"અરે સાધુનાથ તમે એકવાર મને કામ સોંપ્યુ 50% રકમ મને મળી ગઇ પછી જવાબદારી મારી તમે નિશ્ચિંત રહો.. એમ કહી મધુ ટંડેલ ખડખડાટ હસ્યો. એનાં મોઢામાં રહેલી તમાકુને બહાર થૂંકી આગળ બોલ્યો" આટલાં વરસોથી મારી પ્રેક્ટીસ છે પોસ્ટખાતામાં હવે મારું વર્ચસ્વ ચાલશે બસ આજનો દિવસ વીતી જવા દો... પેલો બામણ ગોટે ચઢી જશે પૂરો બંદોબસ્ત કર્યો છે પેલાં વિજયનું કઈ ચાલશે નહીં..” એમ કહી ખંધું હસ્યો.
"એય મધુ આમ વધુ પડતાં આત્મવિશ્વાસમાં ના રહીશ વિજય કાચી ગોળીઓ નથી ખાતો આજે મારું કામ તે સલામત રીતે પુરુ કર્યું તો 50% બીજું પેમેન્ટ અને ગ્રાન્ડ પાર્ટી આપીશ. અમારાં ઉત્તરપ્રદેશમાં... છોડ મારી સંસ્કૃતિ મારે નથી કહેવી પણ સાધુ નામ છે મારું કામ હું દૈત્યોનું પણ તમામ કરું છું જો તું ફેઇલ ગયો તો સમજી લેજે તું મારાં માટે દૈત્ય સાબિત થઇશ. આટલામાં બધુ સમજી જા."
“અરે સાધુ મહારાજ હું તમને વરસોથી ઓળખું છું ભલે કામ તમારું હમણાં શરૃ કર્યું છે. હવે આ નોકરીમાંથી જે કમાઉં છું એ તો ઐયાશીમાં જાય છે સાચી કમાઇ તો કમીશન છે કમીશન ભગવાન છે આ કામ પુરુ કર્યું તો હું હવે 50% બાકીનું કમીશન નહીં લઊં પણ મને તમારી સાથે લઇ લો મારે પણ "ધંધો" કરવો છે... લક્ષ્મી તો લક્ષ્મી છે કાળાકામની કે સારાં કામની સુખ આપે છે."
સાધુ કહે વાહ હવે મેંઢકને પણ મોટો કૂદકો મારવો છે. જે કૂવામાં છેજ સારું છે આમાં જોખમ ખબર છે ને ? ચાલ કામ પુરુ કર પછી નક્કી કરીશું... એમ કહી ફોન કાપ્યો.
મધુટંડેલ ફરીથી તમાકું મસળી મોઢામાં મૂકી અને મોબાઇલ કાઢી વાત કરી... "જો પેલો બામણ કાલે સુરત પહોંચ્યો તો તું પરધામ પહોચી જઇ.. હું ટંડેલ છું જે માછલી પકડું એને છોડતો નથી બહુ છટપહાટ કરે તો કાપીને શેકીને ખાઇ જઊં છું... તારી રકમ એડવાન્સમાં બધી ચૂકવી દીધી છે કઈ ભૂલ ના થવી જોઇએ."
સામેથી જવાબ મળ્યો “અરે ટંડેલજી કામ હાથમાં લીધુ છે એ આજે રાતથી કાલ સવાર સુધીમાં પુરુ થઇ રહે આ બંદો ત્યાં સુધી નમાઝ નહીં પઢે...."
"બસ તું તારાં ધર્મ પર આવી ગયો મને ભરોસો છે કામ પુરુ કરી મને ઉભરાટની હોટલમાં મળજે બાકીનું કામ ત્યાં બતાવીશું”.
"ઓય ટંડેલ હું કામ પુરુ કરી મારે ગામ જતો રહીશ. પેલા વિજયનો ભરોસો નથી એની જાળમાં મારે નથી ફસાવવું આગળ તમે જાણોને વિજય તમારું કામ નીપટાવી હું 3 મહિના પછી મળીશ. ઉભરાટ તમને કામ પુરુ થયાની સાબિતી પુરાવો મલી જશે. એટલે મારું કામ પુરું...” એણે આગળ સાંભળ્યા વિના ફોન કાપી નાંખ્યો.
**********************
શંકરનાથે મોબાઇલ કલરવનાં હાથમાં આપ્યો અને કહ્યું "હું હવે નીકળું છું અંધારુ થઇ ગયું છે તમે ચિંતા ના કરશો પછી ઉમાબહેનની સામે જોઇ કહ્યું "ઉમા ભરોસો રાખજો... મહાદેવ આપણી સાથે છે હું ખોટું નહીં પણ સારું કામ કરવા જઊં છું. વધુમાં વધુ બે દિવસ પછી પાછો આવી જઇશ. મારી સાથે વિજયનાં માણસો છે..."
કલરવે કહ્યું "પાપા તમે મોબાઈલ મને આપો છો એ ખોટું કરો છો તમારે બીજા લોકોનાં સંપર્કમાં રહેવું હોય કંઇ કહેવું હોય, કઈ મદદ લેવી હોય તમને કામ લાગશે અને તમારી રાહ જોઇશું. મોબાઇલ તમારી પાસેજ રાખો."
શંકરનાથે કહ્યું “દીકરા મેં બધું વિચારી લીધુ છે અહીં તમારી પાસે જરૂરી છે.. તમને આ મોબાઈલ પરજ મારો સંદેશે મળશે મને બીજો મોબાઇલ મળી જશે. આમાં વિજય ટંડેલ, મધુ ટંડેલ અને વિજયનાં બધાં માણસોનાં નંબર છે. જેનો ફોન આવશે એનુ નામ સ્ક્રીન પર આવી જશે તમારે વિજય ટંડેલનું નામ આવે તોજ ફોન ઉપાડવાનો મારે કઈ જોખમ નથી તમે નિશ્ચિંત રહો મને પણ નશ્ચિંત નીકળવા દો. આગળ બધું મહાદેવ જોશે.”
ઉમાબહેનની આંખો વરસી રહેલી એમાં ભય અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. આમણે કહ્યું “જીવનમાં આવી કેવી ઘડી આવી છે ? ઓછા પૈસામાં કેવું સારું જીવન જીવતાં હતાં. કોઇ કલ્પના કરી શકે ? કે પોસ્ટમાસ્તરની નોકરીમાં આવાં વળાંક આવે ? હવે તમે જે ભંવરમાં ફસાયા છો એમાંથી નીકળવાનું છે. ખૂબ સાવચેતી અને હોંશિયારીથી બહાર નીકળી જજો વેળાસર ઘરે આવી જજો કઈ પણ હા-ના-થાય તો અમારો સંપર્ક કરજો” એમ કહેતાં કહેતાં બે હાથ જોડાઇ ગયાં અને મનોમન મહાદેવનું સ્મરણ કરવા લાગ્યાં.
કલરવની આંખો ભીંજાઇ ગઇ એ શંકરનાથને વળગી ગયો બોલ્યો "પાપા અમે તમારી સાથેજ છીએ અહીંની ચિંતા ના કરશો. માં અને નાનકીને સંભાળવાની જવાબદારી છે મારી... તમે સમયસર ના આવ્યાં તોજ હું વિજયકાકાને સંપર્ક કરીશ."
શંકરનાથે કહ્યું "ભલે પણ એવું કંઇ થવાનુ નથી મેં પુરતું આયોજન કર્યું છે. મારી ગાર્ગીનું ધ્યાન રાખજો. ઉમાબહેન કહે કેમ આવું બોલો છો ? તમે બે દિવસમાં પાછા આવવાનાં.... એવું બોલો છો કે તમનેજ ખબર નથી આવતીકાલે શું થવાનું છે ?”
શંકરનાથે કહ્યું “નીકળતા એવું બોલાઇ ગયું.... તને ખબર છે ને ? "ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે ? હું તો તુચ્છ માણસ છું પણ એનો અર્થ ચિંતા કરવાનો નથી. બસ હવે મારો સમય થઇ ગયો હું નીકળું છું"
શંકરનાથે બુટ પહેર્યા ... પહેરણ પર બંડી ચઢાવી માથે ટોપી પહેરી ગળામાં રુદ્રાક્ષની માળા ચઢાવી... મહાદેવની તસ્વીરને પગે લાગ્યાં અને નીકળતાં ફરી યાદ કરાવ્યું... “પૈસા કબાટમાં મૂક્યાં છે” બહાર નીકળવાં ગયાં.. અટક્યાં.... પછા અંદર આવી રૂમમાં સૂતેલી ગાર્ગીને એક નજરે જોઇને તરતજ કંઇ બોલ્યા વિનાં બહાર નીકળી ગયાં...
***************
વિજય ટંડેલે, રોઝીને પૂછ્યું “તારી સાથે અહીં કોણ છે એ કોણ હતો ? મેં એનો પડછાયો જોયો છે એ સાવધ થયો. રોઝીનાં ચહેરાંનો રંગ ઉડી ગયો. એ કંઇ બોલવા ગઇ અને વિજયનો ફોન રણક્યો....
"હાં બોલ શું સમાચાર છે ? વિજયની અપેક્ષા કરતાં વિરૃધ્ધ વ્યક્તિ સામેથી બોલી “વિજય.... તું અત્યાર સુધી નં. વન હતો હવે નહીં રહે...” પછી અટ્ટહાસ્ય કર્યું....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-17