Premno Sath Kya Sudhi - 18 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 18

Featured Books
Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 18

ભાગ...૧૮

(ડૉ.વિલ્સન સુજલ પાસેથી અલિશા રિલેટડ વાત જાણે છે. સુજલ પોતાની વાત એમના આગળ રાખી દે છે. અલિશાને લઈ વિલિયમ ફેમિલી ભારત આવે છે. અલિશાના પેરેન્ટસ સાથે વાત કરીને તે પોતાની વાત આગળ વધારવા પર વિરામ આપે છે. હવે આગળ....)

બધાને બગાસાં ખાતા જોઈ મારા મનમાં થયું કે આમ પણ શરીર અને મનની બેઝિક જરૂરિયાત વિશે વિચારીવું જ પડે એમ વિચારીને કહ્યું કે,

“ચાલો આજે આપણે આ વાત પર વિરામ મૂકીએ અને કાલે મળીને ફરી કન્ટીન્યૂ કરીશું.”

 

ઉમંગ કંઈ કહે તે પહેલાં જ નચિકેત બોલ્યો કે,

“સુજલ તારી વાત બરાબર છે. આપણે કાલે મળીએ, આમ પણ બગાસાં ખૂબ આવી રહ્યા છે અને શરીર પણ અકડાઈ ગયું છે તો.”

“પણ સર...”

ઉમંગ આગળ બોલે તે પહેલાં જ રસેશે તેને રોકીને,

“ઉમંગ આમ પણ આ કેસ થોડો અટપટો અને સમજવા અઘરો છે અને એ માટે માઈન્ડ ફ્રેશ હોવું જરૂરી છે એટલે કાલે બરાબર રહેશે. આમ તો હું કયારનો શરીર અકળવાથી આઘો પાછો થતો હતો જ પણ તને કાલે મળીએ વાળી આ વાત ના રાખી શક્યો. પણ હવે તો માનવે કહી દીધું છે તો પછી તેમ જ કરીએ.”

કહીને તેઓ બાય બાય કરીને ઉઠી ગયા એટલે ઉમંગ આગળ કંઈ બોલી ના શકવાની સ્થિતિમાં હોવાથી તે પણ નાછૂટકે ઉઠયો અને બાય કરી પોતાના ઘર તરફ વળ્યો.

‘હું ઉમંગની મનોસ્થિતિ સમજી શકતો હતો પણ હું, નચિકેત, રસેશ કે મિતા તેના જેવા જવાનીના જોશથી ભરેલા નહોતા એટલે અમુક સમયે અમારા શરીર અને મનને આરામની જરૂરિયાત હતી અને તેને નકારવી અમારા માટે પણ અશક્ય હતી એટલે હું કંઈ કરી શકે તેમ નહોતો.’

‘જીવનમાં પણ આવું જ હોય છે કે શું થશે અને ક્યારે થશે એ કહેવું કોઈના માટે શક્ય નથી. કેમ કે કુદરત આગળ કોઈનું ચાલતું નથી. એમ જ જીવનમાં શું ઘટશે એ ક્યારે કોઈ નક્કી નથી કરી શક્યું એવું વિલિયમ માટે બનતું હતું. વિલિયમ જે વસ્તુથી કે ડરથી ભાગવા મથતો હોવા છતાં તેને વારેવારે ત્યાં જ ફરીને પાછું આવું પડયું. અને એ જેટલું એના માટે કઠિન હતું એટલું જ એના માટે તકલીફદાયક પણ હતું.’

આમ વિચારો કરતાં કરતાં ખબર નહીં કયારે આંખોમાં ઊંઘ ઘેરી વળી અને ક્યારે હું ઊંઘ સાથે મિત્રતા કરી લીધી કે પછી તેના ખૌફથી સરેન્ડર થઈ ગયો તેની મને ખબર જ ના પડી.

બીજા દિવસે ઉઠયો તો ફ્રેશ થઈ ગયો હતો પણ મારું મન હજી થાકેલું લાગતું હતું. એ કારણે મારા ચહેરા પર ફ્રેશનેશ નહોતી લાગતી રહી એટલે આજે મને અહેસાસ થયો કે અલિશા કેમ સ્ટ્રેસ ફીલ કરતી હતી એ પણ ખાસ હિપ્નોટાઈઝ થિયરી પછી.

આ બધા વિચારોને મનમાં થી ખંચેરીને હું મોર્નિંગ વોક કરવા નીકળ્યો અને યોગા કરવા નીકળ્યો. આમ કલાકેક ગાર્ડનમાં વીતાવી ઘરે આવ્યો તો મિતાએ તૈયાર કરેલી મારા માટે ગરમાગરમ કોફી અને ન્યુઝપેપર મારી રાહ જોતા હતા તો તેમને બરાબર ન્યાય આપી તૈયાર થયો અને હું હોસ્પિટલ જવા નીકળ્યો.

હું હોસ્પિટલનું કામ સુચારું રૂપથી ચાલી રહ્યું છે તે ચેક કર્યા બાદ મારો એક કોમ્પ્લીકેટડ કેસ આવ્યો. તે કેસનું કાઉન્સલિંગ કરી મેં આજ સુધી અનુભવ પરથી મેં તેમને સમજાવ્યા અને તેમની વાત સાંભળી, સમજી મેં તેમને સોલ્યુશન પણ આપ્યું.

તેમના ગયા બાદ જ એકદમ જ ધમાધમ કરતી મેટ્રન આવી અને મને ઉમંગની કમ્પ્લેઈન કરવા લાગી કે,

“સર તમે ઉમંગ સરને કહો કે તે એચઆર રૂમ અસ્તવ્યસ્ત ના કરે.”

હું કંઈ કહું તે પહેલાં જ ઉમંગ ત્યાં આવ્યો,

“સર કેસ વધારે ના હોય અને ખાલી ખાલી બેસવા કરતાં એચઆર રૂમમાં જઈ સ્ટડી કરું છું, જેથી મારું નોલેજ વધે અને તમે કેવી રીતે કેસ હેન્ડલ કરતાં હતાં તે પણ જાણવા મળે...”

“અને એ માટે થઈ તમે મારું કામ વધારી દો છો તેનું શું? તમારા શીખવાની લ્હાયમાં રૂમ અસ્તવ્યસ્ત થઈ જાય પછી ગોઠવવો અમારે પડે છે.”

“પણ તે અસ્તવ્યસ્ત કયાં થયો છે અને કેમ કરીને થાય?”

“કયાં અને કેમ જાણવું છે તમારે?”

“હા...”

“તો એમ કહો કે ફાઇલ લઈ તમે ક્યાં મુકો છો?”

“ટેબલ પર જ...”

“પછી... અને ઘણીવાર તો તમારી કેબિનમાં ફાઈલ લઈ જાવ છો પછી ત્યાં જ મૂકી દો છો કે નહીં?”

“હા પણ તે તો મારી કેબિનમાં જ હોય છે ને?”

“તમારી કેબિનમાં તમે તો રાખી દો, પણ તે કેસ અને નવા કેસની ફાઈલ ભેગી થઈ જાય અને કેસ હેન્ડલ કરતાં તે કેસની ફાઈલ તો એ સમયે શોધવાની તકલીફ કોને પડે...”

“મને...”

“આમ પણ તમારા કેસ હેન્ડલ કરતાં બધું તમને હાથવગું હોવું જોઈએ છે કે નહીં?”

“હા...”

“પછી ઘણીવાર તમે એચઆર રૂમમાં ફાઈલ સ્ટડી કરીને ટેબલ પર મૂકી દો તો એક પછી એક કરીને મૂકતા ઢગલો થાય કે નહીં. જયારે અચાનક એની જરૂર પડે તો શોધવાની તકલીફ પડે અને આઘીપાછી થઈ જાય કે ખોવાઈ જાય તો મોટી તકલીફ કે નહીં? એ ગોઠવવામાં સમય બગડે એ વધારાનો....”

“હા... એમાં તકલીફ કેમ કરીને પડે, ટેબલ પરથી લઈ લેવાની ને?”

“અને એ જેટલી ઝડપથી ના મળે, તેને શોધવામાં મહેનત થાય અને કોઈવાર તો જે સમયે જરૂર હોય તે પ્રમાણે ના પણ થાય. અને સૌથી મોટી વાત ડૉક્ટર સાહેબને અસ્તવ્યસ્ત નથી ગમતું એટલે ના ગોઠવીએ તો ડૉક્ટર સાહેબ અમને બોલે....”

“તો હું શું કરું?”

તે ગૂંચવાઈ ગયો અને બોલ્યો.

“એ મને ખબર ના પડે, ડૉક્ટર સાહેબ? તમે જ સોલ્યુશન આપો.”

મારી તરફ વાત આવી તો મેં,

“ઉમંગ તમારી કંઈ પણ જાણવા વિશેની તાલાવેલી મને ખબર છે પણ તમે જે ફાઈલ લો એને એ જગ્યા પર જ મૂકી દો.”

“મેટ્રન લીલા પ્રોબ્લેમ સોલ્વ?”

“યસ સર... તમે કહ્યું એટલે ઓકે...”

હું હસ્યો અને કહ્યું કે,

“તો હવે અમારા માટે ચા કહેશો?”

“જી...”

કહીને તે જતી રહી. મેં ઉમંગને બેસવાનો ઈશારો કર્યો તો તે બેસી ગયો અને મેં તેને પૂછયું કે,

“તો પછી અલિશાના કેસવાળી ફાઈલ મળી ગઈ?”

“જી.... ના સર એવું કંઈ નથી...”

“કેમ એવું કહે છે, મને એમ કે તને મળી ગઈ હશે?”

“ના સર, હું તો... મારા એક કેસ રિલેટડ કેસ હેન્ડલ કરવા તમારા... કેેસ પરથી રિસર્ચ કરતો હતો.”

“એ કેસ તો અલિશા જેવો હતો નહીં?...”

“હા.... ના સર...”

“ઈટ્સ ઓકે, મને તમારી જીજ્ઞાસા વિશે ખબર છે અને સમજું પણ છું, તો હવે કહો કે મળી ગઈ.”

“ના સર... પણ તમે જે કહો છો એ સાંભળવાની મજા આવે, એવી વાંચવાથી મજા નથી આવતી પણ હું જેટલું બને તેટલી જલ્દી જાણવા માંગું છું એટલે...”

“મખ્ખન પોલીસી... એમ ને?”

“ના સર...”

“તને ખબર છે કાલે મને એક વિચાર આવેલો, જે તારા પર ફીટ બેસે એવો છે. જીવનમાં પણ આવું જ હોય છે કે શું થશે અને ક્યારે થશે એ કહેવું કોઈના માટે શક્ય નથી. કેમ કે કુદરત આગળ કોઈનું ચાલતું નથી. એમ જ ઉમંગ કોઈ વસ્તુની મજા એકદમ નથી મળતી તેના માટે રાહ જોવી પડે બરાબર...”

“જી સર...”

“સારું એ તો કહે કે ફાઈલ મળી કે નહીં?”

“ના સર...”

(ઉમંગ મેટ્રનના કહ્યા મુજબ કરશે ખરો? ઉમંગને ફાઈલ કેમ ના મળી? આગળ શું થશે? અલિશા વાળી વાત કેવી રીતે વધશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૧૯)