Nishachar - 10 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 10

Featured Books
Categories
Share

નિશાચર - 10

ચક રાઈટ તેના ટેબલ પાછળ બેઠો બેઠો ખુલ્લા બારણામાંથી બહારની ઓફિસમાં સીન્ડીને ફોન પર વાતચીત કરતા જેતો હતો. તેણે ફોન બે હાથે પકડયો હતેા અને ગાલ સાથે દાબી રાખ્યો હતો.

સવારે આવી તેણે ગઈ રાતના વર્તન બદલ માફી માગી હતી.

‘તારે પીસ્તોલ જોઈએ છે હજી?’   ચકે તેને પૂછ્યું હતું. અને તેણે મોં ફેરવી લીધું હતું.

ચકનો હવે ગુસ્સો જતો રહ્યો હતો, પણ ગુસ્સાની જગ્યાએ મુંઝવણ ઉભી થઇ હતી. મારે શું, ચકે વિચાયુઁ. એ કદાચ મારી સાથે નાતો તોડવા માંગતી હશે.

પરંતુ પીસ્તોલ. પીસ્તોલ શા માટે જોઇતી હશે એને? સંબંધ તોડવાની સાથે પીસ્તોલને શી નિસ્બત? ફોન ઉપર તે શી વાત કરતી હશે? કદાચ એ જાણવા મળે તો...

સીન્ડી તેના પિતાને ફોન પર કહતી હતી. ‘સાંભળો ધારો કે તમે અને હું એક મોટી રકમ ભેગી કરીએ. ધારો કે પાંચ કે છ હાજાર ડોલર. પછી ગ્લેન ગ્રીફીન જે રકમની રાહ જોતો હતો તે બપોરે ન આવે તો તેને રાતભર ઘરમાં વેંઢાળવાને બદલે આ પૈસ લઈને હું ઘેર જઈશ. તમે નહિ, ડેડી, હું તેઓ હવે પેલી સ્ત્રીની રાહ જોતા નથી. તેએ માત્ર પૈસાની રાહ જુએ છે. તો તેઓ જતા રહેશે. કેવો લાગ્યો મારો આ આઈડીયા?’

‘કેટલી રકમ, સીન્ડી? ધારો કે આટલી રકમ આપણે ભેગી કરી પણ નાખીએ, તો ય એવું આપણે શી રીતે ધારી શકીએ કે ગ્લેન ગ્રીફીન એટલી જ રકમની રાહ જોતો હશે? ઉલ્ટાનું તેને ખબર પડી જશે કે આ કોઈએ તરકીબ અજમાવી છે. અને મારા બદલે જો તું આ રકમ લઈને ગઈ તો વળી એને ખાસ શક ઉઠશે.’  

પણ આપણે ડોળ કરીશું કે આ રકમ તેની આળખીતી સ્ત્રીએ જ ટપાલમાં મેકલી છે.'

‘સારી, સીન્ડી, આવુ જોખમ લેવાય નહિ,’   ડેને કહ્યું.  ‘ હવે ૨ :૪૫ની ટપાલ આવી જાય પછી હું તને ફોન કરીશ.’

‘હા’

‘અનેં લંચ લેજે. તે નાસ્તો કર્યો નથી.’

‘હા’

સીન્ડીએ રીસીવર નીચે મુક્યું અને તેને તાકી રહી. પાંચ કલાકમાં પૈસા આવી પહેાંચશે. ત્યાં સુધી સૈ દુર રહે તો સારૂ.

‘મેં તેને બારીઓ તરફ જતો જોયેલો, ' રોબીશે ગ્લેન ગ્રીફીનને કહયું.  ‘આપણે તેને પકડી રાખવો. ગ્રીફીન. તે ગેરેજ આગળ જઇને પણ ઉભો રહેલો પછી જ તે એની ટ્રકમાં જતો રહયો.'

‘મી. પેટરસન?’  એલીનારે કીચનના ટેબલ પાછળ બેઠાં બેઠાં કહયું.  ‘તે કચરો લેવા આવે છે. તે દર ગુરૂ વારે સવારે અને બપોરે કચરો લેવા આવે છે.’   

‘તું એને મહેનતાણું ચેકથી ચૂકવે છે, મીસીસ હીલાર્ડ?’ ગ્લેને પૂછ્યું.

‘હા.’

‘પણ તે કાર જોઇ ગયો છે,'   રોબીશે કહયું.  ‘એને પૂરો કરવો જ પડશે. મને તારી પીસ્તોલ આપ.’   

         હેંક,'  ગ્લેને ડાઈનીંગ રૂમમાંથી બૂમ પાડી. ‘બુઢ્ઢો કયાં ગયો છે?’         

‘બાજુના મકાનમાં, ઝાડ પાછળ, મને ટ્રક ફુટપાથ આગળ ઉભેલી દેખાય છે.'

‘પોલીસને બોલાવતો હશે,'   રોબીશે શંકાશીલ સ્વરે ગ્લેનને કહયું. 

‘ના,' એલીનોરે કહયું. ‘વોલીંગ્ઝ ઘેર નથી.’

‘હું જાણું છું.'   

‘તો હું તેને પૂરો કરી નાખીશ, ગ્લેન.’

‘મિ. પેટરસન જરાય શકમંદ નથી. તેં એને જોયો...તું જાણે છે.' એલીનોર બોલી.  

‘ચૂપ રહે,' ગ્લેન ગ્રીફીન બરાડયો. ‘તુ શું એ બુઢ્ઢા દ્વારા અહીં પોલીસ બોલાવવા માગે છે?'   રોબીશે પીસ્તોલ ડેનના ગ્રે જેકેટના ખીસામાં નાખી. તે પાછલા બારણા તરફ ચાલ્યેા પણ ગ્લેનની એક જ બૂમથી થોભી ગયો.

‘મુશ્કેલી પડે તો પાછો ના આવતો રોબીશ.’

‘મને મુશ્કેલી?  મુશ્કેલી શું છે તેનો અર્થ જ હું જાણતો નથી, '

બરોબર એ જ ઘડીએ, ડેન હીલાર્ડ એક અજાણી એવી હોટલમાં ગયો અને એક મધ્યમ વયના વેઈટરને બોલાવી પાંચ ડોલરની નોટ અને પરબીડીયું  આપ્યું. ડેન હીલાર્ડે તેની સાથે વાતચીત કરી. તે રેઇનકોટ પહેરવા ગયો અને ડેન હીલાર્ડ વરસાદમાં ઓફસે  પાછો ફર્યો. એક મીનીટ પછી પેસેન્જર સીટી પોલીસ ડીપર્ટમેંટની ઓફિસ તરફ જવા વાશીંગ્ટન સ્ટ્રીટમાં ચાલતો હતો.

વોલીંગ્ઝનું ઘર બંધ હતું. મિ.પેટરસનને નવાઈ ન લાગી મીસીસ વોલીંગ્ઝ કલબની ધણી શોખીન હતી. તે ટ્રક આગળ પાછો ફર્યો અને અંદર બેસવા જતો હતો ત્યાં જ તેણે ટ્રકમાં એક માણસને બેઠેલો જોયો.   ‘અંદર આવ, જેક, '  પેલા માણસે કહયું.

મિ. પેટરસને રીવોલ્વર જોઇ અને ભવાં ચડાવી અંદર બેઠો.

‘ટ્રક ચલાવ, જેક. ઉતાવળ નથી. પૂર્વ તરફ હંકારજે.’

મિ. પેટરસને ટ્રક હંકારવા માંડી, તેણે જોયું કે બાજુમાં બેઠેલા શખ્શે તેને બંધબેસતો આવતો ન હોય તેવો શુટ પહેર્યો હતો. મિ. પેટરસનને એ ચહેરાની ઓળખ પડી. અને તેને હીલાર્ડ ના ગેરેજમાં પાર્ક થયેલી કાર યાદ આવી. રેડીયોના સમાચાર અને છાપામાં છપાયેલી તસ્વીરો યાદ આવી.  

‘હે ભગવાન, ' તેનાથી બોલાઈ ગયું.  ‘બિચારૂ હીલાર્ડ કુંટુંબ!’  બાજુમાં બેઠેલો શખ્સ હસ્યો.  ‘,તેા હું સાચો હતો, જેક?'

મિ. પેટરસનનો શ્વાસ ઝડપી થઈ ગયો અને તેના ઢીંચણે વા ઉગ્ર બની ગયો. વાઈપરોના ચિચુડાટ માં તેણે એક બીજો અવાજ સાંભળ્યો. તેની બાજુમાં બેઠેલો શખ્સ કોઈ ધુન ગણગણતો હતો. પણ મિ. પેટરસને કોઇ ધ્રુજારી, ભય વ્યક્ત કર્યો નહિ. તેણે મનોમન  એક પ્લાન ઘડયો.

તેઓ હવે શહેરની પૂર્વે એક ગામઠી રસ્તા પર પહેાંચી ગયા હતા. તેણે એની ડાબી કોણીથી બારણા પર ભાર મુકયો અને ધીમો ખટાકો થતાં અજનબી શખ્સને કહયું, 

‘મીસ્ટર, હું ભગવાનના સેગંદ ખાઈને કહું છું કે કોઈ ને કશું નહિ કહું. હું બુઢ્ઢો માણસ છું. મેં તને કંઈ કર્યું નથી.’   

‘તો ઢીંચણે પડીને ભગવાનને પ્રાર્થના શા માટે નથી કરતો?’

ટ્રકનું બારણું હવે ઉધડી ગયું હતું. આગળ તેણે રસ્તાની બાજુમાં બે પેટ્રોલ પંપ જોયા. એક જુનું પુરાણું  ખખડધજ્જ સર્વી સસ્ટેશન પણ હતું .  તેણે અંતરનો   કાઢયો અને કુદી પડવા માટે તૈયાર થઈ ગયો.

તેણે પંપ આવતાં સુધી રાહ જોઇ, પછી પગ એકસીલરેટર પર દબાવી, વ્હીલ જમણી તરફ ધુમાવ્યું અને ટ્રકમાંથી કૂદી પડ્યો. તે ગબડ્યો, ઉભો થયો અને બીલ્ડીંગ તરફ દોડયો, તેણે પાછળ ટ્રકની અથડામણ સાંભળી. વરસાદ તેના ચહેરા પર પછડાતો હતો. ટ્રકનો ધડાકો કેમન થયો કે આગ કેમ ન લાગી તે વિશે તે વિચારમાં પડી ગયો.

તે મકાનથી બે વાર દુર હશે ત્યારે તેને પહેલી ગોળી વાગી. પછી તેણે કાન ફાડી નાખે એવો અવાજ સાંભળ્યો. તે જાણતો હતો કે તેને ગોળી વાગી હતી પણ મિ. પેટરસનને નવાઈ એ વાતની લાગી કે ગોળીથિ બળતરા, દાહ કે કપાણનો અનુભવ ન થયો. પીઠ ઉપર જાણે પક્ષઘાતી ફટકો પડ્યો ન હોય એવું તેને લાગ્યું. બીજી ગોળી વાગવાની પ્રતીતિ તો અને બિલ્કુલ ન થઈ અને ત્રીજીની પણ નહિ. 

ખુની સિવાય એ ગોળીબાર કોઈએ સાંભળ્યો.નહીં હોય અને તેથી અકસ્માતમાં ખપાયેલા આ ખૂનનો હેવાલ ખુન થયાના એક કલાક પછી જેસી વેબને મળ્યો.

અવાવરૂ સર્વીસ-સ્ટેશન આગળ ધડાકો કોઇ પણ જાતનો થયો નહોતો. બદન ઓળખાયું નહોતું, કોઇ પેાલીસ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યો નહોતો અને તેથી જેસી વેબને જાતે જ તપાસ કરવાની તસ્દી લેવી પડી.

પરંતુ જેસી વેબે અગત્યના ટેલીફોન નંબરોની યાદી પૂરી ચકાસી હતી અને એ નિર્ણય પર આવ્યો હતો કે હેલન લામરે કોલમ્બસ, ઓહિયોથી ઇન્ડીયાના પોલીસમાં કોઈ ફોન કર્યો નહોતો. અને તેથી ય વધુ મહત્વનું તો એ હતું કે તેના મનમાં નિશ્ચિત થઇ ગયું હતું કે ગ્રીફીન શહેર કે શહેરની નજીકમાં નહેાતો.

ઓફિસમાં ડેન હીલાર્ડ ઉપર તેના ઘેરથી ફોન આવ્યો હતો. તેણે સાંભળ્યું. તેણે કહ્યું. ‘એ હું શી રીતે કરી શકું એલી? કલાકમાં તો પૈસા અહીં આવી જશે, બે તો વાગવા આવ્યા!’

ફરી તેણે એની પત્નિની વાત સાંભળી. ‘કરીશને વ્હાલા ?' તેની પત્નીએ પૂછ્યું. ‘હું સીન્ડીને મળ છું.'

તેણે રીસીવર ક્રેડલમાં મૂક્યું અને ઉભો થયો. હીલાર્ડ જાણતો નહોતો કે શું બન્યું હતું અને શા માટે ગ્લેન ગ્રીફીને તેને પોતે હવે જે કરવાનો હતો તે કરવા માટે એલીનોર મારફત સૂચન કર્યું હતું, પૈસા આજે આવવાના નહોતા. ગ્રીફીન જાણી ગયો હતો. ગ્રીફીને ગઈ રાતે ફોન પર સ્ત્રી સાથે વાત કરી ત્યાં સુધી રકમટપાલમાં મોકલાઈ જ નહોતી. તે આવતીકાલ પહેલાં આવે તેવી શકયતા નહોતી. ગ્લેન ગ્રીફીને તેને ઘરમાં બહાર કાઢવાનો પેંતરા રચ્યો હતો.

જો કે કંઈ બન્યું હતું જરૂર. અડધા કલાકમાંતો તે અને સીન્ડી કારમાં શહેરની દુર પૂર્વમાં  આવે શોપીંગ સેન્ટરના સ્ટોરો સામે આવી ગયા. તેઓ માટે ત્યાં આવ્યા હતા. કોની રાહ જોવાની હતી શું થવાનું હતું. ગ્લેન પગ્રીફીને કહ્યુ નહોતુ.

તે લીફ્ટમાં પ્રવેશ્યો અને બટન દાબ્યું.

રોબીશ જંગલમાંથી ચાલતો આવ્યો હતો. શોપિંગસેન્ટર પસંદ કર્યું હતું અને સર્વીસ સ્ટેશનમાંથી ફોન કર્યો હતો. પછી તે ટોયલેટ રૂમના સંડાસમાં ભરાઈ ગયો હતો અને બારીમાંથી સીન્ડીની કાર આવવાની રાહ જોતો હતો.

બારીમાંથી તે આખો પારકીંગ વિસ્તાર જોઈ શકતો હતો. તેના કપડાં ભીના થઈ ગયા હતાં અને શરીર પણ ભીનું થઈ ગયું હતું. પીસ્તોલની ધાતુ પણ શરીરને ઠંડી લાગતી હતી. પીસ્તોલમાં હજી ત્રણ ગોળી બચી હતી–એક હીલાર્ડ માટે, એક તેનાં તોફાની છોકરા માટે  અને ત્રીજી ગ્લેન ગ્રોફીન માટે. રોબીશ જુસ્સામાં હતો.

ગ્લેને આડધો કલાક રાહ જોવાનું કહેલું. ગ્રીફીન સાથે વાત કર્યે લગભગ વીસ મીનીટ જેવો સમય વીતી ગયો હતો.

પછી દુર દુર તેણે સાયરનની ચીસ સાંભળી અને તે હસ્યો.

પણ લાલ વાળવાળી સીન્ડી કેમ ન આવી?

‘સીન્ડી એક બે મીનીટમાં જ આવે છે, મિ. હીલાર્ડ,’  ચક રાઈટે કહ્યું. ‘મારી ઓફિસમાં બેસોને?’  

‘કયાં છે તે?’

ડેન હીલાર્ડ તેની ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે ચક ઉભો રહ્યો. ડેન હીલાર્ડના અવાજમાં અજંપો તરી આવતા હતો તે એના ધ્યાન બહાર ગયું નહિ.  ‘તે મિ. હેપ્બનૅ પાસેથી ડીકટેશન લઇ રહી છે,’ ચક રાઈટે કહ્યું .

‘કેટલી વાર લાગશે?’

‘કહી શકુ નહિ,’ તેણે કહ્યું, ' તમે--’ તેણે બોલવાનું શરૂ કર્યું પણ રોકાઈ ગયો. બેસો ને!'    

‘ચક તું એને બોલાવી લાવે છે?’ ડેન હીલાર્ડે પુછ્યું. ‘ઘણું અગત્યનું કામ છે.' ‘મિ.હીલાર્ડ.' ચકે ઉંડો શ્વાસ લીધો ‘ કોઇ થયું છે?’   ‘એવુ શા માટે પૂછે છે?' ચાબૂકના સાટકા જેવા શબ્દો છૂટયાં.

‘એટલે કે સીન્ડીને, તમને કે પછી કોઇને હું માથું મારવા માગતો નથી. એ જોવાનું કામ પણ મારૂં નથી સિન્ડી જાણે મારો પીછો છોડાવતી હોય એમ લાગે છે. હવે--'

‘હવે શું?’             

‘હવે જાણતો હોત તો સારું જ થાત ને!'

અને વાત ત્યાં જ અટકી ગઈ. પરંતુ ચકે તે ગઈ રાતના સીન્ડીના વર્તન વિશે જણાવ્યું.

‘આ સમજાતું નથી સર.’    ‘સમજવાની તારે જરૂર પણ નથી. ચક’

‘કદાચ-’

‘કોઇ કાચબાદાચ નિહ. આ બીના તને લાગતી વળગતી નથી. તું એનાથી અલિપ્ત જ રહે.’    ‘પણ જો તે સીન્ડીને લાગતીવળગતી હોય તો મારે જાણવી જોઈએ, મિસ્ટર હીલાર્ડ.’ ડેનની આંખોમાં સખ્તાઇ આવી  ‘તો વાત એમ છે, ચક?'    ‘હા,’ ચકે મક્કમ થતા કહ્યું  ‘ભલે તમને ગમે ન ગમે. ‘ મને તે ગમતી નથી પણ ખુલાસો કરવાનો માર પાસે સમય પણ નથી.’ ડેન ઉભો થયો અને બારણે ગયો.’  મિ. હેપ્બનૅની ઓફિસ કયાં છે?’   

‘હું સીન્ડીને બોલાવી લાવું છુ.’  ચકે કહ્યું અને મિ. હેપ્બનૅની  ઓફિસમાં ગયો. અને સીન્ડીને  બોલાવી લાવ્યો.

સીન્ડીને ડેન હીલાર્ડ તરફ જતી તે જોઈ રહ્યો પછી સીન્ડીએ તેનો કોટ લીધો અને બંને કેરીડોરમા ચાલવા લાગ્યા. ચક બંધ બારણાને તાકી રહયો. ઓલરાઈટ, આ બધુ શું છે તે હવે પોતે જ ખોળી કાઢીને જંપશે. તેણે એનો રેઈનકોટ લીધો અને ઓફિસમાંથી તરત જ બહાર નીકળ્યો.