Premno Sath Kya Sudhi - 11 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 11

Featured Books
  • Krishna

    **The Story of Krishna: The Divine Play of Life**In the vast...

  • Rain Flower - 20

    Rain Flower Kotra Siva Rama Krishna After that she had seen...

  • Too Much is Too Bad

                                               Too Much is  Too...

  • You, Me and Desert - 4

    There were no remnants of the past left here anymore. Neithe...

  • Struggle of Life

    Struggle of Life  In a small, dusty village nestled amidst r...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 11

ભાગ...૧૧

(અલિશાનું ચેકઅપ કરી ડૉ.અગ્રવાલ માનવને કહે છે કે તારી થેરેપીના કારણે અલિશાનું માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. એ વાત વિલિયમને ડૉ.અગ્રવાલ અને સુજલ સમજાવે છે પણ તે ફકત હામી ભરીને જતો રહે છે અને એક દિવસ વિલિયમનો ફોન સુજલ પર આવે છે. હવે આગળ....) 

"બસ ઈસ બાર ફિરસે અલિશાને પાર્ટી મે જો કીયા થા વૈસા હી વાપિસ કીયા ઔર બાદ મેં વો બેહોશ હો ગઈ..." 

"મેં ડૉ.અગ્રવાલને પણ બોલાવી લીધા છે. તે એકદમ ચેક કરી લે પછી જ મને શાંતિ થશે." 

એલિના બોલી એટલે જહોને કહ્યું, એટલામાં ડૉ.અગ્રવાલ પણ આવી ગયા. તેમને પણ ચેક કરીને કહ્યું કે,
"વિલિયમ, એલિના તમે સમજો. અલિશાને સાયક્રાટીસની થેરેપીની જરૂર છે, એટલું ચાલુ કરી દો... નહીંતર એનો જ માનસિક સ્ટ્રેસ વધતો જશે." 

જહોને જવાબમાં કહ્યું કે,
"ઓકે, ડૉ.અગ્રવાલ તમે કહેશો તેમ જ કરીશ." 

મેં પણ તેમને અલિશા નોર્મલ થાય એટલે બે દિવસ પછી ક્લિનિક પર આવવા કહ્યું. ડૉ.અગ્રવાલ અને મેં વિદાય લીધી. બે દિવસ પછી તે ખરેખર આવ્યા. 

આ વખતે સમય બગાડયા વગર અલિશાને વાતોમાં ફોસલાવીને બેડ પર સૂવાડી દીધી. પછી મેં તેને કહ્યું કે,
"બેટા, તને ઊંઘ આવે છે..." 

"હા, અંકલ મને ઊંઘ આવે છે." 

"ઓકે તો હવે તું સૂઈ રહી છે. ચાલ જલ્દીથી રાઈટ અને લેફ્ટ સાઈડથી વન ટુ ટેન કાઉન્ટ કર..." 

તેને કાઉન્ટિંગ શરૂ કર્યું.
'વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિકસ, સેવન, એઈટ, નાઈન, ટેન.... અગેઈન ડીઅર ટેન., નાઈન., એઈટ.., સેવન.., સિકસ..., ફાઈવ..., ફોર...., થ્રી...., ટુ........, વન...." 

તેનો સાઉન્ડ ધીમો ધીમો થતો વન પર આવતાંને તે તો સૂઈ ગઈ.  પછી મેં તેની સાથે વાત શરૂ કરી,
"હવે તું એઈટ વર્ષની બાળકી છે, એ વખતે તું શું કરતી હતી?" 

"મેં મોમ અને ડેડને મારું ટૉયસ ટૂટી ગયું છે તે કહ્યું" 

"તો તારા મોમ ડેડ શું કહ્યું?" 

"તો ડેડ મને ખૂબ બોલ્યા..." 

"હવે તું સેવન વર્ષની છે, ત્યાં શું કરતી હતી." 

"ટીચર મને આ સની પરેશાન કરે છે." 

"આ સની કોણ છે?" 

"મારો કલાસમેટ..." 

"હવે તું સિકસ વર્ષની થઈ, ત્યાં..." 

"મારે બાર્બી ડોલ હાઉસ લેવું હતું, મોમ સામે જીદ કરી પણ પપ્પાને કહ્યું નહીં." 

"હવે તું ફાઈવ વર્ષની થઈ તો..." 

"T..w..e..n..t..y  o..n..e" 

"હવે ફોર વર્ષની થઈ, તો..." 

"એ... બી... સી... ડી..." 

"થ્રી વર્ષની થઈ તો..." 

"મેં રમકડાં ફેંકી દીધા..." 

"ટુ વર્ષની થઈ, તો..." 

"મમા..... ડેડ..." 

"વન વર્ષની..." 

"મ..મ.., મ..મ.." 

'સિકસ મન્થનની થઈ' 

પછી તો રડવાનો અવાજ કાઢ્યો અને વન મન્થન ની થઈ એવું કહેતાં તેને ધીમો ધીમો રડવાનો અવાજ કાઢયો. 

મેં પછી તેને કહ્યું કે,
"હવે તે મરી ગઈ  છે." 

એકદમ સન્નાટો અને તે કંંઈ જ ના બોલી.
"હવે બે જન્મની વચ્ચે તું છે?" 

તે ચૂપચાપ પડી રહી. પછી,
"હવે તું મરણપથારીએ છે?" 

તે ધીમું ધીમું બોલી રહી હતી, પણ સમજ નહોતી પડી રહી.
"હવે તું તારા પાછલા ભવનાં પહોંચી ગઈ છે. તારા મરણ પહેલાંનો એ ભવમાં એક મહિનો બાકી છે. હવે ત્યાં શું શું થાય છે તે કહે?" 

"ખાસ કુછ નાહીં, મારે ઘરમેં સબ લોગ અપને અપને કામોમેં લગે હુએ હૈ, ઔર હમ એક ખાટ પર બેઠે બેઠે ખસિયાં રહે થે..." 

"અચ્છા તો તેરે પાસ કોનો નહીં?" 

"હમાર કોનો બેટા વેટા થોડા ના હૈ, વો તો હમાર ભત્રીજા કા ઘર હૈ ના. વો તો હમેં મા સમજ કે રખ રહા હૈ. ઔર માં ક્યોં ના સમજે હમને હી તો ઉસકો પાલા હૈ, બડા કીયા હૈ, વૈસે હમ તો ઉનકી ચાચીસા હૈ. હમનેં બચપનમેં પાલા હૈ તો ઉસકા કર્જ ઉતારને કે લીએ  વો હમે રખ રહા હૈ, વૈસે હમ બુઢિયા જાયે તો કહાં જાયે. એક કોનો હમકો દીયા હૈ ઔર હમ વહાં પડે રહેતે હૈ. દેખના અભી હમાર બહુ આકે હમકો ખાના પરોસેગી.' 

"દેખો આ ગયા ના હમાર થાલ...." 

"કયાં હૈ થાલમેં..." 

" જાડી જાડી રોટી ઔર દાલ..." 

"સિર્ફ રોટી ઔર દાલ ક્યોં, સબ્જી નહીં હૈ ક્યાં?" 

"વો તો હમાર દાંત થોડા હૈ, ઔર બુઢિયા કો તો યહીં હી જચ્ચતા હૈ..." 

તેને પોતાનું બોખું મ્હોં બતાવતા બોલી. 
"અચ્છા, ઔર કા કા પરોસા હૈ થાલી મેં?" 

"કુછ નાહી, અરે એ તો ચુનુ મુનુ આ ગયે... ચુનુ મુનુ હમાર પાસ આ કે બેઠો, મુજ બુઢિયા સે કુછ બતિયા ભી લો..." 

"કયા વો તુમ્હારે પાસ બેઠતે હૈ?" 

"નાહી..."
તેને ઉદાસ ચહેરા સાથે કહ્યું. 

"ક્યોં?..." 

"વો તો ક્યોં બેઠેંગે, ઉન્કો તો બડી બડી સ્કુલમેં પઢને જાને કા હૈ ના..." 

"મગર ઉન્હોંને કહા ક્યાં?" 

"યહીં કે હમ આપકે લીએ યુહીં બેઠે હૈ ના, જો આપસે બતિયા કરે. જો ખાના દીયા હૈ વો ખા લો બુઢિયા..." 

આટલું બોલતાં બોલતાં જ અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ મ્હોં બનાવી દીધું અને પછી મ્હોં સરખું કરીને પાછી બોલી કે,
"એ બાત કીસી કો મત કહેના, ખાસ કરકે હમાર બહુ કો વરના વો હમેં ઘર સે નિકાલ દેખી વો.." 

"ક્યોં નિકાલ દેવેગી, વો?..." 

"વો તો હમકો રખ્ખના ભી નહીં ચાહતી, ઉસે કહા બુઢિયા કી સેવા કરની હૈ... હમ તો ઉસકી ચાચીસા હૈ. વો તો અપની સાસ કી સેવા ન કરની થી, હમ સે હો શકતા થા તબ તક હમને કી, બાદ મેં હમાર ભત્રીજે ને... વો તો સિર્ફ દિખાવા કરના હી જાનતી હી..." 

"ઐસા... મગર વો આપકા ભતીજા હૈ ના ફિર.." 

"કહેં કા ભતીજા ઔર હમ થોડી ના ઉસકી માં હૈ. હમ તો ઉસકી ચાચી હૈ ઔર વો ઘર હમાર નામ પર હૈ ઔર ઉન્હોનેં હમ કો કહા થા કી ઘર કીસકે નામ પર મત કરના. ઘર તુમ્હાર મરને કે બાદ જીસે લેના હૈ વો લે લેગા..." 

આ બોલતાં બોલતાં મેં હાર્ટ બીટના અને બીપી ચેક કરવાના મશીન પર નજર નાખી. બંને નોર્મલ હતા જ્યારે અલિશાના હાવભાવ ખૂબ ઝડપથી શબ્દો પ્રમાણે બદલી રહી હતી. 

"ઐસા હૈ, તો ફિર રખ હિ કયો રહી હો?..." 

"તો ફિર કહાં જાયે હમ બુઢિયા..." 

"તુમ્હાર કોનો સંતાન ભી ના હૈ?" 

"હૈ ના, ઐસા મત બોલો... મેરી ગુડિયા લખ્ખ લખ્ખ જીવો, મેરી ઉંમર ભી ઉસ કો લગ જાયે, હમારી બિટિયા રાની..." 

"તો ઉસકા નામ કયા હૈ?" 

"મારી છોરી કા નામ ભવાની..." 

"તો ફિર ઉસકે પાસ કયોં ના રહતી હો તુમ..." 

"વો તો રખના ભી ચાહતી હૈ, ઔર કુંવરસા ભી હમકો બુલા ભી રહે હૈ, હમાર માન ભી રખતે હૈ, મગર હમાર ભતીજા..." 

" તુમ્હાર ભતીજા..." 

"હમાર ભતીજા ઉસકો ડર હૈ કી કહીં હમ અપની બિટિયા કો ઘર ના દે દે..." 

"ઉસકા હક તો હૈ ના..." 

"હમાર મેં ઐસા થોડે ના હોતા હૈ કે બિટિયા કો મિલકત મિલ જાવે. ભતીજા કો ડર હૈ કી વો સેવા કરેગી તો મેવા વો ખા જાયેગી... ઔર વો હવેલી જૈસા હો તો દે કૈસે..." 

"અચ્છા તો ફિર તુમ્હાર હવેલી કહાં હૈ?" 

"ગાઁવ મેં..." 

"મગર કોન સા ગાઁવ?..." 

"વો તો બ... રો.......

(અલિશા થેરેપીમાં બધા જ સાચા જવાબો આપી શકશે? કયાંક તેને કોઈ તકલીફ તો નહી થાય ને? અને થશે તો વિલિયમ તેના પર બ્લેમ કરશે ખરો કે પછી સાચી વાત સમજશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૧૨)