Premno Sath Kya Sudhi - 3 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 3

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 3

ભાગ.......૩

(હું અને મારા મિત્રો વાતો વાતોમાં પ્રેમ જેવું તત્વ પતિ પત્ની વચ્ચે લાંબો સમય નથી રહેતું. એમાં પણ ઉમંગ મારા અન્ડરલાઈન રિલેટડ એક કવોટ વિશેનો અનુભવ જણાવવા કહ્યું તો, હવે આગળ... )

"એક અલગ જ પ્રેમની પરિભાષામાં ફીટ બેસે એવો. એક પાત્ર બીજા પાત્ર માટે મરી ફીટવા તૈયાર અને તે પાત્ર માટે કોઈ મમત્વ તો શું પણ કોઈ અજાણ્યા માણસ કે જનાવર જેવી લાગણી હોય તેવી પણ તેના માટે નહીં... બસ તે વ્યકિત માટે એક નિર્જીવ વસ્તુ હોય એમ તે ઘરના એક ખૂણામાં પડી રહે એટલું જ..."

મેં તે વાત વાગળોતા કહ્યું તો મિતા,

"તો પછી તે પાત્રે પેલા પાત્રને અપનાવ્યું કે આજના જમાનાની જેમ?...."

"એમ કહી શકાય અને ના પણ કહી શકાય.... કહેવાય છે ને કે કુદરત પણ તેને સાથ આપે છે, જેનાં મનમાં નિ:સ્વાર્થ  પ્રેમ હોય, જેના માટે લાગણીનો ધોધ હોય તો ભલભલો પથ્થર પણ પીગળે જ.... અને તેનો સાથ મળી જ જાય. આ જન્મે એકબીજાનો સાથ ભલે ના મેળવ્યા પણ આવતા જન્મના જરૂર મળે."

"સર આ વિશે તમે ખુલ્લીને જણાવોને...."

ઉમંગે કહ્યું તો મને તો ભાવતું હતું ને વૈધે કીધું એવો ઘાટ થયો.

"હાલ તો એકબીજાને મળશે કે નહીં તે મને ખબર નથી, પણ એટલી ખબર છે કે તેમનો જન્મ ફરી જરૂર થયો છે.

આ વાત છે આજથી દસ વર્ષ પહેલા સાત વર્ષની બાળકીનો કેસ મારી પાસે આવેલો. ત્યારે મારું નામ આટલું ફેમસ નહોતું અને મેં એવામાં 'માય માઈન્ડ' નવીસવી હોસ્પિટલ ઓપનિંગ કરેલ અને મારી ઉંમર પાંત્રીસેક વર્ષની જ હતી. આમ તો કેસ મારા હાથમાં હતા પણ આટલા ખાસ નહીં.

એક ફોરનેર કપલ તેમની નાની દીકરીને લઈ મારી પાસે આવ્યા. એમાં બંને કપલ એકદમ ધોળાદૂધ જેવા, એકવાર તો એવું લાગે કે તેમને પાવડર ખૂબ બધો લગાવી દીધો હશે. જેમાં લેડીઝ ગોરી, લાંબી, સુંદર દાડમની પંક્તિ જેવા દાંત, પાતળી કાયા, હસતો ચહેરો, તેને હાથ લગાડીએ તો પણ લાલ થઈ જાય. તેના હેર થોડા ભૂરા હતાં. વળી, તેને એક ફ્લાવર પ્રિન્ટવાળું ફ્રોક, માથામાં હેરપીન પહેરેલી. હાથમાં બ્રેસલેટ અને ગળામાં પાતળી ચેન એમાં મોતીનું પેંડલ અને તેવી જ કાનમાં ઈયરિંગ્સ પહેરેલી.'

"જેન્ટસ પણ એવો જ ગોરોચિટ્ટો, લંબાઈ પણ એટલી જ ઊંચી. તેના વાળ ભૂરા અને તેનો પહેરવેશ અંગ્રેજ જેવો લુકનો.'

"એની આંગળી પકડી રાખેલી નાની બાળકી, ઉંમર તેની કદાચ સાતેક વર્ષની હશે. બાર્બી ડોલ પણ તેના આગળ પાણી ભરે એવી એકદમ ડોલ કે અલિશા. તેને હાથ લગાડોને તો પણ મેલી થઈ જાય અને તેને કાઢવા કેટલાય દિવસની રાહ જોવી પડે. એ કદાચ પાણી પીવે તો પણ ગળામાં થી પાણી ઉતરીને પેટમાં જઈ રહ્યું છે, તે સામેેવાળાને ખબર પડે. તેવી સુંદર અને એક નાનકડી અલિશા જ જોઈ લો. તેના દાંત, હાથ પગ તેની મમ્મી જેવા જ અને વાળ પણ ભૂરા અને કર્લી. તેેની મોમે તેના હેરને ચોટી લઈ બાંધેલા. તેના ગાલ પરના ખંજન કહો તો તમને મોહિત કરી દે તેવા, પણ તેની આંખ નીચેના કુંડાળા કંઈક તેની સુંદરતા કરતાં અલગ જ બતાવી રહ્યા હતા. આના લીધે જ તે થોડી થાકેલી હોય તેવી લાગતી હતી."

મારા વિચારોને રોકતાં, જેન્ટસે મારી સામે જોઈ બોલ્યો કે,

"હાય ડૉ.મહેતા..."

"હાય... પ્લીઝ ટેક ધ સીટ..."

તેને બેસીને,

"આઈ એમ વિલિયમ માર્ક એન્ડ ધીસ ઈઝ માય વાઈફ એલિના. ધીસ ઈઝ માય લવલી, સ્વીટ એન્ડ કયુટ ડૉટર અલિશા..."

"હાય એવરીવન, નાઈસ ટુ મીટ યુ..."

હજી પણ મને એમ જ કે બાળકના બિહેવિયર કે રાતે ટોયલેટ કરી જતી હશે તેવો કોઈ કેસ હશે.

એલિના બેસતાં બોલી કે,

"થેન્ક યુ..."

તેના અવાજમાં અંગ્રેજી લહેકો હતો. મેં અલિશા સામે જોયું તો આ ઉંમરે બાળકો રમતાં હોય, ધીંગામસ્તી કરે. મારા ત્યાં ઘણા બાળકો સરખા ના બેસે અને ઘણીવાર તો ટેબલ પર મૂકેલી વસ્તુ ટચ કરતાં હોય. એમ કહો કે તેમને સીધા બેસવા માટે ટોકવા પડે જયારે આ છોકરી એકદમ ચૂપ અને આંખો નીચી કરીને બેસી રહેલી.

મારા મનમાં એવું પણ થયું કે કદાચ તેના મોમ ડેડ રૂડ હશે, મારતાં હશે કે પછી કદાચ છોકરી તેમનાથી ડરતી હશે. પણ મારી મનની ધારણા રોકતાં વિલિયમ બોલ્યો કે,

"સર, એકચ્યુલી હું અને મારી પત્ની એક આર્કોલોજીસ્ટ છીએ અને અમે બંને સીડનીથી એક રિસર્ચ માટે અહીં આવ્યા છીએ. રિસર્ચ માટે થઈ અમે છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા છીએ. આ મારી નાનકડી ડૉટરનો બોન અહીં થયો."

"હમમ.."

તેને આગળ વાત વધારતાં કહ્યા કે,

"તો વાત એમ છે કે તેના માટે થઈ અમે અમારી લેંગ્વેજ ઈંગ્લિશ બોલીએ છીએ અને ગેસ્ટ સામે હિન્દી. પણ મારી દીકરી અલગ જ ભાષા બોલે છે, કંઈક યાદ કરી કરીને અને તે ઘણીવાર બેભાન થઈ જાય છે અને તેના ચહેરા પર ફિક્કાશ આવી જાય છે."

"ઓકે તો તેને યાદ શું આવે છે?"

"મને ખબર નથી પડી રહી, પણ તે ઘણીવાર અલગ જ લેંગ્વેજ બોલી રહી છે, જે થોડીઘણી હિન્દી જેવી હોય છે પણ હિન્દી નથી. એ લેંગ્વેજ અમારી સમજની બહાર છે."

મેં એલિના સામે,

"તો એ બાબતે મેમ તમારું શું કહેવું છે?"

"યાહ... અલિશા કભી કભી અજીબ બીહેવ કરતી હૈ. કભી હસતી હૈ, કભી રોતી હૈ વો ભી બિના બાત કે. મગર જબ ભી રોતી હૈ તો બાદમેં અનકોન્શિયસ જરૂર હો જાતી હૈ."

"ઓકે, તો તેને આવું ક્યારથી થાય છે?"

વિલિયમ બોલ્યો કે,

"ચાર વર્ષની હતી ત્યારે ફર્સ્ટ ટાઈમ બન્યું એટલે અમે ફેમિલી ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારે તે વાતેવાતે અનકોન્શીયસ આટલી જલ્દી નહોતી થતી. અમને એમ કે કદાચ તેને એપીલિપ્સી હશે એટલે તેની દવા કરાવી પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ વધવા લાગ્યું. પણ તેની સ્થિતિમાં ફર્ક ના પડ્યો. અમે તેને ખૂબ ઓબ્ઝર્વ કર્યું પછી અમને એવું લાગ્યું કે કંઈક વાત અલગ છે. એટલે અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું અને ડૉકટરના કહ્યા મુજબ કેટલા સાયક્રાટીસને પણ બતાવ્યું. છતાં ના તેની તબિયતમાં ફરક પડે છે કે ના તેનું અનકોન્શિયસ થવાનું બંધ થયું છે."

વિલિયમ ચૂપ થયો એટલે એલિના બોલી,

"સર અબ વો પહેલે સે જયાદા અનકોન્શિયસ હો રહી હૈ, આપકા નામ મેરી ફ્રેન્ડને સજેસ્ટ કીયા થા. પ્લીઝ સર મેરી બચ્ચી કો ક્યાં હુઆ હૈ? વો ઢીક તો હો જાયેગી ના?"

"હું પહેલા એની સાથે વાત કરું પછી કહું..."

મેં અલિશા સામે જોઈ અને બોલવતાં કહ્યું કે,

"હાય બાર્બી એન્ડ સ્વીટેસ્ટ ડોલ.."

"હાય, અંકલ..."

તેને બિલકુલ રૂડલી અને મારી સામે જોયા વગર જવાબ આપ્યો. હું કંઈ સમજી ના શક્યો અને તેને કંઈ કહું તે પહેલાં જ તેની મોમ એલિના,

"વૉટ આર યુ ડુ? ગીવ આન્સર પ્રોપરલી..."

મેં તેમને હાથ બતાવી ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને ફરીથી,

"હાય કયુટ ડોલ.."

મારી સામે ડરતી નજરે જોયું તો મારો હસતો ચહેરો જોયો, કોઈ પણ જાતના હાવભાવ વગર જ બોલી,

"હાય અંકલ..."

"વૉટસ યોર નેઈમ, બાર્બી ડોલ?"

"અંકલ પ્લીઝ ગીવ ધ મેડીસીન મી. આઈ વૉન્ટ ટુ ગો માય હોમ, માય રૂમ?"

(નાનકડી બાળકી સાથે પુર્નજન્મ સાથે વાતને શું હશે? અલિશામાં આટલી અકળામણ કેમ છે? ડૉ.સુજલ કેવી રીતે આ વાત હેન્ડલ કરશે? શું તે વાત કઢાવી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૪)