ભાગ-૫૯
(અક્ષતનું એક એક્સિડન્ટમાં મોત થયા બાદ ઈન્ડ્રીયાલિસ્ટ મનોહર સાન્યાલને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. સુજલ તેમની સાથે મિત્રતા કેળવી લે છે અને તૈ કેવી રીતે સુહાસને મળ્યો છે, તે કહે છે. અલિશા પણ તેના મોમ ડેડને સુહાસ રિલેટડ વાત કરે છે. હવે આગળ....)
“સુહાસ એઈટીનનો થઈ જશે એટલે અમે મેરેજ કરી લઈશું અને ત્યાં સુધી હું તેની રાહ જોઈશ, આમ પણ હું તો ડિપેન્ડન્ડ છું પછી શું ચિંતા. રહી વાત તેના સ્ટડીની તો હું તેને સ્પોન્સર કરીશ અને તેને જે સ્ટડી કરવી હોય તે કરશે અને તે પોતાની કેરિયર આરામથી બનાવી લેશે. પણ સુહાસ મને લવ કરે છે તો હું પણ તેના વગર જીવી નહીં શકું.”
આ કહેવા હું મારા રૂમમાં થી બહાર આવી તો મારા મોમ ડેડ વાત કરી રહ્યા હતાં કે,
“જોયું ને તે અલિશા શું બોલી રહી છે... એટલે જ મારે તેને
ઈન્ડિયા નહોતી મોકલવી.”
“હા દેખા ભી ઔર સુના ભી, મગર વો હમ કો તો રિસર્ચ કા બોલકર ગઈ થી ના ફિર? મુજે કૈસે પતા ચલતા કી ઉસકે મનમેં કયાં હૈ? ઔર ગલતી આપકી ભી તો હૈ ના કી ઉસકો આર્કોલોજીસ્ટ હી કયોં બન્યા? ઉસકે પ્રોફેશનસ કે હિસાબ સે ઉસે કહી ભી ભેજના ના પડતા ઔર ના હી વો ઈન્ડિયા જાતી ઔર ના મેં યે બાત માનતી.”
“તો શું હું અલિશાની કયા કેરિયર બનાવી અને શું બનવું તે મારા મુજબ કરાવતો? સૌથી વધારે તો મને ડર હતો કે તેનો પૂર્વભવ યાદ ના આવે એવી કેરિયર બનાવે, જેેથી તે રિસર્ચ વર્કમાં બીઝી રહેશે તો, તેને કંઈ યાદ નહીં આવે અને તે જેથી તે ઝડપથી મૂવઓન કરી શકે. અને હવે તો આ મૂવઓન કરવાની જગ્યાએ તેની સાથે જ જોડાઈ ગઈ.
તને ખબર છે ને કે તે ઈન્ડિયા જશે તો પાછી નહીં જ આવે. તે તેના પૂર્વભવના પતિ પાસે જ જશે, નહીં જાય તો તેને એ યાદ ખેંચી જશે. તેને તેનો પ્રેમ એ બાજુ જ ખેંચી લેશે. એટલે જ તો આપણે....
ગ્રીસ આવતાં રહ્યા. હું મારી દીકરીને ઈન્ડિયન કલ્ચર અને ઈન્ડિયન ટ્રેડીશનમાં ઉછેર ના થાય એ માટે તો ઈન્ડિયા છોડી દીધું.
તને ખબર છે ને કે મારી દીકરી એ બધામાં ગૂંગળાઈ જશે. મારી દીકરી આપણી જગ્યાએ એના પૂર્વભવના સાથી સાથે જતી રહેશે તો પછી આપણે ક્યાં જઈશું, બોલ?”
મારા ડેડ મારી મોમને કહી રહ્યા હતા.
“મુજે યે સબ કુછ પતા હૈ, યે સબ ડિસ્કસ કરને કે બાદ હી હમને તો ઈન્ડિયા છોડને કા ડિસીઝન લીયા થા. વો બાત જાને દો ઔર યે સોચો કી અબ હમ ઐસા કયા કરે જીસ સે હમારી અલિશા હમારી પાસ રહે, ઔર વો સુહાસ સે શાદી કરને કી જીદ છોડ દે.”
“મને પણ નથી ખબર પડી રહી કે આગળ શું કરવું કે શું કરી શકાય? મારું તો મગજ બંધ થઈ ગયું છે કે અલિશાને એ વાત યાદ ના આવે કે તેની ભનક પણ ના લાગે માટે તો ઈન્ડિયન ટ્રેડીશન કે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાના, લેંગ્વેજ બોલવાની, અરે એ સમયની કંઈપણ વાત યાદ કરવાની બધું જ આપણે છોડી દીધેલું. મેં કોઈ કોન્ટેક્ટ પણ નહોતો રહેવા દીધેલો, ના ડૉ.નાયક કે ડૉ.અગ્રવાલ કે બીજા કોઈ દોસ્ત સાથે પણ. અહીં આપણે નવેસરથી ફરી બધું જ ગોઠવ્યું. ડૉ.નાયકનો ફોન આવતો તો પણ હું અલિશા વિશે કશું નહોતો કહેતો અને એમની સાથે ગમે તે બહાને વધારે વાત કરવાનું ટાળતો, હવે શું કરીશું?...”
એમની વાતો સાંભળી અને એમની આંખોમાં આસું જોઈ હું પણ વિચલિત થઈ ગઈ હતી એટલે હું પાછી મારી બેડરૂમમાં જતી રહી. મેં સુહાસને વાત કરી તો તેને તમારો નંબર આપ્યો અને એકવાર તમારી સાથે વાત કરવા કહ્યું. મેં તમારી સાથે વાત કર્યા બાદ મારા મોમ ડેડને ફરીથી સમજાવવાનું વિચારી પણ લીધું.
પણ હું બીજા દિવસે મારા બેડરૂમમાં થી રેડી થઈ બહાર આવી તો મારો બેસ્ટ ફ્રેન્ડ ડેનિયલના મોમ ડેડ બેઠા હતા. તે બંનેએ મને જેવી જોઈ તેવા જ ડેનિયલની મોમ ઊઠીને હગ કરી દીધું અને બોલ્યા કે,
“આઈ એમ વેરી હેપી ફોર યુ એન્ડ ડેનિયલ... બસ તું જલ્દી મારી ડૉટર ઈન લો બનીને આવી જા. મારો ડેનિયલ પણ નસીબદાર છે કે તેને તારા જેવી વાઈફ મળશે.”
હું તો સ્તબ્ધ થઈ ગઈ એટલે મેં એમને કહ્યું કે,
“વન મિનિટ આન્ટી... સૌ પહેલાં હું ડેનિયલ સાથે વાત કરવા માંગું છું. પછી?...”
હું મારા મોમ ડેડ સામે આસું સાથે જોઈ કોઈ રોકે કે કહે તે પહેલાં જ આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઈ અને ડેનિયલને મળી બધી વાત કરી અને મારા મોમ ડેડ કેમ આવું કરી રહ્યા છે, તે પણ કહ્યું. તેેને મને સજેસ્ટ કર્યું કે,
“તું હાલ આ રિલેશન માટે હા ના કંઈ ના કહે અને ઈન્ડિયા જતી રહે અને ત્યાં સુહાસ સાથે મેરેજ કરી લે. હું કોઈને કંઈ નહીં કહું. તારા ગયા બાદ એમને બધું જણાવી દઈશ, ડોન્ટ વરી.”
મેં ઈન્ડિયા આવવા ફલાઈટની ટિકિટ કઢાવી અને તેની મદદથી હું ઇન્ડિયા પણ આવી ગઈ. એ પછી હું સુહાસના ઘરે પહોંચી.”
સુહાસ બોલ્યો કે,
“મેં જ્યારે તેને આ રીતે ઘરે આવેલી જોઈ ડઘાઈ ગયો. મારા મમ્મી પપ્પાને ખબર પડતાં તેમને પણ અલિશાની ઉંમર અને મારી ઉંમરનો ડિફરન્સ દેખાયો અને નડયો. મારા પપ્પાએ તો આદેશ આપતાં હોય તેમ કહ્યું કે,
“આ મેરેજ શક્ય નથી. તમારા બંને ઉંમર વચ્ચેનો ડિફરન્સ જોયો છે. અને સુહાસ તારે તો આ સમયે કેરિયર બનાવવાનો ગોલ રાખવાનો હોય ના કે મેરેજનો.”
જ્યારે મારી મમ્મી તો,
“આ છોકરી તો મારા ભલા ભોળા છોકરાને ભોળવી લીધો છે. ફોરેનરો આમ પણ સેલ્ફીશ હોય, તેમના મનમાં લાગણી જેવું કંઈ હોતું નથી. એટલું પણ નથી વિચારતી કે આ ઉંમરે લગ્ન શકય બને ખરા?”
એમ કહીને તે રોવા લાગી અને અમે બંનેને શું કરવું તે ના સૂઝયું. એવામાં તમે કહેલા શબ્દો યાદ આવતાં અમે તમારી પાસે મદદ માંગવા આવ્યા છીએ. તમે અમારા મોમ ડેડને સમજાવવામાં મદદ કરો, અંકલ...”
અલિશા,
“હા, ડૉ.અંકલ તમારાથી જ મારા મોમ ડેડ સમજશે, બાકી કોઈ તેને સમજાવી નહીં શકે.”
આ વાત સાંંભળી હું વિચારમાં પડયો એટલે મિતા કંઈક કહેવા જતી હતી તો મે તેને રોકીને કહ્યું કે,
“મને થોડો સમય આપો, હું વિચારી અને એ લોકોનો એન્ગલ સમજું પછી તમને જવાબ આપીશ. ત્યાં સુધી તમે લોકો આરામ કરો, મિતા આ લોકોને ગેસ્ટરૂમ બતાવ.”
મિતાએ પણ તે બંનેને અલગ અલગ ગેસ્ટરૂમ આપી અને પછી મારી પાસે આવી. મને પૂછતાં કહ્યું કે,
“સુજલ તમે હવે શું કરશો? કેમ કરીને વિલિયમ એલિના કે મનોહર સાન્યાલને કે તેમની વાઈફને કેમ કરીને સમજાવશો?”
“કંઈ તો કરીશ જ ને મિતા, આફ્ટર ઓલ આ લવ સ્ટોરી પૂરી તો થવી જ જોઈએ ને? હું તો એ બંનેની તડપનો સાક્ષી છું.”
કહીને મેં એક ફોન લગાવ્યો તો ઉત્સુકતાથી મિતા,
“તમે કોને ફોન લગાવ્યો છે? વિલિયમને?”
“ના.... ડૉ.વિલ્સન, વિલિયમના ફેમિલી ડૉક્ટર. જેની પાસેથી મને અલિશા રિલેટડ માહિતી મળતી હતી.”
(શું ડૉ.વિલ્સન ફોન ઉપાડશે? તે વિલિયમને મનાવવા માનવની મદદ કરશે? આ સંબંધ માટે સાન્યાલ ફેમિલી માનશે ખરી? કે પછી અલિશા સુહાસ કોઈ આડું અવળું પગલું ભરી દેશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૬૦)