Premno Sath Kya Sudhi - 10 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 10

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 10

ભાગ...૧૦

(ડૉ.અગ્રવાલની મેરેજ એનિવર્સરીની પાર્ટીમાં વિલિયમ અને માનવની વાતચીતને અવિએ ભંગ કરી. અલિશા એકદમ મારવાડી બોલી રહી હતી અને એ વાતને ટાળવા માનવે નાટકનું નામ આપ્યું અને બધા મહેમાનોને વિખેર્યા. અલિશા બેભાન થતાં મેં ડૉ.અગ્રવાલને ચેેક કરવા વિનંતી કરી. હવે આગળ....) 

"કાલે અલિશાને ચેક કરી અને મને તેનો રિપોર્ટ ચોક્કસ જણાવજો અને ખાસ કરીને તેના પેરન્ટસના મનમાં કંઈ બીજી વાત હોય તો પણ... પ્લીઝ આટલી ફેવર કરજો." 

મારા માટે તે રાત પસાર કરવી ઘણી અઘરી હતી.
ધ્યાનપૂર્વક સાંભળી રહેલા બધામાં થી રસેશે પૂછયું કે,
"વારંવાર અલિશાનું બેભાન થવું એ તો આશ્ચર્ય છે જ અને એનું કારણ જાણવું વધારે આશ્ચર્ય હશે.... શું હતું કારણ જેના લીધે અલિશાને યાદો સાથે જીવવામાં તકલીફ પડી રહી હતી?" 

મેં તેને જવાબ આપતાં બોલ્યો કે,
"મેં પણ તમારી જેવી જ ઉત્સુકતા સાથે સમય પસાર કર્યો જયાં સુધી ડૉ.અગ્રવાલનો ફોનના આવ્યો. તેમને કહ્યું કે, 

"ડૉ.નાયક ડોન્ટ વરી... અલિશાને ફરી વિલિયમડીન્સ નથી થયો કે એ કારણસર ફિક્કી પણ નથી પડી રહી અને તેની બિમાર પડી જવાનું એ તમારી થેરેપી હિપ્નોટાઈઝના કારણે તો બિલકુલ નથી." 

"તો પછી વારે વારે બેભાન થવાનું કારણ?" 

"આમ તો મને બીજો કોઈ પ્રોબ્લેમ લાગે છે અને ખરેખર કહું તો આ છોકરીનું સ્વાસ્થ્ય બગડેલું જરૂર છે, એ શારીરિક નહીં પણ માનસિક છે. જે તેના મનના સ્ટ્રેસ ના કારણે તેના શરીર પર અસર પડે છે. શું તમે મને હવે કહેશો કે આ વાત જાણવા અને જણાવવા માટે ફોર્સ કેમ કર્યો. કંઈક વાત છે, હું તમારી હેલ્પ કરી શકું?" 

મેં થોડી હિચકિચાટ સાથે તેમને બધી જ વાત પહેલેથી ગઈકાલ સુધીની જણાવી અને કહ્યું કે,
"હું બસ એટલું જ જાણવા માંગતો હતો કે તેનું સ્વાસ્થ્ય બગડવાનું કારણ મારી થેરેપી તો નથીને. જો કે પાર્ટીમાં જે થયું તે પછી તે વાત પૂરવાર થઈ ગઈ હતી. થેન્ક યુ મને ચેક કરી રિપોર્ટ આપવા માટે.." 

"ઈટ્સ ઓકે, આ તો મારી ફરજ હતી. મને તો તમારી મદદ કરવા મળી એ બદલ આનંદ થયો. પણ એક વાત કહીશ કે તે છોકરીનું સ્વાસ્થ્ય ભલે શારીરિક જેટલું સારું છે, એના કરતાં માનસિક વધારે ખરાબ છે. અને એ માટે કદાચ તમારી થેરેપી જ બેસ્ટ રહેશે. 

હું વિલિયમ સાથે વાત કરીશ પણ ખરો અને તમને પણ કહું છું કે શારીરિક હેલ્થ હું જોઈ લઈશ. બસ તેને વધારે સ્ટ્રેસ પડે એવું લાગે તો ત્યાંથી જ તમારી થેરેપી સ્ટોપ કરી દેજો. પણ તેનું માનસિક સ્વાસ્થ્ય પાછું લાવવું જરૂરી છે, ઓલ ધ બેસ્ટ..." 

"થેન્ક યુ, મને તમારી મદદની જરૂર થી જરૂર પડશે." 

હું પણ તેમની સાથે વાત કર્યા બાદ નિશ્ચિત થઈ ગયો. આ વાત વિલિયમના ગળે ઉતારવા જરૂરી હતી, પણ તેને ખોટો કહી શકાય એવું નહોતું કેમ કે તે પણ એક પિતા હતો એટલે તે તેની દિકરી માટે, તેના સ્વાસ્થ્ય માટે તેની કેર પર કે તેના પર બ્લેમ તો ના જ કરી શકાય ને. 

છતાં ડૉ.અગ્રવાલે પહેલાં તેને સમજાવ્યો કે,
"વિલિયમ અલિશાનું સ્વાસ્થ્ય સુજલ મહેતાની થેરેપી થી નથી બગડી રહ્યું પણ તેનું માનસિક સ્વાસ્થ્ય નથી સારું માટે તે બગડે છે અને એ માટે તેમની થેરેપી જ બેસ્ટ છે. એ માટે તો તેમને કો-ઓપરેટ કરવું જ રહ્યું." 

વિલિયમ બોલ્યો કે,
"ડૉ.અગ્રવાલ તમને ખબર નથી કે એમની થેરેપી લીધે જ મારી અલિશા સાવ ફિક્કી પડી જાય છે અને તે મારાથી સહન નથી થતું." 

હું પણ ત્યાં પહેલેથી પહોંચી ગયેલો અને એ વાત સાંભળીને બોલ્યો કે,
"અને એ માટે તું તેનું માનસિક સ્વાસ્થ્ય વધારે બગડે એ માટે તૈયાર છે... તેને દર્દમાં જોવા તૈયાર છે એમ ને... કદાચ આ મનમાં રહેલો કાંટો દૂર થઈ જાય તો તે સારી રીતે તેની લાઈફમાં આગળ વધી શકે' એવું કેમ તમે નથી વિચારતા." 

તેને મને જવાબમાં કહ્યું કે,
"ભલે કદાચ તમે સાચા હશો, પણ હું મારી દિકરી રોતી કે વારેવારે બેભાન થઈ જતી, એ કેમ કરીને હું નહીં જોઈ શકું." 

"તું અને તારી વાતો સાચી પણ એનાથી મોટી બીજી એક ફરજ પણ નિભાવી પડે તે વાત પણ સાચી. કોઈ પણ મોમ અને ડેડની ફરજમાં આવે કે બાળક પડે કે આખડે તો દવા લગાડાય અને રડે તો ચૂપ કરાય પણ તેની એકટીવીટી તો ના રોકાય. તેના સારા ભવિષ્ય માટે તેને દોડવાથી પડી જશે એ માટે આગળ વધવા ન દેવું એ તો નરી મૂર્ખતા કહેવાય.' 

"એમ જ અલિશાના લાઈફ અને બહેતર જીવન માટે તેનું દર્દ પણ સહન કરવું જ રહ્યું. એટલું સમજ કે તેની તડપ જ તેની દવા છે, એ તો તારે જોવી જ રહી. અલિશાના જીવન પર વાત આવી ગઈ છે, માટે જ કહીએ છીએ કે સમજ મારી વાતને અને મારી થેરેપીને પણ..." 

વિલિયમ વિચારમાં પડી ગયો અને તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે,
"આઈ એગ્રી વિથ યુ... હું તૈયાર છું. તેને દર્દમાં કે તેને તડપતી જોવા, તેના ભવિષ્ય માટે સહન કરવા તૈયાર છું... પણ ડૉ.નાયક તે સારી થઈ જવાના ચાન્સ છે ને? કયાંક તેની તબિયત વધારે બગડી નહીં જાય ને?.." 

"ના, ધીરજ અને હિંમત બંને આ કેસમાં જરૂરી છે, એ સમજી લેજે. અને એ આપણે રાખવી જ રહી. ચાલ તો પછી કાલે અલિશાને લઈ ક્લિનિક પર આવ." 

તેને પણ મારી વાતની હામી ભરી અને અમે છૂટાં પડયાં.
"સર, તમને એના પર ડાઉટ ના પડ્યો કે જહોને કદાચ ખાલી એમ જ તમારી હા માં હા કરી હોય?" 

ઉમંગે પૂછ્યું.
"પડ્યો તો ખરો પણ હાથમાં ક્યાં કંઈ હતું અને તે અલિશાના ડેડ હતા તો એમના પર જબરજસ્તી કયાંથી શકય હતી?" 

"તો પછી તે આવ્યા?" 

"મારી ઘણી રાહ જોયા બાદ તે દિવસે તો તે ના આવ્યા કે ના તો બીજા દિવસે. મારું મન કહી રહ્યું હતું કે હું ફોન કરી ફોલોઅપ લઉં અને જાણી લઉં કે કેમ નથી આવ્યા. પણ મેં જ મારા મનને ટકોરયું કે, 

"કદાચ વિલિયમને સમય લાગે એવું બની શકે. વિલિયમને જેમ મેં કહ્યું તેમ મારે પણ ધીરજ રાખવી જરૂરી છે.'
એમ વિચારી મેં ફોન ના કર્યો અને હજી પણ પાંચ દિવસ રાહ જોવાનું નક્કી કર્યું. 

એટલે ના છૂટકે મેં પણ મારા મનનું કહ્યું માન્યું અને તેમની રાહ જોતો રહ્યો. પાંચ દિવસ સાત દિવસમાં બદલાઈ ગયા, પણ વિલિયમ ના દેખાયો તે ના જ દેખાયો.
આઠમા દિવસે સવારના જ ફોનમાં રીંગ વાગી તો સામે વિલિયમ હતો કે,
"ડૉ.નાયક પ્લીઝ જલ્દીથી મારા ઘરે આવો... જલ્દી થી.." 

હું પણ ફટાફટ તેના ઘરે ધસી ગયો અનેઘરે જઈને જોયું તો અલિશા બેભાન હતી અને તેને સોફા પર સૂવાડેલી હતી. મેં તેને ચેક કરી લીધી અને પછી પૂછયું કે,
"આવું કેવી રીતે બન્યું?" 

એલિના બોલી કે,
"બસ ઈસ બાર ફિરસે અલિશાને પાર્ટી મે જો કીયા થા વૈસા હી વાપિસ કીયા ઔર ફિર વો બેહોશ હો ગઈ..." 

"મેં ડૉ.અગ્રવાલને પણ બોલાવી લીધા છે. તે એકદમ ચેક કરી લે પછી જ મને શાંતિ થશે." 

જહોને આટલું કહ્યું અને એટલામાં તો ડૉ.અગ્રવાલ પણ આવી ગયા. 

(શું વિલિયમ ફેમિલી સમજી શકશે? ડૉ.અગ્રવાલની સમજાવટની અસર થશે? અલિશા કેમ એકદમ જ બેભાન થઈ ગઈ?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૧૧)