કલરવ એનાં પાપાનો મોબાઇલ ફોન હાથમાં લઇ અંધારામાં ચાલુ કર્યો. એમાં બધુ જોવા લાગ્યો. એણે કુતુહલ વશ ફોન નંબર જોવા માંડ્યા.. એ મનમાં બબડ્યો પાપાનો ફોન તો સાવ સાદો છે આમાં બીજા કંઈ ફીચર્સજ નથી માત્ર વાત કરવાનાં જ કામમાં આવે. છતાં એનાં હાથમાં મોબાઇલ છે એ જણીનેજ ઉત્તેજીત હતો.
કલરવે ફોન લીસ્ટમાં બધાં નંબર જોવા લાગ્યો એ સ્ક્રોલ કરી રહેલો. ઘણાં અજાણ્યાં નામ હતાં એ કોઇને ઓળખતો નહોતો ત્યાં એનાં ધ્યાનાં નંબર આવ્યો.. મધુ ટંડેલ.... પછી આગળ જોવા લાગ્યો... રાજુ નાયકો.... આગળ જોયું વિજય ટંડેલ.... એમની ઓફીસનાં બીજા માણસો હશે ? એ આ ત્રણ નામ સિવાય કોઇને નહોતો ઓળખતો...
થોડીવાર મોબાઇલ જોતો રહ્યો પછી એની આંખમાં નીંદર ઘેરાવા લાગી એટલે ફોન બંધ કરીને સૂવા માટે પ્રયત્ન કરવા લાગ્યો થોડીવારમાં એની આંખ લાગી ગઈ ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.
**************
સાધુનાથે એનાં ગુર્ગાને બૂમ પાડી.... “ઓય બિહારી એનો માણસ દોડતો દોડતો આવ્યો “બોલો ગુરુ ક્યાં હુઆ ?” “ બિહારી સવાર પડી ગઇ મેં કીધું છે એમ બધો બંદોબસ્ત થઇ ગયો છે ને ? આજે પંછી પાછું ના જવું જોઈએ.. જેટલો ખર્ચ થાય એ... માલ પકડાવો ના જોઇએ. પેલાં મધુને થોડાક પૈસા આપ્યાં છે. જો ગરબડ થઇ તો એ મધુતો ગયો પણ તારો યાસીન અને રામદાસ પણ જીવથી જશે. આપણે દરિયામાં છીએ અને શીપ પેલાં વિજલાની મુંબઇ પહોચે પહેલાં કામ બંન્ને બાજુ તમામ થવું જોઇએ.”
"એ વિજયની રખાત બાજી નહીં બગાડે ને ?” બિહારીએ પ્રશ્ન પૂછ્યો . સાધુએ હસતાં કહ્યું “એની છોકરી અહીં આપણી પાસે છે એ માં છે ભલે વેશ્યા છે... નહી ફરી જાય છોકરી વ્હાલી હશે તો.. એને વેચી મારવાની છે ઘણાં ઘરાક મળી જશે.”
બિહારીએ કહ્યું "ગુરુ કાળીયો કમાલ ત્યાં કરશે અને યાસીન રામદાસ સુરતમાં....” એમ કહી ખડખડાટ હસ્યો “પછી તો ગુરુ ગ્રાન્ડ પાર્ટી જોઇશે તમારાં બધાં કાંટા એકસાથે દૂર થશે પેલો મધુ ટંડેલ લાલચી છે એનાંથી સંભાળવું પડશે એણે વિજય અને એનાં મિત્ર જેવા બોસ બંન્નેને દગો દીધો છે એ આપણને કંઇ......"
સાધુ કહે "શું કરવા કાળવાણી કાઢે છે બિહારી ? આજ સુધી આપણો પ્લાન ફેઇલ થયો છે ? બધુજ બરોબર ગોઠવ્યું છે પણ પેલો બામણ શંકરનાથ શાણો છે મને એનો ભરોસો નથી એ શું ચાલ ચાલશે ખબર નથી મધુ લાલચું અને ખંધો છે પણ બુધ્ધીનો લઠ્ઠ છે એને સૂચનાઓ આપ્યાં કરવી પડશે...”
આપણી શીપ વિજયની શીપથી કેટલી પાછળ છે ?” બિહારી કહે “માંડ 2 નોટીકલ માઇલ પાછળ છે. એ મુંબઇ પહોચશે એની પાછળ પાછળ આપણે હોઇશું પણ એ પહેલાં તો એ સ્વાહા થઇ જશે."
બંન્ને જણાં ઠહાકા લઇને હસવા લાગ્યાં.. સાધુએ કહ્યું “લાવ વ્હીસ્કીની બોટલ સીધી મોઢે ચઢાવીએ હજી સમય ઘણો છે જરા ફ્રેશ થઇ જઇએ. સમાચાર જાણીને ગ્રાન્ડ પાર્ટી કરીશું.”
બિહારીએ બૂમ પાડીને ખારવાને બોટલ લાવવા કહ્યું પેલો દોડીને બોટલ અને બે ગ્લાસ લઇ આવ્યો. સાધુએ કહ્યું “ગ્લાસ લઇ જા આજે તો બંન્ને પાર્ટનર સીધી મોંઢે ચઢાવશે....”. બિહારી હસવા લાગ્યો.
સાધુએ સીલ તોડી બોટલ સીધી મોઢે ચઢાવી અને સામટાં ઘૂંટ પીને બિહારીને આપી. બિહારીએ ઘૂંટ ચઢાવ્યા અને સાધુની બાજુમાં આવીને બેસી ગયો. સાધુએ એનાં ચહેરાં પર હાથ ફેરવીને કહ્યું “બિહારી તું મારો સાચો સાથી છે... બધી રીતે તે મને સાચવ્યો છે આપણી મિત્રતાને આમને આમ 18 વર્ષ થઇ ગયાં. તું 15 નો અને હું અઢારનો આપણે યુપીથી ભાગી આવેલાં. સાથે રહ્યાં.... સાથે મજૂરી કરી માછલીનો ધંધો કર્યો આપણી પાસે આજે ખુદની શીપ છે.”
બિહારીએ કહ્યું "ગુરુ તમે મને પોષ્યો. આજે ભાગીદાર બનાવી દીધો. ના તમે ઘર વસાવ્યું ના મે... એકબીજાનાં સાથમાં વરસો કાઢ્યાં.. ગુરુ તમને કદી લગ્ન કરવાનું મન ના થયું ?”
સાધુએ ઘૂંટ મારતાં કહ્યું "લગ્નની શું જરૂર ? આપણે બારે માસ દરિયામાં હોઇએ... આપણે ઘર કરવાને લાયકજ નથી તું મળ્યો પછી હું તારાથીજ બધું પામી ગયો છું મારાથી 3 વર્ષ નાનો છે... તે મને ખૂબ સાચવ્યો છે.” એમ બોલીને બિહારીને પોતાની તરફ ખેંચ્યો... અને ત્યાં સાધુનો ફોન રણક્યો. સાધુનાં હાથમાં બિહારી હતો એ જુદા મૂડમાં આવી ગયેલો એણે ફોન તરફ જોયું નહીં ફોન કાપી નાંખ્યો અને સાધુને.....
*************
પ્રેમસમાધિમાં સૂતેલાં જીવ સળવળ્યાં હતાં આજે વરસો પછી ગતિ ના થઇ શકી પણ સમાધિમાં કેદ થયાં. કલરવ એની પ્રિયતમાં કાવ્યાને વીતી ગયેલી અને વહી ગયેલી જીંદગી... ગુમાવેલી જીંદગીની યાદો યાદ કરાવી રહેલો.
કાપ્યાને કલરવ મળ્યો એ પહેલાં કલરવ સાથે શું શું થયું એ જાણવાનો રસ હતો. કાપ્યાએ કહ્યું “તું મને તારા ગુમાવેલાં જીવનનાં ભૂતકાળ કહી રહ્યો છે મને થાય તેં કેટ કેટલું સહન કર્યું ? બારમાં પછી તારાં જીવનમાં પરીવર્તન આવી ગયું...”
“મને થાય છે કલરવ જીવનમાં જેટલી પળ, દિવસ મહીના વર્ષો સાથે કાઢયાં... પછી અવગતિયા જીવ છીએ શરીર સમાધિમાં સમાયાં છતાં સાથે છીએ હવે તો ગતિ નથી કરવી બસ આ આત્માનાં રૂપમાં સાથે જીવવું છે...” પછી હસી પડતાં કહ્યું “આત્માનું જીવવુ કેવું ? શરીર ક્યાં છે ? પણ છતાં આ સાથ મને ગમે છે જન્મજ નથી લેવો...”
“આવી નકારી નફરત ભરેલી ગંદી દુનિયામાં જન્મ લઇ જીવવું કરતાં સમાધિમાં સમાઇ રહી એકાત્મતા આત્માની મને વધુ ગમે છે... પણ પછી આગળ શું થયું ? મને ખૂબ રસ પડ્યો છે... કહેને....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-21