પેડલ રીક્ષાવાળો ડબલ ભાડા મળવાનાં જોરે થોડીવારમાં શંકરનાથને સ્ટેશન પર લઇ આવ્યો શંકરનાથ ખુશ થઇ ગયાં એમણે ખીસામાં હાથ નાખી રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યા. રીક્ષા વાળો પૈસા ગણી ખુશ થયો એનો વૃધ્ધ થાકેલો ચહેરો હસી ઉઠ્યો અને બોલ્યો “શેઠ આટલી રાત્રે તમે ચોક્કસ કઇ ખૂબ જરૂરી કામે નીકળ્યાં હશો. મારો પ્રભુ તમને સફળતા આપે” એમ કહી આશીર્વાદ આપ્યાં. શંકરનાથે આભારવશ કહ્યું "કાકા તમે ઉપકાર કર્યો કે આટલી રાત્રે મને સ્ટેશન મૂકી ગયાં નહીંતર હું મારી ટ્રેઇન ચૂકી જાત"
"આટલી રાત્રે કામથી નીકળ્યો છું તમારાં આશિષથી હવે મને સફળતા મળશે જ.. ચાલો તમારો આભાર જય મહાદેવ” કહીને બેંગ લઇને રેલ્વે સ્ટેશનમાં ઘૂસી ગયાં..
શંકરનાથ ટીકીટબારી તરફ ગયાં.. આગળથી આવતી ટ્રેઇનનો સમય થવા આવેલો. ટીકીટબારી પર ભીડજ નહોતી ટીકીટ આપનાર પણ અર્ધનીંદરમાં હતો.. શંકરનાથે કહ્યું “સાહેબ સુરતની ટીકીટ આપો. અને ક્યા પ્લેટફોર્મ પર ટ્રેઇન આવશે ?” ટીકીટ આપનારે આળસ ઉડાડી પૂછ્યું" આટલી રાત્રે સુરત ?” પછી કંઇ બોલ્યા વિના પૈસા લઇ ટીકીટ આપી દીધી.
શંકરનાથને થયું આને શું પંચાત ? પણ નાનું શહેર છે એટલે એને આશ્ચર્ય થયું હશે. એમણે ટીકીટ લઇને કીધેલાં પ્લેટફોર્મ નં.2 પર પહોંચી ગયાં.
થોડીવારમાં તો ટ્રેઇન પ્લેટફોર્મ પર આવી ગઇ અને શંકરનાથ એમાં ચઢી ગયાં. અડધી રાત્રે બેસનારમાં માંડ એકલ દોકલ માણસ હતાં. આખા રેલ્વે પ્લેટફોર્મ પર સોંપો પડેલો હતો. બધાં બાંકડા પર ભીખારોને નવરાં સૂઇ ગયેલાં. કોઇ ચા-કોફીનાં સ્ટોર ખૂલ્લા નહોતાં.
શંકરનાથ પોતાની સીટ પર જઇને બેસી ગયાં અને જુનાગઢ સ્ટેશનને બારીમાંથી જોયાં કરતાં હતાં. ત્યાં ટ્રેઇન શરૂ થઇ અને ગતિ ધીમે ધીમે વધવા લાગી...
શંકરનાથ બેઠાં બેઠાં વિચારોમાં ગરકાવ થઇ ગયાં. આ ટ્રેઇનને સુરત પહોંચતા 11 થી 11.5 કલાક થઇ જશે. આટલા કલાકમાં તો ?.... પહોંચીને તરત મારે વિજયે કહ્યું છે ત્યાં પહોંચવાનું છે.... આ એક છેલ્લું અગત્યનું કામ નિપટાવવાનું છે પછી હું... પોતેજ પોતાનાં ભવિષયનાં વિચાર કરતાં અટકી ગયાં.. પાલનહાંરે જે નક્કી કર્યું છે એજ થશે મારે કશું નથી વિચારવું એમ વિચારી આંખો બંધ કરી....
*****************
રાજુનાયકો દરિયામાં કૂદીને જે માણસને વાળ ઝાલી શીપ પર લઇ આવેલો એને જોઇને વિજય ટંડેલ આશ્ચર્યમાં પડી ગયો... એ બોલી ઉઠ્યો “આ તો કાળીયો ... સાલો દગાખોર બે વરસ પહેલાં સુધી મારાં તળવા ચાટતો હતો હવે સાધુનો માણસ ?” વિજયે રાજુને ઇશારો ક્રયો.. અને હુકમ છોડ્યો.... હાથમાં આવ્યો છે બધું ઓકાવ....”
“હમણાં સાધુનો ફોન હતો. બહુ ગરજતો હતો કે તારો માણસ મારાં પગમાં છે આપણો એક ખારવો એનો નંબર મને મોઢે હતો... એનાંજ ફોનથી સાધુએ મને ફોન કરેલો... એ તો ગયો.. સાલા થોડી લાલચમાં મને દગો કરે છે. હવે લોંબડીની મોત મરશે.. આ કાળીયાને ઓકાવ હું પેલી રંડીની ખબર લઊં છું..."
રાજુનાયકો પેલાને કેબીનમાં લઇ ગયો અને એણે પોતાની ધોલાઇ શરૂ કરી એની રાડારાડ અને માર ખાધાનાં ઊંહકાર બહાર સુધી સંભળાતા હતા. થર્ડ ડીગ્રી રાજુએ ચાલુ કરી.. વિજય ટંડેલ હસતો હસતો રોઝી પાસે આવ્યો.
વિજય રોઝીને કહ્યું "જાન મને બોલ તારી શું ખાતીર કરું ? તારું શરીર તો મે ભોગવી લીધું મારા લોહીની તું તરસી બની ? લોહીમાંથી બનતું અમૃત તો તું લઇ ગઇ તોય ધરાવો ના થયો ? હવે જો હું તારી સાથે રમત રમું” એમ કહી હેવાન જેવું હસ્યો.
રોઝીએ રડતાં રડતાં હાથ જોડ્યાં" વિજુ મારી ભૂલ થઇ ગઇ હું તનેજ વફાદાર છું પણ મારી નાની છોકરી છે તને ખબર છે હજી 7-8 વર્ષની છે એ તારીજ છે એને સાધુએ ઉઠાવી લીધી છે હું મજબુર હતી મારી છોકરીને કારણે મારે... એનો માણસ કાળીયો... એને હું તારો માણસજ સમજતી હતી એમાં ભૂલ ખાઇ ગઈ મને નહોતી ખબર કે એણે તને દગો દઇ સાધુની ગેંગમાં ભળી ગયો છે મને માફ કર.... હું તો તારીજ છું પણ મારી નિર્દોષ નાનકડી છોકરીને છોડાવવાની તરસે હું કાળીયાને અહીં લઇ આવી સાચું કહું છું મેં તને નથી છેતર્યો નથી દગો દીધો એ કાળમુખા કાળીયાને પૂછ કબૂલ કરાવ. હું સાધુને તિરસકારું છું એ શેતાન છે તારાથી ઇર્ષ્યામાં બળે છે મારો એકમાત્ર ગુનો છે હું કાળીયાને અહીં લઇ આવી એની પાસે એક થેલી છે જે સંતાડીને લાવ્યો છે નીચે બધો માલ પડ્યો છે ત્યાં સંતાડી મૂકી છે. મને માફ કર....”
વિજય વિચારમાં પડી ગયો. એને થયું આ વેશ્યા સાચું બોલે છે ? એની છોકરી મારાંથી છે એવું કહે છે ? એ વધુ ગુસ્સામાં બરાડ્યો" સાલી નીચ તું કેટલાયનાં બિસ્તર ગરમ કરે છે... તું તારુ શરીર વેચે છે અને હવે એ છોકરી મારી છે એવું આળ ચઢાવે છે ?”
રોઝીએ કહ્યું "હું તને કહેવાની હતી કેટલાય વરસોથી તારાં સિવાય કોઈ પાસે નથી જતી તું મારું પુરુ કરે છે હું શા માટે બીજા પાસે જઇને અભડાઉ ? હું ફખ્ત તારીજ છું વિશ્વાસ કર.. એ છોકરી તારે ગળે બાંધવા નથી બોલતી નથી કોઈ જવાબદારી સોંપવાની… પણ એને સાધુએ ઉઠાવી છે એને કંઇ કરી ના બેસે એ બીકે ચૂપ રહી એણે જેમ કીધું એમ મેં કર્યું. તને જો સાચું ના લાગતું હોય તો મને કાપી દરિયામાં ફેંકી દે માછલીઓનો ખોરાક બનવા તૈયાર છું"
વિજય ટંડેલ નરમ પડ્યો... એ બોલ્યો “હું ગમે તેવો માણસ નથી. મારો ધંધો ગમે તે હોય પણ હું.. છોડ મારે શા માટે તને કંઇ કહેવું ? પેલા કાળીયાને ઓકવા દે પછી નક્કી કરીશ” એમ કહીને ત્યાંથી જવા ગયો.
રોઝીએ એનાં પગ પક઼ડી લીધાં બોલી “હું સાચી છું એજ સાબિત થશે મને માફ કર મારે તારી પાસેથી કશું નથી જોઈતું તારો પ્રેમ પુરતો છે તું મને રંડી કહે વેશ્યા કહે જે કહેવું હોય એ કહે પણ હું તને દગો નથી દઈ રહી.. મને દગાખોરની ગાળ ના દઇશ.. હું પણ સ્ત્રી છું ભલે જીવનની શરૂઆત મેં વેશ્યાથી કરી પણ હું માણસ ઓળખું છું એટલી હું નીચ કે લાલચી નથી કે મારાં માણસને ખોઇ બેસું..”.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-19