Premno Sath Kya Sudhi - 60 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 60

Featured Books
Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 60

ભાગ’૬૦

(વિલિયમ અને એલિના પોતાની નિષ્ફળતા એકબીજાને ગણાવી રહ્યા છે, એ સાંભળીને અલિશા દુ:ખી થાય છે, પણ વિલિયમ અલિશાના મેરેજ ડેનિયલ જોડે ફિકસ કરતાં જ, તેની મદદથી અલિશા ભાગીને ઈન્ડિયા આવે છે અને માનવને મળે છે. હવે આગળ....)

 

“કંઈ તો કરીશ જ ને મિતા, આફ્ટર ઓલ આ લવ સ્ટોરી પૂરી તો થવી જ જોઈએ ને? હું તો એ બંનેની તડપનો સાક્ષી છું.”

 

કહીને મેં એક ફોન લગાવ્યો તો ઉત્સુકતાથી મિતા,

“તમે કોને ફોન લગાવ્યો છે? વિલિયમને?”

 

“ડૉ.વિલ્સન... વિલિયમના ફેમિલી ડૉક્ટર. જેની પાસેથી મને અલિશા રિલેટડ માહિતી મળતી હતી.”

 

મેં આટલું કહ્યું એટલામાં સામે ફોન ઉપાડતાં જ,

“હાય ડૉ.વિલ્સન ડૉ.નાયક ઈઝ હીઅર...”

 

“હાય ડૉ.નાયક, બોલીએ...”

 

“બસ આપ દો મહિને ટ્રેનિંગ કે લીએ ગયે થે ના, ઉસ વજહ સે આપ સે બાત નહીં હો પાઈ થી. કૈસી રહી આપ કી ટ્રેનિંગ?”

 

“બહુત બઢિયા...”

 

“અચ્છા ડૉ.વિલ્સન વો અલિશા...”

 

મારી વાક્ય પૂરું કરું તે પહેલાં જ ડૉ.વિલ્સન બોલ્યા કે,

“સોરી પર અલિશા કહી ચલી ગઈ હૈ, વો ભી ઉસકે મોમ ડેડ સે નારાજ હોકર...”

 

તે આટલું બોલી ચૂપ થઈ ગયા પણ મારો કોઈ જવાબના મળતાં તે પાછાં,

“એકચ્યુલી મેં દો મહિને સે યહાં ના થા, ઈસ લીએ મુજે કુછ જયાદા પતા નહીં થા, પર થોડી દેર પહેલે હી વિલિયમ ઔર એલિના મેરે પાસ આયે ઔર ઉન્હોં ને હમે બતાયા. અલિશા કે જાને કી વજહ સે વો જયાદા રો રહી થી ઔર વિલિયમ ભી બડે ટેન્શન મેં લગ રહા થા.’

 

“મેં ને ઉસકી સહી વજહ પૂછા તો ઉસને સારી બાત બતાઈ કી વો કૈસે ઈન્ડિયા આયી ઔર કીસી છોટે બચ્ચે સે પ્યાર હો ગયા ઔર ઉસસે મેરેજ કરના ચાહતે હૈ, વિલિયમ ઔર એલિનાને ઉસકી બાત ના માની ઔર કીસી ઔર સે મેરેજ કરને કો કહા તો ઉનકી બાત ના માનકર વો ઈન્ડિયા આ ગયી હૈ.”

 

“અચ્છા યે બાત કિસને ઉનકો બતાઈ?”

 

“ડેનિયલને, જીસને ઉનકો અપને પ્યાર કે પાસ ચલી જાવ ઐસા સુઝાવ દિયા થા.’

 

“અબ... કયાં?”

 

“અબ કર ભી કયા શકતે હૈ, ઉસ બચ્ચે કે નામ કે અલાવા કુછ નહીં પતા હૈ. ઉસકે પાસ ના ઉસ લડકે કે પાપા કા નામ પતા હૈ ઔર ના હી ઉસકે ઘર કા એડ્રેસ. ફિર અલિશા કો ઢૂંઢે તો કૈસે ઢૂંઢે ઔર વિલિયમ બસ યહીં હી ચાહતા થા કી આપ અલિશાકો ઢૂંઢને ઉનકી મદદ કરે.”

 

“યે બાત તો વો ખુદ ભી બોલ શકતા થા ના મુજ સે?”

 

“હા, વો બોલના ચાહતા ભી થા, પર ઉસકો એક બાત કી હિચક થી. ઉસ વજહ સે નહીં બોલ પાયા?”

 

“હિચક?... કૈસી હિચક?”

 

“ઉસને ગ્રીસ આને કે બાદ આપસે કોઈ રિશ્તા હી ના રખા, ઈસ લીએ. આપકા ભી ફોન આતા તો વો કિસી ના કિસી બહાને ટાલ દેતા થા. અબ વો કિસ મુઁહ સે આપસે બોલતા મદદ કે લીએ. ઈસ લીએ મુજે ઈન્સીસ્ટ કિયા કી મેં આપસે બોલું. વૈસે ભી વો દો દિન બાદ ઈન્ડિયા આ હી રહા હૈ. ઉન્હોં ને અપની ટિકિટ બુક કરવા દી હૈ.”

 

“ડૉ.વિલ્સન આપ ભી અપની ઈન્ડિયા આને કી ટિકિટ બુક કરવા દીજીએ ઔર યહાં આ જાઈએ. ઔર વૈસે ભી આપ કો અલિશા કો ઢૂંઢને કી જરૂરત ના હૈ, અલિશા મેરે પાસ ઔર મેરે ઘરમેં હી હૈ.”

 

“કયા... અલિશા આપકે પાસ ઔર આપકે ઘર મેં હૈ, યે તો ઉનકા બડા કામ આસાન બન ગયા. બસ અભી મેં વિલિયમ ઔર એલિના કો યે બાત બતતા હું... ઔર એક મિનિટ આપ ઐસા કયો બોલ રહે હો કી મુજે વહાં આને કી ટિકિટ ક્યોં બુક કરવા લઉં.”

 

“ઈસ લીએ ક્યોંકી આપ અલિશા કે બારે મેં સબ અચ્છે સે જાનતે હો ઔર એક હી આપ હો જીસે વિલિયમ ઔર મેરે દોનો કે કોન્ટેક મેં હૈ. આપ હી વિલિયમ કો અચ્છે સે સમજા પાયેંગે.”

 

કહીને મેં તેમને અલિશાએ કહેલી બધી વાત કરી તો તે,

“ઓકે, આઈ એગ્રી વિથ યુ ઔર યોર થોટ. મેં ભી ઉનકે સાથ વહાં આ રહા હું, ફિર મિલકે યે લવ સ્ટોરી કો હેપી એન્ડિંગ તરફ લે જાતે હૈ.”

 

ડૉ.વિલ્સન કરેલા વાયદા મુજબ બે દિવસ બાદ તે વિલિયમ એલિના સાથે ઘરમાં બેસેલા હતા. સુહાસના મમ્મી પપ્પાને પણ આગ્રહ કરી મેં મારા ઘરે બોલાવેલા હતા. ડૉ.અગ્રવાલને પણ બોલાવેલા. એ લોકોની એમની એકબીજા સાથે ઓળખાણ કરાવી.

જહોને મને પૂછ્યું કે,

“આગળ કંઈ વિચાર કરવો પણ નથી અને સમજવું પણ નથી. અલિશા ચાલ ઘરે...”

 

ડૉ.વિલ્સન બોલ્યા કે,

“એક મિનિટ વિલિયમ પહેલાં ડૉ.નાયકની વાત તો સાંભળી લે.”

 

“શું સાંભળું પહેલાં અક્ષત અને હવે સુહાસ...”

 

“હા, પણ તું કહે છે એમ શક્ય પણ નથી. અને વિલિયમ તું સારી રીતે અલિશાનો જન્મ ફરી કેમ થયો અને સુહાસ તો તેના પ્રેમ છે, તે જાણે છે. છતાં તું એને એના મંઝિલથી દૂર કરવા મથે છે.”

 

હું બોલ્યો તો મનોહર સાન્યાલે મને પૂછતાં કહ્યું કે,

“એક મિનિટ તમે લોકો પહેલીમાં વાત કરો છો, એ જરા અમને સમજાવશો કે અમને વાત શું છે?”

 

મેં તેમને પહેલેથી બધી જ વાત કરી અને સુહાસ એ જ અક્ષતનો કહો કે વનરાજ સિંહનો જીવ છ એટલે જ એ બંને એકબીજાનો સાથ મેળવવો એ જ એમના જીવનનું લક્ષ્ય.

 

તે કંંઈ ના બોલ્યા પણ તેમની પત્ની બોલી કે,

“આ બધું સાચું પણ હોય તો અલિશા અને સુહાસ વચ્ચે આઠ વર્ષનો ડિફરન્સ એ કેમ કરીને ચાલે. ઉપરથી આ તો એક આર્કોલોજીસ્ટ, જે દેશવિદેશ રિસર્ચ નામે ફરનારી, ફોરેન કલ્ચરમાં ઉછેરલી અમારા ઘરના રીત- રિવાજ કેમ કરી અપનાવી શકશે. અને કદાચ આ બધું તે કરી પણ દે ને, તો પણ એઈજ ડિફરન્સ નું શું? સમાજ શું કહેશે અમને કે છોકરા માટે બીજી કોઈ છોકરી ના મળી તે મોટી ઉંમરની પસંદ કરી?”

 

“આ જ તો હું કયારનો કહી રહ્યો છું, પણ આ જ વાત ના તો આ અલિશા કે ના આ ડૉ.નાયક સમજી નથી રહ્યા તેનું શું?”

વિલિયમ પણ બોલ્યો.

 

મેં તેને સમજાવતાં કહ્યું કે,

“તને જ્યારે બધી ખબર છે કે અલિશા કેમ કરીને ફરી આ દુનિયામાં આવી છે. એના માટે તેનો પ્રેમ મેળવવો એ જ તેનો ધ્યેય છે. એમના માટે એઈજ ડિફરન્સ કોઈ જ ફરક પાડી શકે એમ નથી. એક વાત સમજી લે કે એમના માટે જીવનનો મતલબ જ એકબીજાનો સાથ છે. અને એક વાત સમજી લે કે તેમના માટે તમારું માનવું કે ના માનવું કે પછી એ સિવાયની કોઈ જ વાત માયને નથી રાખતી.”

 

મનોહર સાન્યાલ બોલ્યા કે,

“પણ અમને આ સંબંધ મંજૂર નથી. એક વિદેશી છોકરી એ પણ મોટી ઉંમરની કેમ કરીને અમારી સાથે અને અમારા રિવાજો સાથે સેટ થશે.”

 

વિલિયમ બોલ્યો કે,

“હાસ્તો આ રીતે તે જીવન નહીં જીવી શકે. આ પ્રેમ તો થોડા દિવસ પછી જવાબદારી નીચે ક્યાંય ખોવાઈ જશે તેનું શું?”

 

આમ એકબીજા સાથે દલીલબાજી ચાલી રહી હતી. હું, ડૉ.અગ્રવાલ અને ડૉ.વિલ્સન તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ આ દલીલો સાંભળીને અલિશા સુહાસ તો અકળાઈ ગયા અને બોલ્યા કે,

“કંઈ નહીં, તમે આમ દલીલબાજી કરો અને અમે અમારો રસ્તો શોધી લઈશું....

(અલિશા અને સુહાસ કયાં રસ્તાની વાત કરે છે. શું કયાંક તે સ્યુસાઈડ તો નહીં કરે ને કે પછી આખી જીંદગી કુંવારા રહેશે? શું આ ધમકી સાંભળી તે બંનેના મોમ ડેડ માની જશે? તેમની પ્રેમ તેમની મંઝિલ સુધી પહોંચશે?

જાણવા માટે વાંચો આગળ અને છેલ્લો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૬૧)