Premno Sath Kya Sudhi - 9 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 9

ભાગ...૯

(સુજલ મહેતા તેની પત્ની મિતાને મસ્કા મારે છે, પણ તે સફળ થતો નથી. તેમના મિત્રો આવતાં જ ડીનરને ન્યાય આપી અને આગળ વાત વધારી. વિલિયમ અને સુજલ ડૉ.અગ્રવાલની પાર્ટીમાં ભેગા થાય છે અને વાત કરે છે કે અલિશાને હવે કંઈ જ યાદ આવ્યું નથી અને એવામાં જ અવિ.... હવે આગળ....) 

અલિશા વિશે મારા પૂછવા પર જહોને કહ્યું કે,
"ડૉ.નાયક ત્યાર થી તો આજ સુધી તમે કહ્યું એવું કંઈ જ નથી બન્યું. અત્યાર સુધી તો તે નોર્મલ લાઈફ જીવી રહી છે. અમારે પણ તમને કે ડૉ.અગ્રવાલને તાબડતોબ બોલાવવા પડે એવી કોઈ પરસ્થિતિ ઊભી નથી થઈ." 

"ઉસકી ખુશી હમારે લીએ સબસે જયાદા માયને રખતી હૈ."
એલિનાએ પણ આવું કહેતા જ, 

"વો બાત ભી સહી હૈ...."
મારી પાસે આગળ બોલવા જેવું હોવા છતાં તેમને કંઈ કહેવાની ક્ષમતા ના રહી એટલે આટલું બોલી ચૂપ થઈ ગયો. અમે આ વાત મૂકી બીજી વાતે ચડી ગયા. 

એટલામાં જ અવિ મને અને વિલિયમને દોડતો દોડતો બોલાવવા આવ્યો કે,
"પપ્પા... પપ્પા, અલિશા પેેલી બાજુ કંંઈક અલગ જ બોલી રહી છે, કંઈક નવા શબ્દો અને અલગ બીહેવ પણ કરી રહી છે." 

અમે ઝડપથી ત્યાં પહોંચ્યા તો અલિશાની સામે એક પહાડી વ્યકિત ઊભો હતો અને અલિશા તેમની લઢ પકડીને ઊભી રહેલી અને જાણે તે મારવાડણ હોય તેમ મારવાડી બોલી રહી હતી. 

"આપ એક બાર સબકો કહોની કે હમે કોઈ ના નીકાલે ના..." 

એ ભાઈ ડઘાઈ ગયા અને બોલી પડયા કે,
"પર મેં કોની નિકાલ રહા હૈ, ઔર ક્યોં નીકાલું. યે થોડીના હમાર ઘર હૈ, હમ તો યહાં કે મહેમાન હૈ. આપ એસે કયોં બોલ રહી હો?" 

આગળ કોઈ કંઈ વિચારે કે બોલીએ તે પહેલાં જ ત્યાં તો,
"એમ ની કો, મેં તુમ્હારી ગુલામ બનકર રહુંગી, જહાં બોલોગેં વહાં પડી રહુંગી, આપ મેરી હાલત સમજો. મને રહને દો ના જી..." 

એ ભાઈની વાચા તો હણાઈ ગયેલી અને અમારા માટે પણ આશ્ચર્યની વાત હતી કે વગર હિપ્નોટાઈઝ પણ તે જાતે જ પોતાના આગળનું કંઈ બોલી રહી હતી. 

એટલામાં ડૉ.અગ્રવાલ અને તેમના મહેમાનો ભેગા થઈ ગયા. અલિશા કે તેના મોમ ડેડ અસહજ ના થાય તે માટે વાત સંભાળવી જરૂર લાગતા, મેં તે ભાઈને કહ્યું કે,
"અરે, અરે તમે ડાયલોગમાં ખલેલ ના પાડો." 

એ ભાઈ પહેલાં મારી સામે અને પછી અલિશા સામે જોઈ રહ્યા તો મેં તેમને સમજાવતાં કહ્યું કે,
"આ તો પ્લે એટલે કે નાટકની તૈયારી કરી રહ્યા છે ને, એટલે જ આવા ડાયલોગ બોલી રહ્યા છે. માટે તમે ગભરાશો નહી અને તમે બહાર જઈ આરામથી પાર્ટીની મજા માણો." 

મારી વાત સમજયા કે ના સમજયા પણ મારી સામે અવિશ્વાસ સાથે જોયું અને તે માથું હલાવતાં હલાવતાં, બોલતાં બહાર નીકળ્યા કે,
"ખબર નહીં આજકાલના છોકરાઓ અને આજકાલની સ્કુલવાળા શું શું નાટક કરાવે છે." 

અને મેં ડૉ.અગ્રવાલને ઈશારો કર્યો તો તે સમજી ગયા અને તેમને મહેમાનોને પણ કહ્યું કે,
"ચાલો બહાર ચાલો ભાઈ, આ તો નાટકનું રિહર્સલ કરી રહ્યા છે, બાળકો. આવો આપણે આપણી પાર્ટી કન્ટીન્યુ કરીએ." 

એમ કહીને તે મહેમાનોને બહાર દોરી ગયા. તેમની વાઈફ બીજા બાળકોને કેેક અને ચોકલેટસ ની લાલચ આપી અવિ અને સૌને બહાર લઈ ગયા. હવે અમે ફકત ચાર જણ જ રહ્યા. હું, વિલિયમ, એલિના અને અલિશા.
અલિશા હજી પોતાની ધૂનમાં જ હતી, તેને દુનિયાનો ના કોઈ ડર કે તેની  કોઈ સૂૂધબૂૂધ નહોતી. અત્યાર સુધી અલિશા રોતી બેસી રહી હતી, અચાનક તે ઝાટકાથી ઊભી થઈ ગઈ અને સામેની ખુરશી આગળ જઈ ઊભડક પગે બેસી ગઈ અને બોલી કે,
"અમ્માજી ઉનકો કોની કે મને ન કાઢે, મેં કટે જાઉં... તમને ખબર તો સે કે મારો બાબોસા કીતો કમજોર હૈ, વો હી ખટિયા પર રોટી તોડે હૈ તો, મેં કને જાઉં... કહોની અમ્માજી?" 

એલિના તેને રોકવા માંગતી હતી પણ મેં તેને ઈશારાથી ના પાડી. તે જે બોલો તે સાંભળવાનું અને જે કરે છે તે જોવા એને કહ્યું. જયારે અલિશા તો તેની ધૂનમાં જ બીજી ખુરશીના પાયાને પકડી,
"તમે મને પસંદ ના કરો તો કો ની, મેં એક કોનેમેં ખટતી રહુંગી ઔર ઘરકે સારે કામ મુક્ત મેં કર ભી દિયા કરુંગી બસ આપ મને નીકાલો ની.' 

"અરે આપ કહેંગે તો આપકી રખેલ કી સેવા કરુંગી, ઉસકે બચ્ચે કો ભી પાલુંગી, સંભાલુંગીં પણ ઈસ કોને મેં રહને દો... મુજ પર ઈતની રહેમ કરો. અરે આપકે સારે જુલ્મ સહુગીં પર ઊફ તક ના કરુંગીં. 

"અમ્મા સા, બાઈ સા કહોની કે મુજે ના નીકાલે. હમ આપકી જીવનભર સેવા કરેંગે, કોનો અવાજ તો ક્યાં ઊફ તક ના કરેંગે. જો ખાને કો દોગીં વો ખા લેવેંગે. આપસે ઔર કોનો કો ભી શિકાયત ના કરેંગે ઔર આપકો કોઈ પરેશાની મેરી વજહસે નહીં ઉઠાની પડેગી. બસ આપ હમેં યહાં રેહેને કે લીએ હા કરવાઈ દો. 

"હમ કહાં જાયેંગે, અમ્માજી બોલીને કે, મુજ પર રહેમ તો કરી શકતી હોય ના, એક ગરીબ સમજ કર, રહેમ કર દો. આપ જો બોલો વો મેને કીયા હૈ ના, અબ ફિર ક્યોં એ મુજે નિકાલ રહે હૈ?" 

આમ તે રડતી જતી અને બોલતી જતી હતી, સાથે સાથે તે ઘડીકમાં આ ખુરશીનો પાયો પકડતી તો ઘડીકમાં બીજી ખુરશીનો પાયો પકડતી. તેને આમ ફરતી, બોલતી અને કકળતી જોઈ અમને ડર લાગ્યો પણ અમે તેને રોકવા પ્રયત્ન કરીએ તે પહેલાં જ તે બેભાન થઈ પડી જતાં જહોને તેને પકડી લીધા. તેને એક રૂમના બેડ પર સૂવાડી દીધી. તેનો ચહેરો ફરી પાછો પીળો પડી ગયેલો. 

આ બધું અમારી સમજની બહાર હતું પણ જયારે  વિલિયમના મનમાં હતું કે,
'હાલ તો તેને વિલિયમડીન્સ થયો હતો, માંડ માંડ તેની હેલ્થ સ્ટેબલ થઈ અને ફરી પાછો કયાંક ઉથલો મારશે, તો...' 

તેને મને પૂછયું કે,
"કયાંક આને ફરી પહેલાં જેવું થઈ જશે તો, ડૉ.નાયક." 

હું કંઈ પણ બોલી શકે એમ નહોતો એટલે મેં મારો અવાજ શાંત કરીને કહ્યું કે,
"એવું કશું નહીં થાય. છતાં હાલ જ ડૉ.અગ્રવાલની પાસે ચેક કરાવી લઈએ." 

મેં ડૉ.અગ્રવાલને ફોન કરી બોલાવ્યા, તેમને પણ ચેક કરીને કહ્યું કે,
"હાલ કોઈ તકલીફ નથી કે ના તો તેને ફરી રીપીટ થયો છે, તો ચિંતા ના કરો. તમે હાલ ઘરે લઈ જાવ અને તેને આરામ કરવા દો. કાલે ક્લિનિક પર લાવજો, રિપોર્ટ કઢાવી લઈશું એટલે તમારા મનને શાંતિ થઈ જશે." 

વિલિયમ અને એલિના અલિશાને લઈ ઘરે જતા રહ્યા. હું પણ થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો પણ પાર્ટી છોડી જવું યોગ્ય ના લાગતાં તે પતાવીને ઘરે ગયો. 

પણ ઘરે જતાં જતાં મેં ડૉ.અગ્રવાલને સાઈડ પર લઈ જઈ રિકવેસ્ટ કરી કહ્યું હતું કે,
"કાલે અલિશાને ચેક કરી અને મને તેનો રિપોર્ટ ચોક્કસ જણાવજો. અને ખાસ કરીને તેના પેરન્ટસના મનમાં કંઈ બીજી વાત હોય તો પણ... પ્લીઝ આટલી ફેવર કરજો." 

મારા માટે તે રાત પસાર કરવી ઘણી અઘરી હતી અને છતાં જેમતેમ કરીને પસાર કરી. ઊંઘ ના આવતાં પડખાં ઘસી ઘસીને અને વિચારોની હારમાળા સાથે કાઢી.

(શું અલિશાના મોમ ડેડ ખરેખર એવું વિચારશે?  અલિશાને વિલિયમડીન્સ ઉથલો મારશે ખરો? ડૉક્ટરનો રિપોર્ટ શું આવશે અને તે પણ ડૉ.નાયકની ફેવર કરશે કે અલિશાના મોમ ડેડની?
જાણવા માટે વાંચો આગળનો ભાગ...  પ્રેમનો સાથ કયાં સુધી........૧૦)