Nishachar - 16 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 16

Featured Books
Categories
Share

નિશાચર - 16

તે ફરી પશ્ચિમમાં ફર્યાં. બે એક માઈલ વટાવ્યા પછી રસ્તાના અંધકારમાં તેને એકાએક હિલાર્ડ ના મકાનના સાન્નિધ્યમાં પાર્ક કરેલી બે પેાલીસકારોનું મહત્વ સમજાયું, તે સાચો હતો. પેાલીસો ડાહયા હતા. પરંતુ વિજ્ય એમ મળશે નહિ. પેલા ગ્લેનનું શું? પેલી છોકરીનું શું થશે?

ઘણી થોડી કાર નજીકથી પસાર થઈ હતી. મોડી રાત હતી. તેણે બારી ખોલી. ઠંડો પવન શરીરને સ્પર્શતા તે તાજગી અનુભવી રહયો.

પરંતુ એ તાજગી, એ મુકિત નીચે બીજો એક વિચાર સળવળતો હતો. તેણે પાછા જઇને ગ્લેનને ચેતાવી દેવો જોઇએ. આટલી મેાટી દુનિયામાં હેંક ગ્રીફીનની જો કોઇને પરવા હોય તો તે એકમાત્ર તેનો ભાઇ જ હતો. પિતા મરી ગયા પછી અને માતા જતી રહયા પછી ગ્લેને જ હેંકને પાળીપોષીને મોટો કર્યાં હતેા. પરંતુ આજે તે રાતે એક અનેરો આનંદ અનુભવી રહયો હતો. તે આઝાદ હતો. એકલો હતો, હવે તેણે વર્તમાનનો જ વિચાર કરવો રહયો-ભૂતકાળ કે ભવિષ્યનો નહિ.

તેણે ડેશબોર્ડ તરફ જોયું. મીટરો ચેક કર્યા. પેટ્રોલ હજી અડધી ટાંકી ભરેલુ હતું. તેની પાસે પૈસા નહોતા. માત્ર થોડા સિકકા તેણે કાઢી લીધા હતા. એટલે તેણે થોડા ઘણા પૈસાની સગવડ કરવી રહી.

પરંતુ તે પાછો જઈ શકયો નહિ. ત્યાં રાહ જોતાં પેાલીસો એ પ્લાન ઘડી કાઢેલો હતો. તે હવે શું કરે? ધીમો ભય તેને ભીંસવા લાગ્યો. તેણે ડ્રાઈવીંગ વ્હીલ મજબૂત પકડયું રાતની ઠંડી હવા ગાલ પર થાપટવા લાગી. પણ હવે એ ઠંડી હવા પણ તેને સારી લાગી નહિ. રેડીયાએ કહયું હતું કે બધા રસ્તાઓની નાકાબંધી કરી નાખવામાં આવી હતી. હવે તેનામાં હિંસાનો જુસ્સો જોર પકડતો જતો હતો. તેને લાચારી તરફ ઘણો તિરસ્કાર થતો હતો. આવતી કાલે ગ્લેન પૈસા લઈ એ ધરમાંથી નીકળી જશે. તે સીનસીનાટીમાં રાહ જોતી હેલન લામર પાસે જતો રહેશે. ગ્લેન ગમે તેમ કરીંને પણ રસ્તો કાઢી લેશે. તેનામાં એવી આવડત હતી તે બુઢા રોબીશને પણ સંભાળી લેશે.

પણ છતાં તેના મગજને કંઈક કોરી રહયું હતું. શા માટે હવે તે પાછો ન જઈ શકે? પાછા જવાનો હવે કાઇ રસ્તો નહોતો ?

પછી બીજી એક કાર તેની આગળથી તીવ્ર ઝડપે પસાર થઈ ગઈ. અને ત્યારે જ તેને ખબર પડી કે તેણે કાર ઉભી રાખવી જોઇએ. તેના હાથ ધ્રુજતા હતા. તેણે કોઈ સાંકડી ગલી, નાની શેરી કે પાર્ક કરી શકાય તેવી જગ્યા શોધવા માંડી પરંતુ હવે ઘણું મોડું થઇ ગયું હતું.

પછી એક અંધકાર તેને ઘેરી રહયો, જેણે તેના વિચારો ઉપર પણ ભરડો લીધો. તેની અંદર ખળભળાટ મચી ગયો. જે હિંસાને ઉત્તોજી રહયો. પુરંતુ આ આંતરિક ધ્રુજારીમાં તેને એક નવીન પ્રતીતિ થઈ. તેને લાગ્યું કે આ વેળાની ઝપાઝપીમાં તે મરી જશે અને કોણ જાણે કેમ, તે અનુભૂતિ કરી રહયો કે પોતે મરી જાય તો જ સારૂ. મોત કેવી રીતે આવ્યું તે ખબર ન પડે તો મરવું ખોટુ નહોતું.

આખા ઘરમાં અંધકાર હતો. અગીયાર વાગ્યા હતા. રાલ્ફીના રૂમમાં ડેને બત્તી જલાવી અને આંખેા પટપટાવી. તેણે રાલ્ફીને પલંગમાં સળવળતો સાંભળ્યો. તેણે એને બેઠા થયેલો જોઇ આનંદ અનુભવ્યો.

ડેનમાં બળવો ધુંધવાઇ રહયેા. ઘણું બધુ બની રહ્યું હતું. ચક રાઈટ પાર્ક થયેલી પોલીસકારો રાખીશ અને ગ્લેનની ઝપાઝપી હેંક ગ્રીફીનની વિદ્યાય ગ્રીફીન અને રોબીશની સહિયારી ભાગીદારીવાળી કામગીરી.

ડેને બારણું બંધ કર્યો. રાલ્ફી તેને જોઈ રહયો દસ વર્ષના રાલ્ફીનેા ચહેરો હવે બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પ્રવેશ્યાની ચાડી ખાતેા હતેા.  ‘પેલી મીસ સ્વીફ્ટ’  રાલ્ફીએ કહ્યું ‘પાંચમુ' ધોરણ ભણાવે છે પણ કંઇ અકકલ નથી. તેણે માન્યુ હું રમત કરતો હતો.’   ‘આભાર ભગવાનનો કે તેણે એને રમત જ માની,’ ડેને કહ્યું.

રાલ્ફી તેના પિતાના આ શબ્દો સાંભળી ભવાં ચડાવી બેસી રહ્યો.

‘રાલ્ફી,’  ડેને કહ્યું,   ‘રાલ્ફી, મેં તને કહ્યુ નહોતું? ગઈ રાત કેટલી ખરાબ હતી? મારા માથા સામે જો. આપણે નસીબદાર છીએ. આપણે કાયમ નસીબની યારી મેળવી ન પણ શકીએ, બેટા. હવે પછી તેઓ કોઇને શૂટ પણ કરી નાખે.' તેના અવાજ મોટો થયો. ‘રાલ્ફી, શું તું એવું ઇચ્છે છે કે તેઓ તારી માને શૂટ કરી નાખે.’  

‘ના, પણ―’

ડેન એક ડગલું નજીક ખસ્યો. ક્રોધ તેનામાં ધુંધવાઇ રહ્યો હતો, ગ્લેન ગ્રીફીને તેને કહેલા શબ્દો યાદ આવ્યા. ઉપર જાય છે તેા હવે તારા છેાકરાને સમજાવી દેજે કે બીજી કોઈ રમત ન કરે. તારે એને ધમકાવવાનો છે. નહિં ધમકાવે તો હું રોબીશને ઉપર મોકલીશ હવેથી કોઈ મજાક જોઈએ નહિં.

'તુ ના કહે છે,' ડેને કહ્યું,  ‘પણ તેનો અર્થ સમજતો નથી. તારે મારા પર વિશ્વાસ રાખવો જોઈએ રાલ્ફી, હું આ બધું સાંભળી રહ્યો છું. તારે વચ્ચે પડવાની જરૂર ખરી?’

છોકરો પિતાની વાતની અગત્યતા સમજી, પથારીમાંથી ઉભેા થયો.  ‘મેં તેા ફકત મદદ માંગતી ચીઢ્ઢી લખી હતી. મે લખેલું' કે અમે કેદી હતા. આપણે નથી?’

‘રાલ્ફી,’ ડેને બૂમ પાડી. ‘તું તારી માને મારી નખાવવા માગે છે? તું સમજતો કેમ નથી? આટલો મોટો થયો છતાં સમજી શકતો નથી?'

અને ડેને તેને તમાચેા મારવા હાથ ઉગામ્યો ત્યરે રાલ્ફીએ ખભા સંકોચ્યા અને હોઠ ભીડયા. ડેનતે એકાએક લાગી આવ્યું કે તે આ રીતે રાલ્ફીને કાબુમાં લાવી શકશે નહિ. તેણે ધીરજથી, પ્રેમથી, માયાળુથી કામ લેવું જોઇએ. બળજબરી માણસને ઓર બુઢો અને જકડી બનાવી દે છે. ડેને હાથ નીચે નમાવી દીધો.

‘રાલ્ફી,'  તેણે કરડાકીપૂર્વક આજીજી કરી,  ‘રાલ્ફી, મારી વાત સાંભળ. રડવા માંડ! રાલ્ફી, પ્લીઝ! રાલ્ફી રડીશ તો દિલ હળવું થઈ જશે.' પણે તે જાણતો હતો કે જો રાલ્ફી રડશે તો જ ગ્લેન અને રોબીશ ઠંડા પડશે. તેને એલીનોર અને સીન્ડીના ભયભીત ચહેરા યાદ આવ્યા.  ‘રાલ્ફી, સંભાળ, રડ, પ્લીઝ રડ!'

પણ છોકરો તો તેના બે હાથ વચ્ચે અકકડ ઉભો હતો. આંખો બંધ હતી. ડેને તેને છોડી દીધેા. રોબીશ આવીને તેને ઘણો મારશે તો? તેણે હાથ ઉંગામ્યો અને વિચાયુઁ કે પોતે મારશે તો ય એછો મારશે. તે ફર્યો. અને ત્યારે એણે જોયું કે રાલ્ફી રડતો હતો પણ મોટેથી નહિ, ધીમા ડુસકાં ભરતો રડી રહયો હતો. ‘રડ,' તેણે ધીમેથી રાલ્ફીને કહ્યું. ‘રડ, બેટા, રડ’

*

ચક રાઇટ તેની જાતને કહી રહયો હતો. સવારે તને જવાબ મળી જશે. સવારે સીન્ડી ઓફીસે આવશે ત્યારે તને જરૂર જવાબ મળી જશે.

તે એના પિતાની કન્વરટીબલ હંકારી રહયો હતો. આ એકના એક ખૂણે તે દસમી વાર ચક્કર લગાવી રહ્યો હતો. તેને એક જ પ્રશ્ન વારેઘડીએ સતાવતો હતો. સિન્ડીએ તેને પૂછેલું તારી પાસે પીસ્તોલ છે.

સીન્ડી અને હીલાર્ડ સાહસિક લેાકો હતા, સાહસિકોની જેમ વર્તાતા હતા પણ સાહસ કર્યું હતું? તેને ઈચ્છા થઈ આવી કે તે કલબમાં જઈને સીન્ડીને ફોન કરી પૂછી લે કે પછી તેના ઘેર જઇને બારણું ખખડાવવું?

મૂખૅ જેવી વાત ના કર, તેણે પોતાની જાતને કહ્યું. અત્યારે ઘરમાં સંપૂર્ણ અંધારૂ હશે અને સીન્ડીની કારનો પત્તો નહોતો. તે કદાચ ગેરેજમાં પણ હોય પણ સીન્ડી તો હુંમેશા તેની કાર ડ્રાઇવવેમાં જ પાર્ક કરતી હતી. હીલાર્ડ હુંમેશા તેની કાર ગેરેજમાં રાખતો હતો છતાં ગઇ રાતે અને આજે રાતે-

આ તબકકે તેને પેાતાની જાત પર ચીડ ચડી. તેણે એના રીયર વ્યુ મીરરમાં લાલ ઝબકારો જોયો સાયરન વાગી નહિ પણ એક કાળી પેાલીસકાર તેની બાજુમાં આવી અને તેને ફુટપાથ આગળ ઉભી રાખવા ઈશારો કર્યાં. લાલ બત્તીબંધ થઈ ગઈ. ચક રાઇટ કાર ઉભી રાખી બેસી રહયો. તેણે સીગારેટ સળગાવી.

જેસી વેખને સક્રિય થવા માટે કોઈ પણ બહાનું પુરતું હતું. હેલન લામર કોલંબસ ઓહીયોમાંથી નીકળી ગઈ હતી અને ગ્લેન ગ્રીફીન અહીં શહેરમાં જ હતો કોઇક કંઇક તો હિલચાલ કરશે જ, અને ત્યાં જ તેને હેવાલ મળ્યો કે કોઇકે કંઇક હિલચાલ કરી હતી.

‘તેને અહીં પકડી લાવો.’ જેસી વેબે ટ્રુપરને હુકમ કર્યો,  ‘અને પેલી કારો નજરે પડે નહિ એવી જગ્યએ રાખજો.’

ટ્રુપરના ગયા પછી જેસી હોટલના માલિક તરફ ફર્યો અને કોફીની કીટલી તરફ જોયું.

‘મારી આ હોટલમાં કોઈ બદલ થતી નથી.’ ઠીંગણા માણસે કહ્યું. ‘સારી હોટલ ગણાય છે. શેરીફ કોફી ?’  જેસી ટેબલ પાછળ ઉભો થયેા અને માલિકને પૂછ્યું. 'હવે આજે રાતે બીજા કોઇ ધરાકો આવવાના બાકી છે જો?'

‘આવે  ને ન ય આવે હોટલ બંધ કરી દઉં ?' તેણે પૂછ્યું.

‘અમે તારી બધી કોફી લઇ લઈશું અને ક્રીમરોલ પણ લઈ શું. આગળની લાઈટો બુઝાવી દે.’

’પોલીસ કહે એ કરવું જ પડે ને, ' જોએ કહ્યું. ‘જે જોઇએ તે લઇ લો.’

અને જેસી જતો રહયો.

‘હવે,’ જેસીએ રોલ અને કોફી સાથે સીટમાં પાછા ફરી કહયું,  ‘ટામ, કહે કે શું શંકાશીલ છે? પડોશમાં એક માણસ કન્વરટીબલમાં આંટા મારે છે. શું તે કાયદા વિરૂધ્ધ છે ?'

‘શા માટે તેણે ચકકર ઉપર ચકકર મારવા જોઇએ?’ ટોમ વીન્સ્ટને રોલ કાપતાં કહ્યું. ‘અહીં? રાતે? પૂછપરછ કરવા જેવી છે.' 

‘ટોમ,’ જેસી વેબે કહ્યું,  ‘શા માટે આપણી પત્નિઓ આપણને છુટાછેડા આપતી નથી?’  

‘મારી બૈરી તો મને ધમકી આપે છે જ, સાચી આપતી હોય તો સારૂ, ' ટોમ વીન્સ્ટને કહયું અને થોડી વાર ચૂપ રહી બોલ્યેા, ‘આ આવ્યો. '

જેસી, વેબે યુવાનને જોયો. પચીસ વર્ષનો ગ્રે આંખવાળો યુવાન. ટવીડ ટોપકોટ, ગ્રે ફલેનલ શુટ.

‘મજા આવે છે?' જેસીએ પૂછ્યું.

‘સમજાયું નહિ.'

‘પીધો છે?’

'ના.'.

‘હું પ્રશ્નો પુછું છું તેથી નવાઈ લાગે છે?’

‘હા.’

‘કંઇ ખ્યાલ આવે છે?’

‘ના.’

‘ડ્રાઈવીંગ લાયસંસ બતાવ.’

યુવાને પાકીટમાંથી લાયસંસ કાઢી જેસી સામે ટેબલ પર મક્યું.  ‘ચાર્લ્સ રાઇટ, ’ જેસીએ માટેથી વાંચ્યું. ‘બીઝનેસ?’  

‘વકીલ. હેપ્બનૅ એન્ડ હીગીન્સ, ગેરન્ટી બીલ્ડીંગ.’ 

‘બીજું કંઇ?' 

‘બીજું કંઈ શું?’

જેસી વેબ ચોડાઇને ઉભો થઈ ગયો.  ‘મિ. રાઈટ, આપણે અહીં કોર્ટમાં ઉભા નથી. ગોળ ગોળ વાતો બંધ કર. મને શંકા જાય છે. મારે જાણવું છે. છેલ્લા એક કલાકથી તેં આ શું માંડ્યુ છે, બોલ?’

‘મારે કંઈ સંતાડવાનું નથી, ડેપ્યુટી,’   ચાલ્સૅ રાઈટે કહ્યું.  ‘પણ મારે જાણવું છે આ બધું શું છે.’  

એ તારે જાણવાની જરૂર નથી,'  ટોમ વીન્સ્ટન બોલ્યો અને ગળું ખેાંખાયુઁ.   ‘ઓક, ઓકે,’  જેસી વેબે કહ્યું,  ‘તારી પેઢી ફોજદારી મુકદ્દમા લડે છે ને?'

‘અમે કારપેારેશનના કાયદા પ્રમાણે લડીએ છીએ. પણ તેં મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહિ, ડેપ્યુટી.’

‘ખોટું ના લગાડીશ,'  ટોમ વીન્સ્ટને નમ્રભાવે કહયું. ‘ડેપ્યુટી વેબ પૂછે છે કે તું મોટી ફી લઈ કોઈ ગુન્હેગારનો ફોજદારી કેસ લડે ખરો?’ 

‘કયા ગુન્હેગાર?’

જેસી વેએ સ્પષ્ટતા કરી.  ‘અમે ગઈ કાલે સવારે ટેર હોટ જેલ તેાડી નાસી છૂટેલા ત્રણ કેદીઓ સંબંધી પૂછી રહયા છીએ. તે છાપું નથી વાંચ્યું? તું રેડીયેા સાંભળતો નથી?’

ચાર્લ્સ રાઈટે નકારમાં માથું હલાવ્યુ.