ભાગ-૩૫
(બરોલી ગામ આવતાં જ તેની સરહદ પર અલિશા અને અમે બધા ઉતરી મંદિર જોઈ રહ્યા હતા. અલિશા પોતાની યાદોમાં ખોવાઈ જાય છે. તે એક કૂવો બતાવીને કહે છે કે આ કૂવો તેના દુ:ખનો સાક્ષી છે. એક વખતે તો, વળી તે અહીં જીવ આપવા માંગતી હતી પણ.... હવે આગળ....)
“એકબાર હમ ભી ઐસા હી કરના ચાહતે થે, અબ જીવન જીના હી ના થા. પર કયાં કરે તભી હમારી પક્કીવાલી સહેલી આ ગઈ ઔર હમ અપની જાન ભી ના દે શકે... વો હમસે બોલી કે,
‘કયું જાન દે રહી હો, તુમ્હારે સાથે એક નન્હી સી જાન કો ભી માર રહી હૈ... ઉસ નન્હી જાન કયાં કસૂર, જીસને અભી યે દુનિયા ભી ના દેખી. ઉસકો ભી અપને સાથ કયોં લે જા રહી હો.”
મારાથી પૂછાઈ ગયું કે,
“તુમ અપની જાન ક્યોં દેના ચાહતી હો ઔર યે તુમ્હારી સહેલી કા નામ કયા થા?”
“પણ સર, આટલી નાની છોકરી પોતાનો જીવ કેમ આપવા તૈયાર થઈ ગઈ હતી?”
ઉમંગે પૂછી બેઠો તો રસેશ,
“અરે ઉમંગ એ વખતના લોકોમાં ખાસ કરીને સ્ત્રીઓ માટો જીવન ટૂંકાવી દેવું, એ તેમના માટે આમ વાત હતી.”
તેવું કહેતાં જ મીના બોલી કે,
“તમને અને મને જીવન ટૂંકાવી દેવું એમના માટે સહેલું હતું એમ લાગે છે, પણ એ વખતે સ્ત્રીઓ ની જે દર્દનાક હાલત હતી કે જે અત્યાચાર સહન કરતી હતી તે સાંભળીએ ને ત્યારે જ આપણને કંપાવી જાય છે, તો તેને સહન કરનાર વ્યકિતના મનમાં ઘણીવાર આવા વિચાર હાવી થઈ જાય.. આ તો તેની મિત્ર આવી, નહીંતર તે પણ આમ જ કરતી. પણ માનવભાઈ તેને શા માટે આવું પગલું લેવાનું વિચાર્યું, એ કહ્યું.”
મેં મારી વાત આગળ વધારતાં કહ્યું કે,
‘મારા સવાલના જવાબમાં તે બોલી કે,
“મેરી સહેલી કા નામ કમલા થા. વો બોલી કી ક્યોં અપની જાન દે રહી હો, જબ કી અબ તુમ મા બનનેવાલી હો તબ.. ઐસા મત કરો, તેરે પેટમેં પલ રહે છોટી સી જાન કા કયાં કસૂર? ઉસે તો ઈસ દુનિયા કો દેખા ભી ના હૈ, ઉસે તો આને દો.”
“કયાં હમ મા બનનેવાલે હૈ સાચી મેં... તબ ભી હમારી બાત કૌન માનેગા ઔર કહીં તુમ હમેં બહલા તો ના રહી હો?”
“બહલા થોડી ના રહે, ક્યાં તુમ ભી નન્હી બચ્ચી હો. હમ સાચી બોલતે હૈ. હમ અપની સાસ સે કહેગેં, વો તુમ્હારી સાસ કો બતાલયેંગી. અબ ઈસ બચ્ચે કે બારે મેં સોચ ઔર ચલ હમારે સાથ આ... હમ બેઠતે હૈ.”
હમે અભી ભી સચ નહીં લગ રહા થા, તો ઉસકે સામને દેખા તો ઉસને હામી ભરી તબ હમને અપને મતલબ કે જો હમ અપને જીવનસે હી પીછા છૂડાના ચાહતે થે, પર ઉસ છોટી સી નન્હી જાન કા ભી જીવન અપને સાથ લે જાના ના ચાહતે થે તો હમને અપને જાન દેને કા વિચાર હી છોડ દીયા ઔર ઘર વાપિસ ચલે ગયે.”
“તુમ્હારા ઘર કહાં પે હૈ ઔર તુમ્હારે પતિ કા નામ કયા હૈ?”
“વો તો કૈસે બતલાએ? ઐસે હમ અપને પતિ કા નામ નહીં લેતે, લેકિન... આઓ તુમ્હેં દિખા દુ.”
“કોઈ બાત નહીં, અપને મુંહ સે બતા દો, વરના રહને દો.”
હું બોલતો રહ્યો પણ તે મારી વાત સાંભળવાની જગ્યાએ એક બાજુ ચાલવા લાગી અને તે થોડીક આગળ વધી. તે એક ઓટલા આગળના નાનકડા થાંભલા આગળ ઊભી રહી અને ત્યાં બરાબર ધ્યાનથી જોવા લાગી. તેને ત્યાં એનું નામ શોધ્યું ના શોધ્યું અને મને બતાવ્યું અને બોલી કી,
“દેખિયો હમારા ઔર ઉનકા નામ?”
મેં તે વાંચવાની કોશિશ કરી તો તેના પર લખેલું હતું કે, “માનદેવી – વનરાજ સિંહ”
“તુમ્હારે પતિ કા નામ વનરાજ સિંહ થા?”
“હા... ઉનકા નામ યહીં થા, કયોં ઔર કયાં હુઆ?”
બોલતાં બોલતાં તે થોડી શરમાઈ ગઈ અને પછી તે પાછી આગળ ચાલવા લાગી. મને એમ કે તે બીજું કંઈ બતાવશે પણ તે તો મંદિરનો પરિસર છોડી ગામની બાજુ ચાલવા લાગી.
હું કોઈને સૂચના આપવા જાઉં તો કયાંક તે આગળ જતી રહે અને ખબર ના પડે તો... આ નાનકડી અને ફોરનેર છોકરી ગામથી પૂરેપૂરી અજાણ એટલે હું તેને એકલી છોડી શકે તેમ નહોતું એટલે તેની પાછળ પાછળ જવા લાગ્યો.
પણ મનમાં વિચાર આવ્યો અને એ મુજબ એક મેસેજ આપવા મેં ત્યાં રમી રહેલા છોકરાને કહ્યું કે,
“એ છોટુ... યહાં આ જરા... ઔર મંદિર કે અંદર એક ફોરેનર કપલ, સાથ મેં એક આદમી અંદર ખડે હૈ. ઉનકે પાસ જા કે બોલના કી હમ શાયદ ગાઁવ કી તરફ જા રહે હો ઔર અલિશા હમારી સાથ હૈ તો વહીં પે આવે.”
મેં તેને કહેવા મોકલ્યો અને અલિશાની પાછળ પાછળ જવા લાગ્યો.
અલિશા નદીની સિમેન્ટની નીક બનાવી જયાં નદીનું પાણી રોકી રાખ્યું હોય ત્યાં ઊભી રહી અને એક નજર નાખી. પછી એક જગ્યા બતાવી અને બોલી કે,
“યે હમારી જગા થી, જહાં હમ ઘર કે સારે કપડે ધોને યહીં આતે થે. ફીર કભી કભી હમ કમલાસે કપડે ધોતે ધોતે બતિયા ભી લેતે થે. પર ઘર પે હમાર સાસુમા થી વો ગુસ્સા હો જાતી. ઈસ લીએ હમ જયાદા નહીં ઠહરતે થે.”
ત્યાંથી તે આગળ ચાલી મેં આજુ બાજુ નજર નાખી તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એ ગામ હતું. નાની નાની ભેખડો અને એના પર ઉગેલા નાના નાના ઝાડવા. વચ્ચે રેતાળ પ્રદેશ અને ત્યાં પાણી આવ્યાના નિશાન રસ્તામાં નાના નાના પથ્થરો વચ્ચે પાણી પડેલું દેખવા મળી રહ્યું હતું એટલે લાગતું હતું કે ચોમાસામાં અહીં પાણી આવતું હશે. અને એ વહી જતું હશે એટલે જ કદાચ તેને રોકવા જ એ નીક જેવું બનાવી પાણીનો સંગ્રહ કરતા હશે. પણ ખુલ્લામાં હોવાથી પીવા લાયક નહીં હોય પણ ન્હાવા, કપડાં ધોવા માટે કામ લેતા હશે. જો કે અત્યાર એ જગ્યાનો ઉપયોગ નહીં થતો હોય એવું લાગ્યું. કદાચ બાળકોની રમવા માટેની જગ્યા હવે બની ગઈ હશે.
આમ વિચારતો વિચારતો હું આગળ વધ્યો તો ગાઁવ આવી ગયું અને એક ચોરો આવ્યો. એના પર એક ઓફિસ જેવું હતું અને જેના પર બરોલી ગ્રામ પંચાયત લખેલું. પણ તે બોલી કે,
“યે તો ઉસ વક્ત ના થા. યહાં પહેલે સિર્ફ પંચાયત હી અહીં બેઠતી થી ઔર શામ કો બૂઝૂર્ગ આદમી હુક્કા પીને. વૈસે તો મેરે સસુર યહાં કે સરપંચ જો થે.”
ત્યાં જ એક ભાઈ આગળ એક ફોરનેર છોકરી અને પાછળ મને જોઈ ત્યાં આવી ગયો અને તેની આંખોમાં પ્રશ્ન સળવળતો દેખાયો એટલે તે કંંઈ પૂછે પહેલાં જ મેં,
“આ ફોરનેર છોકરી છે અને હું તેને ગામનો માહોલ જોવા લાવ્યો છું. તેના મોમ ડેડ મંદિરની પરિસરમાં છે.”
મારી આ વાત ચાલતી હતી ને ત્યાં જ અલિશા મારી પરવા કર્યા વગર પોતાની ધૂનમાં જ ચાલવા લાગી અને મારી આંખથી ઓઝલ ક્યારે થઈ ગઈ, તે મને ખબર જ ના પડી. એટલે હું થોડો અકળાઈ ગયો અને મારી અકળામણ તે યુવક પર ઠલવાઈ ગયો...
(અલિશા કયાં જતી રહી? શું તેનું ઘર બતાવશે? તેના વિશે તેની સહેલી કમલા કહેશે? કમલા મળશે ખરી કે પછી? હજી અલિશાને નવું નવું શું યાદ આવશે? છોટુ વિલિયમ ફેમિલી અને ડૉ.અગ્રવાલને મેસેજ આપશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૬)