Safar ek anokha premni - 35 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 35

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 35



(આગળના ભાગમાં આપણે જોયું કે વિરાજ મિતને અમુક લોકો પર નજર રાખવા મોકલે છે. બે દિવસ બાદ મિત તેને એક વાત જણાવે છે. જે સાંભળી વિરાજ એક પ્લાન બનાવે છે અને તે મિતે કહેલી જગ્યા પર પહોંચવા માટે નીકળી પડે છે. હવે આગળ....)

કોફી શોપનાં એક ટેબલ પર એક ચેર ખાલી હતી અને બીજી ચેર પર મિત બેઠો હતો. તે પોતાની બાજુંનાં ટેબલ પર બેઠેેલ બે વ્યક્તિ પર નજર રાખી રહ્યો હતો. તે બે વ્યક્તિમાં એકે કાળો કોટ પહેર્યો હતો તે કોઈ વકીલ લાગી રહ્યો હતો જ્યારે તેની સામેની બાજું એક બીજો વ્યક્તિ બેઠેલો હતો. પણ આ શું? આ બીજો વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ અભિજીતભાઈ હતાં!!!

મિત પોતાનો કાન ત્યાં ધરીને તે લોકોની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. થોડીવારમાં ત્યાં વિરાજ આવ્યો. વિરાજ મિતની સામે ખાલી પડેલી ચેર પર બેસી ગયો અને મિતને ઇશારાથી પુછ્યું. મિતે વિરાજને તે લોકો જે બાજું બેઠા હતાં તે બાજું ઈશારો કર્યો એટલે વિરાજ ત્યાંથી ઉભો થઈ અને પોતાની ચેર લઇને અભિજીતભાઈ અને વકીલની વચ્ચે પોતાની ચેર મુકી અને પગ પર પગ ચઢાવી, બન્ને હાથ આરામથી પાછળ મુકી અને બેસી ગયો. પોતાની વાતોમાં મશગુલ તે બન્નેનું ધ્યાન વિરાજ તરફ ગયું એટલે તેઓ ડરી ગયા અને બોલ્યા, "કોણ છો તમે? "

"અંકલ હું પોતાની પ્રેમિકા દ્રારા ત્યજવામાં આવેલ એક દુઃખીયારો પ્રેમી છું" વિરાજે કહ્યુ.

"પણ તેમાં હું શું મદદ કરી શકું?" અભિજીતભાઈ બોલ્યા.

ટેબલ પર રહેલા કોલ્ડ કોફીનાં મગમાંથી કોફીનો એક ઘૂંટ ભરતાં વિરાજ બોલ્યો, "મદદ તો તમે ઘણી કરી શકો છો અંકલ"

"એ કેવી રીતે?" અભિજીતભાઈને વિરાજની આવી રીતે વાત કરવાની સ્ટાઇલથી ગુસ્સો આવી રહ્યો હતો.

"મને તમારાં વિશે બધી ખબર છે. હું તમારી બધી હકીકત જાણું છું...." વિરાજ એટલું બોલ્યો ત્યાં તેને વચ્ચે અટકાવતા અભિજીતભાઈ ગુસ્સામાં બોલ્યા, "એમ?...તું મારા વિશે શું જાણે છે?"

"કુલ ડાઉન અંકલ, કુલ ડાઉન. આ ઉંમરે ગુસ્સો હેલ્થ માટે સારો નહીં. કહુ છું બધુજ કહુ છું...તમે આશરે છ મહિના પહેલા અમેરીકાથી અહિં આલોકને ઈન્ડિયા ફેરવવાનાં બહાને લઇ આવ્યા અને થોડાં મહિનામાં ભારતમાં તમને રહેવું ગમે છે એમ કહીને તમે ત્રણેય લોકો ઈન્ડિયામાં જ સ્થાયી થઈ ગયા. તેનાં થોડા સમય બાદ તમે આલોક અને નીયાનાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો જે બન્નેએ સ્વીકારી લીધો અને કાલ જ તે બન્નેની સગાઈ પણ થઈ. એમ આઇ રાઈટ?"

"હા બરોબર. પણ તને આ બધી વાત કોણે કહી? હું તો તને જાણતો પણ નથી." અભિજીતભાઈ આશ્ચર્ય સાથે બોલ્યા.

"હજું આગળ તો સાંભળો પછી એક સાથે તમારો
આશ્ચર્ય વ્યકત કરજો." વિરાજે તેમને શાંત પડતાં કહ્યુ. પેલો વકીલ મૂંગો બનીને આ બધી વાત સાંભળી રહ્યો હતો.

વિરાજે પોતાની વાત કન્ટિન્યુ કરી, "હા તો ડિયર અંકલ, તમારુ અમેરિકાથી અચાનક આટલા વર્ષો બાદ ફરવાનાં બહાને ઈન્ડિયા આવવું અને પછી હંમેશા માટે અહિ જ સ્થાઇ થઈ જવું! ત્યારબાદ સામે ચાલીને આલોકનાં નીયા સાથે લગ્નનો પ્રસ્તાવ મુકવો!! અને જોત જોતામાં કાલ તેની સગાઈ પણ થઈ જવી... આ બધી બાબત તમારાં સીવાય બધાંને સહજ લાગતી હશે નહીં?"

"કેમ મારા સીવાય?" અભિજીતભાઈને હવે વિરાજથી ડર લાગવા મંડ્યો હતો.

"કારણકે તમે જ તો આ બધો પ્લાન ઘડ્યો હતો અને તમારાં પ્લાન મુજબ જ બધું થયું."વિરાજ સ્મિત સાથે બોલ્યો.

"આ શું બોલે છે તું? કોણ છે તું? " અભિજીતભાઈ કપાળ પર આવી ગયેલ પરસેવો લૂછતાં બોલ્યા.

"હું હકીકત બોલું છું. જેની સાબિતી આ ઠંડીમાં પણ તમારાં કપાળ પર આવેલ પરસેવો આપી રહ્યો છે અંકલજી. હકીકત એમ છે કે તમે એમ ઇચ્છો છો કે આલોક અને નીયાનાં લગ્ન થઈ જાય તો તમે નીયાની સંપતી ચાલાકીથી હડપી શકો અને એટલે જ આ વિશે ચર્ચા કરવા તમે આ મી.વકીલ સાથે બેઠા છો. બિચારા રિતેશઅંકલનાં નબળા નસીબ કે તમારાં જેવા દોસ્ત મળ્યા. પણ શું થાય હવે?" આટલું બોલી વિરાજે ફરીથી મગમાંથી કોફીનો એક ઘૂંટડો ભર્યો.

"આ બધું જૂઠું છે. તને કોણે કહ્યુ આવું ?" અભિજીતભાઈ હવે રીતસરનાં ડરી ગયા હતાં.

"આ બધુ સાચું જ છે અને મારા ખબરી આખી મુંબઈમાં ફરે છે એટલે મને સમાચાર ક્યાંથી મળ્યા તેની ચિંતા કરવા કરતા હવે મને ખબર પડી ગઇ તેનુ શું કરશો?" વિરાજ ચાલાકીથી બોલ્યો.

"મોઢું બંધ રાખવા માટે તને કેટલા રૂપિયા જોઈએ છે? " અભિજીતભાઈ ગુસ્સામાં બોલ્યા.

"હવે આવ્યાને મેઈન મુદ્દા પર. પણ મને કોઈ રૂપિયા નથી જોઈતા." વિરાજે નાનકડા સ્મિત સાથે કહ્યુ.

"તો પછી શું જોઈએ છે? જે સંપતિ મળે તેમાંથી ભાગ?" અત્યાર સુધી મૂંગો બેઠેલ વકીલ બોલ્યો.

"નો, મી. વકીલ. મને રૂપિયા પણ નથી જોઈતા કે સંપતીમાંથી ભાગ પણ નથી જોઈતો. મને તો ખાલી બદલો જોઈએ છે બદલો..."

"બદલો? કઇ વાતનો બદલો?" અભીજીતભાઈ નવાઈ પામતા બોલ્યા.

"એ મારે તમને જણાવવું યોગ્ય નથી લાગતું. મારે નીયા સાથે જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે તો હું પણ વહેતી ગંગામાં હાથ ધોઈ જ લઉં. જુઓ અંકલ તમે નીયા અને તેનાં પરિવારને દગો દો મને કોઈ વાંધો નથી બસ હું તો દગો મેળવ્યા બાદની નીયાની પરીસ્થીતી જોવા આતુર છું. મને એ જોઈને ખુશી મળશે. દિલને ટાઢક વળશે. તમારે આ બાબતે કોઈ પણ પ્રકારની મદદ જોઇતી હોય તો કહેજો હું તમને મદદ કરીશ. ફરી મળીશું. બાય."

આટલું બોલી તે ઉભો થયો અને પોતાનો કોટ સરખો ખેંચી અને ત્યાંથી હીરોની સ્ટાઇલમાં નીકળી ગયો. મિત પણ તેની પાછળ-પાછળ નીકળી ગયો. અને અભિજીતભાઈ અને પેલો મી. વકીલ બન્ને તેને ખુલા મોં એ જતા જોઇ રહ્યાં.

વિરાજ કોફી શોપમાંથી નીકળ્યો અને તેને તેનાં ડેડનો ફોન આવ્યો. ફોન ઉપાડતાની સાથે જ વિરાજ બોલ્યો, "હા, ડેડ તમારી વસ્તુઓ લેવાનું હું નહીં ભૂલું. હું મોલમાં જ જઉં છું." એટલું કહી વિરાજ ત્યાંથી શોપિંગ મોલ ગયો.

જ્યારે આ બાજું નીયા શું કરે છે તે જોઈએ...

નીયાનાં ઘરની નજીકની ગરીબવસ્તીનાં આગળનાં ભાગમાં બધાં બાળકો તૈયાર થઈ ને ઉભા હતાં. ત્યાં તેમની નજીક એક કાર આવી અને ઊભી રહી અને તેમાંથી નીયા બહાર આવી. નીયા બોલી, "બચ્ચાં પાર્ટી રેડી હોના ?"

"યસ, હુરેય..." બાળકો ઉત્સાહમાં બોલ્યા.

પછી બધાં બાળકો કારમાં બેસી ગયા અને નીયાએ કાર સ્ટાર્ટ કરી. ત્યાં તેને આલોકનો કૉલ આવ્યો. મોબાઇલની સ્ક્રીન પર આલોક નામ વાંચી બધાં બાળકો મુસ્કુુરાવા લાગ્યા અને તેમાં બધાથી મોટી છોકરી બોલી, "દીદી ફોન સ્પીકર પે રખના. હમે ભી ભૈયા સે બાત કરની હે."
એટલે નીયાએ ફોન સ્પીકર પર મુક્યો અને તે કાઈ બોલે તે પહેલા જ બધાં બાળકો એકસાથે બોલ્યા, "હાઈ... આલોક ભૈયા."

આલોક બોલ્યો, "ઓહો...પુરી બચ્ચાં પાર્ટી હે!! કહી જા રહે હો ક્યાં?"

"હા, નીયા દીદી હમ સબકો આપ લોગોકી શાદી કે લિયે નયે કપડે દિલાને કે લિયે લેજા રહી હે." એક છોકરો બોલ્યો.

"હમ્મ, અચ્છા હે. તો કર લો શોપિંગ. એન્જૉય." આલોકે કહ્યુ.

નીયા બોલી, "આલોક કાઈ કામ હતું?"

"નાં...નાં...એવું કોઈ જરૂરી કામ નહતું. બસ મારે તારી સાથે થોડીક વાત કરવી હતી એટલે અમસ્તાજ. તું પહેલા શોપિંગ કરી લે." આલોક શાંત સ્વરે બોલ્યો.

"ઓક્કે. તો આપણે પછી વાત કરીશું. બાય." કહીને નીયાએ કૉલ કટ કર્યો.

પછી તે લોકો મોલ પાસે પહોચી ગયા. નીયાએ સાઈડમાં કાર સ્ટોપ કરી અને સામે રોડની બીજી તરફ આવેલ મોલને દેખાડતા બોલી, "વો સામને કિ સાઈડ જો મોલ દિખ રહા હે નાં. હમે વહા જાના હે. લેકિન ઉસ તરફ હમે પાર્કિંગ નહીં મિલેગા. ઇસલિયે આપ સબ યહાં ફૂટપાથ પે ખડે રહીએ. મે ઇસ સાઈડ કાર પાર્ક કર લેતી હું. ફિર હમ સાથમે રોડ ક્રોસ કરકે ઉસ તરફ ચલેગે. ઠીક હે?"

"ઓક્કે." કહીને બધાં બાળકો સાઈડમાં ઉભા રહી ગયા. નીયા કાર પાર્ક કરવા ગઇ. તે કાર પાર્ક કરીને ફૂટપાથ તરફ આવી રહી હતી ત્યાં તેણે દુરથી જોયું કે બધાં બાળકો સાઈડમાં ઉભા રહીને વાતો કરી રહ્યાં હતાં. પણ બીજી બાજું તેની નજર રોડ તરફ ગઇ તો તેણે જોયું કે નાનકડી પરી રોડ પર પડેલ પોતાની કોઈ વસ્તુ લઇ રહી હતી અને તેની ડાબી બાજુથી પૂર ઝડપમાં ટ્રક આવી રહ્યો હતો. નીયા ગભરાઇ ગઇ તે ઝડપથી દોડવા લાગી અને તેણે જોરથી રાડ પાડી, "પરી....." પણ પરીને કાઈ સંભળાણુ નહીં. પણ ફૂટપાથ પર ઉભેલ બાળકોએ આ રાડ સાંભળી અને તેઓનું ધ્યાન રોડ પર ગયું. તેઓ ગભરાઈ ગયા. ત્યાં બાજુમાં ઉભેલ એક વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો હતો અને તેનાં હાથમાં શોપિંગ બેગ હતી. તેણે પણ નીયાની રાડ સાંભળી અને તરત જ પરી તરફ ભાગ્યો અને તેને પોતાની તરફ ખેંચી લીધી. તેમની સાવ નજીકથી ટ્રક પસાર થઈ ગયો...શું બન્યુ? કેવી રીતે બન્યુ? આ બધી વાતની પરીને ખબર જ નાં પડી. તે ગભરાઈ ગઇ અને તેણે તે યુવકને કસીને પકડી લીધો. તે યુવક પરીને તેડીને ફૂટપાથ પર બાળકો પાસે લઇ આવ્યો. નીયા દોડીને ત્યાં પહોચી. તે શ્વાસો-શ્વાસ થઈ ગઇ અને પરીને કાઈ વાગ્યું તો નથી ને! તે જોવા લાગી. પછી ગુસ્સામાં બોલી, "પરી, મેને મના કિયા થાના? કિ મે જબ તક નાં આઉ તબ તક કોઈ રોડક્રોસ મત કરના, ઓર તુમ રોડ પે ક્યુ ગઇ થી?"

"વો...દીદી...મેરા રૂમાલ હવા કે જોકે સે ઉડ કર રોડ પર ચલા ગયા થા. વો લેને ગયી થી." આ બધી ઘટનાને કારણે ડરી ગયેલી પરી બોલી.

"એક રૂમાલ કિ વજહ સે આજ ક્યાં કુછ હોજાતા તુમ્હે પતા હે?" નીયા હજું ગુસ્સામાં જ હતી.

"સોરી...દીદી." પરી એટલું બોલીને રડવા લાગી. એટલે નીયા શાંત પડી અને તેનાં આસું લૂછતાં બોલી, "અરે, તુમ તો બહાદુર બચ્ચી હો. ઓર બહાદુર બચ્ચે કભી રોતે નહીં હે. ચલો જલ્દી સે એક બડી સી, તુમ્હારે જેસી સુંદર સ્માઈલ કર દો."

પરીએ સ્માઈલ કરી અને તે નીયાને વળગી પડી. નીયાએ પણ તેને શાંત પાડી. પછી તેણે તે યુવકને થેન્ક્સ કહ્યુ. પછી પરીએ અને બધાં બાળકોએ પણ તેને થેન્ક્સ કહ્યુ. તે યુવક નીયા સામું જોયા વગર બધાં બાળકોને બાય કહીને નીકળવા લાગ્યો. ત્યાં તે યુવકનો ફોન રણક્યો.

તે યુવક ફોન ઉપાડતા બોલ્યો, "હા,અરે ફોન કાપવો પડે તેમ હતો...હા ડેડ મને કાઈ નથી થયુ...તમારી વસ્તુ પણ લઇ લીધી છે, અરે પણ હું ઘરે આવુ છુ."
તે યુવકનો અવાજ સાંભળી નીયનાં મોંમાંથી અનાયાસે શબ્દો સરી પડ્યા, "વિરાજ!!"

વિરાજ અને નીયા વચ્ચે વાત-ચિત થશે? તેમજ આ જે સાંભળ્યું એ સાચું છે?! અભિજીતભાઈ નીયાની સંપતી હડપવા માંગે છે?! અને વિરાજ પણ તેનો સાથ દે છે! કોઈ નીયા અને તેનાં પરિવારને કહીને આવો....કે આ અભિજીતભાઈ અને વિરાજનું કાવતરું છે. હવે આગળ શું થશે એ વાતનું મને બહુ ટેન્શન છે અને ઉત્સુકતા પણ. આઇ એમ સ્યોર કે તમને પણ એવું જ થતુ હશે તો આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો સફર-એક અનોખા પ્રેમની..


ત્યાં સુધી જય સોમનાથ 🙏
જય શ્રી કૃષ્ણ.
# stay safe, stay happy.😊