Amany Vastu Manglay.. - 6 in Gujarati Horror Stories by Darshana Hitesh jariwala books and stories PDF | અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 6

Featured Books
Categories
Share

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 6

આપણું ધાર્યું થતું નથી, જગતમાં ધાર્યું ધણીનું થાય!
ભટકી ભટકીને આખરે માનવી હરિ શરણે જ જાય...


મારા શોખને લીધે તમારી ઉંઘ બગડી, એ માટે માફી તો મારે માંગવી જોઈએ.. હું ચા લઈ આવું, એમ કહી તે રસોડામાં જતી રહી..

આથી હિમેશ પણ તેની પાછળ પાછળ રસોડામાં ગયો!

તેને કહ્યું: "મારે ચા નથી પીવી.. પ્લીઝ, આ વાત પડતી મૂકીએ.. ગુસ્સો છોડી મારી સાથે વાત કર..

હું ગુસ્સો નથી કરતી, પણ હવે આ વિશે મારે કોઈ ચર્ચા કરવી નથી.. હું સવારના મૂડને બગાડવા માંગતી નથી.. એક પાગલ સાથે વાતો કરશો તો તમારી ઈમેજ ખરાબ થશે..

આઈ એમ સોરી...

તમે માફી માંગી, મને શરમમાં મૂકો છો.. હું વાત કરી રાતની સ્થિતિ ફરીથી રીપિત કરવા નથી માંગતી! પ્લીઝ, મને અત્યારે થોડું એકાંત જોઈએ છે.. અને હા આજે હું પપ્પાને ત્યાં જવાની છું..

કેમ ?

બે દિવસથી સપના આવે છે, તો તેમની સાથે વાત કરી, મારે મન હળવું કરવું છે.. એક પપ્પા જ છે, જે મને સારી રીતે ઓળખે છે.. મારી વાત સમજે છે..

"તું વાતનું વતંગર બનાવે છે!"

હા, હું એટલે જ જાઉં છું.. હું તમને કોઈ તકલીફ આપવા માંગતી નથી!

સીમાના આવા વર્તાવને લીધે હિમેશે પણ મૌન રહ્યો, ચા નાસ્તો કર્યાં વગર ઓફિસે જવા નીકળ્યો..

સીમા તેના પિયર જવા ઉતાવળથી પળવારી ગઈ..

ઘરે જતા રસ્તામાં સ્મશાન ભૂમિ આવી, ને સીમાનું મન ત્યાં રોકાયું.. ચાલ આજે અંતિમ પડાવને જોઈ આવીએ.. એમ કરી તેણે પોતાનું એક્ટિવા પાર્કિગમાં પાર્ક કર્યુ. અને તેણે શાંતિની શોધમાં સ્મશાનમાં પ્રવેશ કર્યો.. પોતાનાં સપનાથી કંટાળી ગઈ હતી.. નદી કિનારા તરફ ચાલવા માંડ્યું.. ત્યાં એક ચિતા સળગી રહી હતી.. તેના પરિવારના સભ્યો અને દાગુઓને જોઈ ત્યાં વિસામા પાસે જઈ બેસી ગઈ.. એકધારી નજર કરી ત્યાં બેઠી બેઠી દુન્યવી તમાશો જોઈ રહી હતી.. ઓચિંતા તેની પાસે એક ભસ્મલેપી સાધુ આવ્યા..

તેની પાસે આવી કહ્યું: "ક્યાં દેખ રહી હૈ? બચ્ચા.. યહી જિંદગી કા સચ હૈ..યહા ક્યા ઢૂંઢને આઈ હૈ? જાનતી નહીં, યે તો સ્મશાન હૈ!

શાંતિ ની શોધમાં આવી છું.. પણ તમે અહીં શું કરો છો?

મેં તો અઘોરી સાધુ હું.. હર જગા મેરા ઠીકાના હૈ, સહી જગા પે આઈ હે..બચ્ચા.! આખરી શાંતિ યહી પે મિલેગી.. તેરે દિલ મેં છુપે હર રાઝ કો મે જાનતા હું.. તેરે હાથો મેં જો શક્તિ હૈ, વો કરોડો મેં એક કો હી મિલતી હૈ.. તુજે નહીં પતા પર તુજ પર મહાકાલ કે વિશેષ કૃપા હૈ.. જબ ઈશ્વર કિસી એક ઇન્સાન કો એસી શક્તિ દેતા હૈ, તો ઉસકે પીછે હમારા કોઈ ના કોઈ કર્મ હોતા હૈ, તુ બડી હે ભાગ્યશાળી હૈ કે તુજે ઈશ્વરને ચુના હૈ.. જો ભી પિશાચ આત્માએ ઘૂમતી હૈ, તેરે સંપર્ક મે આતે હી ઉસે મુક્તિ મિલતી હૈ.. શાયદ તું બેખબર હે.. ખુદ કો ઢૂંઢને યહાં આઈ હે!

આ બધું તમે કેવી રીતે જાણો છો? તમને મનના ભાવ વાંચતા આવડે છે!

જય મહાકાલ..! "જો તુને માંગા વો તુજે મિલા અબ તુ અસમંજસ મેં ક્યુ હૈ?"

મેં તો એવું ક્યારેય પણ માંગ્યું નથી! બસ મારી કલ્પનામાં રમતા ચહેરા થાય અને હકીકતમાં મને મળી આવે .. પછી તેની વાર્તા લખતા તેમને મુક્તિ મળે છે!

"યે એક ચમત્કાર હી તો હૈ!"

પણ આ ચમત્કારથી ક્યારેક ક્યારેક મારો પરિવાર સંકટમાં મુકાઇ જાય છે! સપનામાં આવતાં ચહેરા ખૂબ બિહામણા હોય છે.. મારા પરિવારમાં રહીને પણ હું એકલી પડી જાઉં છું.. અને તમે કહો છો કે મેં આવું માગ્યું હતું! મેં તો ક્યારે પણ આવું માગ્યું નથી!

વો સબ ઉસકા હી ખેલ હૈ, દેતા ભી વો ઉસી કો હૈ, જો ઉસકે કાબિલ હોતા હૈ, "તેરી સચ્ચાઈ નીડરતા ઔર નિઃસ્વાર્થતા કે કારણ માલિકને તુજે બક્ષિસ દી હૈ.." મહાકાલ તુજે સહેને કી શક્તિ દે!

ક્યારેક ક્યારેક પોતાનાથી તો ક્યારેક સંબંધોથી થાકી જવાય છે.. આવી શકિત મારા માટે શ્રાપ છે કે અભિશાપ એ ખબર જ નથી પડતી..

પિચાસ યોનિ મેં ભૂમતી ઔર મુકિત કી ચાહ રખને વાલી આત્માઓ કા ઉદ્ધાર હો, ભગવાન તુજે ઇસ રસ્તે પે ચલને કી શક્તિ, ભક્તિ ઔર બુદ્ધિ દે... ઓર મેં તો મહાકાલ કા ભક્ત હું! "કભી થક જાઓ તો આ જાના યહી રાસ્તે પર મિલુંગા.." મેં કિસી કો કુછ દેતા નહીં પર આજ તુજે મેં મેરી રુદ્રાક્ષ કી માલા દેતા હું.. મેરે મહાકાલ કી કૃપા તુજ પર હંમેશા બરસતી રહે.. યે મુસીબત મેં સહી રસ્તા દિખાયેગી.. જા.. બેટા તેરા કલ્યાણ હો..

"મેડમ, આ સ્મશાન છે. કોઈ ગાર્ડન નથી!" એમ કહેતા ત્યાં ચોકીદાર આવે છે..

ઓ.. બુધ્ધે! તુજે મેને યહા આને સે મના કિયા થા, તુ વાપસ આ ગયા.. અબ તેરી ખેર નહીં!!

ગુમરાહ ઇન્સાન કી અબૂધ બોલી.. તેરા આખરી પડાવ ભી યહિ હે! તુજમે ઔર મુજમે ફરક ઇતના હે, મેં જીતે જી રોજ આતા હુ, ઔર તુજે મરને કે બાદ ચાર લોગ લાયેગે!

આ સાંભળી ચોકીદાર ગુસ્સે થયો.. જાતે હો યા લાઠી ઉઠાઉં!

તેમ ગુસ્સે નહીં થાઓ.. અમે જઈએ છીએ..

અરે મેડમ તમે આવા લોકોને જાણતા નથી.. આવા લોકો સાધુના વેશમાં સેતાન હોય છે.. અજાણ્યા લોકો સાથે વાત કરતા સાવધાન થઈ જવું સારું.. નહીં તો પછી પસ્તાવાનો વારો આવે છે!

ભગવાન તુજે સદબુદ્ધિ દે.. મેં તો ફકીર હું.. આજ યહાં તો ન જાને કલ કહા.. એમ કરી અઘોરી સાધુ ત્યાંથી જતા રહ્યા..

સીમા પણ ઉતાવળે પગે પાર્કિંગ પાસે આવી.. તેણે હજૂ એકટીવાને ચાવી આપી જ છે.. ત્યાં તેને આરવનો ફોન આવ્યો..

જય શ્રીકૃષ્ણ દીકરા.. આજે બાર વાગે ફોન કર્યો..

જય શ્રીકૃષ્ણ.. "મમ્મી, હું ટ્રેનમાં છું, અમે હૈદરાબાદ જઈ રહ્યાં છીએ.."

હૈદરાબાદ.. તારી ટ્રેનિંગ તો બે મહિનાની હતી.. દીકરા, આજે ત્રણ મહિના થયા, તુ સુરત ક્યારે આવશે?

મારે પણ સુરત આવવું છે, પણ હજુ બે ત્રણ મહિના નીકળી જશે!

બીજા બે ત્રણ મહિના.!!

હા, અમારે કંપની પર કાલથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ થાય છે.. તમે ક્યાં છો? બાને ફોન આપો.. હું તેમની સાથે પણ વાત કરી લઉં.. કારણકે ગઈકાલે રાતે તેમને મને ફોન કર્યો હતો!

હું મામાને ત્યાં જાઉં છું.. હૈદરાબાદ પહોંચી ફોન કરજે, રાતે બધા જ ઘરે હશે! બીજું કંઈ કહેવું છે? તારી બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવે છે કે નહીં..

નિયમિત... રાબેતા મુજબ રોજ આવે છે..

હમમ..

રાતે કોલ કરજે...

કેટ કેટલા નવરાત્રિના આંખોમા સપનાં સજાવી.... આરવ ટ્રેનિંગમાં ગયો હતો.. પણ અફસોસ આ નવરાત્રિએ ધરે નહીં હોય! તેનુ મૂડ ઓફ થયું.. અને તેણે પોતાનાં ધરે જવા યુ ટર્ન લીધો..

ઘરે જઈ જમી પોતાનાં રૂમમાં આવી, અને લખવા માટે ડાયરી ખોલી.. પહેલો અક્ષર اللہ લખ્યો.. આ શું લખ્યું? હવે મારે કોઈ વહેમ રાખવો નથી.. અને મારે કોઈ સર્ચ પણ કરવું નથી! હિમેશને જે પસંદ નથી, હવે મારે કરવું નથી.. હું મારા પરિવારને ખુશ જોવા માંગુ છું.. આમ, વિચારી તેણે ડાયરી બંધ કરી, અને બેડ પર સૂઈ ગઈ.. જેવી આંખો મીંચી, ત્યાં તો ફરીથી રાતનો બિહામણો ચહેરો આંખોમાં આવ્યો.. આથી તે બેઠી થઈ ગઈ.. તેણે બારીના પડદા ખોલી દીધા..

સાંજે છ વાગ્યે હિમેશ આવ્યો, તો મેડમને રસોડામાં કામ કરતા જોઈ કહ્યું: "પપ્પાને ત્યાં જઈ આવી?"

ના... નથી ગઈ.. પણ આજે હું જિંદગીના અંતિમ પડાવે જઈ આવી..

"હું કંઈ સમજ્યો નહીં!"

"હું સ્મશાને જઈ આવી..!

કંઈ ભાન બાન પડે છે, તારું મગજ તો ઠેકાણે છે ને!? અને દરાર પુરાવાની જગ્યાએ દરાર વધી ગઈ..

બીજે દિવસે સવારે અબોલા યથાવત રહ્યા.. હિમેશ પેપર વાંચવમાં મશગુલ હતો.. ત્યાં રસોડામાંથી સીમાની ચીસ સંભળાઈ.. અને તે પેપર મૂકી રસોડા તરફ દોડ્યો.. જોયું તો..

ક્રમશઃ
વઘુ બીજા ભાગમાં
સ્વસ્થ રહો, મસ્ત રહો.. આપના પ્રતિભાવ આપતા રહો..

જય શ્રીકૃષ્ણ
રાધે રાધે