Shaida Comes Back in Gujarati Short Stories by Ramesh Desai books and stories PDF | શયદા પાછી આવી

Featured Books
Categories
Share

શયદા પાછી આવી

' શયદા પાછી આવી! '

વર્લી ઝુપડપટ્ટી માં હૉર્નના પી પી અવાજ સાથે એક ટેક્સી આવી ને થંભી ગઈ.

આસપાસના ટાબરિયાં - ભૂલકાઓ " શોએબ ચાચા આ ગયે".. કહેતા ચિલ્લાઈ ઊઠ્યા.

શોએબ ટેક્સી માં થી નીચે ઉતર્યો.

આજે તેના ચહેરા પર ગજબની તાજગી વર્તાઈ રહી હતી!

બે વર્ષ સતત આંસુ વહાવી રહેલી આંખો માં પ્રસન્નતાની લહેર નિહાળી હર કોઈ ચકિત રહી ગયું. વિધવિધ પ્રકારના વિચારો તેમના કલ્પના શીલ માનસમાં ઉછળી રહ્યાં હતા.

હજારો આંખોએ એક નવલું દ્રશ્ય નિહાળ્યું.

શોએબે ટેકસીનું પાછલું બારણું ઉઘાડ્યું.

એક નવયુવતી તેમાંથી બહાર આવી.

લોકોની જિજ્ઞાસા વધી ગઈ.

કોણ છે?

કલ્પના રંગે ચઢી,

એકલવાઈ જિંદગીમાં તેણે કોઈ જીવન સાથી ગોતી લીધી કે શું?

કોઈ રિશ્તેદાર છે?

તેની ટેકસીની આસપાસ લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. શોએબ ની છાપ તેના વિસ્તાર માં લાગણી પ્રધાન વ્યકિત ની હતી. હર કોઈ તેને સન્માનતું હતું. તેને ચાહતું હતું.

એટલામાં ત્યાં ભીડને ચિરતી એક 60 વર્ષની વૃદ્ધા લાકડીને સહારે આગળ આવી. શોએબ ની તેના પર નજર માંડી. તેણે નીચા નમી વૃદ્ધા નો ચરણ સ્પર્શ કરી તેના આશીર્વાદ અર્જિત કર્યા :

" ખુશ રહો બચ્ચા. ખ઼ુદા તુમ્હારા ભલા કરે! "

શોએબ પ્રથમ તો મૂંઝાઇ ગયો.

સ્વસ્થ થઈ તેણે જાહેરાત કરી :

" અમ્મા! મેરી શયદા લૌટ આઈ! "

બુઢી ઔરત સલમા તે સાંભળી પ્રસન્ન થઈ ગઈ.

શયદા પાછી આવી ગઈ છે. તે જાણી સલમા ગદગદિત થઈ ગઈ.

તેણે અલ્લાહ પરવરદિગાર ને પ્રાર્થના કરી :

" અબ શોએબ ઔર શયદા કો કભી અલગ મત કરના. "

શોએબ એક ભલો -ભોળો ઇન્સાન હતો. નેકી ઈમાનદારી તેની રગે રગમાં વણાઈ ચૂકી હતી. તેના માત પિતા તેને શિશુવયમાં એક નાનકડી બહેન ના સહારે છોડી કોલેરાના રોગચાળામાં હોમાઈ ગયા હતા.

શોએબે તે જ ઘડી થી નાનકડી બહેન ની સઘળી જવાબદારી ઉપાડી લીધી હતી. તેને કદી માતપિતા ની ખોટ વર્તાવા દીધી નહોતી.

શયદા તેની જિંદગીનું અભિન્ન અંગ બની ગઈ હતી. તેના ખોળિયા નો પ્રાણ હતી. તેના વગર શોએબ એક પળ પણ રહી શકતો નહોતો. અતૂટ લાગણી, નિખાલસ સ્નેહ અને અસીમિત મમતા. તેનામાં આ પ્રોબ્લેમ યુગમાં શ્વાસ ભરી રહ્યાં હતા!! તેને જીવનનું અમી પિવડાવતા હતા!!

જ્યારથી તેનામાં સમજ આવી તેણે જીવન નિર્વાહ માટે કામની શોધ ખોળ આદરી દીધી હતી. બહું જ નાની વયે તે ટેક્સી ચલાવતા શીખી ગયો હતો. તેના માં બાપ તેને માટે અમુક મૂડી છોડી ગયા હતા જે તેને માટે એક વરદાન સાબિત થયું હતું. તેણે પોતાની ટેક્સી ખરીદી લીધી હતી.

બુઢી સલમા ભાઈ બહેનનો ખ્યાલ રાખતી હતી. ભણતર તો તેના નસીબમાં નહોતું. આ સ્થિતિમાં ઘરના સઘળા કામ શીખી ગઈ હતી.

તે દરરોજ ભાઈ ને હોંશે હોંશે લાગણી પૂર્વક જમાડતી હતી. નાની બહેન હતી છતાં તેનામાં એક માતાથી પણ વિશેષ સમજ હતી.

ભાઈને શું ભાવે છે? શું ગમે છે? તેનો પૂરતો ખ્યાલ રાખતી હતી.

સાંજના ભાઈની ટેકસીનું હૉર્ન સંભળાય કે તરતજ તેને માટે ચા બનાવવા માટે સ્ટવ પર પાણી મુકાઈ જતું હતું.

ઘરમાં પગ મૂકે કે ચા તૈયાર જ હોય.

લાગણીશીલ બહેનની હયાતિ તેને સંતોષ નો ઓડકાર આપતી હતી.

આ જ શયદા શોએબ ને છોડી ખુદાને પ્યારી થઈ ગઈ.

તેનું લાગણી પ્રધાન હૈયું આ ઘા ઝીરવી ના શક્યું. લાગણીનો ઉન્માદ તેની સ્મૃતિ માં શયદા બેપરવાહ બની ગઈ. સળગતો સ્ટવ તેના પગે પડ્યો અને તે બળી મૂઈ.

તેની ચા પીવાની આદતે જ પોતાની બહેન ને છિનવી લીધી હતી. આ વાત તેના દિલો દિમાગમાં ઘર કરી ગઈ હતી.

બહેન ના મોતે શોએબ એકલો અટુલો થઈ ગયો. તેનું જીવન નિરસ બની ગયું હતું.

હવે કોને માટે જીવવું?

પણ સલમાએ તેને સંભાળ્યો હતો.

આ જ ખાતર તેણે આત્મહત્યા ના વિચારો ને તિલાંજલિ આપી દીધી.

ટેક્સી ચલાવવા દરમિયાન તેને વિધવિધ પાત્રો નો અનુભવ થતો હતો. ઘણી વાર તેની ટેક્સીમાં નવયુવતી પણ ટ્રાવેલ કરતી હતી. ઘણી યુવતીમાં તેને શયદાની છબી દેખાતી હતી.

બહેનના મોત બાદ શોએબે પોતાની ટેકસીનું નામ બદલી શયદા રાખ્યું હતું.

તેનો એક ફોટો પણ ટેક્સીમાં ભગવાનની છબી રાખતો હતો.

આજે દિવસ દરમિયાન માત્ર બે ત્રણ પેસેન્જર તેને મળ્યા હતા. ધંધો બિલકુલ મંદ હતો.

બેકાર સમયમાં તેને ચા પીવાની તલપ જાગી. પણ ચા એ જ તેની બહેનની જાન લીધી હતી. તેની સ્મૃતિએ તેણે વિચાર બદલી નાખ્યો.

બહું જ ગરમી વર્તાઈ રહી હતી!

તેણે છાશ પીવાનો વિચાર કર્યો.

તે જ વખતે તેની ટેક્સીનું હૉર્ન બજી ઊઠ્યું.

અને પાછા ફરી તેની ટેક્સી ભણી મીટ માંડી.

એક અજાણી યુવતી ભયાવહ સ્થિતિ માં તેની ટેકસીનું હૉર્ન વગાડી રહી હતી.

તેનો ચહેરો નિહાળી તેના મોઢે અનાયાસ નીકળી ગયું.

" શયદા! "

તેણે તરતજ અજાણી છોકરી ને સવાલ કર્યો.

" કહીએ બહેનજી! કિધર જાના હૈં? "

" ભૈયા! મુજે કહી ભી લે ચલો. લેકિન mere અધમ નિર્દયી શૌહર સે બચાઓ. "

યુવતી એ તેને ભૈયા નો ખિતાબ આપ્યો હતો. આ વાત શોએબ ના હૈયા ને સ્પર્શી ગઈ.

" ચિંતા મત કરો બહન. તુમ્હે કહાં જાના હૈં? "

" મેરા કોઈ ઘર ઠિકાના નહીં હૈં! '

શોએબે હાથ પકડી તેને ટેક્સી માં બેસાડી દીધી.

રસ્તામાં તેની આપવીતી સુણી.

તે યુવતી શોએબ ની બિરાદરી ની જ હતી. તેનું નામ શ્યામા હતું.

બે વર્ષ પહેલા તેના લગ્ન અનાજના વેપારી કુંદન લાલ સાથે થયા હતા. તેની જિંદગીમાં ધન દૌલત સિવાય કોઈ ચીજ ને સ્થાન નહોતું. પત્ની તેને માટે કોઈ મહત્વ ધરાવતી નહોતી.

અનાજ જમા કરી કુત્રિમ અછત ઊભી કરી તે બમણા ચાર ગણા ભાવે અનાજ વેચી ખૂબ જ લૂંટ ચલાવતો હતો. આ વાત તેની પત્ની શ્યામા ને જચતી નહોતી.

રેશનિંગ લેવા આવતી લાચાર અસહાય સ્ત્રીઓ નુ યૌન શોષણ કરી ફોગટમાં અનાજ પણ આપતો હતો

હકીકત જાણી શ્યામાના હૈયા માં ઉથલ પુથલ મચી ગઈ. તેણે ખુદ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી તેને જેલમાં ઢકેલી દીધો.

તે પૈસા ના જોરે જામીન પર છૂટી ગયો.

ઘરે આવી તેણે શ્યામા પાસે મિલ્કતની માંગણી કરી. તેણે કોઈ દાદ ન આપી તો તેણે પત્નીને મારી નાખવાની ધમકી આપી પણ તે પહેલા શ્યામા મોકો જોઈ છટકી ગઈ.

તેની કથની સાંભળી શોએબને ગ્લાનિ જન્મી.

તેણે શ્યામા સમક્ષ પોતાની બહેનની વાત કરી.

તેના ચહેરામાં તેને શયદા ની છબી દેખાઈ દઈ રહી હતી.

શોએબે પોતાની બહેન વિષે સઘળી વાત શ્યામા ને કહી દીધી.

અને તેણે શયદાની જગ્યા લેવાની હા પાડી દીધી.

તેને મને શોએબ ના ઘર જેવી સલામતી અન્યથા કશે નહોતી.

અને શ્યામા એ શયદાની જગ્યા લઈ લીધી.

તેના આગમન થઈ શોએબ ની જિંદગી માં વસંત ઋતુ નો આરંભ થઈ ગયો. આનંદની હેલી જાગી.

પહેલો દિવસ તેને માટે શુકનવંતો સાબિત થયો.

ટેક્સી ચલાવતા બમણી કમાણી થઈ.

ઘરે પહોંચ્યો.

તેનું હૉર્ન સાંભળી પ્રાઇમસ પેટવાનો અવાજ આવ્યો.

અને તેના હૈયે ફડક બેસી ગઈ.

શયદા ચા બનાવતા જ બળી ગઇ હતી.

તે શ્યામા ને ગુમાવવા માંગતો નહોતો. તેણે ઝડપથી ઘરમાં જઈ તેને રોકવાનો પ્રયાસ કર્યો.

" નહીં શયદા! તું ચા ન બનાવતી. હું તને ખોવા માંગતો નથી. "

બારણામા સલમા ઊભી રહી આ મંગળ દ્રશ્ય ને માણી રહી હતી. તેણે આકાશ ભણી મીટ માંડી ઈશ્વર નો પાડ માન્યો :

" શયદા ખરેખર પાછી આવી ગઈ છે! "

જોતજોતામાં આ વાત ચોમેર ફેલાઈ ગઈ.

000000000000000000

વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈસંબંધ નથી