Suryasth - 1 in Gujarati Motivational Stories by Amir Ali Daredia books and stories PDF | સૂર્યાસ્ત - 1

Featured Books
Categories
Share

સૂર્યાસ્ત - 1

સૂર્ય કાંત શેઠનો સૂર્ય મધ્યાહને ઝળહળતો હતો. ઓગણએંસી વર્ષની ઉંમરે પહોંચ્યા હોવા છતાં.
એકદમ અડીખમ હતા.આજે પણ એ ટટ્ટાર ચાલે ચાલતા હતા.આ ઉમરે પહોંચ્યા પછી ઘણા તો સાવ ખખડી જતા હોય છે.ઘણાઓને લાકડી નો સહારો લેવો પડતો હોય છે.બસો.પાંચસો મીટર પણ ચાલવું પડે તો હાંફી જતા હોય છે.પણ સૂર્યકાંત આજે પણ બે ત્રણ કિલોમીટર ના અંતરે જવું હોય તો પગપાળા જ જતા હતા.ઉંમરની અસરને એમણે પોતાના સ્વાસ્થ ઉપર કે શરીર ઉપર જાણે પડવા જ દીધી નહોતી. હસમુખ. .મમતાળુ.અને ઝિંદાદિલ આદમી એટલે સૂર્યકાંત શેઠ.
ઈશ્વરે એમને ત્રણ દીકરા અને બે દીકરીઓ હતી.એમની પત્ની નું ભર જુવાનીમાં જ અકસ્માતે મૃત્યુ થયું હતુ. ત્યારે એમની ઉંમર ફક્ત છેતાલીસ વર્ષની જ હતી.એમના બહેન અને એમની બાએ એમને ઘણીવાર બીજા લગ્ન કરી લેવા માટે સમજાવ્યા હતા. પણ એમણે હંમેશા શાંતિથી એક જ જવાબ આપ્યો હતો કે હું મારા બચ્ચાવો ઉપર સાવકીમાં લાવવા નથી ઈચ્છતો.
ધનસુખ.તનસુખ અને મનસુખ આ સૂર્યકાંતના ત્રણ દીકરાઓ.મોટા દીકરા ધનસુખ નો જ્યારે જન્મ થયો.તો એનું નામ એની ફોઈના બદલે એના કાકા ચંદ્રકાંતે રાખ્યું હતું.એમની કરિયાણાની નાની એવી દુકાન હતી. અને રોજનો પંદર થી સત્તર રૂપિયાનો વકરો થતો.પણ જે દિવસે ધનસુખ અવતર્યો એ દિવસે બમણો એટલેકે તેત્રીસ રૂપિયાનો વકરો થયો.એટલે ચંદ્રકાંતે કહ્યું.
"આજે મારા ભત્રીજા ના પૃથ્વી પર પગલા પડ્યા અને આપણે ત્યાં ધનવર્ષા થઈ.એટલે આનું નામ ધનસુખ જ હોવું જોઈએ."
ધનસુખના જનમના છ વર્ષે સૂર્યકાંતને ત્યાં ફરી એકવાર પુત્રનો જન્મ થયો એ શરીરે રુષ્ટપુષ્ટ અને વાંકડિયા વાળ વાળો.ખૂબસૂરત અને સુંદર હતો.એટલે એનું નામ એની ફોઈબાએ તનસુખ રાખ્યુ.અને તનસુખના જન્મના પાંચ વર્ષે ત્રીજા પુત્રનુ આગમન થયું જે એકદમ શાંત અને ગંભીર હતો.અને એના ચહેરા પર હંમેશા એક સ્મિત રહેતું હતુ.મનનો એકદમ સંતોષી.ભૂખ લાગે ત્યારે જ એ રડતો.એટલે એના બીજા ફોઈએ એનું નામ મનસુખ રાખ્યુ.
સૂર્યકાંતે જીવનમાં ઘણી જ મહેનત મજૂરી કરીને છોકરાઓને મોટા કર્યા. અને એમની એ મહેનત છોકરાઓના જુવાન થતાં જ રંગ લાવી.ધનસુખ અને મનસુખે કરિયાણાના ધંધાને બરાબરનો જમાવ્યો.અને તનસુખ અમેરિકામાં જઈને સેટલ થયો.અને એટલે સૂર્યકાંત નો એક પગ ભારતમા.અને બીજો પગ અમેરિકામાં રહેતો હતો.જેટલું દુઃખ અને તકલીફ એમણે જીવનમાં વેઠી હતી.એથી અધિક સુખ આજે તેમની ઉપર વરસી રહ્યું હતુ.
ધનસુખની મોટી દીકરી સૌમ્યા લગ્ન કરીને હૈદરાબાદ સાસરે ગઈ હતી.અને દીકરો નિશાંત કાકાના પગલે ચાલીને અમેરિકા જવાના સપનાઓ જોતો હતો.અને એનાથી નાની દીકરી સોનિયા ના ગઈકાલે જ લગ્ન થયા હતા.એ લગ્નનું કામકાજ પતી ગયા બાદ.આજે સાંજે આખો પરિવાર સાથે બેસીને નવરાશ ની પળો માણી રહ્યો હતો.બધા અલક મલકની વાતો કરતા હતા.ત્યાં સૂર્યકાંતે ખોંખારો ખાઈ ને બધાનુ ઘ્યાન પોતાનાં તરફ ખેંચ્યુ.એટલે બધાનું ધ્યાન એમની તરફ ખેંચાયું.પહેલા તો એ ટટ્ટાર થઈને બેઠા.અને પછી બોલ્યા.
"સાંભળો છોકરાઓ.મારી વાત ધ્યાન થી સાંભળો."
બધા બાપુજીની વાત સાંભળવા અધીરા થઈ ગયા.ત્યાં બાપુજીએ ધડાકો કર્યો.
" આજે તેર તારીખ.પાંચમો મહિનો. અને બે હજાર છ ની સાલ ચાલે છે. બરાબર?"
"હા બાપુજી બરાબર."
બધા એકી સાથે બોલી ઉઠયા.
"તો હવે નવ તારીખ.નવમો મહિનો. અને બે હજાર નવમા હું તમારી વચ્ચેથી વિદાય લઈશ."
બાપુજીના આ ધડાકા એ બધાને સ્તબ્ધ કરી નાખ્યા.બધા કરુણા ભરી નજરે બાપુજી ના ચહેરાને જોઈ રહ્યા.ઘડી પહેલા જે હર્ષોઉલ્લાસનુ વાતાવરણ હતુ.ત્યાં બાપુજીની વાત સાંભળીને ગંભીરતા અને ગમગીની છવાઈ ગઈ. બધાને સ્તબ્ધ.અને ઉદાસ જોઈને બાપુજી આગળ બોલ્યા.
"અને તમે બધા આટલા ઉદાસ કેમ થઈ ગયા? જુઓ મારા મૃત્યુ વખતે કોઈએ રોવા ધોવાનું નથી.બધા મને હસતા મુખે વિદાય આપજો."