Prem ni Pariksha - 2 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પ્રેમ ની પરીક્ષા - 2

Featured Books
Categories
Share

પ્રેમ ની પરીક્ષા - 2

રાધા માનુ ને ફોન કરે છે. માનુ કહે છે હા રાધા બોલ. રાધા કહે છે માનુ મારે તને એક વાત કહેવી છે પરંતું થોડો ડર લાગે છે કે તુ મારા વિશે શું વિચારીશ..
માનુ બોલી અરે રાધા તારા અને મારા વચ્ચે આવું પૂછવાનું ક્યારથી આવવા લાગ્યું છે.જે હોઈ તે મને કહે
રાધા ના ભૂતકાળ માં ઘણું એવું બન્યું હતું કે તે માનુ ને કહેતા ડરતી હતી.માનુ રાધા ને સમજાવે છે. પછી રાધા કહે છે, માનુ અમારા એક ક્લાયન્ટ છે માધવ સર એ જ્યારે મને
ફોન કરે છે ત્યારે મને એના પર ગુસ્સો આવે છે આમ મને એના સાથે વાત કરવી પણ નથી પસંદ.
માનુ બોલી હહ તો ના કર વાત પસંદ નથી તો
રાધા બોલી પેલા સાંભળીશ મારું કે તારું જ ચલાવીશ.
અરે સોરી સોરી રાધા બોલ.
એ માધવ સર નો આજે કામ માટે ફોન આવ્યો હતો પણ આજે એના અવાજ માં અજીબ શાંતિ હતી.એના અવાજ મા મને કઈક અલગ લાગ્યુ કે સર ને કઈક તો થયું છે.અને જ્યાર થી કોલ કટ કર્યો છે મને ત્યાર થી અજીબ પ્રકાર ની બેચેની થાય છે. મારા ધબકારા વધી ગયા છે અને કામ કરતા કરતા હાથ ધ્રૂજે છે.સૂ થયું હસે એમને એવા જ વિચાર આવે છે.
માનુ બોલી રાધા પેલા તું શાંત થઈ જા અને તને એ માણસ ગમતો જ નથી તો એના વિશે વિચારી ને સૂ કામ છે આવાં ફાલતુ ના વિચાર ના કર.ક્યાંક તને માધવ સાથે પ્રેમ તો નથી થઇ ગયો ને રાધા એ ગુસ્સા માં જવાબ આપ્યો અરે મારે પણ નથી વિચાર કરવા એના પણ સૂ કરું આ બેચેની મને ક્યાંય મારું મન લાગવા દેતી નથી.અને એ છોકરા ને મે ક્યારેય જોયો પણ નથી પ્રેમ સૂ થવાનો હા નફરત છે મને એના થી.
એટલી વાર માં રાધા ના બોસ આવે છે અને રાધા ને બીજું કામ આપે છે રાધા માનુ ને કહે છે માનુ હું તનેં ઓફીસ માંથી બહાર નીકળી ને ફોન કરું અને આપડે વાત કરીએ
ફરી રાધા પોતાનું કામ કરવા લાગે છે પરંતુ માધવ ના જ વિચાર આવતા હોય છે આમ તો સાંજ ના 7 વાગ્યા નો સમય છે રાધા નો ઘરે જવા માટે નો પરંતું તે દિવસે રાધા 6:૩૦એ બહાર નીકળી જાય છે.
ફરીથી માનુ ને ફોન કરે છે માનુ હું સૂ કરું યાર 🥺🥺🥺
માનુ બોલી રાધા એક કામ કર તું તારા પર્સનલ મોબાઇલ માંથી માધવ સાથે વાત કરી લે.તેને પૂછી લે તમને કઈ પ્રોબ્લેમ થયો છે કે કેમ એટલે તારા મન નું સમાધાન થઈ જાય
રાધા બોલી પાગલ છોકરી મારા સર ને ખબર પડશે તો મારી જોબ જશે.માનુ બોલી તો મને કઈક વિચારવા દે.🤔🤔🤔માનું બોલી એક કામ કર હું વાત કરી દઉ?હમણા સોશિયલ મીડિયા માં ગોતી ને એને કહી દઉ કે મારી બેન તમારા સાથે વાત કરવા માગે છે.મને એનો ફોટો આપ.
રાધા બોલી એને તો મે પણ જોયો નથી મે તો જસ્ટ નામ સાંભળ્યું છે અને આજે ફોન પર આટલી વાત થઈ બાકી ક્યારેક ક્યારેક ખાલી કામ થી વધી ને 10 સેકંડ જેટલી વાત થાય છે.માનું બોલી એના કંપની ના સોશિયલ મીડિયા પેજ પર એ હશે હું ગોતી લઉ છું અને હું મારી રીતે વાત કરી લઉ છું તુ મને ડિસ્ટર્બ ના કરતી કઈ તને મારી કસમ છે.
રાધા ફસાઈ ગઈ હવે શું કરવું માનુ માનશે પણ નહિ અને એ સૂ કરશે એ પણ રાધા ને ખબર ના હતી.
માનુ શું કરશે કેવી રીતે માધવ ને તે ગોતસે.અને રાધા સાથે કેવી રીતે વાત કરાવશે...
તમારું મંતવ્ય જરૂર ને જરૂર આપજો મને અત્યારે કદાચ તમને મારી આ વાર્તા વાંચવી ના પણ ગમે પરંતુ બસ હવે જ આમાં નવા નવા વળાંક આવશે તો મને સહયોગ જરૂર થી આપજો.