઉપર પડવા લાગ્યા તેથી તે થોડો ડિસ્ટર્બ થઈ ગયો અને પોતાની જગ્યા બદલવા જતો હતો ત્યાં સાંવરીએ પોતાના ભીનાં વાળથી તેનાં મોં ઉપર પાણીનો જરા છંટકાવ કર્યો મીતને પણ સજેલી ધજેલી નવવધૂને જોઈને આકર્ષણ થયું તેણે સાંવરીને પોતાની તરફ ખેંચી લીધી અને તેનાં બંને ગાલ ઉપર મીઠી પપ્પી કરી અને તેને ફીટોફીટ પોતાની બાહુપાશમાં જકડી લીધી સાંવરી તેને પથારીમાંથી ઊભા થવા વિનંતી કરતી રહી.... પરંતુ આજે આ નવોઢા સાંવરીનું રૂપ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું જેથી મીત તેને પોતાનાથી જરાપણ અળગી કરવા માંગતો નહોતો.. સાંવરી જેમ પોતાની જાતને તેનાથી છોડાવવા માંગતી હતી તેમ મીત તેને પોતાની વધુ ને વધુ નજીક લઈ જઈ રહ્યો હતો એટલામાં સાંવરી બોલી કે, " બારણું ખુલ્લું છે અને કોઈ આવ્યું લાગે છે અને મીતે પોતાની પક્કડ જરા ઢીલી કરી એટલે સાંવરી છટકીને દોડતી દોડતી નીચે ભાગી ગઈ અને મીતને કહેતી ગઈ કે, જલ્દીથી તૈયાર થઈને નીચે આવ બધા તારી રાહ જુએ છે.. મીત ઉભો થઈને સાંવરીને પકડવા માટે દોડ્યો પરંતુ સાંવરી તેમ હાથમાં આવે તેમ નહોતી તે તો નીચે પહોંચી ગઈ હતી અને મીત તેને શોધી રહ્યો હતો. ખૂશ્બુની નજર મીત ઉપર પડી એટલે તેણે મજાક કરી કે, શું શોધો છો ભાઈ ? આ રહ્યા ભાભી અને મીત મનમાં ને મનમાં હસતો હસતો પોતાના બેડરૂમમાં તૈયાર થવા માટે ચાલ્યો ગયો.

મીતને જગાડીને નીચે આવ્યા બાદ સાંવરી રસોઈમાં ગઈ તો તેને જોઈને રામુકાકા ખૂબ ખુશ ખુશ થઈ ગયા અને તેને કહેવા લાગ્યા કે, " નાના શેઠાણીજી તમે કેમ અહીં રસોઈમાં આવ્યા આજે તો હજી તમે લગ્ન કરીને આ ઘરમાં પધાર્યા છો આજે તો તમારો પહેલો દિવસ છે અને આજે ને આજે તમે કામ કરવા લાગી જશો ? ના ના, તમે આરામ કરો હું બ્રેકફાસ્ટ બનાવી લઉં છું હજુ તો તમારે રસોઈમાં આવવાની ઘણી વાર છે તમારા હાથમાં મૂકેલી મહેંદી જ્યારે આછી થઈ જાય ને ત્યારે જ તમારે રસોઈમાં આવવાનું ત્યાં સુધી તમે શાંતિથી હરો ફરો અને આરામ કરો...."
રામુકાકાની આ વાત સાંભળીને સાંવરી ખડખડાટ હસવા લાગી અને બોલી પડી કે, " એવું કંઈ ન હોય કાકા એક કામ કરો આજે તમે આરામ કરો બધાને માટે બ્રેકફાસ્ટ હું બનાવીશ. "
" ના ના, નાના શેઠાણીજી તમને આજે આમ રસોઈમાં મોટા શેઠાણી અને નાના શેઠ જોઈ જશે તો મારું તો આવી જ બનશે બાપા.." ગભરાતાં ગભરાતાં રામુકાકા બોલી રહ્યા હતા અને સાંવરીને તેમના એકે એક શબ્દ સાંભળીને હસવું આવતું હતું.

સાંવરીની જીદ આગળ રામુકાકાનું કાંઈજ ન ચાલ્યું અને સાંવરીએ રામુકાકાને એક બાજુ બટાટા સમારવા બેસાડી દીધા અને પોતે બટાટા પૌંઆ બનાવવાની તૈયારીમાં પડી ગઈ. થોડીક જ વારમાં ગરમાગરમ બટાટા પૌંઆ બનાવીને સાંવરીએ સુંદર રીતે તેને ડાઈનીંગ ટેબલ ઉપર સજાવી દીધાં અને બધાના નેપકીન તેણે ફેશનેબલ રીતે ફોલ્ડ કરીને દરેકના કાચના ગ્લાસમાં સજાવી દીધાં ત્યારબાદ પોતે ચૂંટેલા ગુલાબના અને મોગરાના ફૂલ પણ તેણે ડાઈનીંગ ટેબલ ઉપર સુંદર રીતે બીછાવી દીધાં આમ તેણે આખાયે ડાઈનીંગ ટેબલની ખૂબજ સુંદર રીતે સજાવટ કરી લીધી.

બ્રેકફાસ્ટનો ટાઈમ થતાં જ બધાં એક પછી એક ડાઈનીંગ ટેબલ પાસે આવી ગયા અને આજે ડાઈનીંગ ટેબલની અનેરી સજાવટ જોઈને બધાજ ખૂબ ખુશ થઈ ગયા અને સાંવરીના સસરા કમલેશભાઈ તો રામુકાકાની સાથે મજાક પણ કરવા લાગ્યા કે, " રામુકાકા આજે તો તમે આ ટેબલની ખૂબ સુંદર સજાવટ કરી છે. "
રામુકાકા હસતાં હસતાં રસોઈમાંથી બહાર આવ્યા અને બોલ્યા કે, " જી, શેઠજી આ બધી સજાવટ તો નાના શેઠાણીજીએ કરી છે મેં કંઈ નથી કર્યું અને આજે તો બ્રેકફાસ્ટ પણ મેં નથી બનાવ્યો નાના શેઠાણીજીએ જ બનાવ્યો છે અને પછી ડરતા ડરતા રામુકાકા કહેવા લાગ્યા કે, મેં એમને ઘણી ના પાડી પરંતુ આજે બ્રેકફાસ્ટ મને તેમણે ન બનાવવા દીધો તેમણે જાતે જ બનાવ્યો. "

રામુકાકાની વાત સાંભળ્યા પછી કમલેશભાઈ સાંવરીના વખાણ કરતાં બોલવા લાગ્યા કે, " અરે વાહ, મારી દીકરી તે તો આજે આ ટેબલની ખૂબજ સુંદર સજાવટ કરી છે ને કાંઈ.." અને સાંવરી પણ પોતાના વખાણ સાંભળીને ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે, "થેન્ક યુ પપ્પા" અને પછી પોતાના સાસુ સસરા બંનેને તેણે પગે લાગીને "જય શ્રી કૃષ્ણ" કહ્યું. બંનેએ સાંવરીને ખૂબ સુખી થવાના આશીર્વાદ આપ્યા અને આ બધી વાતો હજી તો ચાલી જ રહી હતી ત્યાં તો મીત ડાઈનીંગ ટેબલ પાસે આવી પહોંચ્યો અને ટેબલની સુંદર સજાવટ જોઈને તે પણ ખૂબ ખુશ થઈ ગયો અને સજાવટના ફોટા પાડવા લાગ્યો અને એટલામાં ખુશ્બુ આવી એટલે તેણે પણ પોતાના ફોટા પાડવા માટે ડીમાન્ડ કરી એટલે પછી તો ફોટો સેશન ચાલ્યું એક પછી એક બધાના ફોટા પાડી લીધા બાદ મામા, મામી, ખુશ્બુ અને મીત તેમજ તેનો પરિવાર બધા સાથે જ બ્રેકફાસ્ટ કરવા માટે બેઠાં.

બ્રેકફાસ્ટ કરતાં કરતાં જ મીતે પોતાની હનીમુન ટ્રીપ માટેની વાત પોતાના મમ્મી પપ્પા આગળ મૂકી અને આ વાત સાંભળીને સાંવરીએ તેને કહ્યું કે, " હમણાં આપણે ઉતાવળ કરીને ક્યાંય નથી જવું તેના કરતાં તો આપણે આપણી લંડનમાં ઓફિસ છે તો લંડન જઈ આવીએ તો કેવું..?? "
હવે મીત હનીમુન ટ્રીપ માટે ક્યાંક બીજે જવાનું વિચારે છે કે પછી લંડન જવાનું નક્કી કરે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8/11/23