સુર્યાસ્ત 2
ત્રણેય દીકરાઓ બાપુજીનુ ઘણુ જ માન અને આદર જાળવતા.બાપુજીની દરેક વાતનુ પાલન પણ કરતા.તનસુખ અને મનસુખ તો ક્યારેય બાપુજીની સાથે મજાક મસ્તી પણ ના કરતા. બાપુજીની વાત સાંભળી ને બંનેના ચહેરા ઉપર પણ ગમગીની અને ગંભીરતા છવાઈ ગઈ હતી. પણ ધનસુખ મોટો હોવાના કારણે બાપુજીની સાથે એની નીકટતા બીજા બંને ભાઈઓ કરતા જરાક વધુ હતી.અને એટલે એ બાપુજી ની સાથે હંમેશા તો નહીં.પણ ક્યારેક ક્યારેક મર્યાદામાં રહીને ટીખળ કરી લેતો.જ્યારે એણે જોયું કે બાપુજીની વાત સાંભળી ને બધા ઉદાસ અને ગંભીર થઈ ગયા છે.તો એણે એ ગંભીર વાતાવરણને હળવુ કરવાનો પ્રયત્ન કર્યો. હળવા સ્વરે એણે બાપુજી ને પૂછ્યુ.
"તમે શ્યોર છો બાપુજી.બે હજાર નવ ના નવમા મહિનાની નવમી તારીખે જવા માટે?"
"હા દીકરા.આ મારા અંતરનો અવાજ છે.અને મને લાગે છે કે હું ચોક્કસ જઈશ."
"પણ બાપુજી એમ લાગવાનું કારણ? તમને તો જુવો અત્યારે નખ માય રોગ નથી."
"મૃત્યુ માટે રોગ જ થાય એવું જરૂરી નથી બેટા. મૃત્યુ કોઈ પણ બહાને.અને ગમે તે રીતે આવી શકે છે.અને મારું હૃદય પાકા પાયે માને છે કે કદાચ તારીખ આગળ પાછળ થઈ શકે.મહિનો આગળ પાછળ થઈ શકે. પણ સાલ નવ એટલે નવ પાકી છે."
"બાપુજી તમે કહ્યું ને કે છોકરાઓ મારી વાત ધ્યાન થી ધ્યાનથી સાંભળો.તો અમે તમારી વાત ધ્યાનથી સાંભળી.સાંભળીને?અને હવે તમે અમારી વાત ધ્યાનથી સાંભળો બાપુજી.બે હજાર નવ ની સાલના અંત સુધીમાં જો તમે વિદાય ન લીધી ને.તો એક જાન્યુઆરી બે હજાર દસના અમે તમને.તમે ના પાડશો તો ય.ચંદનવાડી લઈ જઈશુ."
ઘનસુખ ની ટિખળ સાંભળીને બધા હસી પડ્યા. અને હસતા હસતા બધાએ એ ટિખળમાં સુર પૂરવ્યો.
"હા બાપુજી.બોલો હવે શું કહો છો તમે?"
બાપુજીએ હસતા હસતા ધનસુખ ની ટિખળ નો જવાબ આપતા કહ્યુ.
"એવો વખત જ નહીં આવે.દીકરા.કે તમારે મને પરાણે ચંદનવાડી સ્મશાને લઈ જવો પડે.બે હજાર નવ અને નવમો મહિનો પાકો.એટલે પાકો."
બાપુજીએ આત્મવિશ્વાસથી કહ્યુ.પણ બધાએ બાપુજીની વાતને હળવાશથી લીધી.કારણ કે બધા જાણતા હતા કે બાપુજીની જે તંદુરસ્તી છે. બાપુજી નુ જે સ્વાસ્થ્ય છે.એ બાપુજીને હજી દસેક વર્ષ તો કાંઈ જ નહીં થવા દે.
અને સમય સરવા લાગ્યો.આ વાત થયા ના છ મહિના પછી.હૈદરાબાદમાં એક ધાર્મિક પ્રસંગે આંખો પરિવાર હૈદરાબાદ ગયો.ચારેક દિવસનુ રોકાણ હતુ.અને પછી બધાએ ફરી મુંબઈ આવવાનું હતુ.પણ સૂર્યકાંતની ઈચ્છા પોતાની લાડકી પૌત્રી સૌમ્યાને ત્યાં એકાદ મહિનો રોકાવાની હતી.એટલે એમણે કહ્યુ.
"તમે લોકો જાવ મારે એક મહિનો સૌમ્યાને ત્યાં રોકાવું છે."
દાદાની વાત સાંભળીને સૌમ્યા તો દાદાને વળગી જ પડી.સૂર્યકાંત ને એના છોકરાવ તો બાપુજી કહેતા પણ એના પૌત્ર અને પૌત્રી પણ બાપુજી જ કહેતા.
"બાપુજી મારી પણ ઈચ્છા હતી કે તમે મારે ત્યાં રોકાઓ.તમે તો અંતરયામીની જેમ મારા મનની ઈચ્છા જાણી લીધી. તમારો ખુબ ખુબ આભાર બાપુજી."
છોકરાઓ પાછા મુંબઈ રવાના થઈ ગયા. સૂર્યકાંત સોનિયા ને ત્યાં રોકાયા. સૌમ્યા પોતાના દાદાને રોજ ક્યાંક ને ક્યાંક ફરવા લઈ જતી હતી. દાદાની મનગમતી વાનગી અને દાદાને જે ઈચ્છા થતી એ એમને બનાવીને ખવડાવતી. દાદા અને પૌત્રી ખુબ ખુશીથી દિવસો પસાર કરતા હતા. આજે દસમો દિવસ હતો.સૂર્યકાંત સવારે ઊઠીને પાણી મોઢામાં લઈને કોગળા કરતા હતા.પણ ત્યાં એમના ગળામાં એમને દુખાવાનો અહેસાસ થાય છે.એક તીવ્ર પીડા એમને ગળામાં થવા લાગે છે. પણ એ કોઈને કંઈ વાત નથી કરતા.પણ એમના મનમાં શંકા કુશંકાઓ જાગવા લાગે છે.કે ક્યારેય નહીં ને આજે જ કેમ આ દુખાવો થવા લાગ્યો?અને એ પણ આમ અસહ્ય?શું હશે?