મુખી મન્યાના પિતાને ગામનું પાદર વટાવી જતાં જોઈને રહ્યા હતાં,પણ તે મન્યાના પિતાને ના રોકી શક્યો.
ગામલોકો અને મુખીને ઘણુંજ દુઃખ લાગ્યું જ્યારે મન્યાના પિતાએ ગામ છોડી દીધું. મન્યો જેટલો અધર્મી હતો એનાથી વધુ તો મન્યાના પિતા દયાળુ અને માણસાઈ વાળા હતાં. તેમના સંસ્કારોમાં ક્યાંય ભુલ જોવા ના મળે, પણ કહે છે ને સાત ભવના પાપ આડા આવે બસ કઈક એવુંજ થયું તેમની સાથે. મન્યાના કારણે આજે તેના પિતા ગામના લોકોની સામે ઊંચી નજર કરીને જોઈ શકતા નહોતા. એટલે તેઓ આ ગામને છોડીને જતાં ચાલ્યા ગયા.
✿✿✿✿✿✿✿✿✿✿✿✿✿
સમય રેતની જેમ સરકી રહ્યો હતી.આ વાતને ચારથી પાંચ દિવસ થઈ ગયા.ધીમે ધીમે ગામલોકો અને મુખી બધું ભુલાવીને પોત પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયાં હતા . એનો એજ રોજનો નિત્યક્રમ ફરી ચાલુ થઈ ગયો. જાણે કંઈ બન્યું જ ના હોય ને એમ લોકો વ્યવહાર કરી રહ્યાં હતાં.
ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ગામની સુખ, સમૃદ્ધિ માં ઘટાડો થવા લાગ્યો. ગામની ખુશીયો એકદમ સુની પડી ગઈ હતી.સમય જતાં ગામના મુખીની એકની એક દીકરીનું સગપણ કરવામાં આવ્યું. વેવાઈ પક્ષ ખૂબ જ ધનવાન અને સંસ્કારી હતો. તેમનો દીકરો દેખાવડો અને ભણેલો ગણેલો હતો.
સગપણ થયાને એકાદ મહિના બાદ મુખીએ પોતાની દીકરીના લગ્ન કરી દેવાનું નક્કી કર્યું. વર-વધુની જન્મકુંડળી મંગાવી, ગામનાં ગોર મહારાજ પાસે લગ્નનું મુહૂર્ત પૂછાયું. ગોર મહારાજે કુંડળી જોઈને કઈક અજુગતું થવાનો અણસાર આવી ગયો. તરત જ તેમના ચહેરાનાં હાવભાવ બદલાઈ ગયાં. તેઓ કોઈ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા તેવું તેમની આંખો દ્વારા જાણી શકાતું હતું.
“ ગોર મહારાજ શું જોયું તમે કુંડળીમાં કેમ તમારા ચહેરાના હાવભાવ પલટાઈ ગયા. બધું કુશળ મંગળ તો છે ને...!?" ગોર મહારાજના ઉતરેલા ચહેરા સામે જોઇને મુખીએ કહ્યું.
“ કુંડળીમાં દોષ છે." ગોર મહારાજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું.
“ દોષ...!?? આ તમે શું કહો છો ગોર મહારાજ. કયો દોષ..? કોની કુંડળીમાં...?" મુખીએ અધીરા બનીને પૂછ્યું.
“ તમારી દીકરીની કુંડળીમાં દોષ નજરે ચડે છે મુખીજી. તેમના પહેલાં ખોળે આવનારું બાળક મોતની તારાજી સર્જી શકે છે." ગોર મહારાજે કહ્યું.
મુખી તો ગોર મહારાજની વાત સાંભળીને થંભી ગયા.
“ આનો કઈક ઉપાય તો હશે ને..!?" મુખીએ ઉદાસ ચહેરે કહ્યું.
“ બાજુના ગામમાં જ્ઞાની મહર્ષિ બધાજ સંકટોને ટાળવાનો ઉપાય જાણે છે. સમય આવે ઉપાય પણ મળી જ રહેશે. તમે ચિંતા ના કરો ભગવાન સૌના સારા વાના કરશે." ગોર મહારાજે આશ્વાસન આપતાં કહ્યું.
પેલી વાર દીકરીના ઘરે મુખી ગયા હતાં. મુખીની દિકરી તો મુખીને જોઈને ખૂબ જ રાજી થઈ. નાનપણથી જ મુખીએ તેને મોટી કરી હતી. મુખીની પત્ની તેના પહેલાં સંતાન એટલે આજ દીકરીના જન્મના સમયે જ મૃત્યુ પામ્યા હતાં. ત્યારથી મુખીએ જ તેની દીકરીને મા અને બાબાનો પ્રેમ આપ્યો હતો. ક્યારેય કોઈ વાતે મુખીએ તેની દીકરીને દુઃખી થવા નહોતી દીધી. મુખીની દીકરીએ પણ હંમેશા તેના બાબાનો સાથ આપ્યો હતો.
મુખી આજે તેની દીકરીને ઘણા સમય બાદ જોઈને ખુબ જ ખુશ થયા હતા. તેમના ચહેરા ઉપર ખુશીયો ઝગમગી રહી હતી. પણ તેમની આત્માની અંદર એ ગોર મહારાજના કહેલાં વેણ આજે તેમને વધુ દુઃખ આપી રહ્યાં હતાં. આજ દિન સુધી મુખીએ પોતાની વાત ક્યારેક કોઈ આગળ કરી નહોતી.મુખીની દીકરીએ પોતાના બાપના ચહેરા ઉપરની હતાશા અને ઉદાસી જોઈ લીધું.
“ બાપુ કેમ તમારો ચહેરો ઉતરેલો છે...?" મુખીની દીકરીએ પોતાના બાપના ઉદાસ ચહેરા સામે જોઇને કહ્યું.
મુખીએ ઉદાસીને છુપાવતા કહ્યું...“ અરે ના ના દિકરી એતો હું ગામથી અહીં તને મળવા પગપાળા આવ્યો છું ને એટલે થોડો થાક લાગ્યો છે."
“ બાપુ સાચું કહો છો ને...! બીજું કોઈ તો કોઈ કારણ
નથી ને.હું ભલે એ ઘરથી દૂર થઈ હોવ, પરંતુ તમારી સાથે સાથે હંમેશા હતી,છું અને હંમેશા રહીશ." આટલું બોલતાં જ મુખીની દિકરીની આંખો આંસુઓથી ઊભરાવા લાગી.
“ અરે, દિકરી રડે છે શું કામ. આજે તો ઘણો ખુશીનો દિવસ છે." મુખીએ તેની દીકરીના આંસુ લૂછતાં કહ્યું.
“ તમારી વાતો પૂરી થઈ હોય તો અંદર પધારવાનું કષ્ટ કરશો." મુખીના વેવાઈએ હસતાં મોઢે કહ્યું.
મુખીના વેવાઈનો સ્વભાવ ખુબ જ સારો હતો.તે મુખીની દીકરીને પોતાની દીકરી સમાન જ માનતા હતાં.
✿✿✿✿✿✿✿✿✿✿✿✿✿
રાતે મુખી અને તેમના વેવાઈ જૂની વાતો ફરી યાદ કરી રહ્યાં હતાં. ત્યારના સમયમાં અને અત્યારના સમયમાં ઘણોજ ફેરફાર આવી ગયો હતો અને સમય જતાં આનાથી પણ વધુ ફેરફારો આવશે એવી એવી વાતો કરી રહ્યા હતાં.
મુખીએ અચાનક વાતને ફેરવતાં કહ્યું....“ મે બાધા રાખી હતી કે મારી દીકરીને આશા રહેશે તો મારી દીકરીને અને તમારાં પુત્રને પેલા બાજુના ગામમાં જે જ્ઞાની મહર્ષિ રહે છે ને તેમના આર્શિવાદ લેવા આપણે બધાં ત્યાં જઈશું."
“ અરે,તો કાલે જ જઈએ શુભ કામમાં વિલંબ કેવો...!" મુખીના વેવાઈએ કહ્યું. રાતે બધાં વહેલાં સૂઈ ગયાં.
સવાર પડતાં મુખી અને તેમનાં વેવાઈના પરિવાર વાળા બધાં જ બાજુના ગામમાં રહેતાં તેજસ્વી મહર્ષિ પાસે ગયા.
એ મહર્ષિ ખૂબ જ જ્ઞાની હતાં. લોકો તેમને જ્ઞાની મહર્ષિ કે તેજસ્વી મહર્ષિ નામે જ ઓળખતાં. દૂર દૂરના ગામોમાંથી લોકો તેમની પાસે આવતાં. તેઓ ભૂતકાળ અને ભવિષ્યકાળના જાણકાર હતાં. વર્ષોની તપસ્યા બાદ તેમને આ કાર્યમાં સફળતા મળી હતી.
વધુ આવતાં અંકમાં...
- Jignya Rajput