RJ Shailaja - 2 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 2

Featured Books
Categories
Share

R.j. શૈલજા - 2

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૨: “ શૈલજા અને તેજ

કાર શૈલજાની નજીક આવીને બંધ થઈ જાય છે.

કાર નો દરવાજો ખૂલે છે અને એક ૨૬ વર્ષનો યુવાન કારમાંથી નીચે ઉતરે છે.

બ્લેક કલરનું બ્લેઝર અને બ્લુ જીન્સ, હાથમાં રોલેક્સની ઘડિયાળ અને આછી આછી શાર્પ કટ સાથે ચેહરા ને નિખાર આપતી દાઢી, એકદમ ખોવાઈ જવાય એવી પર્સનાલિટી ધરાવતો યુવાન ધીરે ધીરે શૈલજાની નજીક આવવા લાગ્યો.

હેડ લાઇટ ના અજવાળામાં શૈલજા ને તે યુવાન નો ચેહરો થોડોક દેખાય છે.

આઈ એમ સોરી મેડમ, મારું નામ છે તેજ ડોડીયા. એમ તો વ્યવસાય થી હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, પણ મેડમ તમારો ઘણો મોટો ફેન છું.

ચેહરા પર સ્માઇલ સાથે ઇન્સ્પેક્ટર તેજ બોલ્યા.

તમે ઇન્સ્પેક્ટર છો એટલે કોઈ છોકરીની છેડતી કરવાનો તમને હક નથી મળી ગયો. હું તમારી ફરિયાદ કરી શકું છું. મારી પાસે મારા રેડિયો ના અવાજ ની તાકાત છે. તમારી આવી વાહિયાત હરકત કાલે આખા અમદાવાદ ને સંભળાઈશ. શરમ આવી જોઈએ કોઈ છોકરીનો પીછો કરતા.

શૈલજા નો ડર હવે હિંમત માં બદલાઈ ગયો હતો.

મોટા આવજે તેજને ખખડાવતા તેણે કહ્યું.

મેડમ, મને માફ કરી દો. મહેરબાની કરીને એવું કંઈ જ ના કરતાં. હું તમારી છેડતી નતો કરી રહ્યો.

મારે ફક્ત તમારો ઓટોગ્રાફ જોઈતો હતો. કેટલાય દિવસોથી હું પ્રયત્ન કરતો કે તમારી જોડે આવીને વાત કરું. આ સાલું નરાધમોને, ગુનેગારને પકડી લેવાય પણ તમારી સાથે વાત કરવાની હિંમત જ ભેગી થતી ન હતી. તમને હેરાન કરવાનો મારો કોઈ જ આશય ન હતો. આટલી વાર માફ કરી દો, આજ પછી આ રસ્તે ક્યારેય નહી આવું.

તેજ દુઃખી થઈને ૨ હાથ જોડી પોતાની કાર તરફ પાછો ફરે છે.

એક મિનિટ ઊભા રહો

શૈલજા એ અવાજ અને જીવ બંને શાંત કરીને કહ્યું.

શૈલજાના અવાજ માં નરમાશ જોઈને તેજ ને થોડી શાંતિ થઈ. તે ઉભો રહ્યો.

મારી પણ થોડી ભૂલ છે, મે થોડું વધારે પડતું રિએક્ટ કરીને તમને ખરું ખોટું સંભળાવી દીધું.

પસ્તાવા સાથે શૈલજાએ કહ્યું.

અરે કશો વાંધો નથી

તેજ એ સ્મિત સાથે કહ્યું.

પણ કોઈ છોકરીનો તમે પીછો કરો તો આવું જ રીએક્ટ કરે ને?

શૈલજા પાછી ત્રાડૂકી.

તેજ ના ચેહરા પરની હાસ્યની લહેરો તરત જ ચિંતારૂપી રેખાઓમાં બદલાઈ.

શૈલજા તેજના ચેહરા પર ના બદલાતા હાવભાવ જોઈને મોટેથી હસી પડી.

હવે આટલું મને હેરાન કરી જ છે તો, ઓટોગ્રાફ તો મારે આપવો જ પડશે ને?

હસતા હસતા શૈલજાએ કહ્યું.

તેજ ખુશ થઈ જાય છે. ઓટોગ્રાફ માટે પોતાના પર્સમાં સાચવીને રાખેલું કાગળ કાઢે છે. શૈલજાનું ધ્યાન તેજના પર્સ માં રહેલા એક ફોટા પર પડે છે.

આ ફોટો? આતો મને બેસ્ટ આર. જે. નો અવોર્ડ મળ્યો એ વખતનો છે.

શૈલજા એકીટશે એ ફોટા ને જોઈ રહી.

જી બિલકુલ આ ફોટો ૧ વર્ષ પેહલાનો છે. તમે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલો.

તેજ ફોટા તરફ જોઈને બોલ્યો.

અને તમે આ ફોટાને તમારા પર્સમાં કઈ ખુશી માં અપલોડ કર્યો?

શૈલજા એ તીક્ષ્ણ નજરો સાથે તેજ ની સામે જોયું.

તમે કહેશો તો નહી રાખું.

દુઃખી ભાવે ફરી તેજ બોલ્યો.

ફોટો પર્સમાંથી બહાર કાઢો.

ગુસ્સા ભર્યા આવજે શૈલજા એ કહ્યું.

તેજ ફોટો બહાર કાઢે છે, શૈલજા એ ફોટાને તેજના હાથમાંથી લઈ લે છે.

મેડમ, પ્લીઝ તમે મને આ ફોટો રાખવા માટે ના આપી શકો?

આજીજી સાથે તેજ એ કહ્યું.

શૈલજાએ ગુસ્સા સાથે તેજ ની સામે જોયું અને પોતાના પર્સમાંથી શૈલજા લખેલી પેન કાઢી અને ફોટાની પાછળ પોતાનો ઓટોગ્રાફ કર્યો.

ચોક્કસ તમે રાખી શકો છો, હું મારા ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતી.

હસતા હસતા શૈલજા બોલી.

તમારો ઘણો મોટો આભાર મેડમ..

તેજની ખુશીનો પાર ન હતો.

તમે મને મેડમ નહી પણ શૈલજા કહી શકો છો સર.

એક પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છત્તા તમારી આ નમ્રતા મને ઘણું ગમી.

શૈલજાએ તેજ સાથે હાથ મિલાવવા કહ્યું.

એક જ શરતે શૈલજા કહીશ,

તમારે પણ મને સર નહી પણ તેજ કહીને બોલાવવો પડશે.

તેજએ હસતા હસતા કહ્યું.

તમે ખોટું ના લગાડો તો બીજી પણ એક વિનંતી છે.

તેજએ કહ્યું.

હા, કહો ને.

શૈલજા બોલી.

હું તમને ઘરે ડ્રોપ કરી શકું? દેખો એમ પણ મોડું થઈ ગયું છે અને પીછો કરનારા બધા પોલીસ મળે એની કોઈ ખાતરી નથી.

તેજએ નાનકડી સ્મિત આપીને કહ્યું.

હવે શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરને ના પાડવાની હિંમત મારામાં નથી. લેટ્સ ગો...!!

આટલું કહી શૈલજા અને તેજના પગ કાર તરફ ઉપડ્યા.

કાર ધીરે ધીરે શૈલજાના ઘર તરફ આગળ વધી રહી હતી.

તમે એ.સી. બંધ કરી શકો છો? મને બધું બંધ હોય તો થોડું ગૂંગળામણ જેવું થાય છે.

શૈલજાએ તેજ ને કહ્યું.

અરે ચોક્કસ. એમાં પૂછવાનું થોડું હોય?

તેજએ એ.સી. બંધ કરતા કહ્યું.

આ ઠંડો પવન જ્યારે મને સ્પર્શે ત્યારે જીવન જેવું લાગે. ગમે તેટલા સારા એ.સી. આપણે બનાવીએ, કુદરતના આ પવન આગળ બધા ફીક્કા છે.

આ ઠંડો પવન જાણે ઘા પર મલમ જેવું કામ કરે છે. મનને એટલી હદે શાંતિ આપે કે તમે ફક્ત અનુભવ કરી શકો, વર્ણન નહી.

શૈલજા કારની બારી ખોલીને બોલી રહી હતી.

તેજ શૈલજાને જોઈ રહ્યો હતો, તેને ધ્યાન થી સાંભળી રહ્યો હતો, જાણે કે ધીરે ધીરે તે શૈલજા ના અવાજ lના નશા માં ડૂબી રહ્યો હોય તેવું તેને લાગ્યું.

શું જોવો છો તેજ?

શૈલજાએ તેજ ની આંખો માં આંખ નાખીને કહ્યું.

હંમેશા તમને રેડિયોમાં સાંભળતો, આજે પ્રત્યક્ષ તમે જ્યારે મારી બાજુમાં બેઠા છો ત્યારે તમને જોતાં જોતા તમને સાંભળવાનો જે લાહવો છે, જે ખુશી છે, એ તમને સમજાવી મારા માટે અઘરી છે.

ખુશીના ભાવ સાથે તેજ બોલ્યો.

કારમાં એક ગીત વાગી રહ્યું હતું.

મેં નજર સે પી રહા હું,

યે સમાં બદલ ના જાયે,

ના જુકાઓ તુમ નીગાહે,

કહી રાત ઢલ ના જાયે..!

મારું ફેવરીટ સોંગ છે આ.

બંને એકસાથે બોલી ઉઠ્યા.

નુસરત ફતેહ અલી ખાન સર તમારા પણ ફેવરિટ છે?

શૈલજાએ પૂછ્યું.

હા, નાનપણથી એમની બધી જ રચનાઓ મેં સાંભળી છે.

તેજ બોલ્યો.

ઘણી વાતો માં આપણી ફ્રિક્વન્સી મેચ થઈ રહી છે હોં તેજ..

હસતા હસતા શૈલજાએ કહ્યું.

સાચું કહું શૈલજા,

કદાચ આ મારી લાઈફ નો સૌથી બેસ્ટ દિવસ છે. મન થાય છે કે આ સમય ને અહીંયા જ રોકી લઉં.

શૈલજા ને હસતા જોઈને તેજ બોલ્યો.

નહી રોકી શકાય.

શૈલજા એ ચેહરા ના ભાવ બદલતા કહ્યું.

કેમ શું થયું.

તેજ એ પૂછ્યું.

કેમ કે ઇન્સ્પેક્ટર સાહેબ, મારું ઘર આવી ગયું છે.

હસતા હસતા શૈલજા બોલી.

ઓહ, ઘણું જલ્દી આવી ગયા.

તેજ એ શૈલજા ની સામે જોઇને કહ્યું.

આવજો તેજ, તમારી સાથે ની આ મુલાકાત યાદગાર રેહશે.

આટલું કહીને શૈલજા કારમાંથી નીચે ઉતરી.

ફરી ક્યારે મળીશું શૈલજા?

તેજ એ પ્રશ્ન કર્યો.

એ તો વિધાતાને ખબર. ફરી મળવાનું લખ્યું હશે તો ચોક્કસથી મળીશું.

હસતા હસતા શૈલજા ઘર તરફ ચાલવા લાગી.

તેજ શૈલજાને જતા જોઈ રહ્યો હોય છે ત્યાં અચાનક હેડ કોન્સ્ટેબલનો તેના પર ફોન આવે છે.

સાહેબ એક ૩૨ વર્ષના બહેનનો આત્મહત્યાનો કેસ છે. તેમના હસબન્ડ અને સાસરી વાળા માનસિક ત્રાસ ગુજારતા એવી સ્યુસાઈડ નોટ મળી છે.

હેડ કોન્સ્ટેબલએ ફોન પર જણાવ્યું.

એના સાસરી વાળા ને પકડી રાખજો,

હું હાલ જ આવ્યો.

આટલું બોલી તેજ નીકળી જાય છે.

ક્રમશઃ