ક્યારેક ખુલી આંખે સપનાઓ જોવા એ દરેક માણસની ઈચ્છા હોય છે પણ ઘણીવાર એ સપના પાછળ ભાગવું એટલું જ મુશ્કેલ બની રહે છે....
ક્યારે આંખો બંધ થઇ અને અનુરાગ એ સપનાઓમાં પ્રવેશતો ગયો એ પણ તેને ખબર ન રહી, તેની આંખો આગળ વહેતા અભયપૂરના ઝરણાંઓ તે જોઈ શકતો હતો, સૌમ્યા વાતાવરણ હતું અને જરાક ઠંડો મોસમ હતો ચારે તરફ હરિયાળા ખેતરોમાં પાક લહેરાતો જોવા મળતો હતો....
ખરેખર કેટલો સુકુન છે..... હા સુકુન છે ચાલ ઉઠ હવે સાંજ થઇ ક્યારનો ઊંઘે છે તું ભાઈ, અરે દીદી તમે,આંખો ખોલતાની સાથે જ આરાધ્યા તેની સામે હતી, બંને વચ્ચે વાત થઇ અને આવનારા બે દિવસમાં અભયપૂરની મુલાકાતે જવાનુ છે એ નક્કી થયું છે તે માંગે આજે પાર્કમાં મિટિંગ રાખવા બાબતે અનુરાગે આરાધ્યાને કહ્યું...
સાંજ થઇ ગઈ હતી, પણ મેડિસિનના અસરના કારણે અભય ઉપર તેનો ખુવાર હજી તાજો જ હતો તે કારણે તેને ફ્રીઝમા પડેલી આઈસ્ક્રીમ હાથમા લીધી અને બંને ભાઈ - બહેને આઈસ્ક્રીમનો સ્વાદ અનુભવ્યો...
આજે અનુરાગની તબિયત જરાં નાજુર હોવાથી, આરાધ્યાએ વહિકલ ચલાવ્યું અને અનુરાગ વિચારોમા ખોવાયેલો જ હતો, રસ્તામાં ક્યારે વેહિકલ હવાને કાપતી -કાપતી બાગ સુધી પહોંચી તેની જાણ અનુરાગને ન રહી, વેહિકલ રુકી અનુરાગ ઉતાર્યો અને આરાધ્યારે તેને પાર્ક કરી ત્યારબાદ બંને બાગમાં ગયા....
નિત્યા એક ડાયરીમાં બધા સ્ટુડન્ટના નામ અને કોન્ટેક્ટ નંબર લખી રહી હતી, એ જોઈને અનુરાગે કહ્યું ગણીને પાંચ નામ છે નિત્યા એમાં લખવાની શું જરૂર? ના અનુરાગ ઓઝા મેમએ કહ્યું છે તો એમણે માહિતી આપવી સારી, મેઘના ઓઝા તેમનું આખુ નામ છે...., અનુરાગ મનમાં હસ્યો અને રચિત ત્યાં થોડીવારમાં આવ્યો બંનેએ એકબીજા સામે જોઈ હસવા લાગ્યા,
આટલી નાની ઉંમરમાં આટલુ ટેન્શન કરે છે નિત્યા આ અનુરાગ, નિત્યાએ જવાબ આપતાં કહ્યું હા તારી વાત એકદમ સાચી છે રચિત પણ કદાચ એને અભયપુરમાં રહેતી ગાયત્રી વધારે ગમવા લાગી હોવાથી પણ બની શકે કે તેનું મન સપનાની દુનિયામાં જ વસવા લાગ્યું છે.....
વાતાવરણમાં મજાક મસ્તીનું વાતાવરણ થઇ ગયું નિત્યા સાથે આરાધ્યા પણ અનુરાગની મસ્કરી કરતી હતી અને જોત જોતામાં સૂર્યનો પ્રકાશ પણ આથમવા લાગ્યો, રચિત અને મિત્રા બંનેએ રજા લીધી અને બગમાંથી બંને પોત પોતાના રસ્તે ઘરે નીકળ્યા નિત્યાએ પોતાનું વહિકલ નિકાલ્યું અને આરાધ્યા સાથે અનુરાગ પણ ઘરે જવા નીકળ્યો, અડધા રસ્તા સુધી નિત્યાએ અનુરાગને સમજાવ્યો આ તું ઘરે એકલો રહે છે ને એનું પરિણામ છે અનુરાગ હવે કોલેજ પુરી થાય એ પછી પણ તું ઘરની આસપાસ કે અહીં બાગમાં થોડો ફરવા નીકળ અને સ્ક્રીન ટાઈમ ઓછો કર મારી કઝીન સિસ્ટરએ પણ એમ જ કહ્યું મને અને એક્ષામ સમયે પણ વધારે સ્ટ્રેસ ન લેવાનો જેથી મન શાંત રહે, અનુરાગે કહ્યું હા સાચી વાત છે નિત્યા તારી..... હા નિત્યાની વાત તો તને ક્યાં ખોટી લાગે છે આરાધ્યા એ ફરીથી મજાક સૂઝતી હતી અરે મારી નહિ ગાયત્રીની વાત આરુ નિત્યાએ પણ મસ્કરી કરી અને માર્ગ અલગ પડતા વેહિકલ વળાંક પહેલા ઉભું રાખી કહ્યું જો અનુરાગ મનમાં ન લાવતો કે તે મને ગાયત્રી કહ્યું અને પૂનર જન્મ વાળી વાત કરી હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું સોં તને સમજી શકું આ એક ભ્રમ છે જે નોર્મલ છે, અને આરાધ્યાને પણ ખબર છે તે મહેફિકલ લાઈનની સ્ટુડન્ટ છે..
તે અભય પુરનો ઇતિહાસ વાંચ્યો એટલે તને એમાં બધું નજરે પડે છે... થોડા દિવસમાં બધું ઠીક થઇ જશે અને પરમેં વહેલો કોલેજ કેમ્પસમાં આવીને કોલ કરજે, અનુરાગે પણ એની વાતમાં હામી ભરી બંને વહિકલ અલગ માર્ગે ચાલવા લાગ્યા...