ૐ
નીયા-આલોક તેમજ અનન્યા-અવિનાશની સગાઈ થઈ ગયા બાદ બધાં બીજા દિવસે પોત-પોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગયા. તમે લોકો પણ પોતાના રોજિંદા કામોમાં પરોવાઈ ગયા હશો. તમને બધાંને સગાઈમાં ખુબજ મજા આવી હશે એવું હું આપ સહુનાં સુંદર પ્રતિભાવ પરથી કહી શકુ છું. આપનો આભાર.
સગાઈનાં પછીના દિવસે જ્યારે નીયા ઓફિસે પહોંચી ત્યારે પ્રીયંકાને પોતાની ઓફિસમાં આવવા કહ્યુ. પ્રીયંકા ગભરાતાં-ગભરાતાં તેની સાથે ગઇ. નીયા તેને પોતાના કેબિનની મોટી વિન્ડો પાસે લઇ ગઇ. નીયાનો ગુસ્સાવાળો ચહેરો જોઇને પ્રીયંકાને ડર લાગી રહ્યો હતો કે "નીયામેમ ક્યાંક બધુ જાણી તો નથી ગયા ને?"
નીયા ગુસ્સામાં બોલી, "પ્રીયંકા, તું કાલ મારી સગાઈમાં કેમ નહતી આવી ?"
"એ તો....મારે એક બહુ જરૂરી કામ આવી ગયું હતું એટલે... સોરી...મેમ." પ્રીયંકા અચકાતા બોલી.
પ્રીયંકાએ રાહતનાં શ્વાસ લીધાં કે નીયાને હજું એ વાતની ખબર નથી પડી.
"ઇટ્સ ઓક્કે, પણ બધાં જ જરુરી કામ માટે તને કાલ નો જ દિવસ મળ્યો હતો? ." નીયા થોડી શાંત થતાં બોલી અને ટેબલ પર રહેલું કાજુકત્રીનું બોક્સ પ્રીયંકાને આપ્યું તથા તેનું મોં મીઠુ કરાવ્યું.
સાંજે ઘરે જતાં સમયે નીયાએ કહ્યુ "પ્રિયંકા, આપણે છેલ્લા બે વિકથી ટાર્ગેટસ મિસ કરીએ છીએ અને હમણાં થોડા દિવસથી તારું મીટીંગમાં પણ ધ્યાન ક્યાંક બીજે હોય છે, શું તું કોઈ ટેન્શનમાં છે?"
"નહીં તો મેમ, તમે છો પછી મને શું ટેન્શન હોય? " પ્રિયંકા વાત ટાળતા બોલી.
નીયાને આ વાતથી આશ્ચર્ય થયુ પણ તે કાઈ બોલી નહીં અને કાર લઇને નીકળી ગઇ. પ્રીયંકા પણ પોતાની સ્કુટીમાં ઓફિસેથી ઘરે જઇ રહી હતી ત્યારે તેને આલોકનો કૉલ આવ્યો. સ્કુટી સાઈડમાં ઊભી રાખીને તેણે કૉલ રિસીવ કર્યો, "હેલ્લો..."
"હાઈ, પ્રીયંકા શું કરે છે?" આલોકે પુછ્યું.
"હું અત્યારે ઓફિસેથી ઘરે જઇ રહી છુ. રસ્તામાં છું." પ્રીયંકાએ સહજતાથી જવાબ આપ્યો.
"તો તું મને તારા ઘર પાસેનાં ગાર્ડને મળવા આવી શકીશ?" આલોક બોલ્યો.
"નો, અત્યારે ઘરે જઇને પણ મારે ઘણાં કામ બાકી છે." પ્રીયંકા આલોક પાસે જવાનું ટાળવા માટે બોલી.
"પ્રીયંકા, ફક્ત પાંચ મિનીટ, તેનાથી વધું એક પણ મિનીટ નહીં." આલોક વીનંતી કરતા બોલ્યો.
"ઓક્કે, હું આવુ છું." કહીને પ્રીયંકાએ કૉલ કટ કર્યો અને તે ગાર્ડને પહોચી, ત્યાં થોડેક અંદર જતાંજ આલોક એક બાંકડા પર બેઠો હતો. પ્રીયંકા ત્યાં ગઇ અને આલોકની બાજુમાં બેઠી. આલોકે સગાઈની બધી વાતો પ્રીયંકા સાથે કરી. પ્રીયંકા ફક્ત હાવ-ભાવ આપ્યાં વગર "હા...વાહ..અરે..." વગેરે જેવા શબ્દો કહી દેતી હતી. આથી આલોકને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો, "પ્રીયંકા, શું થઈ ગયું છે તને? હું તારી સાથે વાતો કરી રહ્યો છુ અને તું ફક્ત હામાં હા જ કરી રહી છે!!"
"આલોક, હવે તારી સગાઈ થઈ ગઇ છે એટલે આપણે આવી રીતે નાં મળવું જોઈએ." પ્રીયંકા શાંતીથી બોલી.
"પ્રીયંકા, મે તો તને જસ્ટ મારી ફ્રેન્ડ તરીકે વાતો કરવા બોલાવી છે." આલોક ગુસ્સામાં બોલ્યો.
"નાં આલોક, હવે આપણે અહિજ બધાં સંબધોને પુર્ણવિરામ આપવું જોઈએ." પ્રીયંકા બીજી બાજું મોં કરીને બોલી.
"પણ....(પછી થોડુ વિચાર્યા બાદ બોલ્યો) ઓક્કે, ફાઈન...હું જાવ છું. હવે આપણે નહીં મળીએ. બાય." કહીને આલોક ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયો. પ્રીયંકા પણ પોતાના આંસુ લૂછીને ત્યાંથી નીકળી ગઇ.
******
સૂરજનાં સોનેરી કિરણો બેડ પર આરામથી સુતેલ વિરાજ પર પડી રહ્યાં હતાં અને તેનાં કારણે તેનો ચહેરો સોનેરી રંગનો દેખાઈ રહ્યો હતો. રૂમમાં ટેબલ પર લેપટોપ અને ફાઈલો પડી હતી. કબાટમાં એક ખૂણામાં બ્લેક બેગમાં હજું નીયાની ડાયરી તેવીજ રીતે સાચવીને રાખેલી હતી. વિરાજ આળસ મરડતા ઉઠ્યો. તેની વધી ગયેલી કાળી દાઢી અને મૂછો પર હાથ ફેરવતા તે ઉભો થયો. અરીસામાં પોતાના ખભા સુધી પહોચી ગયેલાં વાળને સરખા કર્યા. તેનાં ચહેરા પર કોઈ હાવ-ભાવ જોવા નહતા મળતાં. હવે તે પહેલા જેવો વિરાજ નહતો રહ્યો. તે હવે એક બીજો જ વિરાજ બની ચુક્યો હતો. તે લોકો સાથે વાત કરવાનું ટાળવા લાગ્યો હતો. તે પોતાના કામથી કામ રાખતો હતો. તે પોતાના ડેડ, પ્રિતી અને રાજ સીવાય બીજા કોઈ સાથે વધું વાતો નહતો કરતો. નીયા અને આલોક સાથે બનેલી ભૂતકાળની ઘટના સાંભળ્યા બાદ તે સાવ નિરાશ રહેવા લાગ્યો હતો અને તેણે પોતાનો આવો હાલ કરી નાખ્યો હતો. બસ એક વસ્તુ સારી હતી કે તેણે દેવદાસની જેમ શરાબ પીવાનું શરૂ નહતું કર્યું. તે આ વસ્તુથી દુર જ રહ્યો હતો.
ઉઠીને તેણે ફોન લીધો અને વ્હોટસએપ ઓપન કર્યું. તેમાં તેનાં ધ્યાનમાં અનન્યાનું સ્ટેટસ આવ્યુ, તેણે ઓપન કરી અને જોયું તો તેનાં હાથ ત્યાંજ થંભી ગયા. સ્ટેટસમાં મુકેલ ફોટા નીચે નીયા અને આલોક નામ વાંચ્યું, આલોક નામ વાંચતા જ તેનાં મનમાં ઘણાં પ્રશ્નો ઉદ્દભવવા માંડ્યા હતાં... " આલોક? પણ તે તો મરી ગયો હતો ને? કે પછી આ કોઈ બિજોજ આલોક હશે?"
તેણે અનન્યા અને અવિનાશનાં સગાઈનાં ફોટા પણ જોયા. વિરાજે સ્ટેટસનાં સ્ક્રીનશોટ પાડી અને રાજને મોકલ્યા. તેની આંખો ભીની થઈ ગઇ. તે પોતાના સવાલો નાં જવાબો કઇ રીતે મેળવવા તે વિચારી રહ્યો હતો. થોડા સમય વિચાર કર્યા બાદ તેણે અનન્યાને કૉલ કર્યો. સામેથી અનન્યાએ કૉલ રિસીવ કર્યો , "હેલ્લો"
વીરાજે એક ઊંડો શ્વાસ લીધો અને સહજતાથી બોલ્યો, "હેલ્લો, અનન્યા હું વિરાજ. તારું સ્ટેટસ જોયું, તેમાં તારા અને અવિનાશનાં સગાઈનાં ફોટા જોયા એટલે મે વિચાર્યું કે તને કૉલ કરીને અભિનંદન તો પાઠવી દઉ. હા, ભલે તે તારા બેસ્ટ ફ્રેન્ડ ને આમંત્રણ નાં આપ્યું પણ હું તો મારી બેસ્ટ ફ્રેન્ડને અભિનંદન પાઠવી દઉ."
અનન્યાને થોડો સંકોચ થયો તે બોલી, "આઇ એમ સોરી વિરાજ મને યાદ હતુ પણ નીયાની સગાઈ પણ સાથે હોવાથી..."
"ઈટસ ઓક્કે અનુ. હું સમજી શકુ છુ. બાય ધ વે, અવિનાશને મારા તરફથી અભિનંદન આપી દેજે." વિરાજ વાતને ફેરવવા માટે બોલ્યો.
"હા, હું અભિનંદન પાઠવી દઈશ. (પછી અચકાતા બોલી) વિરાજ, મને ખબર છે તારા મનમાં ઘણાં સવાલો થતા હશે. તું કનફયુઝ નાં થતો હું તને બધુ જ કહુ છુ. (અનન્યાએ વિરાજને આલોક સાથે ભૂતકાળમાં બનેલી સમગ્ર ઘટના કહી)- તો આ બધી ઘટના થઈ." અનન્યાએ સમગ્ર વાત જણાવી.
"સાચેક અનન્યા. હું આજે ખુશ છુ અને શાંતી પણ અનુભવું છુ કે નીયાને તેનો આલોક પાછો મળી ગયો. હા, આલોકથી થોડીક ઈર્ષા થાય છે પણ તે મારા કરતા સારો માણસ છે એની મને ખાતરી છે. મારા પ્રેમને(નીયાને) તેનો પ્રેમ મળી ગયો હોવાથી હું ખુબજ ખુશ છુ. ચાલ બાય. તમારા બધાનું ધ્યાન રાખજો."
વિરાજે કૉલ કટ કરી નાખ્યો. અનન્યા કાઈ નાં બોલી શકી અથવા તો કદાચ વિરાજે તેને બોલવાનો મોકો જ ન આપ્યો.
ત્યાંજ વિરાજને રાજનો કૉલ આવ્યો. વિરાજે કૉલ રિસીવ કર્યો કે તરતજ રાજ બોલવા લાગ્યો, "ભાઈ, આ શું છે? નીયાએ તો આલોક સાથે સગાઈ કરી લીધી પણ આ આલોક આવ્યો ક્યાંથી?"
વિરાજે તેને અનન્યાએ કહેલી બધી જ વાત કહી, "-આમ, આ સમગ્ર ઘટના બની. રાજ મને ખુશી છે કે નીયા અને આલોક બન્નેની સગાઈ થઈ. તે બન્ને સાથે રહે તે જ મને વધું ગમશે."
"તું સાવ પાગલ છે." આટલું કહી રાજે ગુસ્સામાં કૉલ કટ કરી નાખ્યો.
વિરાજ પોતાનો ચહેરા અરીસામાં જોઇને હસીને મનમાં બોલ્યો, "પાગલ....પાગલ તો એ દરેક વ્યક્તિ હોય જ છે રાજ, જે પ્રેમમાં હોય છે. પાગલ તો એ વ્યક્તિ હોય છે જે પોતે જેને પ્રેમ કરતો હોય તેને ખુશ જોઇ અને ખુશ થાય છે. પોતાનું સર્વસ્વ તેનાં કદમ પર ધરવા તૈયાર હોય. તેની સાથે જ પોતાના જીવવાના અને મરવાના સપના જોતો હોય. તેનાં અસ્તિત્વની શરૂઆત અને અંત બન્ને તેનાથી થતા હોય છે. હા, એ દરેક વ્યક્તિ પાગલ છે કે જે પોતે જેને પ્રેમ કરતો હોય તે વ્યક્તિને પોતાની નજરો સામે બીજાને પ્રેમ કરતો જોઇને તેની ખુશીમાં પોતે ખુશ થવાની કોશિશ કરતા હોય છે અને કદાચ હું પણ તે જ પાગલોની લાઇનમાં ગણાતો હોઇશ....."
"વિરાજ બેટા, આજે ઓફિસે નથી જવું? ઉઠ ચાલ." અજયભાઈએ રૂમનો દરવાજો ખખડાવતા કહ્યુ.
"હા ડેડ આવુ છુ." વિરાજ પોતાના વિચારોની દુનીયામાંથી બહાર આવતાં બોલ્યો. તે તૈયાર થઈ ને ઓફિસે પહોંચ્યો પણ તેનુ ધ્યાન કામમાં લાગતું જ નહતું. ગમે તેમ કામ પતાવી અને તે ઘરે પહોંચ્યો અને રાત્રે વહેલો જ સુઈ ગયો.
અડધી રાત્રે અચાનક તેને વિચિત્ર અવાજ સંભાળાવા માંડ્યા, "વિરાજ.....ઉઠ.... તું જ નીયાને બચાવી શકે છે. તું જ...વિરાજ..તુ જાગ વિરાજ...જાગ.. સુવાનો સમય નથી..." વિરાજ અચાનક હાંફતો ઉભો થયો. તે આવા આવજો સાંભળી ડરી ગયો. તે આખો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. બહારથી આવતો ઠંડો પવન પડદાઓ ને હલાવી અને અંદર રૂમમાં પ્રવેશીને તેનાં ખભા સુધીનાં છુટા વાળોને ઉડાડી રહ્યાં હતાં. અચાનક તેનુ ધ્યાન સામેની બારી પર ગયું તો ત્યાં કાંઇક લખેલું હોઇ તેવું તેને લાગ્યું એટલે તે ડરતા-ડરતા બારીની નજીક ગયો અને લાઈટ ચાલુ કરીને વાંચ્યું... " જે નજર સામે દેખાઈ રહ્યુ છે તે સાચું નથી અને જે નથી દેખાઈ રહ્યુ તે તારે શોધવાનું છે. ઉઠ તું આમ હાર ન માનીશ. તું નીયા માટે કાંઇક કર. જાગ... વિરાજ...જાગ..."
વિરાજે રૂમની ચારે તરફ નજર કરી અને પુછ્યું, "કોણ છે?" પણ ત્યાં કોઈ હતુ નહીં. તે વિચારમાં પડી ગયો. "કોણે લખ્યું છે આ? આ બંધ રૂમમાં કોણ આવી શકે? અને નીયાનું જીવન ખતરામાં છે? હું નીયાની શું મદદ કરી શકુ? અને એવું તો શું છે જે દેખાઈ છે પણ સાચું નથી અને નથી દેખાતું તે મારે શોધવાનું છે!!"
તે આખી રાત આ વિશે જ વિચારતો રહ્યો. સવારે તે ઓફિસે ગયો તો પણ તેનુ મન કામમાં લાગતું નહતું તે બધુ કામ પડતું મુકી અને ચેર પર માથુ ઢાળીને આ વિશે જ વિચારી રહ્યો હતો. અચાનક તેને કાંઇક સૂઝ્યું અને તેણે મિતને ફોન કર્યો અને સમગ્ર ઘટના જણાવતા કહ્યુ કે, "- મિત તું હવે મે જે લોકો વિશે કહ્યુ તે લોકો પર નજર રાખજે અને મને રજેરજની જાણકારી આપતો રહેજે. કારણકે મને વિશ્વાસ છે કે મારૂ આ કામ તારા સીવાય બીજુ કોઈ કરી નહીં શકે."
"ઓક્કે, દોસ્ત." મિતે આટલું બોલી અને ફોન કટ કર્યો.
પછી વિરાજ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો, ત્યાંજ બે દિવસ બાદ અચાનક મિતનો ફોન આવ્યો અને વિરાજ ફોન ઉપાડતા તરતજ બોલ્યો, " શું થયુ? કાઈ સમાચાર મળ્યા કે નહીં?"
"અરે યાર...જોરદાર સમાચાર મળ્યા છે." મિત પણ જાણે તેને કહેવાની ઉતાવળમાં જ હતો તેમ બોલ્યો.
મિતે વિરાજને પોતે સાંભળેલી સમગ્ર વાત કહી.
"મિત મને એમ હતું કે દાળમાં કાંઇક કાળું છે પરંતુ અહિંતો આખી દાળજ કાળી લાગે છે, જો દોસ્ત હવે હું તે વાતનો ફાયદો કેવી રીતે ઉઠાવું છું." વિરાજ પોતાના લાંબા વાળમાં હાથ ફેરવતા બોલ્યો.
મિતે આશ્ચર્ય સાથે પુછ્યું, "ભાઈ હવે તું શું કરવાનો છે ?"
વિરાજ બોલ્યો, "જ્સટ વેઇટ એન્ડ વોચ."
અને તેણે મિતને પોતાનો આખો પ્લાન કહ્યો અને મિત પાસેથી એડ્રેસ લઇને ત્યાંથી નીકળી ગયો...
આ શું ?! વિરાજ હવે શું કરવાનો હશે? તેણે મિતને કોના પર નજર રાખવાનું કહ્યું હશે? મિતે એવું તો શું જોયું હશે? હજું એક આશ્ચર્યની વાત... આ અડધી રાત્રે વિરાજનાં રૂમમાં બારી પર પહેલી જેવું કોણ લખી ગયુ હશે? જાણવા માટે વાંચતા રહો, સફર-એક અનોખા પ્રેમની......આપ સહુ દ્વારા મને સારો પ્રોત્સાહન મળે છે. જેની હું આભારી છુ.
35 મો ભાગ આ બુધવારે મુકીશ.
નીચે પ્રતિભાવ આપતાં જજો✍,આ વાર્તાને વધુંને વધુ શેર કરજો અને હા મારા એકાઉન્ટ પર રહેલા "અનુસરો" નામનું બટન છે નેે તેનાં પર ક્લિક કરતા જજો કે જેથી હું કોઈ પણ નવી રચનાં પ્રતિલીપી પર મુકુ તો સહુથી પહેલા તમને જાણ થઈ જાય.
ત્યાં સુધી જય સોમનાથ 🙏
# stay safe, stay happy.😊