Lohino Dagh - 1 in Gujarati Moral Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | લોહીનો ‌ડાઘ - પ્રકરણ 1

Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 1

પ્રસ્તાવના
લોહીના ડાઘને લગ્નના પાનેતરમાં જિંદગીભર છુપાવીને જીવનના સુખ-દુઃખ વેધ વેઢારતી ગ્રામ્ય નારીની સંઘર્ષમય કથા એટલે નવલકથા લોહીનો ડાઘ આ વાર્તાનો સમય પ્રવાહ વિક્રમ સંવત 2014 થી 2044 વચ્ચેનો છે આ કથા દ્વારા તે સમયના રીત રિવાજો રહેણી કહેણી વગેરે ઉપર પ્રકાશ પાડવાની મે કોશિશ કરી છે લગ્ન અને મૃત્યુ માણસના જીવનની અતિ મહત્વની ઘટનાઓ ગણાય છે ને આ બે ઘટનાઓ વચ્ચે શું માણસના જીવનની બધી જ જિંદગી નથી આવી જતી ? કથા ની શરૂઆત નાયિકા નાં લગ્નથી થાય છે અને કથાનો અંત નાયિકા નાં મૃત્યુ સાથે આવે છે પરંતુ આ બે ઘટનાઓ વચ્ચેનો રસ્તો નથી સીધો સપાટ કે નથી પાકી સડક તે બંને વચ્ચે આવે છે ક્યાંક ઊંડા ખાડા તો ક્યાંક ઊંડી ખીણો, ક્યાંક સુહાગરાતના સુખ તો ક્યાંક ગોઝારી રાતના દુઃખ ક્યાંક પચ્ચીસા-છવીસા ના દુષ્કાળ સામે જીવવા માટે સંઘર્ષ કરતા માણસો તો ક્યાંક વિસ્કી પાછળ દોલત વેડફતા વારસદારો હવે તો બંધ થા દેહના હાહરા આમ જગતના પાલનહાર મેઘરાજાને ગાળો ભાંડતા માણસો તો ક્યાંક ભગવાન તો બધે જ જુએ છે એમ માનતા માણસો આ કથામાં જોડણી દોષ કે ભાષાદોષ હોય તો ક્ષમા કરશો કારણકે મારી પણ કંઈક મર્યાદા છે બધી જ વાર્તા ખુલ્લી કરવા કરતાં એ બધું વાટકો ઉપર છોડી દઈએ એ જ સાચો ન્યાય કરશે 30 વર્ષ પહેલાં લખેલી નવલકથાને પુસ્તક સ્વરૂપે આપના હાથમાં મુકતા મારી જાતને ભાગ્યશાળી સમજુ છું
કરસનજી અરજણજી રાઠોડ તંત્રી મુકામ તનવાડ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા મોબાઈલ 99 0 48 26 1 50
અનુક્રમણિકા
પ્રકરણ -૧ વિવા'ના ઢોલ
પ્રકરણ -૨ સુહાગરાત
પ્રકરણ -૩. બીજું આણું
પ્રકરણ -૪ ઘર-સંસાર
પ્રકરણ - ૫ બારમું ni
પ્રકરણ - ૬ , પચ્ચીસો-છવીસો,કાળ
પ્રકરણ - ૭ , પરદેશ
પ્રકરણ -૮, પ્રથમ પ્રેમ
પ્રકરણ -૯ લવ- મેરેજ
પ્રકરણ - ૧૦, ગોઝારી રાત
પ્રકરણ - ૧૧, ગાડી -રતુડી
પ્રકરણ - ૧૨, નવો-કેદી
પ્રકરણ - ૧૩ ,"લોહીનો ડાઘ"

પ્રકરણ - ૧, વિવા'ના ઢોલ

નૈઋત્ય ખૂણાનો ઉનો વૈશાખી વાયરો વરસાદને હજુ વાર છે તેની ચાડી ખાતો હતો ઉત્તર ગુજરાતના પશ્ચિમ કાંઠાના સૂકા વિસ્તારના નવરા મનેખ વિવાની મોજ માણવામાં પડ્યા હતા વરસાદ આધારિત ખેતી ઉપર નભતા આ વિસ્તારના લોકોને ચોમાસામાં ખેતી કરવી વરસાદ પૂરો થયો હોય તો ચોમાસામાં ઢગલાબંધ પાકેલું ઘાન શીયાળામાં ખાળામાં લાવવું આખો શિયાળો ખળામાં અનાજ લેવું ઉનાળાના નવરા દાડામાં ગામતરે મહેમાનગતિ કરવીઅને વિવાહમાં માલવું એ આ લોકોનો જાણે કે જીવન ક્રમ હતો ઉનાળાના લગન ગાળામાં કોઈકને કોઈક જગ્યાએ તો લગ્ન કે જાનનો કસુંબો હોય જ તેથી આડા દિવસોમાં કોઈ ભાવ ન પૂછે તેવા અફીણના બંધાણીઓને અફીણ અને માનપાન બંને મળી રહેતો હોવાથી આ સમયગાળાને બંધાણીઓ પોતાની સિઝન તરીકે પણ ઓળખાવતા હતા
સામે -સામા વેવાઈ નાઘર તેવી જાન
આર્થિક અને સામાજિક સ્થિતિ મધ્યમ હોય તો બે કે ત્રણ બળદગાડા ભરેલા માણસો અને એટલા જ ચાલતા માણસો પરંતુ જો બંને પક્ષે ભારે ખોરડા હોય તો બળદગાડાની સંખ્યા પાંચ સાત કે દશે પહોંચી જતી અને એટલા જ ચાલતા માણસો જાનમાં જતા જાન કેટલે દૂર જવાની છે તેનો અંદાજ લગાવીને સાંજે આશરે છ કે સાત વાગ્યાની જાન પાદરે બારવટતી ,
જાનમાં આવવું હોય છતાં માન માગતા હોય તેવાનો મનામણા માં અને રીસામણામાં અડધો એક કલાક વીતી જતો બૈરાને પરવારવામાં પણ સારો એવો સમય થતો છેલ્લે જેના ઘરની જાન હોય તે ઘરધણી જાનમાં લઈ જવા લાયક કોઈ માણસ રહી તો નથી ગયું ને તેની ખાતરી કરતો અને પછી જ જાન સામે ગામ જવા રવાના થતી
ધૂળિયા રસ્તે અંધારામાં અથડાતી કુટાતી જાન ક્યાંક રસ્તો ભૂલથી તો ફરી પાછો મેળવી લઈ રાતના 11 કે 12 વાગે જાન સામે ગામ પહોંચતી જાનને તે વખતે એક ટાણું ખાવા આપવાનો રિવાજ હતો તેથી રાત્રે ચા પાણીમાં જ જાન વાળાને સંતોષ માનવો પડતો, જાન વાળા ચા પાણીથી પરવારે એટલી વારમાં માંડવા પક્ષ તરફથી પગલું લઈ આવવાનું આમંત્રણ આવતું અડધો કલાકથી વધુ સમય પડલું અને લગ્ન પોખવામાં જતો અને આમ રાતના એક કે બે વાગે વરરાજા તોરણ થતા
વરરાજાની ખરી કસોટી અહીં જ થતી સાસરા પક્ષની મોભી સ્ત્રીઓ વરરાજાને પોખવા આવતી વરરાજા ના કપાળે કંકુ -તિલક કરી જોહરું સળીયો ગણેશ યા અગ્નિ અને પાણીથી વરને પોખતી, અને ઘઉં અને ચોખા થી વરના ભામણા લેતી, આ દરમિયાન જાનડીઓ તરફથી ઊભા છે મારે ઊભા છે મોટાના છોરુઊભા છે જેવા લગ્ન ગીત ગવાતા તો સામે માંડવા પક્ષ તરફથી સ્ત્રીઓ કયાંથી આયો રે ક્યાંથી આયો રે કલાડીના કાના જેવો ક્યાંથી આયો રે જેવા ફટાણા ગાવાનું ચાલુ રહેતું અપૂરા સમય દરમિયાન વરરાજા હાથમાં શ્રીફળ અને ઘઉની પોહલી ભરી મીણનો પૂતળું હોય તેમ સ્થિર નજર નીચે ઢાળી ને તોરણે ઊભા રહેતા વરરાજાના જમણા ખભે ટેક વેલી તલવાર અને પોહલી માં જમણા હાથના અંગૂઠા અને હથેળી વચ્ચે દાબેલી તલવારની મુઠ ને સાચવવામાં મદદ કરવા માટે વરરાજાની બંને બાજુ બે સખાયા અણવર જરૂર ઊભા રહેતા ને આમ એક કલાકની તપસરીયા બાદ વરરાજા નો તોરણથી છુટકારો થતો અને લગ્ન ચોરીમાં પ્રવેશ મળતો
લગ્નમંડમાં આવતા જ ચોરીના ચાર ફેરા ફરતી વખતે લગ્ન ગીતો પાછળ બદલાઈ જતા પરણવાનો લહાવો જીવનમાં ફરી ફરીને વારંવાર આવવાનો છે એમ મનમાં ધારીને વરને કન્યા ચોરીના ચાર ફેરા ફરવામાં ખાસોબે ત્રણ કલાકનો સમય લઇ લેતા આમ પરોઢે ભળભાખરે વરઘડિયા પરણી ઉતરતાં
જાન વાળાને ચા-પાણી ઉતારા વાળા તરફથી આપવામાં આવતા ને દિવસના 12:00 1:00 વાગે જાન વાળાને જમવાનું નોતરું આવતું તે સમય દરમિયાન જાનડીઓ અને જાનૈયા ઢોલના તાલે ઢોલે રમવું,તુર લેવું ઝેડીયે રમવું, પટ્ટાબાજી ખેલવી વગેરે રમતો રમીને ભૂખને ભૂલવાની કોશિશ કરતા જમવામાં ભરડેલા ઘઉં ઘઉં અને ચોખા ઘીનોશીરો અને મગની દાળ હોવાથી અને કકડીને ભૂખ લાગી હોવાથી ઠીક ઠીક સારી પેઠે ઝાપટતા સાંજે ત્રણ કે ચાર વાગે જાન માંડવે બેસતી માંડવે અફીણના કશુંબાની રમઝટ ઉડતી નવું ગોદડું પાથરીને તેના ઉપર વરરાજાને બેસાડવામાં આવતા આજુબાજુ બે સખાયા બેસતા વર પક્ષ અને કન્યા પક્ષના બધા જ માણસો ત્યાં માડવે બેસતા, હલકદાર કંઠમાં ત્યાં માંડવાના જુદા ગીતો ગવાતા વરરાજા ની સામે જ દીકરી ના માવતરે દીકરીને દાયજામા આપેલ પુરાત વાસણો અને અન્ય વસ્તુઓ મૂકવામાં આવતી વૃદ્ધોનું પંચ નિમિ દહેજ કે બીજા સામાજિક રીત રિવાજોની લેવડદેવડ થતી ને દોઢ બે કલાકે માંડવાની વિધિ પૂરી થયા બાદ સાંજે છ સાડા છ પાસપાસ કન્યા નાં વળામણાં માટે જાન ઞામને ગોંદરે બારવટતી ,