Suryasth - 4 in Gujarati Motivational Stories by Amir Ali Daredia books and stories PDF | સૂર્યાસ્ત - 4

Featured Books
Categories
Share

સૂર્યાસ્ત - 4

સૂર્યાસ્ત ૪
દાદા અને પૌત્ર પ્રધાન ડોક્ટરની ક્લિનિકે પહોંચ્યા.ડોક્ટર સુલતાન પ્રધાન ભારતના નિષ્ણાંત કેન્સરના સ્પેશલિસ્ટ છે.એમણે ચેક કરીને તર ત જ કહી દીધું કે.
"મિસ્ટર સૂર્યકાંત.તમને કેન્સર છે.અને એનુ તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે..બોલો ક્યારની તારીખ આપુ."
"જી.ડૉકટર સાહેબ.હું મારા ઘરે ડિસ્કસ કરીને તમને જણાવુ."
સૂર્યકાંતે ધીમા સુરે કહ્યુ.
"ભલે.પણ જેમ બને એમ જલ્દી નિર્ણય લેશો."
ડોક્ટર પ્રધાને કહ્યુ.
સૂર્યકાંતે જ્યારે ઘરે આવીને ધનસુખ.અને મનસુખ ને આ વાત કરી તો એ બંને ભાઈઓ બાપુજી ને કેન્સર જેવી ગંભીર થઈ છે એ સાંભળી ને સાવ ઢીલા ઢફ થઈ ગયા. ઉલટા નું સૂર્યકાંતે એ બંને દીકરાઓને હિંમત આપતા કહ્યું.
"અરે.તમે આમ ઢીલા કાં પડી ગયા?દરેક રોગનો ઈલાજ પણ છે.જેટલું મારે ભોગવવાનું લખ્યું હશે એટલુ તો હું ભોગવીશ જ.અને તમે હિંમત રાખો બે હજાર નવ ના નવમા મહિના સુધી તો મને કંઈ જ નહીં થાય."
અને સાત મહિના પહેલા બાપુજીએ કરેલી વાત યાદ આવી ગઈ બન્ને દીકરાઓને.એ બન્ને બાપુજીને વળગી પડ્યા.
ડૉકટર પ્રધાન ના હસ્તે ઓપરેશન એકદમ સક્સેસ થઈ ગયુ. ત્યાર પછી ડો.પ્રધાને ધનસુખને કહ્યું.
"જુઓ કૅન્સર ના ઓપરેશન પછી જે કેન્સરના જંતુઓ વધ્યા હોય એના નાશ માટે મોટા ભાગે કેમોથેરાપી અપાય છે.પણ તમારા પપ્પાની ઉંમર જોતા હું કૅમો ની સલાહ નહિ આપુ.એના બદલે રેડીએશનની સલાહ આપું છું.વીસ વીસ દિવસના અંતરે દસ રેડીએશન લેવાના છે.અને તમને નાણાવટી હોસ્પિટલ નજદીક થશે હું તમને ત્યાની ચિઠ્ઠી લખી આપું છું."
""ભલે ડૉકટર સાહેબ."
અને હવે સૂર્યકાંત ઉપર રેડીએશન ની ટ્રીટમેન્ટ શરૂ થઈ.અને દસે દસ રેડીએશન પણ પૂરા થઈ ગયા.રેગ્યુલર દવા.અને ખાવા પીવાની કાળજી ના હિસાબે સૂર્યકાંત ફરી એકવાર એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ થઈ ગયા.
બે હજાર સાતના ઓગસ્ટ મહિના મા પૌત્ર નિશાંત ના લગ્ન લેવાયાં.લગ્નની તમામ જવાબદારી ઓ સૂર્યકાંતે ઉપાડી લીધી.લગ્નની તમામ તૈયારી ઓ એમણે.અને ધનસુખના નાના જમાઈ.સોનિયા ના પતિ સંતોષે કરી. ધનસુખ અને મનસુખ ને આ લગ્ન માટે કોઈ ચિંતા કરવી ના પડી.લગ્નના દિવસ સુધી બન્ને ભાઈઓ પોતાના ધંધામાં રચ્યા પચ્ચા જ રહ્યા.બહુ ધામ ધુમ નહિ.અને સાવ સાધારણ પણ ના કહેવાય એ રીતે નિશાંત ના લગ્ન કરવા માં આવ્યા.
હનીમૂન માટે યુ.એસ.જવાની નિશાંત ની ઈચ્છા હતી.અને આથી વિઝા માટે એણે અપ્લાય કર્યો હતો.તો એને એના વિઝા પણ મળી ગયા.અને એ પોતાના કાકા ને ત્યાં પોતાની પત્ની સાથે જતો રહ્યો.અને પછી એ ત્યાંજ રોકાય ગયો.
સૂર્યકાંત ને લાગતું હતું કે પોતે હવે એકદમ સ્વસ્થ છે.એટલે બે હજાર આઠ મા જુલાઈ મહિનામાં એમને અમેરિકા જવાની ઈચ્છા થઈ. એમની પાસે પણ અમેરિકાની વિઝા તો હતી જ. એટલે એ પણ છ મહિનાના પ્લાનિંગ સાથે અમેરિકા જવા રવાના થયા.પણ ત્યાં પહોંચ્યા ના દોઢ મહિનામાં જ કૅન્સરે ફરી પોતાનો પરચો દેખાડ્યો.એમના શરીરમાં નબળાઈ દેખાવા લાગી.પોતાને કમજોરી મહેસૂસ થતા.સૂર્યકાંતને લાગ્યુ કે હવે મારે સ્વ ધરે મુંબઈ જતા રહેવુ જોઈએ.આથી એમણે તનસુખ ને કહ્યું.
"તનસુખ.મારે મુંબઈ જવું છે.મારી ટિકિટ ની તારીખ નજદીક ની કરી દે."
"બાપુજી.તમારે તો છ મહિના રોકાવાનું હતુ.અને હજી તો દોઢ મહિનો જ થયો છે."
"બેટા મારી તબિયત સારી નથી લાગતી માટે મારે જલ્દી ઘર ભેગા થવું છે."
"પણ બાપુજી.ભારત કરતાં અહી અમેરિકામાં સારા.સારા ડોક્ટરો છે. આપણે અહીં સારામાં સારા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવીએ."
"ના.ના.મને ડોકટર પ્રધાન જ માફક આવી ગયો છે.હું એની જ પાસે દવા કરાવીશ.અને બે હજાર નવ પણ નજીકમાં જ છે.હું ઈચ્છું છું કે મને મારા દેશની જ માટી મળે."