Prem Sambandh - 1 in Gujarati Moral Stories by Mahesh Vegad books and stories PDF | પ્રેમ સંબંધ - 1

Featured Books
  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

Categories
Share

પ્રેમ સંબંધ - 1



પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર

પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે સલામતી?

કે પછી પ્રેમ એટલે સમાધાન?

હૂંફની હાજરી એટલે પ્રેમ ?

કે ભયનો અભાવ એટલે પ્રેમ?


પ્રેમ એટલે અધિકારની માગણી?

કે અધિકારની સોંપણી?

પ્રેમ જો વેદના હોય તો “અજ્ઞેય કહી ગયા એમઃ “વેદનામાં એક શક્તિ છે, જે ષ્ટિ આપે છે અને જે યાતના ભોગવે છે એ દ્રષ્ય બની શકે છે.” પણ પ્રેમ જો ટેવ હોય તો સુરેશ જોષીએ કહ્યું એમઃ “ટેવના માળખાને ઊંચકી ઊંચકીને ફરવાનો હવે થાક લાગે છે.”

પ્રેમ એટલે શું?

કશુંક મેળવી લેવું? કે પછી કશુંક આપી દેવું?

એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ?

કે પછી દૂર રહીને પણ જે લાગણી થતી રહે એ પ્રેમ

પ્રેમ એટલે ભવિષ્યનાં સપનાં?

કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો?

પ્રેમની જે ક્ષણ વર્તમાનમાં જિવાય છે તે જ એનું એકમાત્ર અને સંપૂર્ણ સત્ય. એ સિવાયની ક્ષણોમાં પ્રેમ

વિશે પાછળથી પ્રગટેલા વિચારો હોય અથવા ભવિષ્યમાં સર્જાનારા સંજોગોની કલ્પનાઓ હોય. આ બંનેમાં – બદલાયેલા સંજોગો, બદલાયેલા વિચારો અને બદલાયેલી આસપાસની વ્યક્તિઓ જેવું – પ્રેમ સિવાયનું બીજું ઘણું બધું ઉમેરાતું હોય પ્રેમ વર્તમાનની ક્ષણ જેટલો અણિશુદ્ધ ક્યારેય રહી શક્તો નથી. વર્તમાનમાં ન હોવ

એવો પ્રેમ અનેક અસરોથી ઘેરાયેલો રહે છે. પ્રેમ એટલે સાગરનાં પાણી પર વરસી પડતી વાદળી?

કે પછી પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વાળ?

સ્પર્શાળુ ઇચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ? કે એ ઇચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ?

પ્રેમ એટલે તળેટી પરથી નજર કરતાં છેક ઉપર દેખાતું શિખર ?

કે પછી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ?

‘સુન્દરમ્'નું એક નાનકડું કાવ્ય છેઃ મેરે પિયા, મૈં કછુ નહીં જાનુંઃ મૈં તો ચુપ ચૂપ ચાહ રહી... મૈં તો પલ પલ બ્યાહ રહી.

પલ પલ બ્યાહ રહીની ગતિનો જેમને અનુભવ થતો હોય એમના માટે બીજી કોઈ પ્રગતિની જરૂર રહેતી

નથી. જેમાં હેતુ નથી એ જ પ્રેમ અનંત છે. હેતુ હોય ત્યાં એ હેતુ પૂરો થતાં જ પ્રેમ પણ પૂરો થઈ જાય છે.

પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી

સાચવી લીધેલી જીવનની ક્ષણો,

પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની

બાકી રહી ગયેલી ઈંટો અને

પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર,



પ્રયત્ન વિના કશું ટકતું નથી, ચાહે એ મૈત્રી હોય યા લગ્ન

સંબંધો આપોઆપ બંધાય છે અને એની મેળે જ તૂટી જાય છે, એ વાત ખોટી છે. વર્ષોથી, યુગોથી એક ભ્રમણા ચાલી આવે છે કે લાગણીના સંબંધો અનાયાસ સર્જાય છે, સાહજિક રીતે હોરે છે અને કુદરતી રીતે પૂરા થઈ જાય છે. આવી વાતોમાં સત્ય હશે તો પણ તે નહિવત્ હશે અને એવા સંબંધો પણ વિરલ હશે.

પ્રથમ મુલાકાત કે પ્રથમ પરિચય અનાયાસ હોઈ શકે. કદાચ એવો યોગાનુયોગ બીજી-ત્રીજી વાર પણ થાય

યોગાનુયોગ લાગની મુલાકાતો બેમાંથી એક વ્યક્તિના છૂપા પ્રયત્નોને કારણે ગોવાઈ હોય એવું પણ બને.

ક્યારેક બેઉ વ્યક્તિઓ પોતપોતાની રીતે યોગાનુયોગ' લાગે એવી મુલાકાત યોજવા પ્રયત્નો કરે એવું પણ

બને. તમને ખબર હોય કે તમારા મામાના દીકરાની બાજુમાં એ રહે છે એટલે અમુક પ્રસંગે એ ત્યાં આવવાની

કે

જ. તમે અચાનક ટપકી પડ્યા હોવાનો દેખાવ કરીને ત્યાં પહોંચી જાઓ. સામે પક્ષે એને પણ ખબર હોય કે

પોતાના ઘરની બાજુમાં જે છોકરો રહે છે એના ફોઈના તમે દીકરા છો અને અમુક પ્રસંગે તમે ત્યાં આવશો જ

એટલે એ પણ આવી પહોંચે જે યોગાનુયોગ' થઈ જાય. સંબંધ બાંધવા પ્રયત્નની જરૂર પડે આખરે એ બે માણસ વચ્ચેનો સંબંધ છે, બિલાડીનો દ્વેષ નથી કે આપોઆપ ફૂટી નીકળે, સોશ્યલ ગ્રુપમાં કે જ્ઞાતિના મેળાવડામાં કે પાર્ટીમાં કે મિત્રવર્તુળમાં થતાં પ્રથમ પરિચયો કે પ્રથમ ઓળખાણોને સંબંધમાં ઢળવા પ્રયત્નની જરૂર પડે, આવાસની જરૂર પડે. બેમાંથી એક વ્યક્તિની ઇચ્છા વિના પરિચય પછીનું ડગલું ભરાતું નથી. બેઉ વ્યક્તિની ઇચ્છાઓ ભેગી ના મળે ત્યાં સુધી એ પરિચયને સંબંધની ઓળખાણ મળતી નથી. સર્જાઈ ન શકેલા કે અધૂરા રહેલા સંબંધો માત્ર પરિચય કે ઓળખાણના તબક્કા પર ઝૂલતા રહે છે, ક્યારેક ખરી પડે છે.

પ્રયત્ન વિના કશું ટકી શક્યું નથી. ચાહે એ મૈત્રી હોય યા લગ્ન, એક વખત સંબંધ બંધાયો એટલે હવે એ સંબંધ કાયમી છે એવું માની લેતા લોકો વખત જતાં સંબંધ પ્રત્યે બેદરકાર થઈ જાય. સતત માંજીને ઊજળા રાખવાના સંબંધ પ્રત્યે બેધ્યાન થઈ જવાથી વખત જતાં એને કાટ લાગે.

લેવું જ અને આપવું કશું નહીં એવી માનસિક્તા બેમાંથી એક વ્યક્તિની હોય કે થઈ જાય ત્યારે સંબંધનું અસ્તિત્વ જોખમમાં મુકાય. આની સામે, આપ-લેની આ વાતને ત્રાજવામાં મૂકીને સતત બે પલ્લાંની સમતુલા જાળવવા માગતા સંબંધોમાં કૃત્રિમતા પેસી જાય. કેટલું આપ્યું અને કેટલું મળ્યું એનું ઑડિટિંગ ન થાય ત્યાં સુધી સંબંધમાં સાહજિકતા અને તાજગી રહે

માત્ર મૈત્રીના જ નહીં, લગ્નના સંબંધને ટકાવવા પણ સભાન પ્રયત્નો કરવા પડે. મોટા ભાગનાઓ આ વાતથી અજાણ હોય છે. ચાર ફેરા ફરી લીધા પછી આ સંબંધને ટકાવવા કોઈ મહેનત કરવાની જરૂર નથી એવી માન્યતાથી પીડાતા લોકોને કારણે સમાજમાં કેટલાંય લગ્નો ત્રીજા દિવસની શાકભાજી જેવાં જોવા મળે છે. કાછિયો એના પર ગમે એટલું પાણી છાંટે તોય એને એની લીલોતરીનો ભૂતકાળ પાછો મળતો નથી.

તાજગીને સાચવી ન શકનારા લોકો પોતાના વાસીપણાને ફેસલિફ્ટ કરાવવા પબ, ડિસ્કોથેક અને બારમાં લઈ

જાય. ક્યારેક આશ્રમોમાં પણ લઈ જાય. પરંતુ ચમચીથી જે જાય છે તે સ્વિમિંગ પૂલ વડે પાછું આવી શકતું નથી.



સંબંધોને કાચના ફેજાઈલ સામાનની જેમ સાચવવાના-જાળવવાના હોય. બેદરકાર થઈ જતા લોકોના કથળેલા સંબંધોનું સમારકામ થઈ ગયા પછી પણ એના ઉઝરડાનાં નિશાન કાયમ રહી જાય.

વર્ષગાંઠ કે અગત્યની તારીખો યાદ રાખીને તે દિવસે શુભેચ્છા-લ-ભેટ આપી દેવાથી સંબંધો કદાચ સચવાઈ જતા હશે પણ એવુ કરવાથી સબંધ મ્હોરી ઊઠે તે જરૂરી નથી. સંબંધી સાચવવાના હોય સાહેબો સાથે, જ્ઞાતિના પ્રમુખ સાથે કે 'કામ લાગે' એવા પરિચિતો સાથે. સંબંધો સાચવવાના પ્રયત્નોમાં અને સંબંધોને મહોરાવવાના પ્રયત્નોમાં ફરક છે. સંબંધો સાચવવા તમે દિવાળીએ ડ્રાયફ્રુટ્સનું બોક્સ મોકલી આપો છો. સંબંધો ડોરાવવા તમારું કામ બાજુએ મૂકી સામેની વ્યક્તિને તમારા સમયની તમામ નિરાંત આપી દો છો.

બેમાંથી એકની કે બેંકની મંજૂરી વિના સંબંધી વિદાય લેતા નથી. પહેલાં અમારે એની સાથે બહુ બનતું, પછી ધીરે ધીરે ઓછું થતું ગયું એવું કહેનારાઓને ખબર નથી હોતી કે ઓછું થતું ગયું નહોતું, ઓછું કરી નાખવામાં આવ્યું હતું. – એના તરફથી અથવા કદાચ, ખુદ તમારા પોતાના તરફથી. વહેલું કે મોડું, એક વખત તો દરેક માણસે મરવાનું જ છે એ વાત શીરાની જેમ ગળે ઊતરી ગઈ છે. પણ દરેક સંબંધ વહેલો કે મોડો પૂરો થઈ શકે એમ છે એવું મન સમજી નથી શક્યું, માની નથી શકતું, સ્વીકારી નથી શકતું, એટલે જ હજારો ફિલ્મી ગીતોમાં અને દુનિયાભરના સાહિત્યમાં સર્જાયેલી લાખો કવિતાઓમાં “જબ દિલ હી ટૂટ ગયા હમ જિ કે ક્યા કરેંગે'નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાતું રહે છે.

કોઈ પણ સંબંધ એના પ્રથમ તબક્કામાં જેવો હોય એવો કાયમ રહી શકતો નથી. કાં તો એ વિકરો અથવા મૂરઝાઈ જાય. વિકસતા સંબંધને એક વખત એની યોગ્યતા મુજબની ઊંચાઈ મળી જાય પછી ક્યારેય તે શિખર પર ટકી રહેતો નથી.

પ્રયત્નો કરવાથી ટોચ પરના રહેઘણની ક્ષણોને કદાચ થોડી વધુ લંબાવી શકો. પણ ત્યાં કાયમનો વસવાટ બધા માટે શક્ય નથી. ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ' એવું કવિ રમેશ પારેખ કહે છે. પણ કવિ એક વાત યાદ દેવળવવાનું ભૂલી જાય છે કે આ ઊત્રતો મૂળ કદાચ વખત જતાં. તમને તળેટીએ લઇ જશે અને તે વખતે કોઇક આપેલું એ લ કરમાઈ ગયું હશે. પછી એ સુકાઈ

તમારે કિતાબનાં બે પાનાં વચ્ચે મૂકી દેવાનું. ક્યારેક એ શુષ્ક પુષ્પ હાથ ચડી જાય ત્યારે ભૂતકાળની સમૃદ્ધિ યાદ કરીને સ્મિત કરી લેવાનું. અશ્રુ સારવવાનું નહીં