ભાગ-૫૬
(માનવે અલિશાને રિલેટડ વાત પુરી કર્યાને થોડા દિવસ વીતી ગયા. મિતા અલિશા વિશે પૂછે છે, પણ સુજલ કંઈ કહેતો નથી. એમના ઘરે એક લેડીઝ અને એક જેન્ટસ આવે છે. સુજલ અલિશા અને સુહાસને ઓળખી જાય છે. હવે આગળ....)
“કંઈ ના બનાવતા’ એવી કોઈ વાનગી બનાવતા મને નથી આવડતી. અરે, મેં તમારી વાતો બહુ સાંભળી છે અને મળવાની ઇચ્છા પણ હતી. મને એમ કે તમને હું મળી નહીં શકુ પણ આજે અચાનક આપણે મળી ગયા તો મારા હાથથી તમારા માટે કંઈ બનાવું, એ ખાધા વગર ચાલશે પણ નહીં, બેટા....”
બંને જણા મિતાની વાતનો વિરોધ કરે એ પહેલાં તો મિતા કીચનમાં પહોંચી ગઈ અને તેને ફટાફટ પનીરની સબ્જી, સલાડ, આચાર અને પાપડ બનાવી દીધા. થોડીવારમાં મિતાએ મને તે બંનેને ડાઇનિંગ ટેબલ પર બેસાડવા કહ્યું, ત્યાં સુધી બંને જણા શું કરવું એ જ સમજ ના પડતાં બેસી રહેલા. મેં તેમને ડાઇનિંગ ટેબલ પર બેસાડયા અને મિતાએ ગરમાગરમ રોટી પીરસવા લાગી અને જમવાનું કહ્યું.
“બંને જણા જાતે પ્લેટમાં લઈ લો અને હું ગરમાગરમ રોટી પીરસું છું.”
“પણ આન્ટી આની જરૂર નહોતી.”
“હા, ખબર છે કે આની જરૂર નહોતી પણ મને આની જરૂર લાગે છે ને એનું શું?... તો જમી લો અને હા શરમાતાં નહીં.”
તે બંને જણા મિતાની આગ્રહનો કે વાતનો વિરોધ પણ ના કરી શક્યા કે પછી આખા દિવસના જમ્યા નહીં હોય, એટલે તે બંને જમવા લાગી ગયા. તે બંને પણ આખા દિવસના ભૂખ્યા હતા એટલે તેમને તેમનો સંકોચ બાજુ પર મૂકીને જમવા લાગી ગયા. તે જમીને ભલે સોફા પર બેઠા હતા પણ તેમના ચહેરા પર કંઈક મૂંઝવણ અને કંઈક ભોળપણ છલકાઈ રહ્યું હતું.
તેઓ જે વાત કહેવા આવ્યા કે તેમની મૂંઝવણ રજુ કરવા અહીં લાંબા થયા હતા તે કેહવી કે નહીં અને કહેવી તો કેવી રીતે અને કેમ કરીને એ બધું જ હું તેમના ચહેરા પરથી વાંચી શકતો હતો. તેઓ પણ એકબીજા ને આંખના ઈશારા કરી વાત શરૂ કરવાનું જણાવી રહ્યા હતા.
જ્યારે મિતા તો કીચન સમેટતાં સમેેટતાં જ આંખોથી મને પૂછી રહી હતી કે આ બંને પેલા અલિશાના કેસ રિલેટડ જ અલિશા છે? અને આ સુહાસ? અક્ષત... મેં પણ આંખના ઈશારે જ હામી ભરી તેની જીજ્ઞાસા શાંત કરી દીધી. પણ મારી જીજ્ઞાસાનું શું એ મારી સમજની બહાર હતું. મિતા તેનું કામ પતાવી અમારી પાસે આવી અને બેઠી.
તેઓ બંને હજી કંઈ બોલી નહોતા રહ્યા એટલે મે છેવટે અલિશાને,
“અલિશા તારા ડેડ અને મોમ કેમ છે?”
“ઓકે છે.”
“યાદ કરે છે કે નહીં અમને તે બંને? તે તો ભૂલી જ ગયા છે...”
“યસ અંકલ, દરરોજ તે તમારી વાત કરતાં હોય છે... એવું કંઈ નથી.”
અલિશા જવાબ આપી રહી હતી પણ તેની આંખો કંઈક અલગ જ કહી રહી હતી. છતાં મેં વાત ચાલુ રાખી,
“તો પછી વિલિયમ અને એલિના મને કેમ મળવા ના આવ્યા?”
“અંકલ હું એકલી જ ગ્રીસથી આવી છું.”
“કેમ? અચાનક એ પણ એકલી?”
અલિશાને શું જવાબ આપવો તે ના સૂઝતા સુહાસે પોતાના હાથમાં વાતની કમાન લીધી.
“અંકલ વાત એવી છે કે મારે અને અલિશાને લગ્ન કરવા છે પણ વિલિયમ અંકલ અને એલિના આન્ટી તૈયાર નથી, એટલે અમારે આમ પગલું લેવું પડયું.”
“પણ એ માટે આવું પગલું ભરવાની જરૂર શું હતી? અને સૌથી પહેલા મને માંડીને વાત કરો.”
“અંકલ તમને અલિશાએ ફોન પર વાત કરી હતી તેમ..”
મિતા તેમની પૂરી વાત સાંભળ્યા વગર જ વચ્ચે બોલી પડી કે,
“અલિશાએ તમારી સાથે વાત કરી હતી?”
“હા... જ્યારે અલિશા રિલેટડ તમને લોકોને વાતો કરી રહ્યા હતા અને એકવાર એ વખતે એક ફોન આવેલો, યાદ આવ્યું? તે એનો હતો.”
“હા, યાદ આવી ગયું કે એકવાર તમે ફોન આવતાં બહાર જતા રહેલા અને પછી થોડા પરેશાન એટલે જ.... તો એ વખતે એને શું કહેલું?”
“એ વખતે અલિશાએ બધી વાત કરીને કહેલું કે... ડૉ.અંકલ મોમ અને ડેડ બંને મારી વાત માનવા તૈયાર નથી.’
મેં તેમને સમજાવતા કહ્યું કે,
“તું શાંતિથી અને પ્રેમથી સમજાવ. તે માની જશે આખરે તારા મોમ ડેડ છે, જે કહે છે તે તારા ભલા માટે કહે છે. ભલે તું સાચી છે, તેઓ પણ કોઈ રીતે ખોટા નથી.”
“આઈ એગ્રી વિથ યુ અંકલ, પણ મારા માટે તેમની વાત માનવી અશક્ય છે.”
“તું ફરી પ્રયત્ન કર બેટા...”
“અંકલ તે મારી વાત સમજવાની વાત તો દૂર રહી, પણ તેઓ સાંભળવા પણ તૈયાર નથી.”
“હા, બેટા, તે એકદમ નહીં સમજે પણ ધીમે ધીમે માની જશે. ફરી એકવાર તું પ્રયત્ન તો કર ખરી...”
બસ એ વખતે મેં તેને સમજાવીને ફોન મૂક્યા પછી વાત નથી થઈ એટલે મને એમ કે તેઓ માની ગયા હશે. પણ તમે બંંએ અચાનક અહીં આવ્યા એટલે... અને વાત શું છે, તે કહો?”
અલિશા બોલી કે,
“અંકલ મેં મોમ અને ડેડને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેઓ મારી વાત માનવા તૈયાર નહોતા તેમનું માનવું હતું કે
‘હું સુહાસ સાથે, અહીં ના રિવાજો, પાંબદીઓ સાથે સેટ નહીં થઈ શકું. વળી પાછો સુહાસ મારા કરતાં ત્રણ વર્ષ નાનો છે, જેનો આગળ વધતી ઉંમરે ઈશ્યુ બનશે, અમારા વિચારો સાથે મતભેદ થશે. મતભેદ ક્યારે પણ મનભેદમાં બદલાઈ જશે પછી શું? આગળ જીવન કેમ કરીને જીવાશે અને રહેવાશે. જો જે આવું થાય તો તમારો પ્રેમ જલ્દી મરી પરવારે જયારે સામાજિક જવાબદારી માથે પડે તો ભલા ભલાના પ્રેમનો નશો ઉતરી જાય અને દેખાડાનો દંભ પણ નીકળી જાય અને અસલી ચહેરો સામે આવી જાય. મૂળે સુહાસનો ઉછેર એ જ માહોલમાં થયો છે ને...’
આ વિચાર એમના હતા ત્યાં સુધી ઠીક હતું. હું સમજાવતી અને મારા સમજાવવાના પ્રયત્ન ચાલુ હતા, પણ ખબર નહીં કે પછી તે લોકો કદાચ મારી મક્કમતા જોઈ તેમને મારા એક સારા મિત્ર જોડે જ લગ્ન ગોઠવી દીધા. તમને ખબર છે કે પરાણે કરવામાં આવેલા મેરેજ કેમ કરીને નભે. હું સુહાસ સિવાય કોઈ પણ જોડે લગ્ન કરવા તૈયાર નહોતી. એટલે મારે નાછૂટકે આ પગલું ભરવું પડયું.”
સુહાસે પોતાના હાથમાં વાતની દોર લીધો અને બોલ્યો કે,
“અંકલ એમના માટે મારો ઉછેર અને માહોલ સાથે સાથે મારી ઉંમર સામે પણ પ્રોબ્લેમ છે. અમારા બંને વચ્ચેની આઠ નવ વર્ષની ગેપ તેમને મંજૂર નથી. પણ તમે જોઈ જ શકો છો ને કી ઉંમર ફક્ત એક સમય સુધી જ મેટર કરે છે, પછી નહીં. હું માનું છું કે અમારા કેસમાં ઊભું છે કે જેન્ટસ મોટી ઉંમરનો હોય અને લેડીઝ નાની ઉંમરની, જયારે અલિશા મારાથી આઠ નવ વર્ષ મોટી છે અને હું નાનો. પણ સૌથી વધારે તો અમારા બંને માટે આ માયને નથી રાખતું, એ તમને પણ ખબર છે ને?”
મેં હા પાડતું માથું હલાવ્યું પણ મિતા બોલ્યા વગર ના રહી શકી કે,
“એમાં તે થોડા ખોટા છે, તે અલિશાની કેર કરે છે તો આ બધું વિચારે એમાં શું નવાઈ?”
(અક્ષતની જગ્યાએ આ સુહાસ કયાંથી? કેમ? કોણ છે આ સુહાસ? શું સંબંધ છે તેનો વનરાજ સિંહ અને માનદેવી સાથે? શું સુજલ સુહાસ અને અલિશાના મોમ ડેડને સમજાવી શકશે ખરા? શું વનરાજ સિંહ એમને આપેલો વાયદો નિભાવી નહીં શકે? કે પછી અલિશાનું મન બદલાઈ ગયું છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૭)