Premno Sath Kya Sudhi - 5 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 5

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 5

ભાગ....૫

(અલિશા મને દવા આપવાનું કહ્યું, મને શોક લાગ્યો છતાં તેની સાથે વાત કરવાના ઈરાદે મેં વાત કરી અને મારી સાથે ફ્રી થઈ જાય એ માટે પ્રયત્ન કર્યો. પાંચ દિવસ બાદ તે મારી પાસે આવી તો તેના મુખેથી મારવાડી સાંભળી મને શોક લાગ્યો. હવે આગળ...) 

"નહીં હમ કોનો કી પસંદ નહી હૈ, હમ તો ઘર કે એક કોનો મેં રહેતે હૈ ઔર કામ કરનેવાલો મેં સે હૈ..." 

અલિશા બોલતાં બોલતાં જ બેભાન થઈ ગઈ. મિતા બોલી કે,
"ઓહ શીટ... બિચારી નાની છોકરી..." 

ઉમંગે કહ્યું કે,
"એવું પણ બને ખરુંને કે કદાચ તે ભલે કોન્વેન્ટ સ્કુલમાં ભણતી હોય. પણ તે જયાં રહે છે એ જગ્યાએ, જેની સાથે રમતી હોય ત્યાં આવી બોલી બોલાતી હોય અને શીખી હોય." 

"તું ભૂલે છે, ઉમંગ કે તે દસ વર્ષની બાળકી છે એટલે તે જલ્દી દોરવાઈ જાય તેની શક્યતા ઓછી હતી. અને એ પણ મોટાભાગે તેની મોમ સાથે જ રહે છે.' 

"રહી વાત તેના મમ્મીની તો તે જ તેની કેરટેકર છે કેમ કે વિલિયમ સાઈટ પરથી જે કંઈ કલેક્ટ કર્યું અને તેની મોમ એલિના ફક્ત મટીરીયલ જ વ્યવસ્થિત કરી અને તેનું ફાઈલિંગ કરે છે અને તેને સ્ટડી કર્યા બાદ તેમાં રહેલા નવા નવા તારણો કાઢી અને તેને નોટ કરવાનું કામ જ તે કરે છે, તે કયારે પણ સાઈટ પર જતી નથી.' 

"તે જયાં રહે છે ત્યાં આવા જ પણ અલગ અલગ કન્ટ્રીના લોકો જ રહે છે, જે એક સેઈમ પ્રોફેશનમાં છે.'
"આગળ પછી શું થયું??..." 

બે ત્રણ દિવસ બાદ ફરીથી તેઓ મારી પાસે તેને લઈને આવ્યા. આ વખતે મેં તેને હિપ્નોટાઈઝ કરવાનું નક્કી કરેલું એટલે જેવી તે આવી એને હિપ્નોટાઈઝ માટે એકદમ રાત હોય એવી અંધારી રૂમ હતી. એ રૂમમાં ના તો કોઈ બારી હતી જેથી સૂર્યપ્રકાશ આવી ના શકે. એ રૂમની વચ્ચોવચ ત્યાં એક બેડ, પીલો અને તેના પર ડીમલાઈટ હતી. 

હું તેને તે ડાર્ક રૂમમાં લઈ ગયા તો તે બોલી કે,
"અંકલ અહીં આટલું બધું અધારું કેમ છે?" 

"એટલા માટે કે તને ચેક કરું કે તારી સાથે વાતો કરતી વખતે બહાર બેસેલી આન્ટી આપણને ડિસ્ટર્બ ના કરે." 

"પણ અંકલ વાત કરવા જેવી શું છે? શું હું નોટી ગર્લ છું? કે હું કોઈ નોટીએસ્ટ કે બેડ બીહેવ કરું છું? આજ સુધી મારી સ્કુલમાં થી મારી કોઈ જ કમ્પ્લેઈન પણ નથી આવી, તમે મોમને એકવાર પૂછી જોજો, રાઈટ મોમ?" 

તેની મોમ એલિના કંઈ કહે તે પહેલાં જ હું,
"પણ મેં કયાં એવું કહ્યું છે કે તું નોટી ગર્લ છે..." 

"તો પછી હું બેડ પર ટોયલેટ પણ નથી કરતી કે પછી હું મોમ ડેડ આગળ કોઈ જીદ નથી કરતી? પછી કેમ મારી સાથે આવા ડાર્ક રૂમમાં વાત કરવાની જરૂર છે?" 

"પણ બેટા...." 

હું તેને જવાબ કેવી રીતે આપું એ વિચારીને થોથવાઈ ગયો, ત્યાં તે ફરી પાછી બોલી કે,
"અંકલ મને આ ડાર્કરૂમમાં ડર લાગે છે." 

આ સાંભળીને મિતા બોલી,
"ઓહ આટલી નાની વાતમાં જો ડરે તો પછી આગળ કેવી રીતે સર્વાઈવ કરશે? પછી..." 

"ડોન્ટ વરી બેટા, સ્લીપ... તારી મોમ પણ અહીં જ છે. તું ગેહરી નીંદમાં છે." 

મેં તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે,
"ચાલો કાઉન્ટિંગ કરીએ એટલામાં અલિશાને ઊંઘ આવી જશે... વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિકસ, સેવન, એઈટ, નાઈન, ટેન.... અગેઈન પણ ટેન., નાઈન., એઈટ.., સેવન.., સિકસ..., ફાઈવ..., ફોર...., થ્રી...., ટુ........, વન...." 

કાઉન્ટિંગ પુરું થયું ત્યાં સુધીમાં તેના શ્વાસ ઉછળતા હતાં અને હલકાં હલકાં નસકોરાં પણ બોલી રહ્યા હતા. તેને ફરીથી જાગ્રત કરવા માટે,
"અલિશા... અલિશા... તું કેટલા વર્ષની છે?" 

"નાઈન ફિનિશ અને નવેમ્બરમાં ટેન સ્ટાર્ટ થશે." 

"ઓકે, તારા ડેડ મને એવું કહેતા હતા કે તને ટેન યર ફિનિશ થશે અને ઈલેવન સ્ટાર્ટ થશે તો તે તને ગ્રાન્ડ પાર્ટી દેવાના છે?" 

"હા, મારા ડેડ મને કહ્યું હતું, પણ તે સાચે જ પાર્ટી દેશે?" 

"તને પાર્ટી ખૂબ ગમે છે?" 

"યસ... મને ખૂબ પસંદ છે, જેમાં પીઝા બર્ગર જેવું ઘણું બધું હોય... તમે આવશો ને..." 

"તું એક સુંદર મજાનું સપનું જોઈ રહી છે, સપનું કેવું છે?" 

"સુંદર..." 

"શું છે, એમાં?" 

"એમાં એક લેડીઝ છે, જેને અજીબ વેશ પર્હેયો છે. નીચે..." 

"નીચે શું છે?" 

"નીચે ફ્લાવર પ્રિન્ટવાળો પીળા કલરનો લાંબો લાંબો ઘેરવાળો પહેર્યો છે. ઉપર એ જ કલરનું ટોપ પહેર્યું છે અને એના ઉપર કંઈક શોલ જેવું પહેર્યુ છે. માથા, હાથ, પગ અને ગળામાં દાગીના જ દાગીના છે. 

બીજી રૂમમાં એના જેવી જ એક ઉંમરવાળી સ્ત્રી બેઠી છે, ત્યાં એક પુરુષ  આવે છે. તે પુરુષે પગમાં એક જાડું ખાદીનું સફેદ અલગ જ રીતે... ધોતીની જેમ પહેર્યું છે. લાંબો કુર્તો અને માથે ગોળ ગોળ વીંટાળેલી લાલ લાલ... પાઘડી પહેરી છે. કાનમાં જાડી જાડી બાલી અને હાથમાં જાડો લઢ્ઢ, તેને જોઈને લાગે કે તે જલ્લાદ જ હશે. તેેને બેસેલી સ્ત્રી સામે કરાડકીથી જોયું અને તે કોઈને બૂમ પાડીને બોલાવી રહ્યો છે." 

"કોને બોલાવી રહ્યો છે?" 

"સંભાળી નથી શકી પણ એક સ્ત્રી દોડતી દોડતી ત્યાં આવી તો તે પુરુષ તેને જોઈને બોલી રહ્યો છે કે,
"કોનો બાત સમજમેં નહીં આતી કયા કે તારે કો મેરા મુંહ દેખના નહીં ઔર અપના દિખાના નહીં. ફિર કાહે કો હમાર કમરેમેં બારબાર આ જાતી હો, પડી રહેના ઉસ કોને મેં..." 

તે સ્ત્રીને તે પુરુષ મારી રહ્યો છે અને બેસેલી સ્ત્રી આ જોઈ રહી છે. અને તે સિસકતી સિસકતી વહી પે લેટ ગઈ ઔર બોલને લગી કે, 

"હમ કાહે કો ના આયે, હમ તો તુમ્હારી લુકાઈ હૈ કે નાહીં. હમ તો સિર્ફ આપશે પૂછને કિ... ઔર વો ભી હમે અમ્મા ને ભેજા થા, આપસે પૂછને કે લીએ..." 

આટલું જ બોલતાં બોલતાં તે સીસકવા લાગી અને તેની સીસકવાનો અવાજ સાંભળીને તેના ડેડ પણ અંદર આવી ગયા. તેમના ચહેરા પરની નારાજગી કહો કે લાચારી જોઈ મેં ત્યાં જ વાત પૂરી કરતાં કહ્યું કે, 

"ઓકે, અલિશા કામ ડાઉન... કામ ડાઉન. તારું સપનું પુરું થઈ ગયું છે. તું બસ હવે જાગી રહી છે. તને હજી પણ સુસ્તી લાગે છે એટલે આળસ મરડી લે. નાઉ યોર સ્લીપ ઈઝ ઓવર, વન... ટુ... થ્રી..." 

અને તે ખરેખર આઈસ મરડીને બેઠી થઈ, પણ તેનો ચહેરો ફિક્કો પડી ગયો. હજી પણ તેના ગળામાં રુદન ભરાઈ ગયું હોય તેમ હીબકાં ભરી રહી હતી. મેં તેની મોમ એલિનાને તેને બહાર લઈ જવા કહ્યું અને વિલિયમને બેસાડી સમજાવતાં કહ્યું કે, 

"લુક વિલિયમ, કદાચ આ કેસ ધારીએ એટલો અને એવો નાનો નથી, પણ ધાર્યા કરતાં અલગ વાત છે અને મને કંઈક અલગ ફીલ પણ થાય છે. હા એટલું ખરું કે હું હજી શ્યોર નથી, માટે હાલ કંઈ નહી કહું. પણ આની ટ્રીટમેન્ટ કરતાં આપણને સમય લાગશે. પ્લીઝ બી પેશન..." 

અને તેને હામી ભરી અને તેઓ હોસ્પિટલમાં થી વિદાય થયા.

(શું અલિશા આગળની વાત કેમ કરીને અને કેવી રીતે કહેશે? પેલી ઘરડી સ્ત્રી, પેલી સ્ત્રી અને પેલો પુરુષ કોણ હશે? તે પુરુષ કેમ તેને મારી રહ્યો છે? તેને શું ભૂલ કરી? અને અગત્યનું અલિશાનું કનેકશન એમાંથી કોની સાથે હશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સસથ કયાં સુધી....૬)