Premno Sath Kya Sudhi - 8 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 8

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 8

ભાગ...૮

(સુજલ અને ડૉ.અગ્રવાલને એવું લાગ્યું કે તે ખોટું વિચારી રહ્યા છે. આમાંને આમાં પણ મારી, વિલિયમ અને ડૉ.અગ્રવાલની મિત્રતા થઈ ગઈ. સમય થઈ જતાં બધા ઊભા થયા અને કાલે ડીનર પર મળવાનું કહી તેઓ છૂટાં પડયાં. હવે આગળ...) 

મારા મનમાં રહી રહીને એ વાત જ આવતી કે અલિશા ક્યાં હશે? કેવી હશે? પરાણે મનને આ અલિશાની યાદો કરવાનું બંધ કરાવી કામ પર ધ્યાન લગાડ્યું. 

સાંંજે ઘરે પહોંચી મેં મિતાને કહ્યું કે,
"વાહ આજે તો સરસ સુગંંધ આવી રહી છે ને, તારા હાથનું સરસ ભોજન મળવાનું લાગે છે." 

"કેમ હું આટલા સમયથી ભોજન સારું નહોતી બનાવતી કે તમારું નાક બંધ રહેતું હતું. કે પછી આજે કહી એવું સાબિત કરવા માંગો છો કે હું ફક્ત મહેમાન આવે એટલે જ સારું બનાવું છું, એમ?" 

"અરે, ના... ના, વ્હાલી. તારા હાથમાં તો એવો મેજીક છે કે જેના લીધે મને કોઈના હાથનું તો શું, અરે હોટલનું પણ નથી ભાવતું. તારા હાથનો જાદુ ચાલે ને તો પછી વાનગી વાનગી નથી રહેતી, પણ અમૃત બની જાય અમૃત..." 

"બસ આમ જ મસ્કા મારો. મસ્કા મારવામાં તમને કોઈ ના પહોંચે." 

"લે એમાં મસ્કા ક્યાં આવ્યા... હું તો સાચું જ કહું છું."
"એમ મસ્કા નથી મારતા તો શું છે આ! માટે તમે રહેવા દો, કંઈ કહેવા જેવું જ નથી. મને બધી જ ખબર છે. જેવો લાગ મળે તરત જ બહારના વડાપાંવ, દાબેલીના ચસ્કો કરી જ લો છો ને?" 

"આટલું બધું ખોટું બોલવાનું?" 

તેને મારી સામે એવી રીતે જોઈ રહી તો મે કહ્યું કે,
"હા બસ, બહારના ચટાકા કરું છું... માની લીધું. પણ તારા હાથના સ્વાદ જેવા સ્વાદ એમાં નથી આવતો." 

"બસ હવે ખોટું ના બોલો એટલે જ તો તમે વારેવારે બહારના ચટાકા કરો છો, એમ ને?" 

"એવું નથી... વ્હાલી..." 

"બસ હવે મસ્કા ના મારો અને મને મારું કામ કરવા દો... અને તમે ફ્રેશ થઈ જાવ" 

"હા, થઈ જાવ છું, પણ એ તો કહે કે તે બનાવ્યું શું છે?" 

"એ તો તમારા માટે પણ સરપ્રાઈઝ છે. એ તો થાળીમાં પીરસાય પછી જોઈ લેજો." 

"એવું ના થાય, મને તો કહે, પ્લીઝ... વ્હાલી." 

"ના કીધુંને એક વાર જાવ અહીંથી. તમે હવે ફ્રેશ થવા જશો કે પછી તમારા મિત્રોને આવ્યા બાદ?" 

હું તેની ટકોરથી ચૂપ થઈ ગયો અને એટલું જ ધીમેથી પૂછી શક્યો કે,
"મને કોફી મળશે કે પછી?" 

"હા, તમે ફ્રેશ થાવ. હું બનાવી રાખું છું." 

મિતાએ તેની હાઉસ હેલ્પરને કહ્યું કે,
"રેખા, સર માટે કોફી બનાવી દે." 

હું ફ્રેશ થઈને આવ્યો અને મારી મનપસંદ જગ્યાએ બેઠો તો ગરમાગરમ કોફી રેખા આપી ગઈ અને તે પીતાં પીતાં બહારનું વાતાવરણ જોઈ રહ્યો. હજી જોઈએ એવી ઠંડી પણ નહોતી પડી રહી અને તેના કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. હું વાતાવરણ માણતો હતો એટલામાં જ ડોરબેલ વાગી અને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો મારી સામે મારા ત્રણ મિત્રો ઊભા હતા. ઉમંગના હાથમાં આઇસક્રીમનું ફેમિલી પેક હતું. તેને ઉમંગે કીચનમાં જઈ મિતાના હાથમાં ફ્રીઝમાં મૂકવા આપ્યું. 

અમે બધા થોડી વાતો કરી રહ્યા હતા, ત્યાં જ મિતાએ સૌથી પહેલાં ગરમાગરમ મનચાઉ સૂપ અને ટિક્કી સર્વ કરી. એ પુરું થયું ત્યાં જ મિતાએ ડીનર માટે બોલાવ્યા. 

અમે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. મિતાએ રેખાની મદદથી થાળી પીરસવા લાગી. થાળીમાં રોટી, શાહી પનીરની સબ્જી, વેજ મખ્ખનવાલા અને સાદી સબ્જીમાં મિક્સ વેજ, દાલ મખની અને જીરા રાઈસ. સલાડ, આચાર, ફ્રાય મરચાં, પાપડ ટેબલ પર પહેલાંથી જ ગોઠવાયેલા હતા. આ બધા સાથે ઠંડી ઠંડી મસાલા છાશ તો ખરી અને ડીનર પુરું કરીએ ત્યાં તો ડેઝર્ટમાં ગુલાબજાંબુ. એ બધાને ન્યાય આપી અમે સોફા પર બેસ્યા, ત્યાં તો મિતા આઇસક્રીમ લઈને આવી. 

નચિકેતે કહ્યું કે,
"સુજલ હવે વાત આગળ વધાર કે તે છોકરીનું શું થયું? તેને આગળનું કંઈ યાદ આવ્યું કે પછી ખાલી એ ભ્રમ જ નીકળ્યો?" 

"એ જવાબ નહીં કહું, તું પૂરી વાત સાંભળ પછી કહેજે." 

"પણ જીવનમાં ઘટનાની ઘટમાળમાં કયા સમયે કેવી ઘટના બને છે અને કેવી પરસ્થિતિ ઊભી થાય છે, તે કોઈ આગળથી કહી નથી શકતું. અને એ પરસ્થિતિ કેવી રીતે હેન્ડલ કરીએ તે જ આપણી એક રીતની અલિશાક્ષા છે. આવી જ સ્થિતિ બની ડૉ.અગ્રવાલની પાર્ટીમાં..." 

મિતા મને બોલતો વચ્ચે રોકીને પૂછ્યું કે,
"ડૉ.અગ્રવાલની પાર્ટી, એ જ ને જેમાં હું આવી પણ કેયાને વોમિટીંગ થવા લાગેલી એટલે મારે તેને લઈ ઘરે જવું પડેલું, જેના લીધે હું તેમને કે તેમની વાઈફને મળી નહોતી શકી અને તમે અવિને લઈ તે પાર્ટીમાં રોકાયા હતા, બરાબર ને?" 

"હા એ જ પાર્ટી..." 

ડૉ.અગ્રવાલે હું અને જ્હોન સાથે અમારી મિત્રતા ગાઢ થયેલી એટલે ડૉ.અગ્રવાલે તેમની મેરેજ એનિવર્સરીની પાર્ટીમાં અમને કપલ સાથે ઈન્વાઈટ કરેલા. અમે કપલમાં ત્યાં પહોંચ્યા. 

પાર્ટી તેમના બંગલામાં જ હતી. તેમનો ગાર્ડન સરસ રીતે શણગારેલો હતો. ચારે બાજુ ફલાવરનું ડેકોરેશન અને આજુ બાજુ લાઈટિંગ હતી. વાતાવરણમાં જાણે સરસ મજાના ગાર્ડનના ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. અને આ બધાના લીધે એવું લાગી રહી હતું કે અહીં હજી દિવસ છે રાત નહીં. ધીમું ધીમું સંગીત વાગી રહ્યું હતું અને લોકોના કાનમાં જાણે સંગીતમય બનાવી રહ્યું હતું. 

અમે પણ ડૉ.અગ્રવાલ ને મળ્યા ના મળ્યા કરીને પાર્ટી માણવા લાગ્યા. ત્યાં જ વિલિયમ અને એલિના પણ મને કંપની આપવા આવી ગયા. અલિશા અને અવિ બધા બાળકો સાથે મળી પોતાનું ગ્રુપ બનાવી લીધું. 

વેલકમ ડ્રિન્કસમાં ડ્રિન્ક અને જયુસ બંને લઈ વેઈટરસ ચારે બાજુ ફરી રહ્યા હતા. જોડે સ્નેકસ પણ ફરી રહ્યો હતો. પાર્ટીમાં ડીનર માટે ફૂલ મેનુ સાથે સાથે ડેઝર્ટ પણ મેનુ જેવું જ હતું. એટલી બધી વસ્તુ ખાતા અને ડ્રીન્કસ સાથે સૌ કોઈ પાર્ટી એન્જોય ચકરી રહ્યા હતા. 

વિલિયમના આગ્રહ થી મેં ફકત હાથમાં ઓરેન્જ જયુસ લીધો અને તે બંનેએ ડ્રીન્કસ લીધું. 

હું વિલિયમ અને એલિના ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા અને અલિશા તેની ઉંમર જેવા બાળકો સાથે રમી રહી હતી અને મજા કરી રહી હતી. અમે પણ એ જોઈ આશ્વસ્ત થયા અને જ્હોને એક સાઈડ બેસવાનો વિચાર કહ્યો અને અમે લોકો એક સાઈડના ટેબલ પર બેઠા. 

મેં વિલિયમને પૂછ્યું કે,
"અત્યાર સુધી હું નહ નહોતો પૂછતો પણ શું અલિશાને હવે કંઈ યાદ આવે છે? રડે છે ખરી કે અનકોન્શિયસ થઈ જાય  છે? એવું કંઈ પણ બન્યું છે ખરું?" 

તો જહોને કહ્યું કે,
"ડૉ.નાયક ત્યાર થી તો આજ સુધી તમે કહ્યું એવું કંઈ જ નથી બન્યું. અત્યાર સુધી તો તે નોર્મલ લાઈફ જીવી રહી છે. અમારે પણ તમને કે ડૉ.અગ્રવાલને તાબડતોબ બોલાવવા પડે એવી કોઈ પરસ્થિતિ ઊભી નથી થઈ." 

ત્યાં એલિના 
"બસ મેં ગોડ સે યહીં પ્રે કરતી હું કી મેરી બચ્ચી કો કોઈ પ્રોબ્લેમ્ ના હો, ઔર વો સિર્ફ ખુશ રહે, સ્વસ્થ રહે. ઉસકી ખુશી હમારે લીએ સબસે જયાદા માયને રખતી હૈ."


(શું વિલિયમ, અગ્રવાલ અને માનવની મિત્રતા લાંબી ચાલશે કે પછી તેનો ધી એન્ડ આ પાર્ટીમાં થઈ જશે?
શું થશે આગળ કે પછી ડૉ.નાયક અને ડૉ.અગ્રવાલ વિચારે છે તેવું બનશે કે અલગ જેને નિયતિ નક્કી કરશે તેમ? 
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૯)