Nishachar - 1 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 1

Featured Books
Categories
Share

નિશાચર - 1

પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત્તાઓ માં ભળી જતો હતો. મધ્ય-પશ્રિમ ગ્રામીણ વિસ્તારમાં સપાટ પથરાયેલા પડેલા નિર્જન હાઇવે પર તપાસ કરવા તેઓ થોડી ક્ષણો થોભ્યા. બે જણની સહેજ આગળ ચાલતા, ઠસ્સા અને રૂઆબથી ખભા ઉંચા રાખતા અને માથુ એક તરફ ઢાળેલું રાખતા  ઉંચા પાતળા યુવાન તરફથી ઈશારો મળતાં તેઓ ઝડપથી આગળ વધ્યા પણ દોડતા નહોતા.

તેઓ હાઇવેને સમાંતર વૃક્ષોની ઝાડી પાછળ ગયા. ટુંક સમયમાં જ, હાઈવે પર કંઈ કે કોઈ દેખાય તે પહેલાં તેઓ એક ફાર્મમાં પહેાંચી ગયા. ત્રણમાંથી એક છૂટો પડયો. તે ઉંચા યુવાનથી પણ નાની  ઉંમરનો હતેા. તેણે ફાર્મ માં પડેલી જુના મેાડલની ગ્રે રંગની સીડનનુ બોનેટ ખોલી વાયરો તપાસવા માંડયા. બીજા બે જણ દબાતે  પગલે મકાન તરફ ગયા. અંદર વાદળી પેશાક પહેરેલો પ્રૌઢ ખેડુત સ્ટુલ અને ધડો લઈ એક ગાયથી બીજી ગાયને દોહવા ખસતેા હતેા. બેમાંના ઠીંગણા, મધ્યમ વયના પણ શક્તિશાળી અને રીંછ ની જેમ ચાલતા ચકોર શખ્સે કેાદાળીનો હાથો ઉપાડયો અને ધાસચારાથી છવાયેલા કોંક્રીટના ભોંયતળીયા પર આગળ વધી ખેડૂતના માથા પર હાથો ફટકર્યો. ચીસ પાડતાં પહેલાં તે ખેડૂત ભોંય પર ઢળી પડયો. પછી તે નીચે નમ્યો અને શ્વાસ લેતા પણ બેભાન ખેડૂતના શરીર પરથી વાદળી પોશાક ઉતારી લીધો.

 

પછી તેઓ મકાનની બહાર આવ્યા અને એન્જીન ચાલુ કરીને ડ્રાઈવીંગ વ્હીલ પાછળ બેઠેલા છોકરા સાથે જોડાયા. ગ્રે સીડન ફાર્મ માંથી નીકળી, દક્ષિણ તરફ વળી અને આછા થતા જતા ધુમ્મસમાં ભળી ગઈ

આ બીનાની જાણ પૂર્વે ૭૨ માઈલ દૂર આવેલા ઈન્ડીયાના પોલીસમાં અડધા કલાક પછી થઈ. અલબત્ત, બીના પૂર્વે થયેલી વિગતોની, બીના બાદ થયેલી વિગતોની નહિ. તરત જ શહેરના ઉત્તર-પશ્ચિમમાં આવેલા એક  નવા   સબડીવીઝનની નાની પણ સુઘડ કોટેજની બેડરૂમમાં ટેલીફોન રણકયો.

લીલા પટાવાળો લેંધો પહેરેલો એક યુવાન પથરીમાંથી ઉભો થયો અને ટેલીફોન ઉપાડયો. સાંભળ્યુ ‘હું આવું છું, ' તેણે શાંતિથી કહ્યું. હવે તે પૂરેપૂરો જાગી ગયો હતો. તેણે રીસીવર ક્રેડલ ઉપર મુકયુ અને પથારીમાં પડેલી સ્ત્રી તરફ ફર્યો.

સ્ત્રીની આંખો હવે ખુલી ગઈ હતી. તેણે યુવાન તરફ જોઈ નાક મચકોડ્યું. તે બેથી થઈ અને તેના પતિને તેનો કાળો શુટ પહેરતી જોઈ રહી. તે બત્રીસ વર્ષનો ઉંચો પણ ખૂબ જ પાતળો યુવાન હતો.

‘ગ્લેન ગ્રીફીન, તેનો નાનેા ભાઈ અને રોબીશ નામનો એક બીજો કેદી,' જેસી વેબે કહ્યું, ‘એક કલાક પહેલાં ટેરે હોટમાં આવેલી ફેડરલ જેલ તોડી નાસી છૂટયા છે.' તેણે હોલ્ટસ્ટરમાં પીસ્તોલ મુકી, પછી જેકેટ પહેર્યુ, થોડું પાછળ ખેચ્યું જેથી ડેપ્યુટી શેરીફનો બેજ મંદ પ્રકાશમાં પણ ચમકતો દેખાયો. ‘હું શહેરમાં જઈને દાઢી કરાવી લઈશ, કેથી.'

‘અને ત્યાં જ ખાઈ લેજે,' કેથીએ જવાબ આપ્યો.

‘હા, હું ખાઈ લઈશ, કેથેલીન વેબ,'  જેસી વેબે હસતાં હસતાં કહ્યું અને નીચે નમીને તેને ચુંબન કયુઁ.

‘આ ગ્લેન ગ્રોફીન પેલો તો નહિ- ’ તે બોલતી રોકાઈ ગઈ.

‘હા, એ જ, ' તેણે કહ્યું. ‘હજી તેને બાર વર્ષ કાપવાનાં બાકી હતાં. હું આશા રાખું કે તે એના વતનમાં જ જાય.’

‘પણ અહીં તો તે ન જ આવે ને?' કેથેલીને પૂછ્યું.

મેરીયન કાઉન્ટી શેરીફની ઓફિસનો આખા અઠવાડિયાનો ચાર્જ સાંભાળતા જેસી વેબે તેની પત્નિને સમજાવ્યું કે શા માટે તે વિચારતો કે આશા રાખતો હતો કે ગ્લેન ગ્રીફીન ઇન્ડીયાના પોલીસ આવે તો સારૂ.

તેણે તેનું પહેલું કારણ એ આપ્યું કે ભાગેડું કેદીઓનો ઓળખાઈ જવાનો ડર રહેતો હોવા છતાં જાણીતા શહેરમાં તેઓ સલામતી અનુભવતા હોય છે. તેઓ માનતા હોય છે કે જાણીતા શહેરમાં સંતાવાની જગ્યાનો પ્રશ્ન ઉભો થતો નથી. ઉપરાંત હેલન લામર નામની એક સ્ત્રી હતી. તે ગ્લેન ગ્રોફીનથી દસ વર્ષ મોટી હતી ૩૫ વર્ષીની હતી, પણ તેના માટે અગત્યની હતી. જેસીને શક હતો કે તેની પાસે પૈસા હતા.

‘ફરી પાછો સ્ત્રીને જ મામલેા, ’ કેથેલીને કહ્મું ‘ કાયમ નથી હોતો, પણ જો સ્ત્રી હોય તો મદદરૂપ થઈ પડે છે. જો તે ઈન્ડીયાના પોલીસમાં હોય તો આ ત્રણે જણા તેની પાસે જ જશે અને-' જેસી ગાળ બોલતાં રોકાઈ ગયો. તે જાણતો હતો કે કેથીને બિભત્સ ભાષા ગમતી નહિ. તેણે ફરી તેને ચુંબન કર્યું અને કાર તરફ ચાલ્યેા.

‘ગુડ લક, ડાર્લિંગ.' જેસીએ હાથ હલાવ્યો અને શેરીફની કાર શેરીમાં વાળી.

એ ક્ષણે ગ્રે સીડન જંગલ વિસ્તારમાં દોડી રહી હતી. ડ્રાઇવીંગ કરતો હતો. વાદળી પોશાક પહેરેલો ગ્લેન ગ્રીફીન મધ્યમ વયનો, બેઠી દડીનો માણસ તેની બાજુમાં બેઠો હતો. ગ્લેનનો નાનો ભાઈ પાછલી સોટમાં આંખો બંધ કરી આડો પડયો હતો .પણ હેંક ગ્રીફીન ઉંધતો નહોતો. તે આગલી સીટમાં બેઠેલા ગ્લેન અને રોબીશની વાતો સાંભળતો હતો.

‘તું દક્ષિણ તરફ્ જઈ રહયો છે, '  રોબીશે કહ્યું, ઇન્ડીયાના પોલીસ ઉત્તર-પુર્વે છે.'

‘હાલ હું દક્ષિણ-પૂર્વ માં જઉં છું.' ગ્લેન ગ્રીફીને લાપરવાહીથી કહ્યું.

‘પણ તું તો કહેતો હતો કે લામર ઇન્ડીયાના પોલીસમાં હતી? પૈસા સાથે.'

‘તે ગયા અઠવાડિયે પીટસબર્ગ જતી રહી જો તેમને તે ઈન્ડીયાના પોલીસમાં નહી મળે તો તેમનો જુસ્સો ઠંડો પડી જશે. તેઓ તેને શેધી શકશે નહિ.‘

‘તો પછી આપણે કયાં જઈ રહ્યા છીએ?’

‘ઈન્ડીયાના પોલીસ,’  ગ્લેને હસતાં હસતાં કહ્યું. ‘ત્યાં મારે એક કામ છે, યાદ છે? પણ આપણે પશ્ચિમમાં રેડબ્લોકમાં જવા માગતા નથી, આપણે ચક્કર મારીને ઉત્તર-પૂર્વ તરફથી આવીશું લગભગ બપોરે.’ 

‘અને પછી ’

‘પછી આપણે એક સારી જગ્યા શોધી કાઢીશું અને હું હેલનનો સંપર્ક સાધીશ.’   

‘સારી જગ્યા-કયાં?'

‘તું જ કહે, રોબીશ. તેઓ અડ્ડાઓ પર તો બરાબર ચોકી રાખી રહયા હશે. હોટલો ઉપર પણ શહેરની સરહદ પર કોઈ શાંત શેરીમાં મકાન ઠીક રહેશે કે જેની આસપાસ નજીકમાં બીજા મકાનો ન હોય. મકાન મોટું હોવું જોઇએ, સારા ફરનીચરથી સજજ. લોકો આરામથી રહેનારા પણ ગભરાય તેવા હોવા જોઈએ. પુરૂષ રોજ નોકરીએ જતો હોવો જોઈએ. ઘરમાં એકાદ નાનુ છેાકરૂં હોય તેા સારૂ.'

‘પછી?'

‘રાહ જોઈશું.'

‘ક્યાં સુધી?'

‘પીટસબર્ગ થી હેલન આવે ત્યાં સુધી. અને રોબીશ, હવે ચૂપ રહે. માણસને આઝાદીનો મોજ માણવા દે.’

પાછલી સીટમાં હેંક રોબીશને ધીમેથી ગાળ બોલતો સાંભળી રહ્યો પછી તે ગ્લેને વર્ણન કર્યું. તેવા મકાનના વિચારે ચડી ગયો.

હીલાર્ડ દંપતિએ કેસલર બુલવર્ડ ઉપર મકાન એટલા માટે ખરીદયુ હતું કે નવા વેચાતા મકાનેાની સરખામણીમાં મોટું હતું. શેપીંગ સેન્ટરો અને બસ રૂટોથી નજીક એવું આ મકાન બીજા રહેણાંકના મકાનોથી દુર હોવાથી કુટુંબને એકાંત મળતુ હતું. સીટી લીમીટથી દસ શેરીઓ બહાર હોવાથી ટેક્ષ પણ ઓછો લાગતો હતો. છેલ્લા આઠ વર્ષથી તેઓ આ મકાનમાં રહેતા હતા અને સૌને તેનો ખૂણેખૂણો, પગથીયે પગથીયું અને એરડેઓરડા જાણે અજાણ્યે વહાલા લાગતા હતા. હવે તેને રંગાવાની જરૂર હતી અને ફરનીચર પણ બદલવા જેવુ થયુ હતુ. બે છેકરાંને ધાસારોતો લાગે જ ને! સીન્ડી ૧૯ વર્ષની થઈ હતી અને લવીંગરૂમ બદલવા માગતી હતી. પણ તેની માતા એલીનોર માનતી નહોતી. ડેન શહેરના સૌથી મોટા ડીપાર્ટ મેંટલ સ્ટોરનો પરચેઝ મેનેજર હોવાથી તેને ફરનીચર વીસ ટકા લેસ પર મળતુ હોવા છતા ફુગાવાના આ જમાનામાં એલીનોર જરા પણ ઉતાવળ  કરવા માગતી નહોતી. ઉપરાંત સીન્ડીને પરણાવવાનો ખર્ચ પણ નિભાવવાનો હતો.