Samajdari ane Jawabdari - 3 in Gujarati Motivational Stories by Mihir Parekh books and stories PDF | સમજદારી અને જવાબદારી - ભાગ 3

Featured Books
Categories
Share

સમજદારી અને જવાબદારી - ભાગ 3



ભાગ-૩


આમ ઉમંગ અને તેના મિત્રો તેમજ શાળાનો સ્ટાફ મેળા માં પહોંચી જાય છે..મેળાનું નું દ્રશ્ય જોઈને બધા બાળકો ખુશ ખુશ થઈ જાય છે...શિક્ષક બાળકોને એક લાઇનમાં ઉભા રહેવાની સલાહ આપે છે..અને બધા બાળકોને એકબીજાના હાથ પકડવાનું સૂચન કરે છે...અને સૌપ્રથમ બધા બાળકો ચકડોર માં બેસે છે,,રમકડાના ઘોડાની સવારી કરે છે...ત્યારપછી બપોર શિક્ષકો બાળકોને જમવાનું આપે છે..પછી સાંજે શિક્ષકો બધાને મહેસાણા બજાર માં લઈ જાય છે..

મહેસાણા નું બજાર એટલે,,આહાહા,,બાળકોને મજા આવી જાય,,,,કેમ કે રમકડાની તો લાઇન લાગી હોય,,બધા બાળકો રમકડાં લે છે,,, મમ્મી એ જે 100 રૂપિયા વાપરવા આપ્યા હોય છે તેમાંથી ઉમંગ તેના અને ભાઈ માટે બે હેલીકૉપ્ટર લે છે...

બીજી બાજુ આનંદ બજારમાં જઈને મમ્મી માટે ચીપિયો લેવા જાય છે...(( કેમ કે થોડા સમય પહેલા મમ્મી ચૂલા પર રોટલી કરતી હતી ત્યારે તેના જોડે ચીપિયો નહોતો અને રોટલી ચૂલા પરથી ઉતારથી વખતે તેનો જમણો હાથ દાઝી ગયો હતો...અને સાંજે જયારે મમ્મી આનંદ અને ઉમંગ ને ખવડાવતી હતી ત્યારે આનંદ એ દાઝેલો હાથ જોઈ લીધો અને ત્યારે આનંદ એ નક્કી કર્યું કે મમ્મી એ આનંદ ને જે 100 રૂપિયા વાપરવા આપ્યા હતા તેનો ચીપિયો લાવી દઈશ....))

ચીપિયો લઈને આનંદ દોડતો દોડતો ઘરે જઈને મમ્મી ની શોધતા શોધતા બોલ્યો :- મમ્મી ઓય મમ્મી,,ક્યાં ગયા મમ્મી,,,સાંભળો છો કે નઈ,,મમ્મી,,ઓ મમ્મી....

મમ્મી રસોડામાંથી :- આવું છું બેટા,,,મમ્મી આનંદ જોડે આવીને ,,,બેટા શ્વાસ તો લે,,દોડીને કેમ આવ્યો?,,બેસ,હુ પાણી આપું,,પછી મમ્મી પાણી આપે છે,,

આનંદ પાણી પીને બોલે છે,,મમ્મી આંખો બંધ કર,,હુ તારા માટે કંઈક લાવ્યો છું?

મમ્મી આંખો બંધ કરે છે અને જેવી જ આંખો ખોલે પણ તરત જ આનંદ મમ્મી ને ચીપિયો આપે છે,,ભાઈ થોડા સમય માટે મમ્મી ચૂપ થઈ જાય છે ત્યારબાદ મમ્મી ના આંખમાંથી આંસુ આવી જાય છે અને ધીમાં સ્વરે અચકાતા અચકાતા કહે છે:- ચીપિયો કેમ લાવ્યો?,,મારે ચીપિયાની જરૂર નથી બેટા,,,મે તને પૈસા વાપરવા આપ્યા હતા..

ત્યારે આનંદ મમ્મી નો દાઝેલો હાથ પકડીને કહે છે :- મમ્મી,,થોડા સમય પહેલા જયારે તમે,, મને અને ઉમંગ ને ખવડાવતા હતા ત્યારે મે તારા દાઝેલા
હાથ જોયા હતા,,મને ખબર છે એ રોટલી કરતી વખતે જ આવું થયું હશે,,એટલે હુ તારા માટે ચીપિયો લાવ્યો

મમ્મી ભીના અવાજે:- મારો લાડકવાયો સો વર્ષનો થાય..ખુબ ખુબ જીવો,,એમ કહીને આનંદ ને ભેટી પડે છે..

પછી સાંજે પ્રવાસ થી બધા ઘરે આવા પરત ફરે છે.દરેક બાળકો ના વહાલીઓ સ્કૂલમાં રાહ જોતા હોય છે...

જીતુભાઇ,શોભનાબેન અને આનંદ પણ સ્કૂલ માં ઉમંગ ની રાહ જોવે પણ,,

થોડા સમય પછી બસ આવે છે,, અને બધા બાળકો નીચે ઉતરે છે,,અને પોતપોતાના મમ્મી - પપ્પા જોડે જતા રહે છે..

ઉમંગ પણ મમ્મી -પપ્પા અને ભાઈ જોડે આવે છે અને ભેટી પડે છે,,થોડા સમય પછી બધા વહાલીઓ બાળકો ને લઈ ઘર તરફ જવા લાગે છે,,ઉમંગ ઘરે જઈને પ્રવાસ માં જે જે જોયું અને અનુભવ્યું તે મમ્મી -પપ્પા અને ભાઈ ને કહે છે,, અને ભાઈને હેલીકૉપ્ટર આપે છે.આમ ઉમંગ નો પ્રવાસ પૂરો થાય છે...

જુઓ મિત્રો,,એક જ માના બે દીકરા છે..પણ બન્ને ની સમજદારી અને વિચારસરણી માં જમીન-આસમાન નો ફરક છે...
ઉમંગ હજુ નાનો છે,,પણ જો તેની જીદ્દ નઈ છોડે તો મોટો થઈ ને વધારે જીદ્દ કરશે એટલે માં - બાપ એ પણ ધ્યાન માં રાખવું જોઈએ કે છોકરાઓ ની બધી જીદ્દ પુરી ના કરીયે...

અમુક પરિસ્થિતિ છોકરાઓ સામે એવી મુકવી જોઈએ જેમાંથી છોકરો તેમાંથી કંઈક નવું શીખે અને તેને અનુભવ થાય કે મમ્મી - પપ્પા નું કહેવું સાચું હતું,,તેને નાનપણ થી જ શીખવાડવું જોઈએ...બાળક ને નાનપણ થી જેવું વાળશો તેવું વળશે...તેનો સામાન્ય ભાષા માં સમજ આપું,,ઉદાહરણ તરીકે,, જો મકાન નો પાયો સરખો બનાવામાં આવે તો વર્ષો સુધી મકાન ને કાઈ થતું નથી...
તેમ જ જો બાળકો ને નાનપણ થી જ પાયો સારો હોય તો તે જીવન માં ગણા આગળ જાય છે.

હવે રહી વાત આનંદ ની તો એ લાગણીશીલ નેતૃત્વ ધરાવતો બાળક છે,,આ ખૂબી બાળકો માં ખુબ જ ઓછી જોવા મળે છે...આનંદ જિદ્દી પણ નથી અને તે પરિવાર નું પહેલા વિચારે છે...પણ આતો હજુ બાળક છે..


નાનો,,,ફૂલ જેવો બાળક ચીપિયો લાવીને મમ્મી નો આટલો ખ્યાલ રાખે છે,,,,જે માં -બાપ વિશે લાગણી રાખે છે,, એક મોટા થઈને માણસો કેમ બદલાઈ જાય છે?
શુ તેમનો સંપ ખરાબ હોય છે?? શુ તેઓ માં - બાપ ને લઈને શરમ અનુભવે છે?? શુ તેઓ વહુ આવાથી બદલાઈ જાય છે?? શુ તેઓ પૈસા આવવાથી બધું ભૂલી જાય છે??
શુ તેઓ બીજાનું સાંભળે છે એટલે ?? તો મિત્રો આ બધા જ પ્રશ્નો હશે,,જેને આપણે સમજવાના છે... તો તેને આગળ સમજીશું.....અને જીવનમાં ઉતારીશું પણ....

બોધ :- નાનો બાળક માં - બાપ વિશે સમજી શકતો હોય તો આપણે પણ અવશ્ય સમજી શકીએ.. મિત્રો એટલું તો વિચારો જેને આપણને જન્મ આપ્યો એ કોઈ દિવસ ખોટું વિચારી શકે..શક્ય જ નથી...

મોટા થઈને બન્ને નું નેતૃત્વ કેવું હશે તે પણ જોઈશું...

જો મિત્રો વાર્તા માં કાઈ સુધારવા જેવું હોય કે કાઈ ઉમેરવાનું હોય તો અવશ્ય મને કમેન્ટ કરજો,,જેથી કોઈ મારી ભૂલ થતી હોય તો અનુસરી ને બીજી વાર ધ્યાન માં રાખું,,જેથી તમને વાર્તા વાંચતી વખતે અડચણ ન અનુભવાય...