Premno Sath Kya Sudhi - 40 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 40

Featured Books
Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 40

ભાગ-૪૦

(જયસિંહ ના મુખેથી સાંભળીને માનદેવીનું ગામ અને તેમના પતિની નાપસંદગી હતા તે તો જાણવા મળી ગયું. પણ કેમ તેનાથી જયસિંહ બિલકુલ અજાણ હતો. અલિશા યાદ કરે છે, પણ એકધારું નહોતું એટલામાં જયસિંહને રામૂકાકા યાદ આવે છે. હવે આગળ....)

“રામૂ ઓ રે રામૂ તું કૈસા હૈ? રામૂ તું સબ્જી લે કે આયા કી નહી. પતા હૈ ના અમ્મા ફિર તેરે કો હી બોલેગી. ફિર હમસે મત કહીઓ... ઔર કહાં હૈ તુમ્હારા ચિત્ત, સબ બાતે ભૂલ જાતે હો... તુમ્હારે મનમેં ડાંટ કા અસર રહેતા હિ નહીં, કયા કરે અબ...”

“અબ બોલો ભી કુછ... અમ્માને ડાંટા કયા તુમ કો? કભી કહા યાદ રખતે ના હો, ફિર ડાંટ ખાતે હો. ચલો અબ સબ્જી લે કે આઓ...”

એ દાદા પણ અવાક થઈ ગયા અને બોલ્યા કે,

“અરે, યે બચ્ચી કે જૈસે હી હમ કો છોટી બહુરાની તો હરરોજ ડાંટતી થી.”

“તો હમ કૌન હૈ? તુમ્હારી છોટી બહુરાની તો હૈ. તેરી અક્કલ પે પથ્થર ગિર ગયા હૈ રે કયાં, રામૂ?”

તે તો આંખોમાં આસું સાથે અલિશાને જોતા જ રહ્યા પછી અમારી તરફ ફર્યા પણ તેમની નજરમાં સવાલ દેખાઈ રહ્યો હતો અને એ કંઈ પૂછે તે પહેલાં જ મેં કહ્યું કે,

“દાદા અભી હમ આપકો પૂરી બાત બતાની મુમકીન નહીં હૈ, પર આપ હમે બતાયે કી આપ માનદેવી ઔર વનરાજ સિંહ કે બારે મેં કયા જાનતે હો? જીતના ભી જાનતે હો વો કહીએ.”

હજી પણ એમની નજર અલિશાને જોઈ જ રહી હતી અને જયારે અલિશાને તો ક્યાં જવું તે ખબર ના પડતાં તે તો ખાટલા પર હાથ પસાવરતી બેસી રહી. અલિશાને ત્યાં બેસી જતાં જોઈ રહ્યા, બાદ દાદાએ વાત શરૂ કરી,

“માનદેવી ઔર વનરાજ સિંહ કા બ્યાહ જબ હુઆ થા તબ માનદેવી સિર્ફ ચૌદહ સાલ કી હી થી. ઔર ઉસકો બ્યાહ કે ઈસ ઘરમેં લાયા ગયા. ઉસને ભી ઈસ પૂરે ઘર કી જીવનભર સેવા કી થી. બહોત દુ:ખ દેખે હૈ હમારી છોટી બહુરાની ને અપને જીવનમાં, પર વો હંમેશા હસતી ઔર બિના શિકાયત કે સબકે લીએ અપને જી જાન લગાકર ભી હર કામ કરતી થી... ચાહે વો છોટા બચ્ચા હો યા સાસ સસુર કા હો યા હમ નૌકર લોગ કા ભી કામ કર દેતી થી, ઈતની અચ્છી ઔર ગુણી થી.

ચૌદહ સાલ કી બચ્ચી કા બ્યાહ જબ પેંતીસ સાલ કે આદમી સે કર દીયા, બડા જુલ્મી બાપ થા ઔર વૈસે કહું તો હમાર માલિક જમીનદાર ભી.

ઈસ ઘરમેં છોટી બહુરાની કો નામ ભી માલિકનને સબસે છોટી ઘર મેં થી ઈસ લીએ ઉસકા નામ છોટી બહુરાની રખા થા, પર યે સિર્ફ હમ લોગો કે લીએ. બાકી ઘરમેં તો સબ લોગ ઉસકો કલુટી હી બુલાતે....

જબ છોટી બહુરાની કા ઘરમેં પહેલા દિન થા ઔર ઉનકા ગૃહપ્રવેશ હી હુઆ થા, ઔર અભી ભી સભી રસ્મે બાકી થી. પર છોટે શેઠ તો અપને કમરે મેં ચલે ગયે. સભી રસ્મે બાકી રહ ગઈ તો માલિકનને કહા કી,

‘વો થક ગયા હૈ, કલ મુંહદિખાઈ પર બાકી કી રસ્મે કરેંગે. ચલો સબ કલ આના...’

યે સુનતે હી સબ ચલે ગયે.

“દાદા એ છોટે શેઠ કૌન?”

“છોટે શેઠ યાની કી માલિક કે છોટે બેટે ઔર નામ થા વનરાજ સિંહ. ઘરમેં વો સબસે છોટે ઔર લાડલે થે, તો હરબાર અપની મનમાની બહોત કરતે થે. ઔર સારે નૌકર લોગ ઉનકો છોટે શેઠ હી બોલતે થે.”

“જી, ફિર આગે?...”

“હા, છોટી બહુરાની કો અપને કમરેમેં પહોંચયા ગયા, પર છોટે શેઠને ઉનકો અપને કમરે સે બાહર નિકાલ દીયા. વો બિચારી બચ્ચી ચિલાતી રહી, રોતી રહી પર ઘર કે કીસી ભી કે કાન મેં જુ ભી ન રેંગ પાયી ઔર  સભી સે આરામ સે સો ગયે, ખુદ છોટે શેઠ ભી...

બસ હમને સિર્ફ ઉનકો રોતે દેખા, હમે બહોત દુ:ખ હો રહા થા પર હમ તો નૌકર થે, કર ભી કયા શકતે થે.

વો બચ્ચી બોલતી રહી, અપને પતિ સે મિન્નતે કરતે રહી કી,

‘હમે ઠંડ લગ રહી હૈ, હમે બાર ક્યોં નીકાલા હૈ, હમને કીયા કયા હૈ, વો તો એક બાર બતા દીજીએ. સુનિયે જી...’

ઐસે વો રોતી રહી, તડપતી રહી મગર કીસીકો ઉસ પે રહેમ ના આયા ના છોટે શેઠને કમરા ખોલા. ઔર વો છોટી બચ્ચી રોતી રોતી વહીં પે સો ગઈ.”

“ઓહ નો, આટલી નાની છોકરીને આ રીતે હેરાન કરતાં તે માણસને શરમ પણ ના આવી. એક તો આટલી નાની છોકરીને પરણ્યો અને પાછો ઉપરથી તેને રૂમની બહાર કાઢી, એ પણ કોઈ કારણ કહ્યા વગર?”

ઉમંગ થોડો અકળાઈ ગયો અને બોલી ઉઠ્યો, તો મીના

“હા, કેવા સાસુ સસરા છે. છોકરીને પરણાવી અને સાસરે જાય તો એને એવું કહેવામાં આવે કે સાસુ સસરા મા બાપની જગ્યાએ ગણવાના. તો મા બાપ આવા કઠોર કેમ કરીને હોય. એક નાનકડી છોકરીનો દર્દ પણ સાંભળતું નથી. આવા લોકોને શું કહેવું?”

તો મિતા કેમ બાકી રહે એ મુજબ તે પણ રિએકટ કરતાં બોલી કે,

“અરે મા બાપના બની શકે તો કંઈ નહીં, સાસુ સસરા બનતા તો પણ ઘણું. ખાલી માણસાઈ દેખાડે તો પણ ઘણું... પણ મીના આ લોકોને શરમ જેવું થોડું હોય, જો હોત તો તેર ચૌદ વર્ષની છોકરીના લગ્ન પાંત્રીસ વર્ષના પુરુષ જોડે થોડી કરાવતા...”

આ વાતને રોકતા રસેશ બોલ્યો કે,

“એ બધું પછી બોલીને એમને મનભરી તમે બંને કોસજો. પણ આગળ શું થયું? કે પછી બીજા દિવસે એ છોકરી પર શું વીતી કે પછી તેને કોઈએ સપોર્ટ કર્યો કે નહીં? એ તો જાણી લો પહેલાં.”

મેં ફરીથી વાત આગળ વધારતાં બોલ્યો,

“તે દાદા બોલ્યા કે,

‘પૂરી રાત વો બચ્ચી કમરે કે બાહર ઠંડ સે કાંપતી ઔર બિલખાતી રોતી રોતી સો ગઈ. દૂૂસરે દિન દેર સે સોને કી વજહ સે, નયી જગહ ઔર ઉપર સે છોટી બચ્ચી ભોર હોને પર ભી ઉઠ ના પાયી ઔર ઉસકી સાસ ભોર હોતે હી ઉઠ કે વહાં આયી તો ઉસ બચ્ચી કો કમરે કે બાહર દેખા તો પહેેલે પૈૈર માર કે ઉસકો ઉઠાયા ઔર બોલી કી,

‘અરે ઓ કુલટા ઉઠ જા ઔર દરવાજે પર ક્યોં સોઈ હૈ. જા જાકે નાહ લે ફીર કુલદેવી કી પૂજા ઔર ચૂલ્હે ચૌકે કી રસ્મ ભી જો કરવાની હૈ.”

છોટી બહુરાની ડરી સહમી હુઈ ઉઠકર જાને લગી તો ફિર સે ઉસકે સિર પર એક ચપટ લગા દી. ઔર ઉનકી આદત મુતાબિક દહાડ દહાડ કે રોને લગી ઔર ઉસકો કોસતે કોસતે વો બોલને લગી કી,

‘કૈસી કરમજલી હમારી સિર પે આ કે બેઠ ગઈ હૈ. અરે વો તો મેરે બેટે કો તો લુભાને સે રહી. અરે થોડા સા રૂપ તો લેકર આતી. અબ તો મેરે બેટે કા મન કૈસે જીતેંગી? હાય રે હાય મેરે તો કરમ હી ફૂટ ગયો... ઓ મોરી મા... ઓ મોરી મા... મેરે કરમ કાંહે ફૂટ ગયો રે?...’

(શું માનદેવીને તેની સાસરીમાં થી કોઈ સપોર્ટ નહીં કરે? કયા કારણસર તેના પતિએ તેને રૂમની બહાર કાઢી દીધી? તેના પિતા તેની મદદ આવશે ખરા? તે તેની સાસુને કહી શકશે ખરી? હવે આગળ શું થશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૪૧)