Premno Sath Kya Sudhi - 12 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 12

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 12

ભાગ...૧૨

(અલિશા ફરીથી પાર્ટીમાં કરેલું ડુપ્લેકસ બિહેવ ઘરમાં કરે છે અને ડૉ.અગ્રવાલ વિલિયમ ફેમિલીને સાઈક્રાટીની થેરેપી માટે મનાવે છે. થેરેપી શરૂ થતાં ધીમે ધીમે તેને પૂર્વભવમાં લઈ જાય છે અને હવે આગળ...) 
"ભતીજા કો ડર હૈ કી હમાર ગુડિયા હમારી સેવા કરેગી તો મેવા વો ખા જાયેગી... ઔર વો હવેલી જૈસા હો તો ઉસકો દે કૈસે..." 

"અચ્છા તો ફિર તુમ્હાર હવેલી કહાં હૈ?" 

"ગાઁવ મેં..." 

"મગર કોન સા ગાઁવ?..." 

"વો તો બ... રો..." 

આટલું બોલતાં બોલતાં રડવા લાગી અને તેના હિબકા ના લીધે તેનો સ્ટ્રેસ વધી ગયો અને બીપીનું મશીન તેનું બીપી વધી જવાનો ઈશારો કરતાં મેં વાત છોડી દીધી અને બોલ્યો કે, 

"કામ ડાઉન... અલિશા કામ ડાઉન... તું પાછી આ જન્મમાં આવી રહી છે. બસ હવે તું ઉઠી જા... તારી મોમ દૂધ પીવા બોલાવે છે... અલિશા સ્ટેન્ડ અપ... ચાલ દૂધ પી લે..." 

એમ કહ્યું તો તે આળસ મરડીને ઊભી થઈ અને ધરેલો પાણીનો ગ્લાસ પણ તે ફટાફટ પી ગઈ." 

તેની હાલત જોઈ એક પિતા ચિંતત જરૂર થઈ ઉઠયો. પણ આ વખતે જહોને ગુસ્સો ન હોતો કર્યો કે ના કંઈ બોલી રહ્યો હતો એટલે મેં આશ્ચર્ય સાથે અને થોડીક સહાનુભૂતિ સાથે તો તેના ખભા પર હાથ મૂક્યો તો તેની આંખોમાં પાણી છલકી ઉઠયા પણ તેને ફટાફટ લૂછી દીધા.
"તારી આંખમાં આસું?..." 

"ગમે તેમ હું પણ તેનો ફાધર છું." 

અને તે અલિશાને લઈને જતો રહ્યો. તેના ગયા બાદ હું અલિશાની વાતો પર હતપ્રભ હતો." 

"પણ સુજલ તેનું બીપી વારેવારે કેમ વધી જાય છે?" 

"કારણ કે તેના નાના મગજ પર પડતો વધારે પડતો સ્ટ્રેસ, જે તે સહન નથી કરી શકતી અને તેનું બીપી વધી જાય છે." 

"તો પછી ફિક્કી પડવાનું કારણ?" 

"કદાચ એ માટે કે તેના નાના મગજમાં ઘણી બધી વાતો છે, જેમાંં તેને કંઈ યાદ નથી પણ જયારે જયારે તે યાદો બહાર આવે છે, ત્યારે એ યાદગીરી સાથે તેને તકલીફ પણ થાય છે. જેના લીધે તે ફિક્કી પડી જાય છે." 

રસેશે પૂછયું તેના જવાબમાં મેં કહ્યું તો તે,
"એ વાત સાચી હું બહુ માં બહુ તો મોટાઓ સાથે જ કાઉન્સલિંગ કરું એટલે વાત જ કરવાની હોય. તેમને હિપ્નોટાઈઝ કરવાના હોય જ નહીં. બંને બાજુ મોટા લોકોના મનમાં કોઈને કોઈ વાત કે વ્યકિત પ્રત્યેનો ગુસ્સો હોય અને તે જ કાઢવાનું જ કામ મારું. એટલે આ બધી વાતોમાં ખબર પણ નથી પડતી કે રસ જેવું પણ નથી રહ્યું. 

પણ આ વાત સાંભળ્યા પછી એવું લાગે છે કે સાયક્રાટીસ હોવું એક મોટી વાત છે. જેમાં નાના નાના ભૂલકાંથી માંડીને મોટાઓને પણ હેન્ડલ કરવા અઘરા છે." 

હું હસ્યો અને મારી વાતને આગળ વધારવા માટે ઉમંગે પૂછ્યું કે,
"પછી તો વિલિયમ અલિશાને લઈને પાછો આવ્યો કે નહીં?" 

"આવ્યોને પણ આ વખતે અલિશાની તબિયત બરાબર નહોતી. મેં તેની સાથે નોર્મલ વાત કરી. તેને નેચરલી જ પૂછ્યું કે,
"તને ફરવા જવું ગમે છે?" 

"હા..." 

"તું ક્યારે બહાર ફરવા ગઈ છે?" 

"ઘણીવાર..." 

"કયાં કયાં?" 

"ઊટી, શિમલા-મનાલી, મસૂરી...." 

"હમમમ, તો બરો... પરથી કઈ જગ્યાએ ગઈ હતી?" 

"ના એવી કોઈ જગ્યાએ મને યાદ નથી." 

"સારું, ઈટ્સ ઓકે પણ કોઈ એવી પ્લેસ હોય તો જે તને યાદ ના રહી હોય?" 

"નો અંકલ..."
કહીને તે ડોલ સાથે રમવા લાગી. 

મારી વાત સાંભળીને તેના ચહેરા પર આશ્ચર્યના ભાવ ભલે હતા પણ બાળસહજ રમતમાં તે જોડાઈ ગયેલી. મેં તેને રમતી મૂકી હું વિલિયમ અને એલિના તરફ હું વળ્યો. તે મારી સામે જોઈ રહ્યા હતા મેં તેમને કહ્યું કે, 

"મને ખબર છે કે તમે આગળ રહેલી અધૂરી વાત વધારવા માંગો છો, પણ તેની તબિયત જોતા મને યોગ્ય ના લાગ્યું. આમ પણ ડૉ.અગ્રવાલે મને કહ્યું હતું કે તેની તબિયત યોગ્ય ના લાગે તો તેને વધારે પૂછીને સ્ટ્રેસ ના આપતા જેથી તેની તબિયત બગાડવાનો ચાન્સ ના રહે." 

"ઓકે આઈ અન્ડરસ્ટેન્ડ... તો આપણે ફરી મળીએ." 

"હા, ચોક્કસ બાય... બાય અલિશા, ચોકલેટ..." 

મેં તેની સામે બહુ બધી ચોકલેટ રાખી દીધી અને તેને મુઠી ભરીને લઈ લીધી. મેં તેની સામે હસીને કહ્યું કે,
"તે બહુ ચોકલેટ લઈ લીધી છે પણ એક જ દિવસમાં બધી ખાવાની નહીં સમજી..."
"યસ ડૉ.અંકલ, હું બહુ ચોકલેટ નહીં ખાવું પણ બધાને આપીશ..." 

"નાઈસ એન્ડ લવલી ગર્લ, હું તને ફરી મળીશ તો ત્યારે તારી ભાવતી ચોકલેટ લાવીશ." 

"સાચ્ચે જ...." 

કહીને તેને તેની નાની નાની આંખો પટપટાવતી મારી સામે હસીને જોયું અને જતી રહી. ધીમે ધીમે તે નોર્મલ થઈ ગઈ હતી. 

હું તેને દર રવિવારે બગીચામાં મળતો પણ નોર્મલ વાતો કરતો અને તે રમવા લાગતી. જયારે હું ગાર્ડનમાં વોકિંગ કરતો. એકવાર હું તેને મળ્યો તો તે તેની મોમ સાથે આવેલી. હું તે બંને સાથે નોર્મલ વાતો કરી અને પછી એક જગ્યાએ શાંતિથી બેસીને પ્રાણાયમ કરવા લાગ્યો. 

પણ ગાર્ડનમાં મારું મન હંમેશાં આ સમયે પંખીઓનો કલબલાટ કે પછી બાળકોનો શોરબકોર અને વૃધ્ધોના લાફિંગકલબમાં થી સાંભળવા મળતું હાસ્ય અને સૌથી મોટું તો લોકો એકબીજા સાથે વાતોની શેરિંગ કરતાં, એ સાંભળવાની મજા અલગ જ હતી. 

આમ તો તેને ગોશિપ કે પંચાત જ કહી શકાય પણ મને એ વખતે દરેકના ચહેરા પર જ હાશનો ભાવ, દિલ પરનો બોજ ઉતરી જતાં તેમના મુખ પરનું હાસ્ય અને મનમાં રહેલો આનંદ જેને શબ્દોથી કયારે પણ કહી ના શકીએ તેવું, એ માણવાની મજા હું કેમ કરીને છોડું. 

બસ એ જ જોવા અને માણવા માટે હું દરરોજ જવા માંગતો હોવા છતાં રવિવારે જ જઈ શકતો. 

હું પ્રાણાયમ ખાલી નામનું જ કરતો હતો પણ ઘણીવાર તો પ્રાણાયમ ભૂલી હું જોઈ રહેતો જાણે કે એક નાનું બાળક કોઈ આનંદ નગરીમાં ભૂલી ના પડી ગયો હોય તેમ આજે પણ આજુબાજુ જોઈ રહ્યો હતો. ત્યાં જ એક વડીલે મને ટોકતાં કહ્યું કે, 

"કેમ ભાઈ પ્રાણાયમની જગ્યાએ આજુ બાજુ જોઈ રહ્યા છો? અને આ વારેવારે પોતાની યોગક્રિયા છોડવી યોગ્ય નથી." 

"હા અંકલ મને ખબર છે, પણ શું કરું મને જે આ કુદરતી સૌંદર્ય માણવાની એટલે કે પંખીઓનો કલબલાટ, બાળકોનો શોર જે સાંભળવાની મજા આવી રહી છે, એવી પ્રાણાયમ કરવાથી નથી મળતી. 

આમ પણ પ્રાણાયમ મનને તરોતાજા કરવા માટે જ કરીએ છીએ. પણ મારું મન આ જોઈને જ તરોતાજા અને આનંદિત થઈ જાય છે, એ કારણે જ હું પ્રાણાયમ છોડી દઉં છું." 

"હા એ વાત પણ છે, હું પણ મારા દીકરાના દીકરાને ગાર્ડનમાં તેના મિત્રો સાથે રમે એ માટે અહીં લઈને આવું છું. મને પણ આ નાના નાના ભૂલકાં જોવાની, દુનિયાની ચિંતા કર્યા વગર રમતાં જોવાની મજા આવે છે. મારો પણ આ બાળકોને જોઈ દિવસ સરસ રીતે પસાર થાય છે." 

"એ વાત તો છે જ અને આમ પણ દાદા દાદીને મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું લાગે..." 

"એમાં પણ એક લોજિક કહો કે કારણ છે જ..." 

"કેવું લોજિક અંકલ?" 

('બરો' શબ્દ શેનાથી કન્કટેડ છે અને એ નામ પરનું ગામ કયું અને કયાં છે તે કેવી રીતે ડૉક્ટર શોધશે? અલિશા ફરી કયારે હિપ્નોટાઈઝ થેરેપી માટે ઓકે થશે અને શું આગળ થશે? અંકલ 'મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું લાગે' તેના માટે કયું લોજિક આપશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૧૩)