Premno Sath Kya Sudhi - 54 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 54

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 54

ભાગ-૫૪

(અલિશા અને અક્ષત ફરીથી અક્ષતની બર્થ ડે પાર્ટીમાં મળે છે. એમાં એ બંનેને એકબીજાના પ્રત્યે થતું આકર્ષણ વિલિયમ સમજી જાય છે. ડૉ.કોઠારી વિલિયમને ફેમિલી સાથે ડીનર પર એમના ઘરે આવવા ઈન્વાઈટ કરે છે. હવે આગળ....)

 

એક દિવસે નોર્મલી ડૉ.અગ્રવાલનો ફોન આવ્યો. નોર્મલ વાતો કર્યા બાદ ડૉ.અગ્રવાલે એકદમ જ મને કહ્યું કે,

“ડૉ.નાયક આમ તો આ વાત તમને કરવાની જહોને મને ના જ પાડી છે. છતાં તમે અલિશાના ડૉકટર હોવાથી અને અલિશાની જે રીતે તમે ટ્રીટમેન્ટ કરેલી એટલે તમને કહ્યા વગર રહી નથી શકતો કે વિલિયમ ફેમિલી પાછી પોતાના વતન ગ્રીસ શિફટ થઈ રહ્યા છે.”

 

મને હવે વિલિયમ એવોઈડ કરતો હતો એટલે મને કોઈ વાતની ખબર નહોતી તેથી સઆશ્ચર્ય પૂછયું કે,

“પણ કેમ ડૉ.અગ્રવાલ?”

 

“હા, મેં કારણ પૂછ્યું તો તેનું કહેવું એવું છે કે અહીં મારું રિસર્ચ વર્ક ફિનિશ થઈ ગયું છે, તો પછી અહીં શું કામ તે રહે. અને વળી અમારા બંનેના ફેમિલી અને મોમ ડેડ પણ ત્યાં જ છે. એ લોકો મને અને એલિના અલિશાને પણ ખૂબ યાદ કરી રહ્યા છે. મને પણ એવું લાગે છે કે હવે ખૂબ કામ કર્યું. મારા મોમ ડેડને પણ હવે મારી જરૂરિયાત છે અને મારી ફરજ છે કે મારે પણ એમની પાસે જ રહેવું જોઈએ.”

 

આ સાંભળીને હું કંઈ કહી ના શક્યો. આમ પણ હું છેલ્લા બે મહિનાથી લંડનમાં ફેલોશિપ મેળવવા ગયેલો હતો એટલે મને અહીં શું થયું કે બન્યું તે ખબર નથી. વળી પાછી મને તેની વાત સાચી પણ લાગી. છતાં મને થયું કે હું તમને આ વાત કરી દઉં, જેથી કોઈ પ્રોબ્લેમ થયો હોય તો જાણી શકાય અને જાણીને સોલ્વ પણ કરી શકાય?’

 

“ના ડૉ.અગ્રવાલ વાત તો કંઈ નથી, પણ તમારી વાત સાચી છે કે કદાચ તેને અલિશાનું ફ્યુચર અહીં સિકયોર નહીં લાગતું હોય. અને તમારી જેમ હું પણ માનું છું કે વિલિયમના મોમ ડેડને પણ વિલિયમની જરૂરિયાત છે. ઈટ્સ ઓકે, આ તો એકના એક દિવસે બનવાનું જ હતું. ચાલો ત્યારે આપણે છેલ્લીવાર મળી લઈએ.”

 

મેં જાણી જોઈને ડૉ.અગ્રવાલને કહ્યું જેથી વિલિયમ તેમની વાત ટાળી પણ ના શકે. ડૉ.અગ્રવાલે વિલિયમને આગ્રહ કરી જતાં પહેલાં મળવા કહ્યું અને તે માની ગયો. અમે બધા અમારી જગ્યાએ જ મળ્યા તો મેં વાતને ગોળગોળ ફેરવ્યા વગર સીધું જ પૂછી લીધું કે,

“વિલિયમ અચાનક ગ્રીસ કેમ? શું થયું?”

 

“બસ એમ જ, આમ પણ મારા મોમ ડેડની ઉંમર થઈ ગઈ છે અને એમને મારી જરૂરિયાત છે. આ બાજુ મારું રિસર્ચ વર્ક પુરું થઈ ગયું છે, એટલે...”

 

તેને મારાથી આંખો ચોરતાં ચોરતાં કહ્યું એટલે મેં,

“એ તો મને ખબર છે, મારે ડૉ.અગ્રવાલ સાથે આ વાત થઈ ચૂકી છે અને સાથે એ પણ ખબર છે કે આ એક બહાનું છે, બરાબર? હવે સાચી વાત કહીશ... હું તને ગ્રીસ જતાં આ વખતે નહીં રોકું, પણ મને એકવાર કહે તો ખરો. જેથી મને એટલે કે અમને સાચું કારણ ખબર પડે.”

 

તે કહેવું કે ના કહેવું એ મૂંઝવણમાં પડ્યો, પછી કંઈક વિચારીને બોલ્યો કે,

“તમને ખબર છે ને કે ડૉ.રમેશ કોઠારીએ અમને ડિનર માટે ઈન્વાઈટ કરેલા એ પણ વીથ ફેમિલી. એના ત્રીજા જ દિવસે હું એમના ત્યાં વીથ ફેમિલી ડીનર પર ગયો. તમને ખબર છે તેમ અક્ષતનું અલિશા પર વધારે એટેન્શન રહેતું હતું. આ વાત આ વખતે મેં પહેલી વારની જેમ ખાસ નોટિસ ના કરી. પણ કદાચ આ વાત મારી જેમ કાવ્યાએ પણ નોટિસ કરી હશે અને તે વાત તેના મનમાં રહી રહીને ઊભરાઈ રહી હતી.

 

આ બાજુ અક્ષત અને અલિશા ભોળપણમાં જ કહો કે આકર્ષણમાં એકબીજા સાથે રમવામાં મસ્ત હતા. આ બંને વચ્ચેના આકર્ષણનું અલગ જ રૂપ આપી કાવ્યા તેમની આગળ પાછળ જ ફરી રહી હતી. અને એ વાત હું બરાબર નોટિસ કરી રહ્યો તો. એટલે અક્ષત અને અલિશા પર મારી નજર બરાબર હતી.

 

ખબર નહીં પણ રમત રમતમાં જ અક્ષત અને અલિશાએ એકબીજાને હગ કર્યું, એમાં તો કાવ્યા વિફરી પડી.

કાવ્યાના મનમાં શું હતું એ ખબર નહીં પણ તેને એકદમ જ અક્ષતને ધમકાવી નાખ્યો અને બોલી કે,

“તને એટલી ખબર પડવી જોઈએ કે પારકાના ઘરે, પારકા વ્યકિત સાથે આટલું એટેચમેન્ટ ના હોવું જોઈએ.”

 

અક્ષત અને અલિશા એકબીજાથી જુદાં પડવા તૈયાર નહોતા એટલે તે બોલ્યો કે,

“તે મારી ફ્રેન્ડ છે, મમ્મી. પ્લીઝ આમ ના કહે.”

 

કાવ્યા એ પછી કંઈ બોલી નહીં પણ મને તેની આંખોની ભાષા બરાબર સમજ પડી રહી હતી, જે નારાજગી દર્શાવી રહી હતી, એમાં ખાસ કરીને અલિશા તરફ.

 

હું એમને ત્યાં ગેસ્ટ હતો એટલે હોસ્ટને કંઈ કહી શકાય એમ નહોતું કે ના તેમનું અપમાન પણ ના કરી શકું, પણ આ વાત જ મારા મનમાં ખૂંચે છે.

 

આ પછી મને લાગ્યું કે આ રીતે અલિશાને અહીં રાખવી સેઈફ નથી એટલે...”

 

“પણ તું સમજ કે અક્ષત...”

 

તેને મારી વાત વચ્ચે જ રોકીને,

“જો એ જ વાત હોય તો પછી અલિશા માટે અહીં રહેવું ખરેખર સેઈફ નથી. હવે મારું ડિસીઝન પહેલાં કરતાં પણ વધારે ફાઈનલ થઈ ગયું છે, જેને ચેન્જ કરવું મારાથી પણ શક્ય નથી.”

 

આમ બોલીને તે ખરેખર જવા ઊભો થઈ ગયો. હું કે ડૉ.અગ્રવાલ તેને રોકી ના શક્યા. અમે કંઈ કરી શકવાની સ્થિતિમાં નહોતા એટલે તેની વાત સાથે એગ્રી થયા વગર છૂટકો પણ નહોતો.

 

અક્ષતને ખબર પડતાં જ તે રડી પડ્યો અને મને ફોન કરીને કહ્યું કે,

“મારે અલિશાને મળવું છે, અંકલ. એ પણ ગાર્ડનમાં, પ્લીઝ.”

 

મેં ડૉ.કોઠારીને ફોન કરીને કહ્યું કે,

“વિલિયમ ફેમિલી ગ્રીસ જાય છે, તો તેને વિશ કરવા જવાનો છું. એક કરતાં બે ભલા એમ વિચારીને તમને પૂછવા ફોન કર્યો કે તમે આવશો, તમારી ઈચ્છા હોય તો જ...”

 

“હા, કેમ નહીં, હું આવીશ.”

 

“સારું તો અક્ષતને પણ લેતા આવજો.”

 

હું, ડૉ.અગ્રવાલ અને ડૉ.કોઠારી વિલિયમને બાય કરી અને તેમને એક મેમરેબલ ગીફ્ટ આપી. અક્ષત અને અલિશાની આંખોમાં એકબીજાથી દૂર જવાનું દુઃખ હતું, છતાં પણ એકબીજાને બાય કહીને છૂટાં પડી ગયા.

 

મેં અને ડૉ.અગ્રવાલે વિલિયમને ઓફર પણ કરી કે,

‘અમે એરપોર્ટ મૂકી જઈશું.’

 

પણ તેને ના પાડી અને તેને કહ્યું કે,

“હું મેનેજ કરી લઈશ.”

 

વિલિયમ ફેમિલી ગ્રીસ જતી રહી. હા વિલિયમ સાથે અવારનવાર વાત થતી રહે છે એટલે એટલી ખબર છે કે અલિશા પણ હવે તેના ડેડની જેમ આર્કોલોજીસ્ટ છે.”

 

બધા વાત સાંભળવામાં મશગૂલ હતા. મીના બોલી કે,

“એટલે વનરાજ સિંહ કહો કે અક્ષત અને માનદેવી કે અલિશા એકબીજાને નહીં મળી શકે એમ ને?”

 

મેં જાણતો નથી તે ટોનમાં ખભા ઉંચા કર્યાં તો મિતા,

“અગેઈન સેડ લવ સ્ટોરી...”

 

મિતા અને મીનાની આંખોમાં આસું ઝળકી રહ્યા. છેલ્લે ઉમંગ એવું બોલ્યો કે,

“એવું લાગે છે કે આપણે જાણે એક મૂવી જોઈ ઉઠયા હોય.”

 

તેની વાત સાથે બધા સમંત થયા અને છુટા પડ્યાં.

 

(હવે શું? આ પ્રેમકથા અધૂરી રહેશે? અલિશા અક્ષતનો આ વિરહ કાયમી હશે? તે મળશે નહીં કે શું?

વાચક મિત્રો શું લાગે છે તમને કે આ વાર્તાનો એન્ડ છે? કે પછી આગળ કોઈ નવો વળાંક આવશે? અક્ષતે આગળ કહ્યા મુજબ અલિશાના જીવનમાં બીજો કોઈ આવશે?

બસ આ જાણવા જ વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૫)