Premno Sath Kya Sudhi - 58 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 58

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 58

ભાગ-૫૮

(સુજલ અલિશાના ગ્રીસ ગયા પછી એ બંનેના જીવનમાં કેવા વળાંક આવશે તે જાણવા માટે તેને અક્ષતને હિપ્નોટાઈઝ કર્યો અને એ પરથી જાણવા મળ્યું કે અક્ષતનું મોત થશે અને તેનો નવો જન્મ સુહાસના નામે થશે. હવે આગળ....)

 

એ યાદ આવતાં અમારા મનમાં પનપતી પ્રેમની લાગણીઓ એમના અંતિમ મંઝિલ સુધી પહોંચશે. અમે એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપીશું અને અલિશા અને હું અમારક બંનેના મોમ ડેડને મનાવવા તે પાછી ગ્રીસ જશે અને હું જયપુર આવીશ."

 

"તો તમે મળશો ખરા?"

 

"હા મળીશું જ ને... તેેઓ નહીં માને તો ભાગી જઈશું પણ જીવન તો એકબીજા સાથે જ વિતાવીશું."

 

મેં તેના પરથી હિપ્નોટાઈઝની અસર દૂર કરી. તે તો બધું જ ભૂલી ગયો અને અમે ઘરે આવી ગયા.

 

બરાબર એક અઠવાડિયા પછી અક્ષતની મોતના સમાચાર અને તેના પપ્પાને ફ્રેક્ચર થયાના સમાચાર મને મળ્યા. હું અક્ષતના પપ્પાને આશ્વાસન આપવાના નામે મળ્યો અને કેમ કરીને થયું અને કેવી રીતે તે બધું પૂછતાં, તો અક્ષતે કહ્યા મુજબ જ બધું બનેલું. એ સાંભળી મને જે થોડીઘણી શંકા હતી કે અક્ષતના કહ્યા મુજબ ના પણ થાય, તે કાંઈ થોડો ભગવાન છે તે મટી ગઈ.

 

અક્ષતના મોત બાદ આઠ મહિન સુધીમાં મેં ઈન્ડ્રીયાલિસ્ટ મનોહર સાન્યાલ સાથે ફ્રેન્ડશીપ કરી અને ઘરોબો કેળવી લીધો. અક્ષતના કહ્યા મુજબ મનોહર સાન્યાલની પત્નીને સાતમા મહિને જ એક દિકરાને જન્મ આપ્યો.

 

તે હેલ્ધી હતો અને હું તેના પર બરાબર વોચ રાખી રહ્યો હતો. મને હતું જ કે તેને કંઈ યાદ નહીં હોય અને ખરેખર એવું બન્યું. એનું નામ પણ તેના કહ્યા મુજબ સુહાસ જ પાડેલું.

 

મનોહર સાન્યાલ તો પછી ઉદેપુર શીફટ થઈ ગયા અને એમની મારી સાથે ફક્ત ફોન પર જ વાતચીત થતી રહી.

સુહાસ બ્રિલિયન્ટ હતો અને એમ કહી શકાય કે ડૉક્ટરી લાઈનનો સ્ટુડન્ટ હતો. તેના પપ્પા મનોહરને પણ પોતાના દીકરાને મોટો ડૉક્ટર બનાવવો હતો, એવી ઈચ્છા પણ રાખતાં હતાં.

 

આમ પંદર વર્ષ વીતી ગયા અને ટેન્થની એક્ઝામ પછી સુહાસ તેના મિત્રો સાથે દિલ્લી ફરવા ગયો અને તે ક્યારે તે પાછો આવે તેની રાહ જ જોઈ રહ્યો હતો. તે જેવો પાછો આવ્યો એટલે હું તેને મળવા ઉદેપુર ગયો.

 

મેં તેને ટ્રિપ વિશે પૂછ્યું. તો તે બોલ્યો કે,

"ડૉ.અંકલ મને અને અલિશાને અમારો પૂર્વભવ યાદ આવી ગયો છે. તે તેના મોમ ડેડને સમજાવવા ગ્રીસ ગઈ છે. જોઈએ હવે આગળ શું થાય છે?"

 

મેં ફક્ત તેને એટલું જ કહ્યું કે,

"તમારા બંનેની મોમ ડેડ માની જાય તો સૌથી સારું પણ જો તેઓ ના માને તો કોઈપણ પગલું ભરતાં પહેલાં મને મળજો કે મારી સાથે એક વાર વાત કરી લેજો."

 

આમ કહીને મેં તેને મારો નંબર આપ્યો અને પાછો આવી ગયેલો.

 

જ્યારે મારા પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને સામેના છેડે અલિશા હતી. તેને મને બધી વાત કરી કે કેવી રીતે તેના ઘરમાં વંટોળ ઊભો થયો છે અને કેવી કેવી સમસ્યા ઊભી થઈ છે. એ જણાવ્યું, મેં તેને પ્રયત્ન કરતાં રહેવાનું કહ્યું અને...."

 

"એક મિનિટ સુજલ જ્યારે જે વ્યકિત જાણનાર કરતાં જે વ્યકિત પર વીત્યું તે જ હાજર હોય તો તેને જ સાંભળવું જોઈએ તેમ જ તમે કહો છો, તો આજે તમે અલિશાની જગ્યાએ કેમ બોલો છો, તેને જ બોલવા દો..."

 

કયારની સાંભળી રહેલી મિતા બોલી અને મે વાત પર પૂૂર્ણવિરામ મૂકી દીધો અને અમે બધાએ અલિશા સામે જોયું.

"હા, આન્ટી... મેં ગ્રીસ પહોંચીને મારા મોમ ડેડને સુહાસ વિશે બધી વાત કરી અને કહ્યું પણ ખરું કે મારે તેની સાથે મેરેજ કરવા છે."

 

આ વાત સાંભળીને મારા ડેડ ભડકયા અને મોમને જ બોલવા લાગ્યા કે,

"એટલા માટે જ હું ના પાડતો હતોને કે મારે અલિશાને ઈન્ડિયા નથી મોકલવી, પણ મારું સાંભળે કોણ ના તું કે ના આ તારી વ્હાલી દિકરી. પાછી મને કહે કે તે અક્ષત તો રાજસ્થાનના જયપુરમાં છે, જ્યારે અલિશા તો દિલ્હી રિસર્ચ માટે જાય છે. અને અલિશાને પણ આગળનું કયાં કંઈ યાદ છે? અરે તે ગ્રીસ આવ્યા પછી ક્યારે કંઈ યાદ નથી કર્યું કે નથી તેને આવ્યું. પછી શું કામ તમે ચિંતા કરો છો? હવે જો અને કહે મને કે શું કરવાનું?"

 

મોમ પણ મને બોલી કે,

"મે તો સોચતી થી કી તુમ રિસર્ચ કે લીએ જા રહી હો, પર તુમ તો કરને કુછ હી ગયી થી. મેંને તુમ્હારી સાઈડ લી ઉસી વજહ સે તુમ્હારા સારાબ્લેમ મુજ પર આ ગયા, દેખો."

 

"હા, ઉપરથી તે આવરા છોકરો મીન્સ કે એ છોકરો હજી ત 11માં જ છે. ગમ્યો તો પણ આવો ગમ્યો. બીજા છોકરા મેરેજ માટે અકાળ પડી ગયો છે. એક ટીનેજ છોકરો તને ગમ્યો, એ ઉંમરના દરેક બાળકોને એટ્રકશન હોય, પ્રેમ નહીં સમજી. એ પણ આ વાતને ઘરે જઈ ભૂલી જશે? ભૂલી જશે શું?... ભૂલી ગયો જ હશે."

 

મેં તેમની વાત નકારતાં કહ્યું કે,

"નો મોમ ડેડ, એ ખરેખર મને લવ કરે છે. એ પણ તેના મોમ ડેડને વાત જ કરવાનો છે."

 

"સારું એ વાત કરશે? એવું તને લાગે છે. અને તારી વાત સાચી માની લઉં તો આ એટ્રકશન નહીં પણ લવ છે. ટ્રુ લવ, પણ જે પોતાના પગભર ઊભો નથી, જે હજી તેના ડેડના ડિસીઝન માટે નિર્ભર છે. તેને દરરોજ મોર્નિંગમાં પોતાના ડેડ પાસે પોકેટમની માંગવી પડે એ તારી જવાબદારી કેમ કરીને ઉઠાવશે, એ કહેશો અમને જરાક?"

 

મને મારા ડેેડે કમ્ફર્ટ ઝોનમાં થી બહાર કાઢીને મૂકી દીધી અને હું તેમણે સામો કંઈ જવાબ આપી શકું તેવી સ્થિતિમાં નહીં.

"એ તો વિચાર્યું નથી ડેડ?..."

 

"તો વિચાર્યું શું છે? રસ્તા પર સૂઈ જવાનું, ભીખ માંગીને પેટ ભરવાનું કે પછી સ્યુસાઈડ કરવાનું? ડીસીઝન કહેજે જેથી એ મુજબ તૈયારી કરવાની ખબર પડે?"

 

મને મારા ડેડ એક પછી એક પ્રહાર કરતાં જાય અને તેમના પ્રહાર આગળ મારા હથિયાર નીચે મૂકાઈ ગયાં.

 

"બોલો, આગળના ભવિષ્યનો શું વિચાર કર્યો છે એને કેમ કે હજી તો તેની સ્ટડી બાકી છે? અરે તેને કેરિયર ચુઝ કરવાની પણ બાકી છે? પછી આ બધો જ લવ હવામાં કાફૂર થઈ જાય. બરાબર?"

 

મારા ડેડે તો મારી બોલતી બંધ કરી દીધી અને હું પણ ચૂપચાપ મારી રૂમમાં જતી રહી અને ડેડે કહેલા શબ્દો પર વિચાર કરતી રહી. ખૂબ વિચાર બાદ મેં મારો પ્રેમ મેળવવા સોલ્યુશન કાઢ્યું કે,

 

"કંઈ નહીં, સુહાસ એઈટીનનો થઈ જશે એટલે મેરેજ કરી લઈશું અને ત્યાં સુધી હું તેની રાહ જોઈશ, આમ પણ હું ડિપેન્ડન્ડ છું પછી શું ચિંતા. રહી વાત તેના સ્ટડીની તો હું તેને સ્પોન્સર કરીશ અને તેને જે સ્ટડી કરવી હોય તે કરશે, પોતાની કેરિયર આરામથી બનાવી લેશે. પણ સુહાસ મને લવ કરે છે તો હું પણ તેના વગર જીવી નહીં શકું."

 

આ કહેવા હું મારા રૂમમાં થી બહાર આવી તો મારા મોમ ડેડ વાત કરી રહ્યા હતાં કે,

"જોયું ને તે અલિશા શું બોલી રહી છે. એટલે જ મારે તેને ઈન્ડિયા નહોતી મોકલવી.....

 

(અલિશાના મોમ ડેડ અલિશાને સમજાવશે કે અલિશા તેમને સમજાવી દેશે? સુહાસ શું કરશે, તે પણ તેના મોમ ડેડને સમજાવશે? સુહાસ અલિશાને ટ્રુ લવ કરે છે કે પછી એઈજ પ્રમાણે એટ્રકશન હશે? સુહાસ અલિશાને ભૂલી જશે તો?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૫૯)